SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૯-૨૩ બાલી યા લખી શકું છું, અને તે પણ દલીલ કરવા કે પ્રતીતિ કરાવવા માટે નહિ, તેમ જ સામાને સમજાવવા કે તેના વિચારમાં પરિવર્તન કરવા માટે નહિ. જયારે અને જો મને પૂછવામાં આવે તે અને ત્યારે જ માત્ર હું મારા જીવન વિષે વાત કરૂં છું. મેં મારા માટે કોઈ માર્ગ કે ચોકકસ જીવનપદ્ધતિ નકકી કરી નથી. તેમ જ હું જે રીતે જીવન જીવું છું તે નથી કોઈ ‘કર્મ’ના માર્ગ કે નથી કોઈ ‘અકર્મના’ માર્ગ, હવે તમારા પત્રમાં જે મુદ્દા અથવા તો પ્રશ્ન તમે ઊભા કર્યા છે તે વિષે લખું. અહિંસા અને રાષ્ટ્રવાદ બન્ને અસંગત છે એમ કહેવું અને એ સાથે આક્રમણનો સામનો અહિંસક રીતે કરવા જોઈતા હતા. એવી માગણી કરવી—આ બે વચ્ચે મને કશું વિરોધ જેવું દેખાતું નથી. મારા આગળના કાગળમાં મે જણાવ્યું છેકે સર્વોદય આગેવાના સામે જે સમસ્યા ઊભી થઈ હતી તે સમસ્યાને તેઓ એક રાજકારણી સમસ્યા તરીકે નહિ, પણ એક નૈતિક સમસ્યા તરીકે વિચારી તેમ જ લેખી શકયા હોત. હિંસા જયારે તમારી સામે આવીને ઊભી રહે ત્યારે જ તમારે તેના સામના કરવાના હોય. સ્વાભાવિક રીતે, જયારે તમે ભારતમાં હો ત્યારે ભારત ઉપર આક્રમણ થાય તે તકે જ તમારા માટે તેના સામના કરવાની પરિસ્થિતિ ઊભી થાય. જો તમે કોરીઆમાં હોતા તમારે ત્યાં તેના સામનો કરવાના રહે. હવે આવી પરિસ્થિતિ તમારી સમક્ષ ઊભી થતાં તે પ્રત્યે તમે કેવા અભિગમ– approach –દાખવો છે એટલે કે માથા ઉપર આવી પડેલા હિંસક આક્રમણના રાજકારણી હેતુથી પ્રેરાઈને તમે અહિંસક પ્રતિકાર કરી છે કે માનવીજીવન વિષેના ઊંડા આદર વડે પ્રેરાઈને અહિંસક પ્રતિકાર કરો છે એ જ માત્ર મહત્ત્વના મુદ્દો છે. હું ઝીણવટભરી દલીલબાજીમાં ઉતરવા માગતી નથી, કારણ કે મારામાં તે તાકાત નથી. હું તે એટલું જ કહેવાનો - સૂચવવાના-પ્રયત્ન કરૂ છું કે, સાચી અહિંસા કોઈ પ્રાદેશિક કે ભૌગોલિક દિવાલામાં પૂરાઈ ન જ શકે, તેમજ તેવી કોઈ મર્યાદાને તે સ્વીકારી ન જ શકે. અહિંસા એ પ્રેમ છે. તે બીજું હ।ઈ પણ શું શકે? કર્મ દ્વારા અભિવ્યકત થતો પ્રેમ એ જ અહિંસા છે. તમે પ્રેમને જંજીરો વડે જકડી શકતા નથી. હિંસક પ્રતિકાર અને કલ્યાણકારી હેતુ—હું દિલગીર છું કે—આ હું સમજી શકતી નથી. કોઈના પણ લખાણમાં કઠોરતા કે કર્કશતા હોય તેને! મને વાંધા નથી, જો તે પાછળ વિચારનો ગોટાળા ન હોય તા. મને લાગે છે કે, તમે action – કર્મ – નો બહુ સંકુચિત અર્થ કરો છે, એટલું જ નહિ પણ, કયું કર્મ કેવું છે તે તે વિષેનું તમારૂં માપ પણ fixed up and rigid—આગળથી નિર્ધારિત અને ચેાગઠાબંધ છે. વિચારવું એ પણ શું એક કર્મ નથી? મનને બધા અભિનિવેશાથી અને પૂર્વગ્રહોથી મુકત કરવું એ પણ કર્મ છે કે નહિ? સતત જાગૃત અને મુકત મન વડે જીવવું એ સર્વ કોઈ સમસ્યાને કોઈ એકદમ અવનવી રીતે ઉકેલવાના પ્રયત્ન કરવા બરોબર છે. જયાં સુધી આવી વ્યકિત સમાજ વચ્ચે રહેતી હોય અને અેકાન્તવાસની નિવૃત્તિ તરફ તે વળી ન હોય ત્યાં સુધી તેની ઉપસ્થિતિ અને સહકારિતા ‘સામાજિક જીવન’ને અવશ્ય પ્રભાવિત કરવાની જ છે. કૃપા કરીને એમ ન વિચારશા કે જયારે હું કોઈ મુદ્દાઓ ચર્યું છું અને જીવનને લગતાં સત્યો રજૂ કરૂ છું ત્યારે હું મારા પક્ષે કોઈ અભિનવ દર્શનના દાવા કરૂ છું. આવા મારો કોઈ દાવા છે જ નહિ. હું સત્યની શકિતના સ્રોત્ર~ Dynamo of Truth —છું કે નહિ . બાબત પણ અપ્રસ્તુત છે. હકીકતમાં તેથી કશો ફરક પડતા નથી. તમારા મિત્રભાવ માટે તમારો આભાર માનું છું. રસિકભાઈને સ્નેહસ્મરણ. અનેક સદિચ્છાઓ અને સદ્ભાવપૂર્વક વિમળા ૯૭ મુંબઈ, તા. ૨૬-૮-૬૩ પ્રિય વિમળાબહેન, તમારો તા. ૧૫-૮-૬૩ ના પત્ર મળ્યા. વાંચીને સ્વાભાવિક રીતે આનંદ થયો. મને લાગે છે કે તમારા અંગત જીવન વિષે આપણી વચ્ચે ચાલતી ચર્ચા હવે બંધ કરીએ. પરસ્પર કહેવા યા લખવા જેવું જે હતું તે લખાઈ ચૂકયું છે. તમે તમારા પત્રના અંત ભાગમાં જણાવા છે કે, “મને લાગે છે કે, તમે Action · એટલે કે ‘કર્મ' શબ્દને મર્યાદિત અર્થમાં સમજો છે.” આ તમારું વિધાન કદાચ બરોબર હોય. પરિણામે તમે જેને ‘કર્મ’ માનતા હો તેના સ્થાને કર્મ અંગેની એટલે કે કર્તૃ ત્ત્વ અંગેની મારી અપેક્ષા કાંઈક વધારે, કાંઈક જુદી હાય. મેં તો મારી નજરે વિચાર કરતાં તમારી જીવનપદ્ધતિ અંગે મને જે કાંઈ ભયસ્થાન જેવું ભાસ્યું તેના તમારી સામે અંગુલિનિર્દેશ કર્યો. છે. એટલે પ્રસ્તુત વિષય પુરતું મારૂં કર્તવ્ય અહિં ખતમ થાય છે અને તેથી આ બાબતની વિશેષ ચર્ચા હવે મને જરૂરી લાગતી નથી. તમારા વિષે મને એટલી પ્રતીતિ છે કે તમે તમારી જીવનસાધનામાં પૂરા arnestસન્નિષ્ઠ છે, સતત જાગૃત છે. અને જયારે પણ તમારી ચાલુ જીવનપદ્ધતિમાં ફેરફાર કરવાનું તમારા દિલમાં પ્રબળપણે ઉગશે ત્યારે તેમ કરતાં તમને કોઈ પણ પૂર્વગ્રહ કે પૂર્વાધ્યાસ અથવા તો કોઈ અનુકૂળ-પ્રતિકૂળ પાર્થિવ સંયોગ અટકાવશે નહિ. આખરે ચાલુ જીવન વિષે સતત જાગૃતિ અને ફેરફારની જરૂર દેખાતાં તે માટે પૂરી તૈયારી—આથી વિશેષ કોઈના માટે કશું પણ અપેક્ષિત યા અભિપ્રેત નથી. થોડા દિવસ પહેલાં શ્રી ત્રીકમલાલભાઈ તથા શ્રી બિંદુભાઈ ઝા મળ્યા હતા અને તમને અનેક રીતે સંભાર્યા હતા. એ જ પ્રમાણે રસિકભાઈ મળે છે ત્યારે પણ તમે સ્વાભાવિક રીતે અમારી ચર્ચાવાર્તાના વિષય બના છે. લે. સ્નેહાંકિત પરમાનંદ માઉન્ટ આબુ, તા. ૩૧-૮-૬૩ પ્રિય પરમાનંદભાઈ, તમારા સદ્ભાવભર્યા પત્ર માટે હું આભાર માનું છું. મારા વિષે આવી પ્રતીતિ દાખવવા બદલ પણ હું તમારો આભાર માનું છું. એ સાચું છે કે, જીવન જે દિશાએ મને લઈ જાય તે દિશાએ આગળ વધવામાં કોઈ મને રોકી શકશે નહિ. જો ચેતના વડે ધબકતું જીવન-vibrant life–બીજી દિશાનું મને દર્શન કરાવશે તે તેને આવકારતાં હું લેશમાત્ર અચકાટ અનુભવીશ નહિ. સદ્ભાગ્યે મારી પાસે નથી ધન કે પ્રતિષ્ઠા અને તેથી મારે કશું ખાવાપણું નથી. સદ્ ભાગ્યે મે વિચારનું કે જીવન જીવવાને લગતું કોઈ એક ચોગઠું સ્વીકાર્યું નથી અને તેથી મારે કોઈ બાબતને વળગી રહેવાપણું નથી. સદ્ભાગ્યે મેં જીવનને લગતી કોઈ ચોકકસ વિચારસરણી નકકી કરી નથી અને તેથી મારી વિચારણામાં એવું કશું નથી કે જેનો બચાવ કરવાની મને ફરજ પડે. વિચારોના કે આદર્શોના માળખામાં રહીને જીવન ઘડવાને બદલે, હું મારા જીવનને તેની પોતાની રીતે વિકસવા દઉં છું. પૂજય વિનોબાજીની તબિયત સારી રહે છે. શંકરરાવ દેવ જણાવે છે કે, તેઓ ખૂબ આનંદમાં છે. જયપ્રકાશજી બિહારમાં ગ્રામદાન આન્દોલન પાછળ પેાતાના સઘળા સમય વ્યતીત કરી રહ્યા છે. ધીરેનભાઈ બરહાનપુરમાં તેમની Labour intensive schemes પરિશ્રમીને લગતી સઘન યોજનાને અમલી બનાવવાના કાર્યમાં ખૂબ રોકાયલા રહે છે. દાદા એક મહિનાથી નરમ રહે છે અને તેમના પુત્ર સાથે હાલ જબલપુરમાં રહે છે. હું ૧૯૬૪ ના ફેબ્રુઆરી. આખર સુધી અહિં આબુ ખાતે રહેવાની છું. આબુ બાજુએ તમારા આવવાની કોઈ સંભાવના ખરી ? રિસકભાઈ સાથે આ બાજુએ એક આંટો કાં આવી ન જા? તમારાં પુત્રીને હવે તદન આરામ આવી ગયો હશે. અનેક સદિચ્છાઓ અને સદ્ભાવપૂર્વક વિમળા
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy