________________
તા ૧-૯-૬૩
પ્રિય વિમળા બહેન,
તા. ૧-૪-’૬૩ના તમારા પત્ર સાથે તમારા લખાણની નકલ મળ્યાની પહોંચ મે' લખી હતી. ત્યાર બાદ તમારા તરફથી એક કાર્ડ મળેલ છે. તમને પત્ર લખવાનો વિચાર કર્યા કરતો હતો, પણ છૂટા છવાયાં રોકાણા આડે તમને પત્ર લખવાનું મુલતવી રહ્યા કરતું હતું.
પ્રબુદ્ધ જીવન
બહેન વિમળા ઠંકાર સાથેના પત્રવિનિમય
(‘પ્રબુદ્ધ જીવન’ના વાચકો બહેન વિમલા ઠકારથી સુપરિચિત છે. ભૂદાન આંદોલનમાં આઠ વર્ષ સુધી લાગલગાટ કામ કર્યા બાદ કેવા વૈચારિક પરિવર્તનના કારણે તે આંદોલન તેમણે છેડયું તેનું વિવરણ ગત વર્ષના પ્રબુદ્ધ જીવન'નાં અંકોમાં પ્રગટ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ તેઓ યુરોપ ગયાં અને ત્યાં કેટલાક સમય રહીને ભારત ખાતે પાછાં ફર્યા અને હાલ કેટલાક વખતથી આબુ ખાતે રહે છે અને વાંચન લેખનમાં પોતાનો સમય ગાળે છે. આ બાબત પણ ‘પ્રબુદ્ધ જીવન'ના વાચકો જાણે છે. એક યા બીજા નિમિત્તે તેમની સાથે મારો પત્રવ્યવહાર ચાલતો રહ્યો છે. ‘પ્રબુદ્ધ જીવન’ના વાચકો અમારા સહચિંતનના ભાગીદાર બને એ હેતુથી તેમની અનુમતિપૂર્વક તેમની ઉપર એપ્રિલ માસની ૩૦ મી તારીખે લખેલા મારો પત્ર અને જૂન માસની ૩૦ મી તારીખે તેમણે મારી ઉપર લખેલે પત્ર-આ બન્ને નીચે આપવામાં આવે છે. ત્યાર પછીના પત્રવ્યવહાર યથાવકાશ હવે પછી પ્રગટ કરવામાં આવશે. અહીં એ જણાવવાની જરૂર છે કે, મારો પત્ર મૂળ ગુજરાતીમાં લખાયેલા હતા, જ્યારે તેમનો પત્ર મૂળ અંગ્રેજીમાં આવેલા, જેનો અહીં અનુવાદ આપવામાં આવ્યો છે. પરમાનંદ) મુંબઈ, તા૦ ૩૦-૪-’૬૩.
આજે તમને અન્ય કોઈ મિત્રે પૂછેલા સવાલા અને તમે આપેલા જવાબઆ બધું ટાઈપ કરેલું લખાણ તમે મારી ઉંપર મોકલેલું તે હું ફરીથી વાંચી ગયો. તેમાં ચર્ચેલા મુદાઆનું હું કોઈ વિશેષ વિવેચન કરવા માગતો નથી. એ દ્ગારા તમને હું વધારે ઊંડાણથી સમજી શકું છું અને તમારો પણ તે જ ઉદ્દેશ છે એમ હું સમજું છું. આમ છતાં એક બાબત વિષે તમને કાંઈક લખવા મન થાય છે. આ પ્રશ્નેત્તરીમાં એક પ્રશ્ન એ છે કે, "Why did your interest in creating a non-violent society fade away?” (અહિંસક સમાજરચના નિર્માણ કરવા અંગેના તમારો રસ શા માટે એસરી ગયો?) એના જવાબ આપતાં બીજી બાબતો સાથે સર્વોદય આંદોલનના ઉલ્લેખ કરતાં તમે જણાવા છે કે "The Sarvodaya movement in India has also become a victim of the nationalistic outlook and spirit. The Sino-Indian border dispute has exposed the Sarvodaya thinkers and workers.”( ભારતમાં ચાલેલું સર્હદય આંદોલન પણ આ કટોકટીના વખતે રાષ્ટ્રવાદી વલણ અને ભાવનાનું ભાગ બની ગયું છે. ચીન-ભારત વચ્ચેના સરહદી ઝઘડાએ સર્વોદય વિચારકો અને કાર્યકરોને ખુલ્લા પાડયા છે.) આના અનુસંધાનમાં હું એમ જણાવવા માગું છું કે, જો સર્વોદય આંદાલનને માત્ર વિચારણાના ક્ષેત્રને વળગીને ચાલવાનું હોત તો તેમાં તમે જે રાષ્ટ્રીય ભાવની સંકીર્ણતા જુએ છે તેવી સંકીર્ણતા દેખાવાની કોઈ પરિસ્થિતિ જ ઊભી થઈ ન હોત. પણ આખરે તેનું કાર્ય વિચારણાના ક્ષેત્ર પૂરતું સીમિત જ નહિ, તેનું કાર્ય તેની વિશિષ્ટ વિચારણાને અનુરૂપ એવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું છે અને તે પ્રવૃત્તિ ભારતના ભૌગોલિક ક્ષેત્ર સાથે પ્રત્યક્ષ સંબંધ ધરાવે છે. એટલે જ્યારે સર્વોદય વિચાર સાથે સંબંધ ધરાવતી વ્યકિતઓને ભારત ઉપર ચીને કરેલું આક્રમણ ખરેખર અનુચિત અને અધર્મમય લાગે ત્યારે ભારતના પક્ષ લેવા એ તેમને અનિવાર્ય ધર્મ રૂપે પ્રાપ્ત થાય છે. આમ છતાં પણ આ પ્રશ્ન અંગે સર્વોદયવાદીઓનું વલણ અન્ય રાષ્ટ્રવાદીઓની અપેક્ષાએ તટસ્થ રહ્યું છે એવી મારા મન ઉપર છાપ પડેલી છે.
આ પ્રસંગે આજે તમે જે પ્રકારની જીવનવૃત્તિ—જીવન પદ્ધતિ સ્વીકારી છે તે વિષે બે શબ્દ લખવા પ્રેરાઉં છું. એક ચોક્કસ વિચારસરણી તરફ ઢળતાં ઢળતાં, ગઈ કાલ સુધી જે લોકકલ્યાણની પ્રવૃત્તિ સાથે તમે જોડાયેલાં હતાં તેના ત્યાગ કરીને આબુના એક ખુણે સ્થિર થઈને બેસવા—રહેવાનું તમે સ્વીકાર્યું છે. આના પરિણામે તમારામાં રહેલી અપૂર્વ કર્તૃત્વશકિતના દેશને લાભ મળતા બંધ થયા છે. આવી તમે જે જીવનપદ્ધતિ સ્વીકારી છે તે મારે ગળે ઉતરતી નથી. હું માનું છું કે, આમ થવાથી દેશને તે નુકશાન થયું છે જ, પણ તમે તમારી જાતને પણ નુકશાન કરી રહ્યા છે. માનવીમાં રહેલી
®
૮૯
કર્તૃત્વશકિતને લાંબા સમય સુધી જો તે સંકેલી લે તે પરિણામે તે કર્યું ત્વશકિત આપોઆપ કુંઠિત થઈ જાય છે. મારા વિચાર મુજબ માનવીના વિકાસ માટે તેણે વિચારના ક્ષેત્રમાં વિશ્વવ્યાપી બનવાની જેટલી જરૂર છે તેટલી જ જરૂર કોઈ પણ ક્ષેત્રના ખીલે બંધાઈને પોતાનામાં રહેલી કર્તૃત્વશકિતને લોકકલ્યાણ અર્થે ક્રિયાશીલ બનાવવાની છે. તમા બહેન ખુફલ યકરને ઓળખે છે. તેણે મને કહેલું કે, વિમળાબહેન કૃષ્ણમૂર્તિની વિચારસરણી ઉપર ઢળ્યા એટલે જે ઉપયોગી કાર્ય તે કરી રહ્યાં હતાં તે છેાડી દેવાની શું જરૂર હતી તે મને સમજાતું નથી. મને લાગે છે કે, તમારી વર્તમાન જીવન પદ્ધતિના પરિણામે તમારામાં રહેલી કર્તૃત્વ શકિતને કઠિત કરી નાખવાના જોખમને તમે નોતરી રહ્યા છે. મૈત્રી, કરુણા, human relationship ની ભાવનાને સક્રિય મૂર્ત રૂપ આપવા માટે માનવીએ સીમિત કાર્યક્ષેત્રને સ્વીકારવું જ જોઈએ.
જેમને દાદા ધર્માધિકારી જેવા સલાહ આપનાર અને માર્ગદર્શક છે તેમને મારી સલાહની કે સૂચનાની જરૂર છે એવા મારો કોઈ દાવો નથી. મારી મર્યાદા વિષે પણ હું પૂરો સભાન છું. આમ છતાં પણ, તમારા વિષે એક પ્રકારની હું આત્મીયતા અનુભવું છું. તેની પ્રેરણાથી આ બધું મેં લખી નાંખ્યું છે. તેમાં ધૃષ્ટતા જેવું લાગે તો તમારી હું ક્ષમા માંગું છું.
રસિકભાઈ આનંદમાં છે. તમે જાણીને આનંદ પામશે કે, હું અન્ય બે—યાર સ્વજનો સાથે આગામી મે માસની ૧૧ મી તારીખે એકાદ મહિના માટે ગંગાત્તરીયમુનેત્તરીની યાત્રાએ જઈ રહ્યો છું. હિમાલયના ભવ્ય સૌન્દર્યનું આકર્ષણ આ સાહસ કરવા મને પ્રેરી રહેલ છે.
તમે આનંદમાં હશે. તમારી તબિયત સારી હશે.
પ્રિય પરમાનંદભાઈ,
તા. ૨૧મી જુનના તમારો માયાળુ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા હું તમારો આભાર માનું છું. પણ ૧૯૬૪ના આબુ છેડવાની મારી ઈચ્છા નથી.
લેખક: સ્નેહાંકિત પરમાનંદના પ્રણામ
શિવકોઠી, માઉંટ આબુ, તા ૩૦-૬-૬૩.
પત્ર મળ્યો. આગામી માટેના નિયંત્રણ માટે ફેબ્રુઆરી પહેલાં માઉંટ
મે મહિનામાં તમારી તરફથી મને એક લાંબો પત્ર મળ્યો હતો. તેમાં તમે મારી વિચારણા માટે કેટલાક મુદ્દાઓ રજૂ કર્યા હતા.
સૌથી પહેલાં મારે તમને જણાવવું જોઈએ કે, મારા અંગત જીવન વિષે તમારા મનમાં જે કાંઈ આવે તે તમે લખી શકો છે અને જે કોઈ સુઝે તે પ્રશ્નો તમે નિ:સંકોચપણે પૂછી શકો છે. મારા જીવનમાં ખાનગી એવું કશું છે જ નહિ તેમજ કશી ગૂઢતા પણ છે નહીં. આમ હોવાથી, અહીં હું જે કાંઈ કરી રહી છું તેમાં રસ ધરાવવા બદલ અને તે વિષે તમારા અભિપ્રાયો વ્યકત કરવા બદલ તમારો હું આભાર માનું છું. તમને હું એક મિત્ર સમાન લેખું છું. મૈત્રી હોય ત્યાં કોઈ સંકોચને અવકાશ હવા ન જોઈએ. સંકોચ કે અચકાટ પરસ્પર ગેરસમજુતી થવાનો ભય સૂચવે છે, જ્યારે પરસ્પર