SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ८० પ્રબુદ્ધ જીવન સમજુતી અને સદ્ભાવ એ જ સાચી મૈત્રીનો પાયો છે. આમ હાવાથી, મહેરબાની કરીને, મારી ઉપર તમને જે કાંઈ લખવાનું મન થાય તે લખવા, બદલ ક્ષમા યાચવાની ગડમથલમાં પડશે નહિ. આ પ્રકારની સમજુતી ઉપર આપણે હવે આગળ વધીએ. (૧) તમારા લખાણના પહેલા મુદ્દો સર્વોદય વિચારકો અને કાર્યકરોને લગતો છે. હું આશા રાખું છું કે, મેં આ લોકો સાથે લાગલગાટ આઠ વર્ષ સુધી કામ કર્યું છે, અને ભૂદાન આંદોલનમાં પૂરો સક્રિય ભાગ ભજવ્યો છે. તેથી તેમને હું તમારા કરતાં થોડું વધારે સમજવા અને જાણવાની સ્થિતિમાં છું એ તમે જરૂર કબૂલ કરશે. બીજું તેના આગેવાન નેતાઓ અને કાર્યકરો માટે મને પુષ્કળ આદર અને ઊંડો સદ્ભાવ છે. આ બધું છતાં પણ ચીન-ભારત સંઘર્ષ પરત્વે તેમણે અખત્યાર કરેલા વલણ અંગે મને એમ લાગે છે કે, ચીની આક્રમણે તેમને ખુલ્લા પાડયા છે. રાષ્ટ્રીય દષ્ટિકોણ અને ભાવનાના આવેગના તેઓ થેાડા સમય માટે ભાગ બની બેઠા હતા અને આજે પણ તેમના— માંના કેટલાકનાં ચિત્ત ઉપર તે વૃત્તિ–રાષ્ટ્રીયતાનું સંકુચિત વ્લ— સવાર થઈને બેઠેલું છે. તેઓ કોઈ એક વિચારસરણીના પ્રચારક માત્ર નથી, પણ સાથે સાથે ગ્રામદાન, ભૂદાન જેવા કેટલાક ક્રાંતિકારી ઉપાયો વડે ભારતીય જીવનની સામાજિક તેમ જ આર્થિક બાજુનું પાયાનું પરિવર્તન નિર્માણ કરવાના કાર્યમાં તેઓ રોકાયેલા છે એ વિષે હું પૂરી સભાન છું. મારૂ એમ કહેવું નથી કે, તેમણે આરામ ખુરશી ઉપર બેઠા બેઠા આક્રમણની સમગ્ર સમસ્યા અંગે તાત્ત્વિક ચર્ચા જ કર્યા કરવી જોઈતી હતી. મને એટલું જ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, જો તેમનાં દિલ રાષ્ટ્રવાદ અને દેશદાઝની સાંકડી દિવાલા ઓળંગી શકયા હત તે તેમણે પ્રસ્તુત પરિસ્થિતિમાં તદ્દન જુદા જ પ્રકારનું વલણ ધારણ કર્યું હોત, અને અહિંસક પ્રતિકાર માટે તેમણે લોકોને તૈયાર કર્યા હોત. જો તેમણે અહિંસાનો આગ્રહ રાખ્યો હોત તો તેમને પ્રતીતિ થઈ હોત કે, રાષ્ટ્રવાદ અને અહિંસાવાદ એ બે વાદો કદી સાથે ચાલી શકે જ નહીં, જે માનવી અહિંસાપ્રેરિત જીવન જીવવા માંગે છે તેને પછી અમુક ભૌગોલિક પ્રદેશ, પ્રજા, કે રાજ્યથી મર્યાદિત એવા કોઈ સંબંધ રહેતા નથી. તે આખી માનવજાતનો બને છે. અહિંસા એ ક્રાંતિના માર્ગ છે. આથી હું એમ કહું છું કે, સર્વોદય નેતાએ આ માર્ગ છાડીને બાંધછાડના માર્ગે ચાલ્યા છે. પ્રસ્તુત આક્રમણને એક નૈતિક સમસ્યા તરીકે લેખવાને બદલે તેમણે તેને પોતાના એવા અમુક દેશ સામેના આક્રમણ તરીકે લેખ્યું છે અને એ ધોરણે પાતાની એવી એક સરકારને તેમણે ટેકો આપ્યો છે. (૨) તમારો બીજો મુદ્દો મારા અંગત જીવન અંગે છે. હું તમને એ બાબતની નોંધ લેવા વિનંતી કરૂ છું કે, I look upon my life as a human phenomenon, rather than a psychological possession of Vimala-મારૂ જીવન એ વિમલાના માનસિક કબજાનો વિષય નહિ પણ સતત વહી રહેલા સમગ્ર માનવી જીવનના એક તરંગ સમાન છે. એવી રીતે હું મારા જીવનને નિહાળું છું. તા. ૧-૯-૨૩ આ ઉપરાંત, આ બાબતને અથવા તે આ હકીકતને પણ. આપણે બરોબર સમજી લેવી જોઈએ કે ‘action' is different from ‘activity’ – સ્વત: નિપજતું કર્મ એ ઈરાદાપૂર્વક ઊભી કરેલી પ્રવૃત્તિથી અલગ વસ્તુ છે. જ્યાં સુધી ભિન્ન ભિન્ન વૃત્તિઓ, ખ્યાલો અને વિચારોથી ચિત્ત ગ્રસ્ત હોય છે, અભિભૂત હોય છે ત્યાં સુધી, ચિત્ત દ્વારા ‘action ' ‘ખરૂં કર્મ' નિર્માણ થવું અશકય છે. જે કાંઈ બને છે તે કેવળ પ્રત્યાઘાત સ્વરૂપ પ્રક્રિયા ' હું ૧૯૫૩ માં ભૂદાન આંદોલનમાં જોડાઈ ત્યારે તેને લા— કલ્યાણની કોઈ એક પ્રવૃત્તિ લેખીને હું તેમાં જોડાઈ નહોતી, પણ એ આંદોલનની જે એક આધ્યાત્મિક બાજુ હતી તે વડે હું મુગ્ધ બની હતી અને તે કારણે હું તે તરફ આકર્ષાઈ હતી. માનવીમાં રહેલી innate goodness વિષેની—પાયાના શુભ તત્ત્વ વિષેની—કાળા ઉપર આધારિત એવા આ ક્રાંતિકારી આંદોલનને માનવજાત પ્રત્યેના પ્રેમથી ભરેલા એવા મારા ચિત્તને આકર્યું હતું. એને લગતી પ્રવૃત્તિ પાછળ મારામાં રહેલી કર્યું ત્વશકિતને અભિવ્યકત કરવાની કોઈ ખાસ વૃત્તિ નહિ, પણ માનવજાત માટેના પ્રેમને અભિવ્યકત કરવાનો આશય હતા. —reaction હોય છે. ખરૂ ‘કર્મ' શાંતિ અને સમભાવમાંથી જ નિર્માણ થાય છે. પૂરી શાંતિ અનુભવવી અને સ્થાયી સમભાવ પ્રાપ્ત કરવા એ માનવજાતની ભારે માટી સેવા છે. તમને ખાત્રીપૂર્વક જણાવું છું કે, ઉપરની સ્થિતિ અનુભવગાચર થતાં કર્મ શકિત અથવા તો કર્તવ્યશકિત બધાં બંધનો અને અવરોધોથી મુકત બને છે. વળી, પૂરી નમ્રતાપૂર્વક તમને હું સૂચવી શકું છું કે, એક માનવી અન્યને મદદ કરી શકે છે એવા અહંભાવને ચિત્તમાં જરા પણ સ્થાન આપવું ન જોઈએ. જે માનવીનું મન પરંપરાગત ખ્યાલા અને લઢણાનું ગુલામ છે તે અન્ય કોઈને શી રીતે મદદ રૂપ થઈ શકવાનું હતું? આવા આપ—નિયુકત મદદ કરવાવાળા જેટલા ઓછા, તેટલું સમાજનું શ્રેય વધારે. છેવટે, આ પણે બરોબર સમજી લઈએ કે, Reality—સત્તા (સત્ તત્ત્વ) એક જબરજસ્ત શકિત છે. જે તેના સીધા સંપર્કમાં રહે છે તે સત્ય અને પ્રેમનો શકિતપુંજ-Dynemo of Truth & Love~~ બને છે. આવી વ્યકિત એક પણ ક્ષણ પ્રમાદમાં વ્યતીત કરી શકેજ નહિ, આવી વ્યકિત પાસેથી life-વિશ્વવ્યાપી જીવનતત્ત્વ અનેક રીતે કામ કઢાવે છે, કામ કરાવે છે. આટલા લાંબા જવાબ લખવા માટે તમારી ક્ષમા યાચું છું. હું આશા રાખું છું કે, તમે તમારા પત્રમાં ઊભા કરેલા બધા મુદ્દાઓના આમાં ઉત્તર આવી જાય છે. મિત્રાને સ્નેહરમરણ. વિમલા અન્યત્ર ચેાયલી ર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રી અમદાવાદ જૈન યુવક સંઘના ઉપક્રમે યોજાયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાના કાર્યક્રમ નીચે મુજબ હતો :– વ્યાખ્યાતા શ્રી અમિતાબહેન મહેતા શ્રી ગુરુદયાળ મલિકજી ઉપકુલપતિ શ્રી એલ. આર. દેસાઈ આચાર્ય યશવંત શુક્લ શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ અધ્યાપક કરસનદાસ માણેક શ્રી કાંતિલાલ ઠક્કર શ્રી નવલભાઈ શાહ માનનીય ટી. એસ. ભારદે મુનિશ્રી પુણ્યવિજયજી આચાર્ય એસ. વી. દેસાઈ માનનીય ટી. એસ. ભારદે ડૉ. ભાગીલાલ જે, સાંડેસરા માનનીય રતુભાઈ અદાણી અધ્યાપક દલસુખભાઈ માલવણિયા આચાર્ય એસ. આર. ભટ્ટ વ્યાખ્યાનવિષય ભજના ધર્મ અને .....? આપણું આજનું ભણતર સંસ્કૃતિ જાતને ભૂલી જાઓ ! આજના વૈજ્ઞાનિક યુગમાં ધર્મનું સ્થાન સત્સંગ અહિંસા અને વિકેન્દ્રિત ઉત્પાદન અધ્યાત્મ અને જીવન જૈન આગમોમાં સુભાષિત શું બની રહ્યું છે ? ભારતીય લેાકશાહી ગુજરાતની જૈનાશિત ચિત્રકલા સામાજિક રચનામાં સહકારનું સ્થાન હિંદુ ધર્મ અને જૈન ધર્મ રાજધર્મ
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy