SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ પ્રબુદ્ધ જીવન માણસાને તેમનું આકર્ષણ થતું. કેથેટલીક ધર્મના પાદરીઓ પણ એમને પેાતાના મઠમાં બાલાવતા. પરદેશામાં સ્વામીજીએ આપેલા વાર્તાલાપા Ramdas Speaks નામનાં દરાનાનાં નાનાં પુસ્તકોમાં સંઘરાયલા છે. અધ્યાત્મ માર્ગે જનારા પ્રવાસીને આ પુસ્તકોમાંથી પૂરતું માર્ગદર્શન મળી રહે છે; પોતાને ઊઠતી અનેક શંકાઓનું સામાધાન થઈ જાય છે.” સ્વામીજીને ભાવભરી અજલિ ન્યાયમૂર્તિ ડી. વી. વ્યાસ, જેઓ સ્વામી રામદાસના એક અનુયાયી છે અને જેમણે સ્વામી રામદાસના તત્ત્વદર્શન અંગે ઊંડું અવગાહન કર્યું છે તેમને સ્વામી રામદાસના વિશિષ્ટ વ્યકિતત્ત્વ અંગે કાંઈક લખી આપવાની વિનંતિ કરતાં તેમના તરફથી ઊંડા ભકિતભાવથી સ્વર્ગસ્થ સંતને અંજલિ આપતા અંગ્રેજીમાં લખેલા એક લેખ મળ્યા છે, જેને નીચે ગુજરાતી અનુવાદ આપવામાં આવે છે: “૧, જે માનવજાતિ સુખ અને આનંદની અનાદિ કાળથી શેાધ કરી રહી છે તે માનવજાતિ માટે ૧૯૬૩ના જૂન માસની ૨૫મી તારીખે એક હૃદયઘાતક ઘટના નિર્માણ થઈ ગઈ. એ દિવસે સાંજે દક્ષિણ ભારતના ખ્યાતનામ સંત, આનંદાશ્રમના સ્થાપક અને દુનિયાભરના હજારો નરનારીઓના આત્માઓને પ્રકાશિત કરનાર એક આધ્યાત્મિક જયોતિર્ધર સ્વામી રામદાસ એકાએક કાળધર્મને પામ્યા. જયારે માનવજાતનું ચિત્ત દ્વેષ અને મત્સર વડે, અસૂયા અને દૃષ્ટતા વડે, અવિશ્વાસ અને આશંકા વડે વ્યાકૂળ બની બેઠું છે એવા આ દિવસોમાં જેમની મુખાકૃતિ ઉપર દિવ્ય આનંદની આભા સદા પથરાયલી રહેતી હતી એવા સ્વામી રામદાસ એક અજોડ અનન્ય વ્યકિત હતા. સરળ, પવિત્ર, પાવક, પૂજયભાવપ્રેરક, પ્રેમમય દિવ્ય, એવું તેમનું વ્યકિતત્ત્વ હતું. વિશ્વવ્યાપી પ્રેમ અને સેવાની તેઓ મૂર્તિ હતા. બાળક જેવી તેમની નિર્દોષતા વડે, અનુકરણીય એવા તેમના સ્મિત વડે, અસીમ પ્રેમ અને કરુણા વડે તેઓ ભારતભરમાં તેમ જ ભારતની બહાર પણ અસંખ્ય માનવીઓના પ્રેમપાત્ર આરાધ્યદેવતા બન્યા હતા. પરમાત્માના સાક્ષાત્કાર માટે કઠણ વ્રત–ઉપાસના, દુષ્કર તપશ્ચર્યા કે ગાઢ જંગલામાં જઈને એકાન્ત સેવન કરવાનું તેઓ કદિ નહાતા કહેતા. પરમાત્મા આપણી અંદર છે તેમજ બહાર છે, આ દુનિયાના દરેક જીવ તેમની જ અભિવ્યકિત છે અને તેમના નામના અનવરત જાપ કરવા વડે ચિત્તમાં તેમનું સતત સ્મરણ હોવું એ જ તેમને પહોંચવાનાતેમના સાક્ષાત્કાર કરવાના નિશ્ચિત અને સરળમાં સરળ ઉપાય છે એમ તે મેશાં ઉપદેશ આપતા. સ્વામી રામદાસના પ્રકાશદાયી સાન્નિધ્યમાં ખેદ અને ગ્લાનિ, નિરાશા અને વ્યથા, દુન્યવી મુંઝવણ, સંઘર્ષ અને ચિન્તનની અનવસ્થા છેડી જતા અને આનંદના, પ્રસન્નતાના, શાન્તિને, સ્વરથતાના, સમતાના ચિત્ત અનુભવ કરતું. તેમની ઉપસ્થિતિમાં માણસના મનમાંથી દ્વેષભાવ સરી જતો અને પ્રેમ તેનું સ્થાન લેતા, હિંસા ઓગળી જતી અને તેના સ્થાને કરુણા જાગૃત થતી.” ૨. જો કાળનો કોઈ પ્રારંભ હોય તે કાળના પ્રારંભથી માનવજાત સુખને માટે સતત પ્રયત્ન કરતી રહી છે. બીજા શબ્દમાં સુખ એ જ માણસની અનાદિકાળની અને કદિ નહિ અટકતી એવી ખાજનો વિષય બનેલ છે. પણ માનવી—અને માનવી શબ્દમાં સ્રીના સમાવેશ થાય જ છે—જો કે સુખને શોધી રહ્યો છે અને તે પ્રાપ્ત કરવા માટે વલખાં મારી રહેલ છે, એમ છતાં સુખ તેના હાથમાં આવતું જ નથી. આ એક કમનસીબ અને દુ:ખદ હકીકત છે. આનું કારણ, જો આપણે જોવા–સમજવાનો પ્રયત્ન માત્ર કરીએ તો, સહજમાં સમજાય તેવું છે. માનવી એટલા બધા સ્વાર્થી છે, એટલા બધા એકાંતપણે અને ભયંકર રીતે સ્વાર્થી તા. ૧૯-૬૩ છે કે, તેની સર્વ શારીરિક તેમ જ માનસિક પ્રક્રિયાઓમાં અન્ય સર્વથી અલગ એવી રીતે તે માત્ર પોતાની જાતને જ વિચાર કરતા હોય છે અને આખી દુનિયા માત્ર તેના માટે જ અસ્તિત્ત્વ ધરાવે છે અને માત્ર તેના જ ભલા અને સુખ માટે આ દુનિયાનું સર્વ કાંઈ બનવું જોઈએ એમ તે વિચારતા હોય છે. “૩, સૌ કોઈ જાણે છે તે મુજબ વિજ્ઞાને માણસને સાગરના તળિયા સુધી પહોંચવાની તાકાત આપી છે. તેણે તેને આકાશમાં બહુ ઊંચે સુધી ઉડતા કર્યો છે. અત્યાર સુધીમાં અડધા ડઝન વિશ્વયાત્રીઓ આકાશમાં ૧૫૦ માઈલ સુધી ઊંચે ઉડી શકયા છે અને કલાકના ૧૮૦૦૦ માઈલની ગતિ તેઓ સિદ્ધ કરી શકયા છે. એ દિવસ પણ કદાચ દૂર નથી કે જયારે માણસ ચંદ્ર સુધી તે ખરો, પણ મંગળ, શુક્ર, અને ગુરુના ગ્રહો કે જે લાખા માઈલના અન્તરે આવેલ છે ત્યાં સુધી પણ પહોંચવાને સમર્થ બને. મુદ્દો એ છે કે, માણસે વિજ્ઞાનની મદદ વડે આકાશમાં બહુ ઊંચે સુધી અને સાગરમાં બહુ ઊંડે સુધી જવાની વિદ્યા સિદ્ધ કરી છે, પણ આ પૃથ્વી ઉપર કેમ ચાલવું, ઈશ્વરે તેને જે ભૌતિક આકાર આપ્યો છે, જે શરીર આપ્યું છે તેના સારામાં સારો ઉપયોગ કેમ કરવા, જીવન કેમ જીવવું, અન્ય માનવસાથીઓના સંદર્ભમાં કેમ વર્તવું—આ તેને આવડે છે કે નહિ તે આથી પણ વધારે મહત્ત્વના સવાલ છે. જયાં જયાં આપણે નજર નાંખીએ છીએ ત્યાં ત્યાં આપણને બેચેની, અશાન્તિ અને વ્યાકુળતા, વહેમ અને ભય, શંકા અને અશ્વિાસ નજરે પડે છે. માનવજાતનું હૃદય દુ:ખી છે. માનવીના આત્મા વ્યાધિગ્રસ્ત છે. શા માટે ? જવાબ સાવ સીધા છે. માનવીના મનમાં, તેના હૃદયમાં, તેના આત્મામાં ભયંકરમાં ભયંકર બળવો પેદા થયા છે. આ ઈશ્વર સામેના બળવા છે. માણસે તેના રારજનહાર સામે બળવો. પાકાર્યો છે. ઈશ્વરાભિમુખ બનવાની તેનામાં કોઈ ઈચ્છા નથી. ઈશ્વરને વિચાર કરવાની તેનામાં કોઈ વૃત્તિ નથી, તેને કોઈ ફ ુરસદ નથી. મહાન શંકરાચાયૅ કહ્યું છે. તેમ: R अंगं गलितं पलितं मुण्डं, दशनविहीनं जातं तुण्ड वृध्धो याति गृहीत्वा दण्डं तदपि न मुण्चत्याशापिण्डम् ॥ ૪. આજે જે પ્રકારનું જીવન જીવાઈ રહ્યું છે તે જીવન સમગ્ર જીવનના મૂળ સાથે બેસુરૂ બની ગયું છે. જીવનનું સંગીત ભારે મેળ વિનાનું બની બેઠું છે. સ્વામી રામદાસના પ્રેરક પ્રકાશાજજવલ સાન્નિધ્યમાં માણસના દિલને આ બળવા શમી જતા હતા. જીવનના પરસ્પર મેળવિનાના સુરો વિલય પામતા હતા અને જીવનની સંગીતમયતા, જીવનની સંવાદિતા, જીવનની એકરૂપતા, જીવનની સમ્રુદ્ધતા, દિવ્યતા, પવિત્રતા સમજાતી હતી, અનુભવાતી હતી. આવા મહાન સંત, આવા મહાન ઉદ્ધારક, આવા મહાન વ્યાધિનિવારક સ્વામી રામદાસ હતા. આવી મહાન આધ્યાત્મિક જ્યોતિ છેલ્લાં પચ્ચીસ વર્ષથી આનંદાશ્રમમાંથ પ્રકાશી રહી હતી અને જેનું તેજ ચાતરફ વિસ્તરી રહ્યું હતું તે ૧૯૬૩ના જુલાઈ માસની ૨૫ મી તારીખે એકાએક બુઝાઈ ગઈ અને અસંખ્ય જિજ્ઞાસુઓ અને મુમુક્ષુઓ દુ:ખ અને ગ્લાનિ વડે વ્યાકૂળ બની બેઠાં. ઈશ્વરની ગતિ—વિધિ અકળ છે અને તેને પાર પામવા મુશ્કેલ છે, એથી તે જે કાંઈ કરે તેને સ્વીકાર્યું જ આપણા છૂટકો છે. તેને આધીન બનવું એ જ માત્ર આપણું કર્તવ્ય બને છે.” રશિયાના પ્રવાસનાં સંસ્મરણા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૭–૯–૬૩ શનિવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે સંઘના કાર્યાલયમાં (૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩) તાજેતરમાં રશિયાના પ્રવાસેથી પાછા ફરેલા શ્રી નવલમલ કુંદનમલ ફિોદિયા પોતાનાં પ્રવાસના સંસ્મરણે રજુ કરશે. આ જાહેર સભામાં આ વિષયમાં રસ ધરાવતાં ભાઈબહેનોને સપ્રેમ નિમંત્રણ આપવામાં આવે છે. મંત્રીઓ : મુંબઈ જૈન યુવક સંઘ '
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy