SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ek પ્રબુદ્ધ આવા જ અનુભવ થયા હતા. લાનાવલામાં ઈંદ્રાયણી નદીનું ઉગમસ્થાન જોવા ગયો ત્યારે ત્યાં મને ભીમા અને ચંદ્રભાગાનાં દર્શન થયાં હતાં. દશ્ય ગમે તેવું હાય, પણ ત્યાં વાયુમંડળમાં અધ્યાત્મની શાંત પ્રભાવશાળી લહેરો વહેતી હોય છે, જે હ્રદયને પવિત્ર કરી દે છે. ધ્યાન અને ચિંતનની પરંપરા આપણે ભૂલી ગયા છીએ. અધ્યાત્મ સાથેના આપણા સાધનાત્મક પરિચય તૂટી ગયો છે. આપણે કેવળ તાર્કિક અને દાર્શનિક ચર્ચાઓ સુધી જ અધ્યાત્મને વિસ્તારીએ છીએ. એટલે આપણા સંતોની વાણી અને હિમાલયની પ્રેરણા આપણા હૃદયને સંપૂર્ણ જાગૃત નથી કરતી અને આત્મિક સમૃદ્ધિ આપણને પ્રાપ્ત થતી નથી. પણ આપણામાં ગમે તેટલી ત્રુટિઓ હાય, આપણે આપણા પૂર્વજોના વારસદારો છીએ, એમનું જ લેહી આપણી નસામાં વહે છે. થોડા જ પ્રયત્નથી આપણી મૈત્રિક અને આધ્યાત્મિક સંપત્તિ આપણે ફરીને પ્રાપ્ત કરી શકીશું. બાહ્ય પ્રકૃતિ અને આપણી માનસિક પ્રકૃતિ જરૂર મદદ કરશે. અંતરાય નડે છે આપણા આધુનિક શિક્ષણની સંકુચિતતાને હું માનું છું કે જો આપણે પશ્ચાતાપ કરીએ . અને ભિકતિવનમ્ર બની. હિમાલયની યાત્રા કરીએ તે જરૂર હિમાલયના સંદેશા આપણને સાંભળવા મળશે. (૨) મનુષ્યજીવન દિશા અને કાળથી ઘેરાયેલું છે. બંનેના સંબંધ વિસ્તૃત વિસ્તાર સાથે છે. કહેવાય છે કે, દિશા અને કાળ એક જ ચીજ છે. પણ આપણે એના ઊંડાણમાં ન ઊતરીએ. હિમાલયનું દર્શન થતાં જ સર્વપ્રથમ તેની ઊંચાઈ, તેને વિસ્તાર અને તેના અસંખ્ય શિખરોની વિવિધતા ઉપર ધ્યાન જાય છે, પણ એમાં આપણું મન ઠરતું નથી. ધ્યાન કહે છે કે જ્યારે તમે ચિરહિમ શિખરોને જુઓ ત્યારે કાળનું પણ ચિન્તન થવું જ જોઈએ. આ શિખરો સદાકાળ એકસરખા જ સ્થિર ઊભા છે, તેની ઉપરના બરફના જથ્થા કયારેક ઘટશે, કયારેક વધશે. આ શિખરો ઉપર પવન કયારેક મંદ વહેશે તે! કયારેક ઝંઝાવાત મચાવશે, પણ આ બધું બનવા છતાં પણ એ શિખરો ઉપરની શાંતિ કયારે પણ ક્ષુબ્ધ નહિ થાય. એ શિખરો ઉપર નથી કોઈ વૃક્ષ-વનસ્પતિ કે નથી કોઈ કિલકિલાટ કરતાં પંખીઓ, વાદળાની લીલા જોવાને પણ આજ સુધી કોઈ ત્યાં પહોંચતું નહોતું. કાળા પત્થર અનેં સફેદ બરફ સિવાય ત્યાં કંઈ જ નથી. ચાર માનો ચાર અને છ માના તો છ ઋતુઓ આ સકળ પૃથ્વીને રમાડે છે, પણ આ શિખરોની ઊંચાઈ ઉપર તેની પણ કંઈ અસર પડતી નથી. એ તે ત્યાં સનાતનકાળ પેાતાની સમાધિમાં નિમગ્ન છે. તે આવા સ્થાન ઉપર કાળના નાનામેટા વિભાગ પાડવા અર્થહીન છે. આજ અને કાલ, આ સાલ અને ગઈ સાલ, આ યુગ કે બીજો યુગ એવી કાળગણના એને માટે નથી. ત્યાં જો ગણવું જ હોય તે એક છે વર્તમાન ક્ષણ અને બીજો છે અનંત કાળ, વેદાન્તની પરિભાષામાં પણ સત્ય એ જ છે. વર્તમાન ક્ષણ અને અનંતકાળ. બાકી બધું ઉપાધિ છે, માયા છે, મિથ્યા છે. આ કાળમાં ઈતિહાસ તો શું, પણ પૃથ્વી, સૂર્યમાળા અને તારાસમૂહોને ઈતિહાસ પણ તુચ્છ અને હાસ્યાસ્પદ બની રહ્યો છે. સાંત દ્વારા અનંતનું ચિંતન થઈ શકે છે, સાક્ષાત્કાર થઈ શકે છે. એ જ સાન્તની ઉપયોગીતા છે. આ પ્રત્યક્ષ ચિર-હિમશિખર અને વર્તમાન ક્ષણ એ બેની સહાયથી આપણે કાળની અનન્તતાનું ચિન્તન કરી શકીએ છીએ. આ આલંબન ન હેાત તા ચિન્તન શૂન્ય બની જાત, હિમાલયના આ શિખરો ઉપર કેવળ બરફ અને બરફ જ છે. બરફની અખંડ એકતા છે. પણ આ જ બરફ જ્યારે પાણી રૂપ બની નીચે વહેવા લાગે છે ત્યારે કેવી અદ્ભુત અને વિવિધ સૃષ્ટિ સર્જે છે? દેવદાર, ચીડ અને ચિનારનાં મેટાં મેટાં વૃક્ષો, વાંસ જીવન તા. ૧-૯-૨૩ અને પદમનાં નાનાં વૃક્ષા, એનાં ફળ ને ક્લ, એને આશ્નાયે જીવનારા અને જીવનાનન્દનો અનુભવ કરતાં પશુપક્ષી, કીટ પતંગ બધાં જ હિમજળની પ્રજા છે, તેનું સર્જન છે. અનન્તા કાળ--પ્રવાહ તરફ જ્યારે આપણે નજર ફેંકીએ છીએ ત્યા૨ે ઈતિહાસ સત્યરૂપમાં પ્રગટ થાય છે અને માનવ જીવનનાં અનંત યુગોથી થતા આવેલા વિકાસ તરફ આપણુ ધ્યાન ખેંચાય છે. આ . પહાડમાં બેસીને ઋષિમુનિઓએ જે ઈતિહાસ આપણને આપ્યો છે તે કોઈ દશકોનો કે શતકોના નથી, પણ યુગાના ને કલ્પાના છે. કાળનું ચિન્તન કરતાં જો આપણને ભવ્યતાના સાક્ષાત્કાર ન થયા તો એ ચિન્તન શા કામનું? મનુષ્ય જયારે ક્ષુદ્ર બની જાય છે ત્યારે પાપ, કિલ્મિષ અને અધર્મ તેનામાં પ્રવેશે છે. જો આપણે પાપથી મુકત થવા ઈચ્છતા હોઈએ, પાપનું પ્રશપન કરવા માગતા હોઈએ તે આપણે અનેક કલ્પાનું એક સાથે ચિન્તન કરવું જોઈશે. આજે જે સૂર્ય ચંદ્ર દેખાય છે તેવા જ બીજા સૂર્ય ચંદ્ર એની પહેલાં હતા. પહાડ અને સમુદ્ર, મનુષ્ય અને સામ્રાજ્ય, સૂર્ય અને તેની ગ્રહમાળાઓ પેદા થાય છે. આ બધાંનું નિયમન કરવાવાળું છે ‘ત’ અને આ ‘ત’ને આધાર છે સત્યના. એના દર્શનથી જ –સાક્ષાત્કારથી જન્મનુષ્ય પાપમુકત થાય છે. હિમાલય જો આપણને કોઈ ચીજની દીક્ષા આપતા હોય તે તે છે ભૂમાની. અને મનુષ્ય ગદ્ગદ્ થઈ બોલી ઊઠે છે:यो वै भूमा तद् अमृतम् नाल्पे सुखमस्ति । આ હિમાલય ઉપર પહોંચીને જ યુધિષ્ઠિરે ભારતના સંતાનોને સંદેશે! પાઠવ્યો—“ત અને સત્ય પર આધારિત ધર્મમાં તમારી બુદ્ધિ જોડો, અને તેને માટે “ મનસ્તુ મહવસ્તુ ચ” તમારા મનને ચિત્તને હૃદયને જેટલું બની શકે તેટલું વિશાળ કરો. અનન્તની ભાષામાં વિચારો, કર્મ કરો અને તેનાથી અલિપ્ત રહી તેના ઉપર ચિન્તન કરો.” વ્યકિત તરીકે, સમુદાય તરીકે, રાષ્ટ્ર તરીકે, કે સમસ્ત માનવતા તરીકે આજે આપણે જે પ્રવૃત્તિ કરીએ તેના દોષો કે તેની વ્યર્થતા આપણે ત્યારે જ સમજી શકીએ કે જયારે આપણે હરેક ચીજને અનંતતાની કસોટી ઉપર કસવા તત્પર બનીએ. કહેવાય છે કે નૌકાર્બીશની નજર જ્યાં સુધી ધ્રુવ ઉપર સ્થિર હોય ત્યાં સુધી તેનું નૌકાસંચાલન અને સમુદ્રપ્રવાસ સુરક્ષિત ગણાય છે. રાષ્ટ્રરૂપી વહાણને ઈતિહાસના પ્રવાસમાં સુરક્ષિત રીતે હંકારી જવું હોય તે આપણે ભૂમિ ઉપર હંમેશા સ્થિર દષ્ટિ રાખીને ચાલવું જોઈશે. હિમાલયનાં શિખરોને જોતાં એ સ્થિરતા સહજસિદ્ધ થાય છે અને દરેક ચીજનું તારતમ્ય સ્પષ્ટ થવાથી જીવનની ગતિ અને નીતિ શુદ્ધ થાય છે. હિમાલયની આ બાજુએ આપણે ભારતવાસીઓ રહીએ છીએ. પેલી બાજુએ આપણા ચીની બંધુઓ રહે છે. આજે ભલે આપણી વચ્ચે ઝઘડા થાય, પણ તે અનંતકાળ સુધી ચાલુ રહેવાના નથી, જયારે આપણા પડોશ, આપણું સાન્નિધ્ય, આપણું સહજીવન, સાહચર્ય અને સહકાર અનંતકાળ સુધી ટકી રહેવાનાં છે. પાકિસ્તાનની બાબતમાં પણ આ જ વાત છે. જે કર્તવ્ય વર્તમાન ક્ષણે આપણા ઉપર આવી પડયું છે, જે અનિવાર્ય છે તેના ઉપરની નિષ્ઠા કાયમ રાખવા છતાં પણ, ચિરજીવનને અનુરૂપ આપણી નીતિ રહેશે. વંશ આપસમાં લડશે. આખરે સહયોગ સાધવા અને સહયોગ આગળ ચાલશે એકબીજામાં ઓતપ્રોત થઈ જવા. ધર્મ ચાલશે ધાર્મિકતાના વિકાસ માટે. ધાર્મિકતા સિદ્ધ થતાં ધર્મના ત્યાગ જ કરવાના છે. જેમ જ્ઞાન-વિજ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી તેના ગ્રંથાની આવશ્યકતા રહેતી નથી, તેમ ધાર્મિકતાં સિદ્ધ થતાં બધા ધર્મોનાં કલેવરોને વિસર્જન કરવાના રહેશે. જે પડે ઈંડાના અંદરના જીવની રક્ષા કરી એ પડને તેડીને જ અંદરથી બચ્ચું બહાર આવશે. ઈંડા ઉપરનું પડ બંધાય છે આખરે તૂટવા માટે જ, જો તે ન તૂટે તે જે જીવની રક્ષા તેણે કરી તેની જ હત્યાનું પાપ તેને લાગવાનું. કેવળ ધર્મના નહિ, વંશના નહિ, પણ તમામ સંકુચિતતા અને એકાંગીતાના ઈંડા તાડીને, ફોડીને બહાર આવી જીવનને કૃતાર્થ કરવાના સમય પાકી ગયો છે. આ જ માનવજાતિ માટે મુકિત મહેાત્સવ બનશે, અને આ જ છે હિમાલયના હિમશિખરોને સંદેશ. . અનુવાદક : શ્રી મેનાબહેન મૂળ હિંદી: કાકાસાહેબ કાલેલકર
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy