SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧-૬૩ પ્રભુ ઉત્કર્ષના જ આપણે મુખ્યપણે વિચાર કરવા જોઈએ. આ બાબત ઉપર ભાર મૂકવા માટે તેઓ ‘જય જગત્ ', સૂત્રને આપણી આગળ ધરતા હોય, જગત એટલે ઈહલેાક, તેથી ઈતર લાક એટલે પરલાક. આદુદ્નની કલ્પના કરી પરલેાકની અપેક્ષાએ ઈહલેાકના ય એટલે કે ઉત્કર્ષ ઉપર આપણુચિત્ત કેન્દ્રિત કરવાનો તેમનો આશય હોઈ શકે છે.” આનો અર્થ એ થયો કે, ‘આ દેશ મારો છે.’ ‘આ દેશ પારકો છે.' આવા ભેદભાવના, જ્યારે દુનિયા વૈજ્ઞાનિક રીતે લગભગ એક થઈ ચૂકી છે, અને આધ્યાત્મિક રીતે તેને એક થયા સિવાય છૂટકો નથી ત્યારે, આપણે હવે ત્યાગ કરવો જોઈએ અને સાથે સાથે પરલેાકવાદને ભૂલી જઈને ઈહલાકવાદ તરફ આપણા ચિત્તને ઢાળવું જોઈએ—એવા સંદેશ, સંભવ છે કે, તેઓ ‘જય જગત્ ' મારફત આપણને આપવા માગતા હોય. 'જય જગત'નું સૂત્ર વિનાબાજી દ્વારા પ્રચલિત થયું છે તો તેઓ આ વિષયમાં સ્પષ્ટતા કરે તે કેવું સારૂં? ડૉ. અમીચંદ છગનલાલ શાહના સ્વર્ગ વાસ ગયા ડીસેંબર માસની ૩૧ મી તારીખે સુરનિવાસી ડા. અમીચંદ છગનલાલના એક કે બે દિવસના હ્રદય રોગના હુમલાના પરિણામે ૭૯ વર્ષની ઉંમરે એકાએક સ્વર્ગવાસ થયો. તેમના અવસાનની નોંધ લેતાં અંગત રીતે હું ઊંડી ખિન્નતા અનુભવું છું. કારણ કે, મુંબઈમાં ૧૯૩૪ ની સાલમાં જૈન યુવક પરિષદનું પહેલું અધિવેશન ભરવામાં આવેલું તે અધિવેશનનું પ્રમુખસ્થાન તેમણે શાભાવ્યું હતું. અને તે કારણે અને ત્યારથી તેમની સાથેના મારા પરિચયની શરૂઆત થઈ હતી, જે પરિચય આજ સુધી અખંડ કાયમ રહ્યો હતા. તેઓ એ વખતની . C. P. S. ડીગ્રી ધરાવતા ડૉકટર હતા. તેમણે દશેક વર્ષ વૈદ્યકીય ધંધો કરેલા. મોટા ભાગે તેમના દર્દીઓ ગરીબ હતા. આ ગરીબ દર્દીઓની ગરીબી જોઈને ન પૈસા લઈ શકાય, ન પૈસા છેડી શકાય એવી આન્તરિક મુંઝવણથી અકળાઈને તેમણે વૈદ્યકીય ધંધા છોડયો અને વ્યાપારઉદ્યોગ તરફ પોતાના મનને વાળ્યું અને સુરતમાં પાવરલુમની એક વિવિંગ, ફેકટરી તેમણે ઊભી કરી. આ ફૅટરી સતત વિક્સતી રહી, તેમાં લુમે વધતી ચાલી અને તે દ્વારા આર્થિક સમૃદ્ધિ તેમણે સારા પ્રમાણમાં સિદ્ધ કરી. આમ છતાં પણ તેઓ કેવળ ઉદ્યોગ વ્યવસાયને જ વરેલા નહાતા. સુરતના જાહેર જીવનમાં તેમ જ જૈન સમાજને લગતી અનેક પ્રવૃત્તિઓમાં તેઓ વર્ષોથી આગળ પડતો ભાગ લઈ રહ્યા હતા. વિચારમાં તે સ્વતંત્ર મીજાજના અને અન્યની અપેક્ષાએ આગળ પડતા હતા. આના કારણે ઉપર જણાવ્યું તે મુજબ ૧૯૩૪ માં મુંબઈ ખાતે ભરાયલી જૈન યુવક પરિષદના પ્રમુખસ્થાને તેમની વરણી કરવામાં આવી હતી અને એ પરિષદે દેવદ્રવ્યના સામાજિક ઉપયોગનું સમર્થન કરતા, વિધવાપુનર્લગ્નને અનુમોદન આપતા, અયોગ્ય દીક્ષાના તીવ્ર વિરોધ કરતા, સ્ત્રી-પુરુષની સમાનતા ઉપર ભાર મૂકતા તેમ જ જૈન સમાજની એકતાને સબળ સૃષ્ટિ આપતા—એ વખતે ક્રાન્તિકારક લેખાતા ઠરાવો પસાર કરીને જૈન સમાજના એ સમયના વાતાવરણમાં ભારે ગરમી પેદા કરી હતી. અમીચંદભાઈના મુખ્યતયા સુરતમાં નિવાસ હતો. તેમણે થોડાં વર્ષો પહેલાં જરૂરી સંશાધનપૂર્વક બટેટા કંદમૂળ નથી એવું પુરવાર કરી આપતી એક પત્રિકા પ્રગટ કરીને જૈન સમાજમાં – ખાસ કરીને સુરતના જૈન સમાજમાં—ભારે ક્ષેાભ પેદા કર્યો હતો. ૭૯ વર્ષની ઉંમરે કોઈ એક માનવી આ દુનિયામાંથી વિદાય થાય તો તેવા મૃત્યુને મંગળ મૃત્યુ લેખવું ઘટે. આમ છતાં પણ જીંદગીના અન્તિમ દિવસ સુધી તેઓ પ્રવૃત્તિપરાયણ—ક્રિયાશીલ— હતા, અને તેમના શરીરની તાકાત પણ ખૂબ જ જળવાઈ રહી હતી. જીવન અને સતત કાર્યરૂઢ હતા અને વિદાય લેવાની ઘડી હજી ઘણી દૂર છે એમ સૌ કોઈને લાગતું હતું. આ કારણે તેમના અણધાર્યા મૃત્યુએ સ્વજન— સંબંધીઓમાં સખ્ત આઘાતનું સંવેદન પેદા કર્યું છે. એક આદર્શ ગૃહસ્થને શોભે તેવું તેમનું શીલ અને સૌજન્ય હતું; જીવનમાં સાદાઈ, નમ્રતા અને સરળતા હતી; મિત્રા વિષે તેમનું હૃદય ઉષ્માથી ભરેલું હતું. તેઓ પોતાની પાછળ એક સંસ્કારસંપન્ન પરિવાર મૂકી ગયા છે, અને બહોળા સ્વજનસમુદાયના ચિત્ત ઉપર ઊંડી સુવાસ અંકિત કરી ગયા છે. ૧૮૩ ‘સેવાભાવી’ શુભવિજયજીના અશુભ દેહવિલય મુંબઈ ખાતે તા. ૭ મી જાન્યુઆરીના રોજ જૈન મુનિ શુભવિજયજીનું ૭૪ વર્ષની ઉમ્મરે અવસાન થયું. તેઓ અમદાવાદના વતની હતા. યૌવનના પ્રારંભમાં તેમણે કેટલાક સમય કાપડનો વ્યાપાર કર્યો હતો. પછી ૨૭ વર્ષની ઉમ્મરે સ્વ. વિજયવલ્લભસૂરિના કોઈ શિષ્ય પાસે તેમણે દીક્ષા લીધેલી. થોડા સમય બાદ તેમને સમુદાય છોડીને અન્ય કોઈ સાધુના તેઓ દીક્ષિત બનેંલા. તેમની સાથે પણ તેમની પ્રકૃતિના કારણે તેમને લાંબા વખત નળ્યું નહિ અને તેઓ એકલવિહારી સાધુ બનીને થરાદ ગામે આવ્યા. ત્યાંથી કચ્છમાં આવેલ ભદ્રેશ્વર તરફ તેઓ આકર્ષાયા.. તેમના જીવનનું પ્રેરક બળ સેવા હતું અને એ સેવાભાવનાને મૂર્તરૂપ આપવાની હવે તેમને તક મળવા લાગી. ભદ્રં શ્વરમાં શરૂઆતમાં તેમણે એક ભાજનશાળા ઊભી કરી. ભદ્રેશ્વર એક યાત્રાધામ છે અને ત્યાં અનેક યાત્રિકો આવે જાય છે. તેમના માટે આ ભાજનશાળા આશીર્વાદ રૂપ થઈ પડી છે. પછી તેમણે ભદ્ર શ્વરમાં જ એક આંબલ ખાતું ખોલ્યું, જેને પણ સારો લાભ લેવામાં આવે છે. પછી તેઓ માંડવી બાજુ ગયા અને ત્યાં તેમણે લુલા લંગડા, અશકત, આંધળા, તેમજ વૃદ્ધો માટે એક અશકતાશ્રામ ઊભું કર્યું. આ અશકતાશ્રમનો આજે ૨૦૦ ભાઈઓ લાભ લઈ રહ્યા છે. તેમના જીવનનું આ એક ચિરસ્મરણીય કાર્ય ગણાય છે. ત્યાર બાદ તેઓ મુંબઈ આવ્યા. કચ્છના કાર્યને લીધે તેઓ મુંબઈના કચ્છી સમાજના ખૂબ પ્રેમપાત્ર બન્યા હતા. મુંબઈમાં પાલાગલીમાં તેમણે કચ્છી ભાઈઓ માટે એક ભાજનશાળા ઊભી કરી. જયારે બીજી લેાજોમાં ૪૦ અને ૫૦ રૂપિયા આપતાં પણ સારું અને સરખું ખાવાનું મળતું નહોતું ત્યારે શુભવિજયજીએ માસિક રૂા. ૩૦ માં સવાર સાંજનું ભાજન આપવાનો પ્રબંધ કર્યો. દાણાના કચ્છી વ્યાપારીઓ સાથેના સંબંધના કારણે આ ભાજનમાં અનાજ તો ચેાખ્યું અને સારું મળતું જ હતું, પણ જેનું આજે કોઈ ઠેકાણે દર્શન થતું નથી એ ચોખ્ખું ઘી પણ પીરસવામાં આવતું હતું. સમયાન્તરે એ જ વિભાગમાં તેમણે ‘સર્વોદય કેન્દ્રની યોજના કરી. આ માટે એક પાંચ માળનું મોટું મકાન ડૉ. મૈશરી રોડ ઉપર તેમણે બંધાવ્યું. અહીં ભાજનશાળા, આરામગૃહ છાત્રાલય, લાઈબ્રેરી, તેમ જ ક્લીનીક (વૈદ્યકીય ઉપચાર કેન્દ્ર)-આટલી બધી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો. આ ભાજનશાળાંના આજે ૭૦૦ ભાઈઓ લાભ લે છે.ભાવ વધવાના કારણે હાલ ભાજનશાળામાં માસિક બે ટંકના ભાજન માટે રૂ. ૩૮ લેવામાં આવે છે, જયારે બીજે રૂા. ૬૦ અથવા તેથી વધારે લેવામાં આવે છે. છાત્રાલયમાં આજે લગભગ ૧૦૦ વિદ્યાર્થીઓ રહે છે. તાજેતરમાં ચેંબુર બાજુએ, દેવનાર કતલખાના માટે નકકી કરવામાં આવેલી જગ્યાની બાજુએ આશરે ૭,૦૦૦ એકર જમીનના તેમણે સાદા કર્યો હતા અને ત્યાં સામાન્ય સ્થિતિના કુટુંબો માટે એક માટી વસાહત ઊભી કરવાની તેમણે યોજના વિચારી હતી, એટલું જ નહિ પણ, જાહેર સમક્ષ મૂકી હતી. પણ આ યાજનાને અમલી રૂપ મળે તે પહેલાં તેમણે આપણી વચ્ચેથી એકાએક વિદાય લીધી છે. ઉપર જણાવી તે તો તેમની મુખ્ય મુખ્ય સેવાની યાદી છે, પણ આ ઉપરાંત તેમના હાથે બીજાં અનેક નાની મોટી સેવાનાં
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy