________________
તા. ૧૬-૮-૬૩
પ્રબુદ્ધ જીવન
વિચાસરણીને ઓછાયો પણ જેમાં હોય તેવી કોઈ પણ વસ્તુ પ્રત્યે શંકાશીલ છે. પણ આયોજનમાં તે પગલે પગલે વિચારસરણીની
પસંદગી કરવાની આવે જ છે. કામ કરવા માંડીએ એમ કહેતાં પહેલાં હાથમાં લીધેલું કામ એ યોગ્ય કામ છે કે નહિ તે વિચારવાનું રહે જ છે. આયોજન કરવું તે તો બરાબર, પણ શા હેતુ માટે આયોજન કરવું? આયોજનના લક્ષ્યની પસંદગી હિસાબનીશા પર કે અમલદારો પર છેડી શકાય નહિ. અયુબખાનનું તંત્ર તેણે કાઢી મૂકેલા રાજકીય નેતાઓ કરતાં વધુ સારું કામ નથી કરી શક્યું તેનું મુખ્ય કારણ એ છે કે તેણે રાજકીય નેતાગીરીની જવાબદારીમાંથી છટકવાના પ્રયત્ન કર્યો છે અને રાજનીતિ નક્કી કરવાનો ભાર અમલદારોના નમી ગયેલા ખભા પર નાખ્યો છે.
પાતિાનની આજની સ્થિતિ પાંચ વર્ષ પહેલાંની સ્થિતિ કરતાં સારી નથી. અમુક રીતે તો આજની સ્થિતિ વધારે જોખમભરેલી છે. દેશની પૂર્વ પાંખ કોઈ પણ સમય કરતાં આજે વધારે વિરોધી મનોવૃત્તિ ધરાવે છે. બીજી પંચવર્ષીય યોજનાની મૂડીરોકાણની નીતિએ વધુ સમૃદ્ધ પશ્ચિમ પાંખ અને ગરીબ તથા વસ્તીથી ઉભરાતી પૂર્વ પાંખ વચ્ચે અસમાનતા વધારી છે. પાકિસ્તાનના આયોજન-પંચના નાયબ મુખ્ય અર્થશાસ્ત્રી ડો. ` મહેબુબુલ હકના કહેવા પ્રમાણે પૂર્વ પાકિસ્તાનની માથાદિઠ ' આવક પશ્ચિમ પાકિસ્તાન કરતાં ૬૦ ટકા ઓછી છે. આવી પરિસ્થિતિમાં જોખમેા દેખીતાં છે. કહેવાનો આશય એ નથી કે પૂર્વ પાકિસ્તાન પશ્ચિમ પાશ્તિાનથી અલગ થઈ જવાના કોઈ તાત્કાલિક ભય છે. વળી પાકિસ્તાનની એકતા ઉપર કોઈ જોખમ આવી જ પડે તો તેને આવશ્યક દૃઢતાથી મારી હઠાવવામાં આવે એમાં જરાયે શંકા નથી. પણ અસંતોષને પરિણામે આવા અલગતાવાદી ધડાકો ન થાય તો પણ અસંતોષ એટલા પ્રસરી તો શકે કે જેને લીધે પાકિસ્તાનની સરકારની શકિત ને તેનાં સાધના દેશની એકતા જાળવવામાં જ ખર્ચાઈ જાય.
આવી ક્ષણે તો ભાવિ ખરેખર ઊજળું જણાતું નથી. અઠવાડિયાં પર અઠવાડિયાં પસાર થતાં જશે તેમ તેમ સંપૂર્ણ પ્રતિનિધિત્વવાળી સરકારની પુન:સ્થાપના કરવાની અને સંસદીય પદ્ધતિ ફરી ચાલુ કરવાની માગણી કદાચ વધુ ઉગ્ર બનતી જશે. સંસદીય લોક્શાહીની પુન: સ્થાપનાથી પાકિસ્તાનની સ્થિતિ સુધરી જ જશે એમ માનવું જરૂર ગમે. પણ રાજકીય નેતાઓ અયુબખાનના તંત્રના વિરોધ કરવામાં જ સંપેલા છે. આથી વિચાર થાય છે કે વધુ સ્પષ્ટ હેતુવાળા બીજો કોઈ ધોડેસવાર સૈનિક પાછા તખ્તા પર આવશે કે શું ?
‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાંથી સાભાર ઉદધૃત
મૂળ અંગ્રેજી: નંદન કાગલ પ્રજાતંત્ર”ના તંત્રી તરફથી મળેલી નોટીસ
તે અંગે સધની કા. વા. સમિતિના ઠરાવ
શ્રી મુંબઈ જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિની તા. ૧૧-૮-૬૩ સેામવારના રોજ મળેલી સભાએ ઉપર જણાવેલી ખાખત અંગે સર્વાનુમતે નીચે મુજબ ઠરાવ કર્યાં છેઃ
દ્ર મુનિ ચિત્રભાનુ સંબધે પ્રજાત ંત્રમાં લગભગ ત્રણ મહિના સુધી જે લખાણા આવ્યાં અને તે પ્રકરણને જે રીતે અંત આવ્યા એ વિષે શ્રી પરમાનંદભાઈએ પ્રબુદ્ધ જીવન'ના તા. ૧-૮-૬૩ના અંકમાં ‘ચિત્રભાનુ પ્રકરણ' એ મથાળા નીચે જે લેખ લખ્યા છે તેમાં જણાવેલ વિચાર જૈન સમાજના ધણા વિચારશીલ માણસાના આ પ્રકરણ અંગેના યથા પ્રત્યાઘાતા રજુ કરે છે એમ સંઘની કાર્યવાહક સમિતિ માને છે.
શ્રી પરમાનદભાઈને આ લેખ છપાયા પછી તેમના વિષે પ્રજાત ંત્રમાં જે લખાણા પ્રગટ કરવામાં આવ્યાં
9
23
છે તે વાંચીને મુંબઈ જૈન યુવક સઘની કાર્યવાહક સમિતિ ઘણું દુ:ખ અને રષ અનુભવે છે.
વિશેષમાં શ્રી ચીમનલાલ વાડીલાલે એમના વકીલ મારફત શ્રી પરમાનંદભાઈના લેખથી પેાતાની બદનક્ષી થઇ છે એમ જણાવી એમની સામે કાયદેસર પગલાં લેવાની નેટીસ આપી છે.
એ નેટીસમાં સૂચવવામાં આવ્યું છે તે મુજબ, જો આવાં કોઈ પગલાં શ્રો પરમાનદભાઇ સામે લેવામાં આવે તેા તેના બચાવ કરવામાં શ્રી મુંબઇ જૈન યુવક સઘ શ્રી પરમાનદભાઈને પાતાથી બનતી બધી મદદ કરવાને નિર્ણય કરે છે.”
મત્રોએ, મુબઈ જૈન યુવક સંઘ ખાદી ખેાડની
પ્રવૃત્તિ
(‘પ્રબુદ્ધ જીવન’ ના ગતાંકમાં ‘યરવડા ચક્ર વિરૂદ્ધ અંબર ચરખા' એ મથાળા નીચે એક લેખ પ્રગટ થયા હતા. તેના અનુસંધાનમાં શ્રી વાલજી ગેાવિન્દજી દેસાઈ તરફથી મળેલી ટૂંકી નોંધ નીચે પ્રગટ કરવામાં આવે છે. અહિં એ જણાવવું અસ્થાને નહિ ગણાય કે શ્રી વાલજીભાઈ એક વિદ્નાન, બહુશ્રુત, સાહિત્યોપાસક તો છે જ, પણ સાથે સાથે વર્ષોથી હ ંમેશાં ચોકકસ સમય કાંતવા પાછળ ગાળે છે અને મોટા ભાગે પેાતાના કાંતેલા સુતરની જ ખાદી પેાતાનાં કપડાં માટે વાપરે છે. આ દષ્ટિએ આ સંબંધમાં તેઓ જે કાંઈ કહે તેનું સવિશેષ મહત્ત્વ છે. પરમાનંદ)
કાંતનારી દિવસના ૧૬,૦૦૦ વાર સૂતર કાંઠે અને ૫૦-૬૦ રૂપિયાની માસિક કમાણી કરેતા તેમાં કોઈના બાપનું શું જાય? ઉલટા સૌ રાજી જ થાય. પણ શ્રી કમળાબાઈ નામે અભ્યાસશીલ પત્રકારણે સરકારી હેવાલને આધારે જણાવ્યું છે કે બીજી યોજનાના કાળમાં અંબર રેંટિયા વર્ષમાં ૩૦૦ દિવસ રોજ ૮ કલાક ફરે એવી બાર્ડની ધારણા હતી તેને બદલે તે ૨૦૦ દિવસ સરેરાશ ૨ કલાક ફર્યા, એટલે ધારેલા વખતના છઠ્ઠો ભાગ અંબર રેટિયા ચાલ્યા. વળી સાડા ત્રણ લાખ અંબર રેંટિયા કાંતનારીઓને આપ્યા તેમાંથી ઘણી મોટી સંખ્યા વાપર્યા વિનાજ પડી રહી. એટલે ત્રીજી યોજનાનું લક્ષ્ય શું છે તે કે ૮ વર્ષ પહેલાં આપેલા ગા લાખ રેંટિયામાંથી રેંટિયાને ચાલતા કરવા.
શા લાખ
આ અસંતાષકારક પરિણામનું કારણ શું ? કારણરૂપે અંબરની રચનામાં કાંઈક દોષ હશે, જેને લીધે તે વારે વારે બગડતા હોવા જોઈએ.
બોર્ડની ખાદીને ૨૦ ટકાની સરકારી મદદ (સબસીડિ) મળે છે, તો પણ કમળાબાઈ કહે છે કે તે એ જ જાતના મિલકાપડ કરતાં બમણી માંઘી હોય છે, એનું તો કાંઈ નહિ, પણ તે ઓછી ટકે છે એમ કહે છે. એમ હાય તો તે વધારે ટકાઉં થાય તેને પ્રયત્ન કરવા જોઈએ.
વળી કમળાબાઈ કહે છે કે, શ્રી ઢેબરના કહેવા પ્રમાણે કાંતનારીને આજ ત્રણથી છ આનાનું નિર્યું પડે છે. આજનો રૂપિયા જૂની પાવલી બરાબર પણ નથી. એટલે આજના દિવાના ત્રણ - છ આના એટલે પહેલાંના ત્રણ - છ પૈસા થાય. તો પછી ગાંધીજી કાંતનારીને જીવાઈ જોણું કે તામણ મળે એવી ગાઠવણ કરતા હતા તેનું શું થયું?
ખરી વાત તો એ છે કે, ગાંધીજીના કહેવા પ્રમાણે ઘેર ઘેર ચૂલા હોય છે તેમ રેંટિયા હોય, અને જે સૂતર કાંતે તે ખાદી પહેરે અને જે ખાદી પહેરે તે સૂતર કાંતે. આમ ઘેર ઘેર સ્થાપનાના અધિકારી તો યરવડા ચક્ર જ છે તે દીવા જેવું સ્પષ્ટ છે. દેસાઈ વાલજી ગોવિંદજી