SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ જીવન અયુબખાનનું શાસન પચિક વર્ષ પહેલાં પાકિસ્તાનમાં સંસદીય લેાકશાહીને ઉથલાવી નાખવામાં આવી. ત્યારે સત્તાભ્રષ્ટ થયેલા રાકીય નેતાઓ સિવાય કોઈએ ફૂંકારો સરખાયે કર્યો નહિં. લિયાકતઅલીખાનની હત્યા પછી દેશમાં અસ્થિરતાનો યુગ બેઠો હતો. આઠ વર્ષથીયે ઓછા સમયમાં વડા પ્રધાન ચાર ચાર વાર બદલાયા હતા. રાજકીય નેતાઆએ ખુરશી શોધી લેવાની રમત માંડી હતી અને સંગીત-ખુરશીની આ રમતમાં તાલ દેવાતા હોય તેમ વચ્ચે વચ્ચે કાશ્મીરને “મુકત” કરવાનાં વચના અપાતાં હતાં. આ બધાની વચ્ચે એકકે વડા પ્રધાન સરકારની સાચી ફરજો ઉપર ચિત્ત એકાગ્ર કરી શકયા ન હતા, ૬. બધાએ વડા પ્રધાનામાં જમીન માલિકીના પ્રશ્નને હાથ ધરવાની હિંમતના કે પછી દાનતના અભાવ હતો. આજની ફેશનને અનુસરીને. ૧૯૫૫માં એક પંચવર્ષીય યોજના તો શરૂ કરવામાં આવી હતી; પણ એ સાવ કલ્પનાશૂન્ય યોજના હતી અને તેમાં માત્ર ખર્ચના હિસાબ કાઢી આપનારા અધિકારીની જ છાપ દેખાતી હતી. પશ્ચિમ પાકિસ્તાનમાં મૂડીરોકણ કરવાથી વધુ સારાં નેવધુ ઝડપી પરિણામ આવશે એમ કહીને મૂડી ત્યાં જ કેન્દ્રિત કરવામાં આવી. આથી બન્ને વિભાગા વચ્ચેની આર્થિક અસમાનતા વધુ ઘેરી બની અને પૂર્વ પાકિસ્તાનમાં અસંતોષ વધ્યો. પાકિસ્તાનના ઘણા લોકોને તે એમ જ લાગ્યું હશે કે પંચવર્ષીય યોજનાથી અપ્રમાણિકતા અને લાંચરુશવતની તક વધી છે. રાજકીય નેતાઓ કે સરકારી અમલદારો કોઇ આ તકનો લાભ લેવાનું ચૂકતા ન હતા. ર :-૧૯૫૮ના ઓકટોબરમાં જનરલ અયુબખાને સત્તા આંચકી લીધી ત્યાં સુધીમાં વહીવટી તંત્રે અને દેશની સર્વસત્તાધીશ સંસ્થા બંધારણસભાએ પ્રજાના તમામ વર્ગોમાં પૂરેપૂરી અપકીર્તિ પ્રાપ્ત કરી લીધી હતી. આથી જયારે આ ઘોડેસવાર સૈનિકે રાજ્યની લગામ પોતાના હાથમાં લઇ દેશને રાજકીય નેતાઓના ગેરવહીવટમાંથી મુકત કરવાનું વચન આપ્યું ત્યારે પાકિસ્તાનભરમાં તેમને અંતરના ઉમળકાથી વધાવી લેવામાં આવ્યા. આમજનતા જ નહિ પણ વિદ્યાર્થીઓના અને પુખ્ત વયના બુદ્ધિજીવીઓના મનમાં પણ મોટી માટી આશાઓ જાગૃત થઈ. આ આશાએ ધીમે ધીમે કરમાઈ ગઈ છે અને આજે આખાએ પાકિસ્તાનમાં સુંદર સ્વપ્નું ભાંગી પડયું હોય તેવી મનેવૃત્તિ પ્રસરી રહી છે.. એમ લાગે છે કે ધાડા પર બેસીને ધસમસતા સૈનિક કયાંક આડે રસ્તે ચડી ગયા છે. કરવામાં અયુબખાનનું શરૂ શરૂનું શાસન ઠીક ઠીક ઉત્સાહપ્રેરક હતું, લશ્કરની વ્યવસ્થિતતા માટેના સ્વાભાવિક પ્રેમથી આ શાસને શહેરોને વધુ સ્વચ્છ દેખાવ આપ્યો. તરત ઉપર ઉપરની સુઘડતા અને સ્વચ્છતાથી પ્રભાવિત બનતા કરાંચીના કેટલાક ખબરપત્રીઓએ ઉકરડા ઝડપથી ખસેડવાનાં રાજકીય પરિણામેા વિષે લખાણા માકલવા માંડયાં, આથીયે વધુ અગત્યની વાત એ કે વહીવટી તંત્રની સાફસૂફી કરવાનો પણ થોડાક પ્રયત્ન થયો. મુલકી નોકરિયાતાની સાફસૂફી આવી અને કેટલાક અગ્રણી રાજકીય નેતાઓ સામે લાંચરુશ્વતના આરોપસર ખટલા દાખલ કરવામાં આવ્યા. કરારોને ચેતવણી આપવામાં આવી કે છુપાવેલી આવક નહિં બતાવા અને સરકારના હકનું સરકારને નહિ આપે. તે તમારી સામે કડક હાથે કામ લેવામાં આવશે. એક બે મહિનામાં તો ૧૩૫ કરોડ રૂપિયાની છુપાવેલી આવક જાહેર થંઈ અને સરકારી તીજોરીમાં લગભગ ૩૦ કરોડ રૂપિયાનાં ઉમેરો થયા. (એ બતાવે છે કે માત્ર કરવેરા વધારીને જ સરકારની આવક વધારી શકાય એવું નથી. આ વાત નવી દિલ્હીના એક પછી એક નાણામંત્રીના ખ્યાલ બહાર ગઈ લાગે છે.) પણ પ્રવૃત્તિના આ પ્રારંભિક જુવાળ પછી યુબખાનનું તંત્ર હવે હાંફી ગયું લાગે તા. ૧૬-૪-૬૩ છે. કદાચ તેની પાસે નવા-વિચારો ખૂટી પડયા હશે તેથી આમ બન્યું હશે. પ્રમુખ અયુબખાનની ભૂલ એ થઈ કે પાકિસ્તાનની તમામ. બૂરાઈનું મૂળ રાજકીય નેતાઓ અને સંસદીય પદ્ધતિ છે એમ તેમાની બેઠા. પરિણામે વ્યવસાયી સૈનિકની રાજકીય અપરિપકવતાના કારણે તેઓ એવા નિર્ણય પર આવ્યા કે જો સંસદીય પદ્ધતિ દૂર કરવામાં આવે અને પાયાની લોકશાહી”ની સ્થાપના કરવામાં આવે તો. ફરી પાછા સૈા સારાં વાનાં થઇ રહે. લુચ્ચા માણસાને કાઢી, વિચારસરણીની પરવા ન કરો, આપણું કામ આગળ ધપાવ્યે રાખો. સારું તંત્ર ચલાવવા માટે જરૂર છે માત્ર ઠીક ઠીક અંશે પ્રમાણિક અને કુશળ અમલદારોની, લશ્કરી કાયદાના અમલ દરમિયાન લશ્કરી ભેાજનશાળાઓમાં કેવી દલીલા થતી હશેની કલ્પના કરવાનું મુશ્કેલ નથી, પણ જીવન હવે એવું સરળ રહ્યું નથી.. જો અયુબખાનના શાસને રાજકીય નેતાઓની ખરેખરી નિષ્ફળતાના ઉપયોગ કર્યા હાત, પ્રજાના અધિકારહીન વર્ગોને વાજબી હિસ્સા મળે તેવા આર્થિક કાર્યક્રમ રચવાની ને તેનો અમલ કરવાની નિષ્ફળતાના ઉપાય કર્યો હાત, તો તે તંત્ર હાંફી ન જાત. સંસદીય શાસને પશ્ચિમ પાકિસ્તાનની મોટી મેાટી જાગીરોને તોડવા કઈ જ ન કર્યું. તેમ તેણે. પૂર્વ પાકિસ્તાનના ખેડૂતોની દુ:ખી સ્થિતિ સુધારવા પણ કંઈ ન કર્યું”. પહેલી પંચવર્ષીય યોજનામાં સમાનતા તરફનું વલણ ન હતું. એ વલણ ન હોય તો રાષ્ટ્રીય વિકાસની યોજનાઓ માટે લોકોમાં ઉત્સાહની અપેક્ષા રાખવી નિરર્થક છે. પણ આથીયે વધારે ખરાબ તે એ હતું કે આ યોજનાએ દેશના બે વિભાગા વચ્ચેની અસમાનતામાં વધારો કર્યો. કાં તો અયુબખાન અને તેમના સલાહકારોમાં પાયાના સુધારા કરવાની સમજણ નહોતી અથવા દાનત નહોતી. તેમણે ગણાતસુધારાના કેટલાક કાયદા હાથમાં તો લીધા, પણ તેનાથી જમીન વિનાના ખેડૂતોતી સ્થિતિ સુધરી નહિ. એ ખરું કે આવી સમસ્યાઓ સહેલાઇથી ઊકલતી નથી. પણ લશ્કરી કાયદાના શાસનમાં જે લોકો અસાધારણ સત્તા ભાગવે છે તે વિશિષ્ટ અધિકારોની કિલ્લેબંધી પર પ્રહાર. કરવા એ સત્તાનો ઉપયોગ કરશે એવી અપેક્ષા સામાન્ય રીતે રખાય. છે. જનરલ અયુબખાને સંસદીય શાસનને ઉથલાવી પાડયું ત્યારે પાકિસ્તાનની આમ જંનતાની અપેક્ષા તે આવી જ હતી... પણ આ અપેક્ષા વધુ પડતી હતી. સત્તાપલટો એ ક્રાન્તિ છે એવી. ભૂલભરેલી પણ વ્યાપક રીતે પ્રસરેલી માન્યતામાંથી આ ખોટી અપેક્ષા ઉદ્ભવી હતી. અલબત્ત, ક્રાંતિકારી જૂથોએ સત્તાના કેન્દ્ર પર રાશા હુમલા કરી સત્તા કબજે કર્યા બાદ, ક્રાન્તિકારી ફેરફારના કાર્યક્રમ અમલમા મુક્યા હોય એવું પણ બન્યું છે, પણ શાસ્ત્ર હુમલા કરનારા બધા હમેશાં ક્રાંતિકારી નથી હોતા. શ્રી નિકોલસ કાલ્ડરે ‘ફોરેન એફેર્સના તાજેતરના અંક્માં કહ્યું છે તેમ ગયા દસ વર્ષના ઈતિહાસમાં એશિયા અને દક્ષિણ અમેરિકામાં સંસદીય લેાકશાહી જગ્યાએ અને સંસદીય લેાકશાહીની સરમુખત્યારી આવી હોય તેવા ઘણા બનાવા બન્યાં છે, છતાં ત્યાંના સમાજના પાયામાં રહેલી સત્તાતુલામાં પલટો આવ્યો નથી. નાસર તો કયાંક જ દેખાય છે, મોટે ભાગે તો બધે અયુબ જ જણાય છે. પ્રમુખ અયુબખાનને કદાચ હવે સમજાઈ ગયું હશે કે દેશનું શાસન ચલાવવામાં, અને ખાસ કરીને અત્યંત મુશ્કેલ પ્રશ્નાના ભાર નીચે દબાયેલા અલ્પવિકસિંત દેશનું શાસન ચલાવવામાં, કાયદે ને વ્યવસ્થા જાળવવાં એટલું જ પૂરતું નથી, તેમ કોઈ વિચારસરણીવિહીન અને વ્યવહારૂ ગણાતી પદ્ધતિએ સરકાર આર્થિક આયોજનના સ્વીકાર કરે તે પણ પુરતું નથી. વ્યવસાયી સૈનિક તરીકે અયુબખાન 4
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy