SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ વિચાર કર્યો અને સર્વાનુમતે એવા નિર્ણય પર આવી કે, આ રાજીનામાના સ્વીકાર રાષ્ટ્રના હિતને સર્વથા ઘાતક બને અને આ પગલા પાછળના મૂળ હેતુ માર્યો જાય. ૨૦ “આ પ્રક્રિયા દરમિયાન એ બાબત અચૂકપણે ધ્યાનમાં રાખવાની રહે છે કે, દેશના રાજ્યવહીવટ કોઈ પણ સંયોગામાં નબળા પડવા ન જ જોઈએ. આ સંયોગામાં કારોબારી સમિતિએ સર્વાનુમતે ઠરાવ્યું કે મહા અમાત્યે પોતાનું રાજીનામું સ્વીકારવાનો આગ્રહ કરવા નહિ. “ઘણા મુખ્ય પ્રધાનોએ અને કેન્દ્રના તેમ જ રાજ્યના પ્રધાનોએ સહજ સ્મુતિથી આ અભિપ્રાયને વધાવી લીધા છે અને પોત પેાતાનાં સત્તાસ્થાનેા છેડવાની અને સંસ્થાની જવાબદારી સ્વીકારવાની તૈયારી દાખવી છે. આ રાજીનામાં સંબંધમાં નિર્ણય લેવાની જવાબદારી સ્વીકારવા કારોબારી સમિતિએ મહાઅમાત્યને વિનંતિ કરી છે. “પ્રધાનોના હાથે થનારો સત્તાસ્થાનાના પરિત્યાગ દેશમાં એક નવું વાતાવરણ જરૂર પેદા કરશે, પણ સંસ્થામાં નવા પ્રાણ પૂરવા માટે તેમ જ • તેની તાકાત વધારવા માટે આ ઉપરાંત બીજો કાર્યક્રમ વિચારવાના તેમ જ અમલી બનાવવાના રહેશે, આવા કાર્યક્રમનો ગંભીરપણે વિચાર કરવા ઘટે છે અને તેની વિગતા નક્કી કરવાની રહે છે. કારોબારી સમિતિએ ઉપરની દરખાસ્તને અમલી બનાવવા માટે સત્ત્વર પગલાં ભરવાના નિર્ણય કર્યો છે. ” કોંગ્રેસ કારોબારીના આ ઠરાવને એ. આઈ. સી. સી. એ સર્વા - નુમતે પસાર કર્યા છે. કોંગ્રેસના આ ઠરાવ એક નવું જ પ્રસ્થાન સૂચવે છે. આજની શિથિલતા અને સત્તાલેાલુપતા નાબૂદ કરવાની દિશાએ આ, અતિ મહત્ત્વનું પગલું છે અને તેથી તેને આપણે સહર્ષ આવકારીએ અને મહા અમાત્ય નહેરૂ અને કોંગ્રેસની કારોબારી મક્કમપણે અને કડક હાથે કામ લઈને કોંગ્રેસની સંસ્થાને અને તેના હસ્તકના રાજ્યવહીવટને વિશુદ્ધ, સુદ્રઢ, અને શંકાતીત બનાવે એવી આશા આપણે વ્યકત કરીએ. તા. ૧૩–૮–૬૩ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં એ, આઈ. સી. સી.ના આ નિર્ણયનું અભિનંદન કરતા અને તેને આવકાર આપતા અગ્રલેખ ‘Well done, if well done' ‘સુદ્ધાં અતિ સુØતમ્ ’ એ મથાળા નીચે પ્રગટ કરવામાં આવ્યો છે. આ મથાળું બહુ સૂચક છે. તેના ભાવાર્થ એ છે કે પ્રસ્તુત નિર્ણયના સત્વર અને સુયોગ્ય રીતે જો અમલ કરવામાં આવે ત આ નિર્ણય સર્વ પ્રકારે અભિનન્દન કરવા યોગ્ય છે.-પરમાનંદ -:૦૦:~~~ બાળદીક્ષા આજથી પચાસ કે સાઠ વર્ષ પહેલાં એવા જમાનો હતા કે તેને આપણે સુધારા-યુગ કહી શકીએ. ત્યારે રડવું કુટવું, બાળવિવાહ, વિધવા વિવાહ, બાળદિક્ષા, શિક્ષણ, એવા એવા સામાજિક અનિષ્ટો દૂર કરાવવા ખૂબ પ્રચાર થતો. છાપાંઓમાં પણ આને અંગેનાં થયેલાં ભાષણા છપાતાં ને લોકમાનસ એ તરફ વિચાર કરવા તરફ ખેંચાયેલું રહેતું. આજના યુગ રાજકારણીય યુગ લાગે છે. પ્રધાનમંડળમાં મતભેદ, વિદેશમાં એલચીઓની નિમણૂંક, પ્રધાનના પ્રવાસ, પંચવર્ષીય યોજના વગેરે એવું એવું જ દૈનિક પત્રામાં વાંચવામાં આવશે. કાંય થયેલા અન્યાય કે કોઈ સામાજિક અનિષ્ઠ બનાવ બન્યો હશે તે તેની હકીકત છાપાંમાં આવશે, પણ તેના ઉપર વધારે ઉહાપાહ થતા નથી. એકાદ દિવસ જરા ચર્ચા થાય, અને પછી ચૂપકીદી. બધાંને રાજકારણમાં રસ છે. સમાજ કર્યાં જઈ રહ્યો છે. સમાજ માટે શું કરવું જરૂરી છે તે તરફ આજે બહુ ઓછું લક્ષ અપાય છે. બાળદીક્ષા એ પણ આવા સામાજિક અનિષ્ટોમાંનું એક જીવન તા. ૧૬-૮-૩ અનિષ્ટ છે. પચીસ ત્રીસ વર્ષ ઉપર આ પ્રશ્ન ઉપર ખૂબ આંદોલન ચાલ્યું હતું. વડોદરા રાજ્યે બાળદીક્ષા પ્રતિબંધક કાયદો પણ કર્યો હતા. મુંબઈ જૈન યુવક સંઘે આ પ્રશ્નને પ્રાણપ્રશ્નની જેમ હાથ ધર્યો હતો. તે વખતના ઉહાપાહના કારણે કે ગમે તેમ પણ ત્યાર બાદ બાળદીક્ષાના પ્રસંગ બહુ સાંભળવામાં આવતા નહાતા. હમણાં હમણાંમાં એ વસ્તુ ફરીને વિકસતી જતી દેખાય છે. એક બે ઠેકાણે નાનાં છેાકરાંઓને ભગાડીને દીક્ષા આપવાના સમાચાર સાંભળ્યા ને અમદાવાદમાં આચાર્ય વિજયરામચંદ્ર સૂરીજીએ જાહેરમાં દશ અને બાર વર્ષનાં બાળકોને દીક્ષા આપી. દીક્ષાના હેતુ છે જીવનશુદ્ધિ કરી આત્માને પરમહંસની સ્થિતિ તરફ લઈ જવા. દશ કે બાર વર્ષનું બાળક આત્માની બાબતમાં કે જીવનશુદ્ધિની બાબતમાં શું સમજતું હોય ? ભવિષ્યમાં શું શારીરિક કષ્ટ સહન કરવું પડશે, શું માનસિક યાતના વેઠવી પડશે તેની એને કશી યે કલ્પના ન હોય. માત્ર આસપાસનાની વાત સાંભળી તેનું મન ભરમાઈ જાય છે અને ભાળાં કુમળાં બાળકને એક સંકુચિત વાડામાં પૂરી દેવામાં આવે છે. પરિણામે તેઓ ધીમે ધીમે શિથિલાચારી થઈ જાય છે અથવા તો જો હિંમત હાય તે પંદર વીસ વર્ષ સુધી સાધુ અવસ્થામાં રહ્યા છતાં પણ દીક્ષા છોડી દેવાને તૈયાર થાય છે. આ રીતે આપણે ચારિત્ર્યનું મહત્ત્વ કેટલું ઘટાડી દીધું છે? કહેવાય છે એમ કે મનુષ્યને વાતાવરણનીસંસર્ગની અસર ખૂબ થાય છે. જો બાળપણથો જ સંન્યસ્તાવસ્થા કેળવી હોય તેા સહેલાઈથી તે સાધુ. આચારોને અનુકૂળ થઈ શકે. તેની બધી શકિતઓ તાજી અને જાગૃત હોય ત્યારે જ વધારે વીર્ય ફોરવી શકે અને સાધ્ય તરફ સહેલાઈથી આગળ વધી શકે. આ વાત અમુક અંશે કદાચ સત્ય હશે, પણ એવા જીવ આજના કાળે તો હજારમાં એક નીકળવા પણ મુશ્કેલ છે. બાકીનાંઓ માટે તે જે વેશ સ્વીકાર્યો તેના આચારવિચાર ઈચ્છાએ કે અનિચ્છાએ પાળ્યે જ છૂટકો થાય છે. આ પ્રમાણે એક બાળકની અણસમજણનો લાભ લઈ તેને અમુક બંધનોમાં નાખી દેવાય છે. કદાચ તેના માતાપિતા અંધશ્રાદ્ધાને કારણે એમ માને કે અમે બાળકની જિંદગી સુધારી દીધી, પણ જિંદગી સુધરી કે કેમ તે તો દીક્ષાર્થીનું મન જ કહી શકે. એકંદરે તો ઉંમર વધતાં જીવનના આઘાત પ્રત્યાઘાતો અને વાસનાઓની ભરતી ઓટ સામે ટકી રહેવું તેને માટે મુશ્કેલ બને છે, અને એવા પરાણેના દમનથી છાનાછપના અનેક શિથિલાચારો સેવવાના પ્રસંગેા બને છે. ત્યારે જ આજે સંમેલના ભરી સાધુએને પેાતાના આચાર શુદ્ધ પાળવાની વિનંતી કરતા ઠરાવો કરવા પડે છે ને? સાધુ સંસ્થાને આજના યુવાનોને પણ આદરણીય લાગે એવી ઉચ્ચ કક્ષાએ લઈ જવી હોય તો સમાજના નેતાઓએ આ બાળદીક્ષા પર અવશ્ય પ્રતિબંધ મૂકવા જોઈએ. જીવનના આઘાત પ્રત્યાઘાતો ખમીને જેને અંતરમાંથી વૈરાગ્ય જાગ્યો છે એવી અનુભવી વ્યકિતઓ જે દીક્ષા લેશે તે તે જરૂર જીવનશુદ્ધિની ઉચ્ચ દશાએ પહોંચશે અને ત્યારે એ શાંતમૂર્તિના પ્રભાવ સહેજે જનતા ઉપર પડશે. બાકી આજે એ જીવનો ઉદ્ધાર કરીએ છીએ એવા ઉપકારના અંચળા ઓઢી માત્ર પેાતાના પરિવાર વધારવાની તૃષ્ણામાં જે દીક્ષા અપાય છે તેમાં દીક્ષાર્થીનું હિત થાય છે કે નહિં તેતે જ્ઞાની જાણે, પણ શાસનનું હિત તે સધાતું નથી જ. ગુરુમહારાજા આ ઉપર વિચારણા કરી. દીક્ષાર્થીની યોગ્યતા અને સમજણની કસોટી કરી પછી દીક્ષા આપવા તૈયાર થાય તે તે બધાંને હિતાવહ છે. ‘વિકાસ ’માંથી ઉદ્ધૃત મેનાબહેન નરોત્તમદાસ
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy