________________
તા. ૧૬-૮-૬૩
પ્રભુ
અભાવે, સામાજિક ન્યાયમુકત સમાજરચનાની સ્થાપના કરવાની દિશાએ કોંગ્રેસ પક્ષ અસરકારક સાધન બની શકે કે કેમ તે વિષે કોઈને પણ શંકા આવે એ સ્વભાવિક છે.
(૩) સત્તાસ્થાન ઉપર જે બિરાજે છે તેએ અને અન્ય કાંગ્રેસીઓને લગતા પ્રશ્ન અંગે પ્રસ્તુત નિવેદન જણાવે છે કે ઘણા ખરા આગેવાન કોંગ્રેસીઓ આજે પુષ્કળ સરકારી જવાબદારીએ વહી રહ્યા છે. આ હકીકત જ સંસ્થાને અને તેના પ્રભાવને નબળા પાડવા માટે જવાબદાર છે. મદ્રાસના મુખ્ય પ્રધાન શ્રી કે. કામરાજે એવી સૂચના કર્યાનું જાણવવામાં આવ્યું છે કે મહત્ત્વના કોંગ્રેસી સત્તાસ્થાન છેડે અને સંસ્થાની પુનર્રચનાના કામમાં લાગી જાય. આ સૂચનાના જો અસ્વીકાર કરવામાં આવશે તે દેશભરમાં તેના માનસિક પ્રતિકૂળ પ્રત્યાઘાતો પડયા વિના નહિ રહે.
પ્રસ્તુત નિવેદન કોંગ્રેસકર્મચારીઓ વચ્ચે ઊભી થયેલી આ—ભ્રામક નહિ પણ વાસ્તવિક–દીવાલને નાબૂદ કરવા માટે કોંગ્રેસ-નેતાગીરીને તત્કાળ પગલાં ભરવા અને મજબૂત હાથે કામ લેવા અનુરોધ કરે છે અને જણાવે છે કે કોંગ્રેસીઓ સત્તા માટે અંદર અંદર લડી રહ્યા છે અને પડાપડી કરી રહ્યા છે તે આ હકીકતને પુરવાર કરે છે. તદુપરાંત આ નિવેદન ઉચ્ચ સ્થાનામાં ઘર કરી રહેલ ભ્રષ્ટાચારની બદીને દઢતાપૂર્વક અને જરૂર હોય ત્યાં કડક બનીને નાબૂદ કરવા આગ્રહ કરે છે. આ બાબતો હાથમાં લેવા માટે એક high powered-body-ખૂબ સત્તા ધરાવતી એવી એક સમિતિઽભી કરવા માટે ઘણા લાંબા વખતથી માગણી થઈ રહો છે. જયારે આપણા જ કોંગ્રેસીઓ દેશની આગેવાન વ્યકિત વિષે લાંચરૂશ્વતના આક્ષેપો વહેતા કરવામાં વિરોધપક્ષના લોકો સાથે હાથ મેળવતાં માલુમ પડે છે ત્યારે આવી એક સમિતિ ઉભી કરવાની વાતનો ઈન્કાર કરવાનું અત્યન્ત મુશ્કેલ બની જાય છે.
શ્રી એસ. એન. મિશ્રાના આ નિવેદનના અનુસંધાનમાં અખિલ હિંદ મહાસભા સમિતિ શું નિર્ણય લે છે અને તેને કેવી રીતે અમલી બનાવે છે તે હવે જોવાનું રહે છે, પણ શ્રી મિશ્રાના નિવેદનમાં કોંગ્રેસની અદ્યતન અવનતિનું જે નિદાન કરવામાં આવ્યું છે તે ઘણે અંશે સાચું લાગે છે, “ગઈ કાલના ગરીબ કોંગ્રેસીઓ આજે તવંગર બની બેઠા છે. '
થોડા દિવસ પહેલાં ઈન્દોર ખાતે મધ્ય પ્રદેશના કૉંગ્રેસીઓની ચાર દિવસની તાલીમી શિબિર અને સેમીનારનું જુલાઈ માસની ૩૧મીના રોજ ઉદ્ઘાટન કરતાં કોંગ્રેસ પ્રમુખ શ્રી સંજીવૈયાએ જણાવ્યું કે “કોંગ્રેસે પોતાની પ્રતિષ્ઠા ગુમાવી છે. કારણ કે, આઝાદી મળ્યા પહેલાં જે કોંગ્રેસીઓ ગરીબી ભાગવતા હતા તેઓ આજે લક્ષાધિપતિ થઈ ગયા છે. કેટલાક અનેક સિનેમા ઘરોના માલિક બની ગયા છે. કેટલાક મોટી મિલ્કત, મોટરગાડીના કાફલા અને વાહનવ્યવહારની પુષ્કળ સગવડો ધરાવતા થયા છે. આ બધું તેમને કાંથી શી રીતે પ્રાપ્ત થયું? આ સવાલનો કોઈ જવાબ મળતો નથી. વિધાનસભાના અને લોકસભાના બહુ થેડા ધારાસભ્યોએ પાતાની અંગત મિલ્કતની કે કમાણી દ્વારા મેળવેલી મિલ્કતની વિગતો દર્શાવતાં વાર્ષિક પત્રકો-annual returns ભરીને મોકલ્યાં છે.” કેંગ્રેસના પ્રમુખના આ ઉદ્ગારા ભારે અજાયબી પેદા કરે તેવા છે. એવું શું તેમના જોવા-જાણવામાં આવ્યું કે જેથી, જાણે કે કોઈ ઊંડું દર્દ અનુભવતા હાય એ રીતે કોંગ્રેસ પ્રમુખને આવા ઉદ્ગારો કાઢવાની ફરજ પડી છે? સામાન્ય શિરસ્તા મુજબ કોંગ્રેસ પ્રમુખ આમ કદિ બોલે જ નહિ, પણ પ્રજા-જીવનના પ્રાણને કોરી ખાતી ચોતરફની અધાગિત જેના નિર્માણમાં કોંગ્રેસીઓના ફાળા નાના સુના નથી તે એવી છે કે સાચા દિલના કોઈ પણ માનવીને અકળાવી નાંખે, કોંગ્રેસ પ્રમુખના
જીવન
૯
ઉપરના ઉદ્ગારો ગણતરીપૂર્વકની વિચારણાનું નહિ પણ અંદર ધૂંધવાઈ રહેલા ઉકળાટ અને અકળામણનું અણધાર્યું છતાં સ્વાભાવિક પરિણામ હોય એમ લાગે છે. આ અન્ય કોઈને નહિ પણ આપણ સર્વને એક યા બીજી રીતે લાગુ પડતાં વિધાન છે એમ આપણે સમજવાનું છે.
Party before Post: પક્ષ પહેલા, અધિકાર પછી: Well done if well done: સુશ્રૃતં યવિ મુષ્કૃતમ્ ।
ઓંગષ્ટ માસની તા. ૯ તથા ૧૦મી ના રોજ મળનારી અખિલ હિંદ મહાસભા સમિતિ સમક્ષ રજૂ કરવા માટે મદ્રાસ રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી કે. કામરાજ નાદરે કોંગ્રેસની કારોબારી ઉપર નીચેની દરખાસ્ત મોકલી હતી :
“જે. આગેવાન કોંગ્રેસીઓ-- Senior Congressmen –આજે સરકારી તંત્રમાં સત્તા સ્થાન ઉપર હોય તેમણે પોતપોતાનાં સત્તાસ્થાનોને પરિત્યાગ કરવો જોઈએ અને સંસ્થાકીય કામકાજને સર્વથા સમર્પિત બનવું જોઈએ. ”
કોંગ્રેસની કારોબારીએ . આ દરખાસ્તના સ્વીકાર કરીને તે અંગે નીચે મુજબના વિગતવાર ઠરાવ ઘડીને અખિલ હિંદ મહાસભાની દિલ્હી ખાતે તા. ૧૦મી ઓગષ્ટના રોજ મળેલી બેઠક ઉપર બહાલી માટે મેકલી આપ્યો હતો : –
“એ. આઈ. સી. સી. (all India, Congress Committeeઅખિલ હિંદ મહાસભા સમિતિ ) કારોબારી સમિતિએ મેકલેલા નીચે આપેલા ઠરાવ અંગે પુખ્ત વિચાર કરીને તે ઠરાવને આવકારે છે અને તેનું સર્વથા સમર્થન કરે છે. એ, આઈ, સી. સી. આ ઠરાવના અમલ કરવા માટે જલ્દી પગલાં ભરવાની કારોબારી સમિતિને સત્તા આપે છે.
“ રાષ્ટ્રીય મહાસભાએ પરદેશી હકુમતમાંથી મુકિત મેળવવાના કાર્યમાં ઐતિહાસિક ભાગ ભજવ્યો હતો. આઝાદી પ્રાપ્ત થયા બાદ, કોંગ્રેસે દેશના રાજ્યવહીવટના ભારે બાજો વહન કર્યો છે અને આપણા લાખો પ્રજાજનોને આઝાદીનાં ફળાના ભાગીદાર બનાવવાના અને દેશને સામાજિક અને આર્થિક વિકાસ સત્ત્વર સાધવાના પ્રયત્ન કર્યો છે.
આ દરમિયાન દેશની બહારના આક્રમણને લીધે અને દેશની અંદર ઊભાં થતાં વિભાજક અને પ્રત્યાઘાતી બળાને લીધે દેશ એક ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. આ તબક્કે રાષ્ટ્રીય મહાસભાને ઘણી ગંભીર જવાબદારી અદા કરવાની છે. આ જવાબદારી ત્યારે જ સફળતાપૂર્વક અદા થઈ શકે કે, જ્યારે પક્ષ શિસ્ત બદ્ધ હોય અને સામુદાયિક એકતાપૂર્વક કામ કરી શકે તેવી સ્થિતિમાં હોય. કમનસીબે, તાજેતરના ભૂતકાળમાં પક્ષમાં જૂથબંધીઓ અને તેને લગતા સંઘર્ષો ઊભાં થવાને લીધે કોંગ્રેસ-સંસ્થામાં ઢીલાપણુ પેદા થયું છે. સંસ્થાને નિર્બળ બનાવતાં આ અનિચ્છનીય વલણાની કોઈ પણ રીતે અટકાયત થવી જોઈએ. ગાંધીજીના નેતૃત્વ અને માર્ગદર્શન નીચે નિર્માણ થયેલી કોંગ્રેસની ભવ્ય પરંપરાને અનુરૂપ હાય એવા પગલાંઓ વડે જ કોંગ્રેસની આ શિથિલતા નાબૂદ કરી શકાય તેમ છે.
“આ સમસ્યાના સંદર્ભમાં શ્રી કામરાજ એવી દરખાસ્ત લઈ આવ્યા કે, જે આગેવાન કૉંગ્રેસીઓ આજે સરકારી તંત્રમાં સત્તાસ્થાન ઉપર હાય તેમણે પોતપોતાનાં સત્તાસ્થાનાનો પરિત્યાગ કરવા જોઈએ અને સંસ્થાકીય કામકાજને સર્વથા સમર્પિત બનવું જોઈએ. કારોબારીએ આ દરખાસ્તને આવકારી છે અને એ દિશાએ સક્રિય બનવાનો નિર્ણય કર્યો છે.
“સહજપણે અપેક્ષા રાખવામાં આવે એ મુજબ, સૌથી પહેલાં રાજીનામું આપનાર ભારતના મહાઅમાત્ય શ્રી જવાહરલાલ નહેરૂ હતા. કારોબારીએ મહાઅમાત્યના રાજીનામાના તેની બધી બાજુએથી