________________
તા. ૧૬--૬૩
* ઊભી કરવામાં આવી હતી. આ છાવણીની યોજનાની મુખ્ય
જવાબદારી શ્રી ગોકુળભાઈને માથે હતી. આ લડતમાં મેં પણ થોડો ભાગ લીધેલ હોઈને ગોકુળભાઈ સાથે વધારે નિકટ પરિચયમાં આવવાનું બન્યું હતું.
આ લડત પૂરી થયા બાદ તેમનું પ્રવૃત્તિક્ષેત્ર મુંબઈ અને - વિલે પારલેને બદલે શિરોહીં અને રાજસ્થાન બન્યું હતું. તેઓ મૂળ શિરોહીના હતા. વિલેપારલેની કામગીરી દ્વારા રાષ્ટ્રના કોંગ્રેસી નેતાઓની હરોળમાં તેમણે મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આમ વધતી જતી પ્રતિષ્ઠા અને કાર્યશકિતનો લાભ પિતાના વતન પ્રદેશને આપો અને રાજસ્થાનમાં કેંગ્રેસ પ્રવૃત્તિની જમાવટ કરવી એ હેતુથી તેઓ વિલેપારલે છોડીને શિરોહી "બાજ વધારે રહેતા-ફરતા થયા. હું પણ ૧૯૩૬ની સાલમાં વિલેપારલે છાડીને હંમેશને માટે મુંબઈ રહેતો થયો. આમ અમારા ચાલુ સંપર્ક-સમાગમનો અંત આવ્યો. આમ છતાં અમારો સ્નેહસંબંધ પહેલાં જેટલે જ ઉષ્માભર્યો ચાલુ રહ્યો છે. રાજસ્થાન આજે તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર બન્યું છે. એમ છતાં વિલેપારલે સાથેના તેમના સંબંધો તૂટયા નથી. વિલેપારલે એટલે કે મુંબઈ તેઓ અવારનવાર આવે છે, અને આવે છે. ત્યારે પ્રત્યક્ષ કે ટેલિફોનથી તેમને અવારનવાર મળવાનું બને છે. અમારી વચ્ચે સ્થપાયેલ સ્વજનભાવ આજે એકસરખે ટકી રહ્યો છે. - રાજદ્વારી ક્ષેત્રે વર્ષોથી કામ કરતી અનેક વ્યકિતઓના સીધા પરિચયમાં આવવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું છે. આમાંથી કેટલાકની એક સામાન્ય સમાજસેવકમાંથી એક યા બીજા પ્રદેશના પ્રધાનપદે પહોંચવા સુધીની ચડતી થઈ છે. અત્યંત સાદા જીવનમાંથી પૂર્ણ વૈભવશાળી જીવન તેમાંના કેટલાક માણી રહ્યા છે. રહેણીકરણીની નમ્રતાને સ્થાને કેટલાકના વર્તનવ્યવહારમાં સત્તાના રૂઆબે પ્રવેશ કર્યો છે. ભાગ અને બલિદાન માગતા રાજકારણે સત્તાપ્રાપ્તિના રાજકારણમાં પલટો ખાધ છે. આની ચિત્રવિચિત્ર અસર રાજકારણમાં રંગાયેલા માણસે ઉપર પડે એ તદ્દન સ્વાભાવિક છે. આમ અનેક લોકો અનેક રીતે પલટાયા છે. માત્ર ગોકળભાઈ
જ્યારે મેં તેમને પહેલવહેલાં જોયા-જાણ્યા, તે વિનમ, નિર્મળ, સાદા, સેવાનિષ્ટ સ્નેહપરાયણ ગોકુળભાઈ સત્તાપ્રતિષ્ઠાનાં અનેક શિખરો સર કરવા છતાં આજે પણ એના એ જ ગોકુળભાઈ રહ્યા છે. સત્યની ઉપાસના અને લોકસેવાની સાધના–આ બે લક્ષ્યની આરાધના પાછળ તેમનું આખું જીવન વ્યતીત થયું છે. કેંગ્રેસની કારોબારી સુધી તેઓ પહોંચ્યા છે. સમય જતાં કેંગ્રેસની ક્ષતિઓથી વ્યથિત બનતાં, આજે કેટલાક સમયથી તેઓ સર્વોદય તરફ ઢળ્યા લાગે છે. તેમની અન્ત:પ્રેરણા તેમને જ્યાં ખેંચી જાય છે, ત્યાં તેઓ જાય છે. તેઓ આંતરબાહ્ય એકરૂપ જીવન ગાળે છે અને સ્વપરને ઉત્કર્ષ સાધે છે. સત્તાના કોઈ પ્રલોભને તેમના મગજને ભમાવ્યું નથી. સેવા એ તેમના જીવનને પ્રધાન સૂર રહ્યો છે. આજના ભારતમાં તેમની હરોળમાં મૂકી શકાય એવા બહુ ઓછા પ્રજાસેવકો નજરે પડે છે. તેમણે પ્રજા-જીવનનાં અનેક ક્ષેત્રોની જીવનપર્યન્ત અનેકવિધ સેવાઓ કરીને પોતાના જીવનને ધન્ય ચરિતાર્થ બનાવ્યું છે.” '
છેવટે શ્રી ગોકળભાઈની ૬૨મી જન્મતિથિને ઉંબરેથી- મહાશિવરાત્રીના રોજ–તેમણે રચેલું કાવ્ય નીચે આપીને આ નોંધ પૂરી કરીએ.
જીવન દષ્ટિ
ઉપજાતિ–વસંત - હજી ય ના દષ્ટિ મને મળી છે,
જડી ન આંખે હજી ઉઘડી છે,
કળી હજી પલ્લવમાં પડી છે, : ' ને આમઆશે હજી મંજરી છે, . ' . ત્યારે કહું શું? શીદ પ્રશ્ન પૂછો
કે દ્રષ્ટિ શી જીવનની તમારી?”
લાધે યદિ શિવકૃપાથકી નેત્રરત્ન, ' જો અંતરે અમલતા અજવાળું દેય.
કેંગ્રેસ સંસ્થાની અદ્યતન અવનતિનું શ્રી એસ. એન. મિશ્ર કરેલું નિદાન
કેંગ્રેસ સંસ્થામાં વધતી જતી શિથિલતા કેમ અટકાવવી, કેમ દૂર કરવી એને વિચાર કરવા માટે, ૮૪ સભ્યોના રીકવીઝીશનના પરિણામે, ઑગસ્ટ માસની ૯મી તારીખે ન્યુ દિલ્હી ખાતે અખિલ હિંદ મહાસભા સમિતિની બેઠક મળવાની હતી એ ટાંકણે લોકસભાના સભ્ય શ્રી એસ. એન. મિઝો એક નિવેદન તૈયાર કરીને અખિલ મહાસભા સમિતિના સભ્ય ઉપર કહ્યું હવું. તે નિવેદનમાં કેંગ્રેસ પક્ષને આજે જે વ્યાધિ લાગુ પડયો છે તેનું નિદાન કરતા ત્રણ મુદ્દાઓને તેમણે મુખ્યપણે આગળ ધર્યા છે: (૧) ધનપ્રભાવિત રાજકારણ, (૨). લોકશાહીનો અને ન્યાયયુકત વ્યવહારને અભાવ અને (૩) સત્તાસ્થાન ઉપર બેઠેલા કેંગ્રેસીઓ અને બાકીના કોંગ્રેસીઓ વચ્ચે સતત વધતું જતું અંતર. '
(૧) એ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આજે કેંગ્રેસના સભ્ય બનવા માટે જે ધોરણ સ્વીકારવામાં આવ્યું છે અને અમલી બનેલ છે તે ધારણ અનુસાર કેંગ્રેસ–સંસ્થા સભ્યોની બહુ મોટી સંખ્યા હોવાનો દાવો કરી શકે તેમ છે, પણ તેથી તે એક મહાન સંસ્થા બની શકતી નથી. તેનું પરિણામ જેની પાસે દ્રવ્યનું સાધન વધારે તેના હાથમાં સંસ્થા ઉપરનો કાબૂ વધારે એવી સ્થિતિ પેદા કરવામાં આવે છે અને સરકારી તંત્ર પર પણ એનું જ વર્ચસ જામેલું રહે છે. આપણે જ્યાં સુધી આ દ્રવ્યના પ્રભુત્વને ખાળી ન શકીએ ત્યાં સુધી કોંગ્રેસ કદિ પણ સામાજિક અને આર્થિક પ્રગતિનું સાધન બની ન જ શકે. ઉલટું આને લીધે સંસ્થાને બહુ જસ્ટિથી હાંસ થતો જવાન અને જોતજોતામાં તે ખલાસ થઈ જવાની..
(૨) પક્ષમાં રહેલી લોકશાહી અને ન્યાયબુદ્ધિ. અંગે એ નિવેદન જણાવે છે કે જો કે technicallyબંધારણની રીતે–પરસ્પર ચર્ચા–વિચાર વિનિમય–અંગે પૂ૨ સ્વાતંત્રય છે, એમ છતાં પણ, વાસ્તવિક રીતે એને લગતા વાતાવરણને મોટા ભાગે અભાવ હોય છે. ખરા દિલની અને મુકત મનની ચર્ચાવિચારણા તેને લગતાં જોખમોથી–અંગત રીતે પ્રતિકૂળ પરિણામ આવવાના જોખમેથી–મુકત હોતી નથી. કેટલેક ઠેકાણે સત્તાના ઠેકેદારો અને અનુયાયી લેખાતા કાર્યકરો વચ્ચે એક પ્રકારની feudal relationship-સત્તાધારી માલિક અને નેકર વચ્ચે હોય એ પ્રકારને સંબંધ–સ્થાપિત થયેલો માલુમ પડે છે. પરિણામે કેંગ્રેસ પક્ષ એ સમાનધર્મી સાથીઓનું બંધુમંડળ હોવું જોઈએ એવી સ્થિતિ રહી નથી. અખિલ હિંદ મહાસભા સમિતિ, પ્રાંન્તિક કેંગ્રેસ સમિતિ અને કોંગ્રેસના વાર્ષિક અધિવેશનના પ્રભુત્વમાં અને મહત્ત્વમાં જે , ઘટાડો થયો છે તે માટે પણ આ જ પરિસ્થિતિ જવાબદાર છે. સર્વોચ્ચ કક્ષાએ કોંગ્રેસની કારોબારી અને મધ્યસ્થ ચૂંટણી સમિતિના વર્ચસને પણ આ જ કારણે ઘણી ક્ષતિ પહોંચી છે.
એ નિવેદનમાં આગળ ચાલતાં જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસીઓમાં એવી લાગણી મજબુતપણે પ્રસરેલી છે કે જે આગેવાને સત્તા ઉપર છે તેમની આપખુદી અને માથાભારેપણા સામે કોઈ બચાવો ઉપાય જ નથી. આપણા દેશમાં કાનૂની રાજ્ય પ્રચલિત કરવા માગીએ છીએ, પણ કોંગ્રેસની સંસ્થામાં આવું કશું છે જ નહિ. એવી કોઈ ગઠવણ હોવી જોઈએ કે જે દ્વારા એક સાધારણમાં સાધારણ કેંગ્રેસી પણ પૂરું રક્ષણ મેળવી શકે અને સર્વોચ્ચ સત્તાધીશ, તે ગમે તેવું સ્થાન કે મોભો ધરાવતો હોય તે પણ, શિક્ષાપાત્ર બની શકે. આવી ગોઠવણ દ્વારા, મહેનત અને વળતર વચ્ચે આજે કોઈ સુમેળવાળો સંબંધ દેખાતું નથી તે સંબંધ સ્થાપિત કરી શકાશે. આવા સુમેળયુકત-ન્યાયયુકત-સંબંધના
આ ભાસ આભાસ નક્કી પ્રમાણે, - આ વારિ, તેને મૃગનીર , જાણો - દષ્ટિ મળે શું દગ પૂળ પાયે? • જીવ્યું ફળ વિણ આશ છાંયે? આથી વિશેષ વધુ યાચવું છે ઉચિત? ને માંગ માંગ કરવું પુરુષાર્થદત્ય.
:
.