SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ પ્રભુ અને તેથી પણ વધારે તેમને સિદ્ધ થયું. એક તેજસ્વી અને ં સુમધુર અંગ્રેજી બાલનાર સંન્યાસી કે જે આજના આધુનિક માનવી સમજી શકે એવા આકારમાં પુરાણાં સત્યો રજુ કરી રહેલ છે. ઘટાવી રહેલ છે—આવા એક સંન્યાસી તરીકે તેમની ચાતરફ ખ્યાતિ ફેલાવા લાગી. તેમના લેખા સામયિકોમાં પ્રગટ થવા લાગ્યા. આધ્યાત્મિક ઉત્કર્ષના માર્ગ દાખવતી વ્યવહારૂ સૂચનાઓ આપતી પુસ્તિકાઓ પ્રસિદ્ધ થવા લાગી. અનેક લોકો તેમના દર્શને આવવા લાગ્યા. અનેક લોકોએ તેમની સાથે રહેવાની અને તેમના અનુયાયી બનવાની માગણી કરી. પરિણામે ગંગાની આ બાજુએ (સ્વર્ણાશ્રામની સામેની બાજુએ) એક નાના સરખા આશ્રમની શરૂઆત થઈ. આ આશ્રમ આજે એક મોટા વટવૃક્ષની માફક ફાલીકુલી રહ્યો છે. તેની અંદર એક સુંદર શિવાલય છે, એક અન્નક્ષેત્ર, એક હાસ્પિટલ, એક યોગવેદાન્તના વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, એક અતિથિગૃહ, અને એક અદ્યતન સાધનસામગ્રીવાળુ' મુદ્રણાલય કે જયાં હજારો પુસ્તકો છપાય છે અને મફ્ત વહેંચવામાં આવે છે—આવી તેની અનેક શાખા - પ્રશાખાઓ નિર્માણ થઈ છે. અહિં વસતા સ્વામીજીના અનુયાયીઓની સંખ્યા વધતી ચાલી. દરેકને પાતાની યોગ્યતા પ્રમાણે વિકાસ સાધવાની તક મળવા લાગી. સ્વામીજીનું શિક્ષણ—તેમની દ્વારા અપાતી તાલીમ–સર્વસ્પર્શી હતી. તેઓ વ્યકિતના સમગ્ર વિકાસમાં માનતા હતા. આસન, પ્રાણાયામ, નિષ્કામ કર્મ, પ્રાર્થના અને ઉપાસના અને ધર્મશાસ્ત્રોના અભ્યાસ--આ તેમની તાલીમના મુખ્ય અંગા હતા. તેઓ સેવા ઉપર ખૂબ ભાર મૂકતા હતા અને આશ્રમની તેમજ ડીવાઈન લાઈફ સાસાયટી તેમણે સ્થાપેલી સંસ્થા) ની બધી વિગતા ઉપર તેઓ જાતે ધ્યાન આપતા હતા. સ્વામીજીના વ્યકિતત્ત્વ વિષે આપણામાં આદર અને પ્રેમ ઉત્પન્ન થાય એવા તેમનામાં અનેક ગુણા હતા, પણ સૌથી વધારે આકર્ષક અને નીતરતા ગુણ હતા તેમના સર્વસ્પર્શી પ્રેમભાવ. તેઓ કોઈનું દુ:ખ જોઈ શકતા નહોતા અને મદદની અપેક્ષા રાખતી કોઈ પણ વ્યકિત અંગે, તે મદદને યોગ્ય છે કે નહિ એવા વિચાર કરવા આપણે કદિ પણ થોભવું ન જોઈએ એમ, તેઓ અમને અનેક વાર કહેતા. મદદની અમુકને જરૂર છે એટલું જાણવું તે આપણા માટે પૂરતું છે અને એ મદદ છૂટથી અને આનંદપૂર્વક આપવી ઘટે છે. તેમની ઉદારતાને કોઈ સીમા નહોતી. આપણું ધ્યાન ખેંચે એવી તેમની બીજી વિશેષતા એ હતી કે, તેમને દિવ્યતામાં અને આપણા દરેકમાં રહેલા શિવતત્ત્વમાં— ભલાઈમાં—ઊંડી પ્રતીતિ હતી. દરેકમાંથી તેનું વિશિષ્ટ અને કોષ્ટ તત્ત્વ બહાર લાવવાની અને અત્યન્ત નિરાશ બનેલા માનવીમાં પણ આત્મવિશ્વાસ પેદા કરવાની તેમનામાં અદ્ભુત શકિત હતી. આપણા કોય અને વિકાસને સાધક તેમ જ બાધક એવી દરેક બાબત વિષે માર્ગદર્શન આપવાના હેતુથી તેમણે ૩૦૦ ઉપરાંત પુસ્તકો લખ્યાં હતાં. આ પુસ્તકો આપણા ધર્મશાસ્ત્રોના દોહન રૂપ છે અને સરળ છતાં સચાટ એવા ગદ્યમાં, તેમ જ નાટક, કાવ્ય અને ગીતના આકારમાં લખાયેલા છે. તેમનામાં. સહજ એવી વિનોદવૃત્તિ હતી. વળી Detach and Attach; Be good, do good; Adjust and .Adept; Be kind, be compassionate; Excell in service, expand in love and advance in knowledge -ખાટાને છેડો, ખરાને વળગા; ભલા થાઓ, ભલું કરો; ગોઠવાઓ અને અનુકૂળ થાઓ; માયાળુ બના, કરૂણાળુ થાઓ; સેવામાં ચડિયાતા થાઓ, પ્રેમમાં પહાળા થાઓ, જ્ઞાનમાં આગળ વધા—આવા ટુંકા ટૂંકા વાકયોમાં પેાતાના ઉપદેશને તેઓ સમાવી દેતા. સર્વ કોઈને અને સર્વ પ્રસંગે તેમના ઉપદેશ અથવા તા સંદેશો આ પ્રકારના હતો. “સેવા કરે, ચાહા, આપે, પવિત્ર બનો, ધ્યાન કરો અને સાક્ષાત્કાર કરો’ *Serve, love, give, purify, meditate and realise.' તેમની બુદ્ધિની તીવ્રતા ચકિત કરે તેવી હતી. અને તેમની સ્મરણશકિત અસાધારણ હતી. તેમના પરિચયમાં જેટલા વધારે આવીએ તેટલા. તેમના વિષે આપણા આદર વધતા. જીવન તા. ૧૬-૮-૬૩ પોતાની મહત્તા વિષે જાણે કે બીલકુલ અજ્ઞાત હાય. તેમ દરેક સાથે તેઓ ખૂબ આદરથી અને પૂરી નમ્રતાથી વર્તતા. તેમનામાં બાળક જેવી સાદાઈ હતી, આનંદ ઉમિઓ વડે તેઓ સદાં પ્રફુલ્લ પ્રસન્ન દેખાતા. શિવાનંદજી, જેવી રીતે આપણે તેમને જાણતા હતા તે આકારમાં, આજ હવે માજીદ નથી. તેમનું શરીર જે પંચભૂતનું બનેલું હતું તેમાં ગયા જુલાઈ માસની ૧૩મી તારીખે મળી ગયું છે, પણ તેમનો આત્મા વિશ્વાત્મા સાથે એકરૂપ બની ગયા છે અને આપણને દારવા માટે સદામાદ છે. શિવાનંદજી તેમના કિંમતી ગ્રન્થા દ્રારા પેાતાની પાછળ એક મોટો વારસા મૂકી ગયા છે. બ્રહ્મસૂત્ર, ઉપનિષદો અને શ્રીમદ્ ભગવદ્ગીતા ઉપરની તેમની ટીકાઓ ભારે સરળ અને ભવ્ય છે. તેમાં પણ છેવટના ગ્રંથની ટીકા તેને લગતી સર્વોત્તમ લેખાતી ટીકાઓ માંની એક છે. ‘Essence of Yoga','Vedanta in Daily Life', 'Aids to God-Realisation', 'Mind, its mysteries and control' આ તેમના ઉપયોગી ગ્રંથા છે, જયારે ‘સાધના' પુસ્તક તા દિવ્ય જીવનના દરેક ચાહકે અવશ્ય વાચવું જોઈએ અને જીવનમાં ઉતારવું જોઈએ તેવું છે. તેમની સાદી અને ટૂંકા ટુંકા વાક્યો વાળી લેખનશૈલી તેમના ઉપદેશાને આપણા ચિત્ત ઉપર ભારે અસરકારક રીતે મુદ્રિત કરે છે અને લેખકના વ્યકિતત્ત્વના ચિત્રને મારા કોઈ શબ્દો કરતાં વધારે સ્પષ્ટતાથી રજા કરે છે. શિવાનંદજી એક સ્થળે જણાવે છે કે, “તમારો ગમે તે ધર્મ હાય, તમારા ગમે તે ઈષ્ટદેવ હાય, તમારી ગમે તે ભાષા કે દેશ હોય, તમારી ગમે તે ઉંમર કે જાતિ હોય, તમારા અહંને કેમ દબાવવા, અને તમારા ચિત્તનિમ્ન પ્રકૃતિનો કેમ નાશ કરવા એને માર્ગ—એનો ઉપાયજો તમે જાણતા હો તે તમે સહેલાઈથી આગળ વધી શકશો. ખરી શિત અને અનન્ત આનંદ માટે આ એક જ રસ્તે મે શોધી કાઢયા છે અથવા તો મને જડી આવ્યો છે. આમ હોવાથી દલીલ કે ચર્ચા વડે લોકોને સમજાવવાનો હું પ્રયત્ન કરતા નથી. સાચા ધર્મના પાયા સત્ય, પ્રેમ અને પવિત્રતા છે. આના સમર્થન માટે ધર્મશાસ્ત્રોમાંથી અનુકૂળ અને પ્રમાણભૂત એવા ઉલ્લેખા શેાધવા પાછળ હું મારો સમય ગુમાવતા નથી, પણ તે મુજબ મારા જીવનને ઘડું છું, તેને વ્યવહારમાં—આચારમાં—ઉતારૂં છું અને એ રીતે અન્યને દ્રષ્ટાંતરૂપ બનવા પ્રયત્ન કરૂ છું. દુનિયાનાં બધા ધર્મશાસ્ર ખરી રીતે એક છે. અને તેથી પ્રેમ અને સમભાવનું, ભલાપણા અને માયાળુપણાનું, સેવા અને ઉપાસનાનું આપણે સાથે મળીને ગાન ગાઈએ, નામ અને આકારના બધા અંતરાયો ફગાવી દ્યો ! ભૂત માત્રના હાર્દમાં રહેલી એકતાને શેાધા ! તમારા આધ્યાત્મિક આલિંગનમાં સમગ્ર માનવજાતને સમાવી ઘો !” આશ્રમમાં હંમેશાં સવારે ઉચ્ચારાતી નીચે આપેલી શિવાનંદજીની વિશ્વસ્પર્શી પ્રાર્થના પણ ભારે પ્રકાશદાયી છે :– “આ દયા અને કરુણાના પરમ આરાધ્ય સ્વામી ! તને મારા નમસ્કાર અને સાષ્ટાંગ પ્રણામ હો ! તું સર્વવ્યાપક, સર્વ શકિતમાન, સર્વ જ્ઞાની છે, તું સત્, ચિત્ અને એકાન્ત આનંદ છે, તું સર્વ ભૂતમાત્રના અન્તર્યામી છે, અમને તું ઊંડી સમજણ ધરાવતું હ્રદય આપ, સમાન દર્શન, સમધારણયુકત મન, શ્રાદ્ધા, ભકિત અને શાણપણ આપ, પ્રલાભનાના સામના કર અને મનનું નિયંત્રણ કરે, આવું અન્તર્ગત આધ્યાત્મિક બળ આપ, અહંકાર, મેહ, લાભ અને મત્સરથી અમને મુકત કર. દિવ્ય ગુણા વડે અમારા દિલને સભર બનાવ, આ સર્વ નામ અને રૂપમાં તને નિરખવા દે, આ સર્વ નામ અને રૂપ દ્રારા તારી સેવા કરવા દે, તારૂ સ્મરણ અમને સદા કાયમ રહે, તારા મહિમાનું અમને ગાન કરવા દે, અમારી જીવ્યા ઉપર તારા નામનું સદા રટણ હા ! સદાને માટે, સદાને માટે તારામાં અમારો વાસ હે!” અનુવાદક : 'પરમાનંદ મૂળ અંગ્રેજી: લક્ષ્મીદેવી મીરચંદાણી
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy