________________
प्रमुद्ध भवन
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ : ૨૦ નયા પૈસા
REGD. No. B-4268 વાર્ષિક લવાજમ રૂા. ૪
‘પ્રબુદ્ધ જૈન ’નું નવસંસ્કરણ વર્ષ ૨૫ : અંક
4
મુંબઇ, ઓગસ્ટ ૧૬, ૧૯૬૩, શુક્રવાર આફ્રિકા માટે (શલિંગ -
તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા
કૈલાસવાસી સ્વામી શિવાનંદ સરસ્વતી
ભારતના ઈતિહાસની દરેક કટોકટીના સમયે—પછી તે ધાર્મિક હો કે રાજકીય હા—તત્કાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઈશ્વરે મહાત્માઓને—મહાન નેતાને આપણી વચ્ચે માકલ્યા છે. સાધુ વસવાણી, સ્વામી રામદાસ અને સ્વામી શિવાનંદ—આ
( ગયા જુલાઈ માસની ૧૪મી તારીખે ઋષિકેશ સમીપમાં નિવાસ કરતા સ્વામી શિવાનંદ સરસ્વતી કાળધર્મને પામ્યા છે. તેમના ગાઢ સંપર્કમાં આવેલાં એક અનુયાયી બહેન ડો. લક્ષ્મીદેવી પીરચંદાણીએ અંગ્રેજીમાં લખી આપેલી સ્વામીજીના પરિચયની નોંધના અનુવાદ નીચે આપવામાં આવે છે. સ્વામીજીની અંતિમ માંદગી સમયે પણ આ બહેન સ્વામીજીના સાન્નિધ્યમાં હતાં. આ રીતે સ્વામીજીના પરિચય આપવા માટે તે સંપૂર્ણ અધિકારી છે. પરમાનંદ ) ગરીબ દર્દીઓને મદદ પવા પાછળ પોતાની કમાણીનો મોટો ભાગ તે વાપરી નાખતા. દરેક વ્યકિત તેમની પાસેથી વૈદ્યકીય મદદની અપેક્ષા રાખતા, એટલું જ નહિ પણ, પેાતાની અંગત એવી સમસ્યાઓના પણ તેમની પાસેથી ઉકેલ મેળવવાની આશા સેવતો હતો. આને લીધે દર્દીના દર્દનો ઉપચાર કરવા સાથે ડો. કુપ્પુસ્વામીએ તેમની આસપાસ વસતા લોકોના અંતરજીવનમાં
ત્રણે એ કોટિના મહાપુરુષો છે અને જ્યારે આધ્યાત્મિક મૂલ્યો લગભગ શૂન્યતાની કક્ષાએ પહોંચી રહ્યાં છે ત્યારે માત્ર ભારતના જ નહિ પણ આખી દુનિયાના આધુનિક માનવીને દારવા માટે—માર્ગદર્શન આપવા માટે—તેમનું આપણા જગતમાં આગમન થયું છે. આમાંની છેલ્લી બે
વિભૂતિઓ તાજેતરમાં નિર્વાણ પામી છે.
અપ્પાયા દિખ્ખીતાર જેઓ આજે પણ તામીલનાડમાં એક મહાન ધાર્મિક નેતા અને પંડિત તરીકે બહુ ખ્યાતનામ વ્યકિતવિશેષ છે, તેમના નામી કુટુંબમાં આજથી ૭૬ વર્ષ પહેલાં સ્વામી શિવાનંદના જન્મ થયો હતો. તેમનું નામ કુપ્પુસ્વામી પાડવામાં આવ્યું હતું. તેમની આકૃતિ અતિ સુંદર હતી, શરીર ભારે સુદઢ હતું અને સ્વભાવ પણ ખૂબ મીલનસાર હતા. કોલેજમાં તે અગ્રસ્થાને હતા અને શિક્ષણવિષયક, સાંસ્કૃતિક તેમ જ શરીરવ્યાયામને લગતી . કાલેજની સર્વ પ્રવૃત્તિઓમાં તેઓ અગ્ર ભાગ લેતા હતા. તેમણે ડોકટરી લાઈન-વૈદ્યકીય શિક્ષણની દિશા—ગ્રહણ કરી હતી, કારણ કે તે દ્વારા માનવજાતની સેવા કરવા માટે ખૂબ અવકાશ છે એમ તેમનું માનવું હતું. પોતાના જ્ઞાન અને અનુભવના અન્યને લાભ આપવાની તેમની ઈચ્છામાંથી એમ્બ્રોઝીયા (અમૃત) એ નામના સામિયકનો ઉદ્ભવ થયો હતો. આ સામયિકમાં એ સમયના આયુર્વેદના અને એલેાપથીના સર્વશ્રેષ્ઠ ડાકટરોના
આરોગ્ય અને તેની રક્ષાને લગતા ઉપયોગી લેખો પ્રગટ કરવામાં આવતા હતા. અમુક અંશે તેમનામાં રહેલી સાહસિકતાના કારણે, પણ મુખ્યત્વે કરીને મજૂરો તરીકે કામ કરતા નીચેના થરના હજારો હિન્દીઓને મદદરૂપ બનવાના આશયથી, મલાયામાં ટી પ્લેન્ટર્સ એસોસીએશનમાં તેમણે નોકરી સ્વીકારી હતી. તેમની સખ્ત કામગીરી, વ્યવસાયી કુશળતા અને માણસા સાથે કામ લેવાની આવડતને લીધે તેમના યુરોપિયન માલેકોના પણ તેઓ પ્રીતિપાત્ર બન્યા હતા. પોતાના દર્દીઓની તેઓ ખૂબ ચીવટપૂર્વક નોંધા રાખતા અને વૈદ્યકીય સામયિકો ઉપર તે નિબંધો લખી માકલતા અને તેને લીધે ઇગ્લાંડની અનેક મેડિકલ એસસીએશનના તેઓ સભ્ય બન્યા હતા. તેઓ સારી રીતે પૈસા કમાતા, પણ પોતાના
પણ પ્રવેશ પ્રાપ્ત કર્યો હતો. માણસજાતની નૈતિક અને આધ્યાત્મિક અધોગતિ નિહાળીને તે ઊંડી વ્યથા અનુભવવા લાગ્યા અને માણસ જો જીવનનું નિયમન કરતાં કાનૂન વિષે પૂરો સભાન બને તો જ આ અધોગતિનું નિવારણ શકય બને એમ તેમને લાગવા માંડયું. જેમ જેમ આ બાબતનો તેઓ વધારે ને વધારે વિચાર કરવા લાગ્યા તેમ તેમ તેમને પ્રતીતિ થવા લાગી કે માણસમાં રહેલા પ્રમુપ્ત એવા દિવ્ય તત્ત્વને જાગૃત કરવું એ જ ખરા મહત્ત્વનું કાર્ય છે. પરિણામે તેમણે એક દિવસે મલાયા છેડયું અને પાતાની આધ્યાત્મિક ભૂમિ સમા ભારત ખાતે તે પાછા ફર્યા.
માનવીને દિવ્યતા તરફ વાળવાનું સ્વત: સ્વીકારેલું જીવનકાર્ય શરૂ કરવાની પૂર્વ તૈયારી તરીકે તેમણે બે વર્ષ સુધી ભારત આખામાં એક યાત્રી તરીકે સતત પરિભ્રમણ કર્યું અને તે દરમિયાન તેમણે પુષ્કળ કષ્ટ વેઠ્યું, પણ સાથે સાથે અનેક મહાત્માઓના પ્રત્યક્ષ પરિચયમાં તેઓ આવ્યા. આખરે તેમણે સ્વામી વિષ્ણુદેવાનંદ સરસ્વતી પાસે સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી અને તપસ્યા માટે સાધના માટે તેઓ ઋષિકેશ નજીક આવેલા સ્વર્ગાશ્રમમાં સ્થિર થઈને રહ્યા. અહીં તેમણે ગંભીરપણે અને એકાગ્ર ભાવે આધ્યાત્મિક સાધના શરૂ કરી. વળી, ધર્મશાસ્ત્રોનું પણ અધ્યયન પણ એટલી જ ઉત્કટતાથી તેમણે આરંભ્યું. તદુપરાંત આસપાસ વસતા વિચરતા સાધુસંતોની તેમ જ યાત્રિકોની તેમણે શકય તેટલી સેવા કરવા માંડી. કલાકોના કલાક પ્રાર્થનામાં—ધ્યાનમાં— તેઓ પસાર કરવા લાગ્યા. એ સાધનાના દિવસમાં તેઓ આ રીતે પ્રાર્થના કરતાં—“આ કૃપાળુ પરમાત્મા! મને સત્યના સાક્ષાત્કાર કરાવ! મને કામ, ક્રોધ, માન, માયા, લાભથી મુકિત અપાવ! આ પૃથ્વી ઉપર મને તું એવા એક પયગંબર–સંદેશવાહક—બનાવ કે જેથી હું આ દુનિયા ઉપર આનંદ, શાંતિ અને સુખનું વાતાવરણ નિર્માણ કરી શકું! આ મારું મન, શરીર અને ઈન્દ્રિએ તારી સેવામાં અને તારાં સંતાનોની સેવામાં સમર્પિત થાઓ ! વિશ્વબંધુત્વની ભાવના મારામાં જાગૃત થાઓ! સૌ 'કોઈ વિષે મારામાં આત્મવત્ પ્રેમભાવ પ્રગટો ! તને મારા નમસ્કાર હો! ઓ દયાળુ 'દેવ! તને મારા નમસ્કાર હો !” આ તેમની પ્રાર્થના કેવી રીતે પ્રતિ ધ્વનિત થઈ, કેવી રીતે સફળ બની તે તેમના પરિચયમાં આવનાર સૌ કોઈ જાણે છે. શિવાનંદજીએ જે કાંઈ ધાર્યું હતું તે
વિ