________________
પ્રબુદ્ધ
અમલી બનેલી યોજનામાં હવે ફેરફારની શક્યતા નથી' આવા જવાબ વડે અરણ્યરૂદનમાં પરિણમે તો તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. દેસાઈબંધુઓ વળી પાછા ગુજરાત સરકાર સામેના બહારવટે
હર -
આજથી બરાબર બાર મહિના પહેલાં અમદાવાદ ખાતે કાળુપુર કોંગ્રેસ સમિતિના ઉપક્રમે ત્રણ મંડળ સમિતિના કોંગ્રેસી કાર્યકોના સંમેલનમાં તા. ૨૯-૭-’૬૩ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ અને ગુજરાત વિદ્યાપીઠના ઉપ-કુલપતિશ્રી ઠાકોરભાઈ દેસાઈએ ગુજરાતની કોંગ્રેસ સરકાર સામે જેહાદ પોકારનું એક વ્યાખ્યાન કર્યું હતું અને તેની ‘ગુજરાત સરકાર સામે એક પ્રકારનું બહારવટું ' એ મથાળા નીચે તા. ૧૬-૮-’૬૨ ના પ્રબુદ્ધ જીવનમાં વિગતવાર આલેાચના કરવામાં આવી હતી. એ આલાચનામાં શ્રી ઠાકોરભાઈને સાથ આપતા ‘સત્યાગ્રહ'ના તંત્રી શ્રી મગનભાઈ દેસાઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આજે પણ એ જ દેસાઈ બંધુઓએ વર્તમાન પ્રધાનમંડળ સામે ખાસ કરીને મુખ્ય પ્રથાન ડૉ. જીવરાજ મહેતા, શ્રી રસિકલાલ પરીખ અને શ્રી રતુભાઈ અદાણી સાર-ફ્રીથી જેહાદ શરૂ કરી છે અને આ પ્રધાનમંડળ. ત્રણ પ્રધાનને-સત્તાસ્થાન ઉપરથી જેમ બને તેમ જલ્દીથી ખરોડવા હાકલ કરી છે.
આની શરૂઆત “હવે આગળ શું?' એ મથાળા નીચે તા. ૨૨-૬-’૬૩ તથા તા. ૧૩-૭-’૬૩ ના ‘સત્યાગ્રહ ’માં લેખા લખીને શ્રી મગનભાઈ દેસાઈએ કરી છે. શિહેારની તાજેતરમાં થયેલી ચૂંટણીમાં શ્રી બળવંતરાય મહેતાની જીત ગુજરાતની આજના પ્રધાનમંડળને પડકાર રૂપ છે એવું એ જીતને રૂપ આપીને તેમના લખવા મુજબ જેના વિષે અસંતોષ દિનપ્રતિદિન વધતો જાય છે રસ્તે ડૉ. જીવરાજ મહેતા-અધિષ્ઠિત પ્રધાનમંડળની ફેરબદલી કરવાની જરૂરિયાત ઉપર શ્રી મગનભાઈ દેસાઈએ ઉપર જણાવેલ લેખા દ્વારા ખૂબ ભાર મૂક્યો છે અને શિહોરની ચૂંટણીનું શ્રી બળવંતરાય મહેતા તરફી પરિણામ જે રાજકારણી ફેરફારની અપેક્ષા રાખે છે એ ફેરફારને સત્વર મૂર્ત રૂપ આપવાનો તેમણે અનુરોધ કર્યો છે. ‘હવે આગળ શું?’ એ પ્રશ્ન પાછળ રહેલા તેમનો આશય આ મુજબના છે.
આ લેખે!માં રજૂ કરવામાં આવેલા વિચારો ગુજરાતના રાજ કારણી વાતાવરણને ક્ષુબ્ધ કરી રહ્યા હતા. એવામાં શ્રી ઠાકોરભાઈ દેસાઈએ રાજકોટ ખાતે તાજેતરમાં પત્રકારોને મુલાકાત આપતાં રજૂ કરેલા ઉદ્ગારો બેફામ અને બીનજવાબદાર વાણીના બેનમૂન નમૂના રજૂ કરે છે. આ મુલાકાતનો સાર તા. ૨૫-૭-’૬૩ના જન્મભૂમિમાં સવાલ-જવાબના આકારમાં નીચે મુજબ આપવામાં આવ્યો છે. પ્રશ્ન : ગુજરાત કોંગ્રેસમાં અત્યારે જે પરિસ્થિતિ છે તેના ઉકેલ શું?
ઉત્તર : એનો ઉકેલ એક જ છે. કાં તો ત્રણ પ્રધાનોએ જવું જોઈએ અથવા તો તેમને હાંકી કાઢવા જોઈએ,
પ્રશ્ન : એ ઉકેલ અમલી કેમ બનાવતા નથી ?
ઉત્તર : તમે ધારો એટલું એ સહેલું નથી. અમારે આ માટે શ્રી નહેરૂને પ્રતીતિ કરાવવાની છે કે આ તંત્ર ચાલી શકે તેમ નથી. આવી પ્રતીતિ અમે કરાવી શકયા નથી; પરંતુ થી નહેરૂ પણ આ ત્રિપુટીને પૂરાં પાંચ વર્ષ સત્તા પર રાખી શકશે નિહ. જો કોંગ્રેસ આ લાકોને કાઢી ન શકે તો તે નિર્જીવ સંસ્થા છે એમ હું માનીશ અને આવી નિર્જીવ સંસ્થા સાથે મારે કેવા સંબંધ રાખવા તે વિચારવું પડશે. અમારી કમ નસીબી છે કે, અત્યારની સરકારને વિરોધ પક્ષ ચાહે છે અને કોંગ્રેસ પક્ષ ચાહતા નથી. એ લોકોને વિરોધીઓના ટ્રેક ઉપર રાજ્ય કરવું છે. એ તે એક વખત સત્તા ઉપરથી ઉતરે પછી તેમને ખબર પડે કે લોકોમાં તેમનું શું સ્થાન છે? મારો શબ્દ લખી રાખજો : ‘સત્તા ઉપરથી ઉતર્યા પછી માર્યા માર્યા ફરશે.' સંસ્થામાં રહેવા માટે ઘેાડીક સેવાની મૂડી જોઈએ છે. કોઈ રાજ્યમાં વિરોધી પક્ષની સરકાર ચાલતી હોય તેના કરતાં પણ બદતર રીતે કૉંગ્રેસ સરકાર ચાલે છે. અમદાવાદમાં હું પત્રકારો સાથે ઝાઝું બોલતા નથી, કારણ કે બધા પત્રકારોને આ લોકોએ ખિસ્સામાં
રાખ્યા છે.
આ રીતે આ બન્ને દેસાઈ બંધુઓએ ગુજરાતની કોંગ્રેસ સામે વળી પાછું ફરીથી બહારવટુ શરૂ કર્યું છે અને એ બેમાં પણ
જીવન
તા. ૧૮-૩
શ્રી ઠાકોરભાઈએ બાલવામાં–પોતાના વિચારો રજૂ કરવામાં—શિસ્તની, સભ્યતાની બધી મર્યાદા બાજુએ મૂકી દીધી છે. આના પરિણામે ગુજરાતના રાજકારણમાં ભારે ખળભળાટ પેદા થયો છે અને કંઈ કંઈ પરિણામોની અટકળો શરૂ થઈ છે. ગુજરાતમાં બે વર્ષથી સ્થિર
થયેલી સરકારને આજની કટોકટીની પરિસ્થિતિમાં ઉથલાવી નાખવા
માગતી આ હિલચાલથી શું લાભ થવાના છે તેની કોઈ કલ્પના આવતી નથી. જે કાંઈ બની રહ્યું છે તે કોઈ અમંગળ ભાવીની આગાહી કરે છે અને કોંગ્રેસ અંદરની જૂથબંધીએ ભારતના અન્ય રાજયોની જે અવદશા કરી છે તેવી અવદશા તરફ ગુજરાત પણ ઘસડાઈ રહ્યું હોય એમ લાગે છે. સત્તાના રાજકારણે સૌ કોઈને પ્રમત્ત બનાવ્યા છે. સત્તા ઉપર છે તેમાંથી કોઈ સત્તા છોડવાને તૈયાર નથી અને સત્તા ઉપર નથી તેમને સત્તા પ્રાપ્ત કરવાની ઘેલછાએ પ્રમત્ત બનાવ્યા છે. આવા વાતાવરણમાં હાલ તુરત કોઈ સમજણ અને શાણપણભર્યા ઉકેલની આશા દેખાતી નથી. ગુજરાતના સર્વોત્કૃષ્ટ નેતા લેખાતા માન્યવર શ્રી મેરારજીભાઈ “ જોવિ ‰ળોતિ મામ્ ” ‘મને કોઈ સાંભળતું નથી' એવી અસહાય. દશા અનુભવતા લાગે છે. ગુજરાતનું જાણે કે આજે કોઈ ધણીધારી ન હોય એવી માનસિક અરાજકતા ચોતરફ ફેલાયેલી દિસે છે. ગાંધીજી અને વલ્લભભાઈના ગુજરાતની આવી દશા જોઈને દિલ ઊંડી વ્યાથા અનુભવે છે. પરમાનંદ
સફળ તપસ્યા
‘અમે સાત દિવસના ઉપવાસ કરીએ છીએ−' આ વાક્ય
લખેલું મેટું પાટિયું ટીંગાડીને લંડનમાં સાત જણાએ ગયા વર્ષના ગસ્ટની અગિયારમીથી અઢારમી લગી ઉપવાસ કર્યા. ઉપવાસ કરવાનો હેતુ આ હતા કે દુનિયાની વસ્તિના બે તૃતીયાંશને પેટપૂરણ ખાવાનું મળતું નથી, છતાં અસ્રશત્રુ ઉપર કેણ જાણે કેટલા હજાર કરોડ રૂપિયાનું ખર્ચ થાય છે—આ હકીકત પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવું અને આ વસ્તુસ્થિતિ બાબત આપણી સૌની, એક એક જણની, અંગત જવાબદારી છે તથા અહિંસાથી આ સમસ્યાનો ઉકેલ આવી શકે એમ સૌને બતાવવું. ઍફૅમ નામે ઍકસફર્ડમાં સંક્ટનિવારિણી સંસ્થા છે એને માટે ઉપવાસીઓએ આ રીતે લગભગ ૨૫ પાઉંડ ઉઘરાવ્યા, અને સાત દિવસ પોતે કાંઈ ખાધું નહિ એના કરીને બીજા ૨૦ પાઉ`ડ એ સંસ્થાને માલ્યા.
આવી જ રીતે ટૉનબ્રિજમાં છ જણાએ છઠ (૪૮ ક્લાકનો ઉપવાસ ) કર્યો, તો પડખે થઈને જે નિકળે તે થોડાક પૈસા આપી જાય એવું બન્યું. એક સ્ત્રીએ તે બસનું ભાડું આપી દીધું ને ઘેર ચાલીને ગઈ. સાંજના સાતથી 'રાતના બાર લગીમાં પાંચ પાઉડ ભેગા થયા. પછી થોડોક સંતેષ અનુભવીને ઉપવાસી સૂઈ ગયા. તેમાંના કેટલાક તે નદીકાંઠાના કઠેડાથી લંબાવેલી તાડપત્રી (ટારપોલિન ) નીચે જ સૂતા. બીજે દિવસે તો ટોનબ્રિજના કેટલાક રહેવાસીઓએ પણ સહઉપવાસ કર્યો. ઘણા વેપારી બાજુએથી વારે વારે નિકળ્યા તે સૌએ પોતા આગળ ખુડદો હતા તે બધા ઉપવાસીના ડબામાં ઠલવી દીધા. એક જણને ભીડને લીધે પેાતાની મેટર ઠીક ઠીક વાર ઊભી રાખવી પડી. એણે એક પાઉડની નોટ ફગાવી. ઉપવાસીએ ૪૦ પાઉંડ ભેગા કરવાની આશા રાખી હતી તેને બદલે આમ ૭૯ પાઉંડ ભેગા થયા.
બુર્નમાઉથમાં કેટલાક જણે છત્રીસ કલાકના ઉપવાસ તથા જાગરણ કર્યું અને ૨૧૬ પાઉંડ ભૂખમુકિતની લડત માટે ઉઘરાવ્યા. નૅરિચમાં બાર કલાનો ઉપવાસ કરીને કેટલાક જણે ૧૧૦ પાઉંડ ભેગા કર્યા.
લીસ્ટરના ટાઉનહોલ ચેકમાં પચાસ જણૅ ૨૪ કલાકનો ઉપવાસ કર્યો અને લગભગ સો પાઉંડ ભેગા કર્યા.
। મુસલમાન રાજા ( ઉપવાસ ) કરે એટલું જ નહિ પણ જકાત ( દાન ) આપે એ આવશ્યક ગણાય છે. જૈનમાં દાન, શીલ, તપ ને ભાવ એ ધર્મનાં ચાર અંગ ગણાય છે. ઘણા જૈનને ઉપવાસ કરના જાણ્યા છે, પણ તપ તો ધર્મનું ત્રીજું અંગ છે; પહેલું અંગ તે દાન છે, ને બીજું, અંગ ચારિત્ર છે.
દેસાઈ વાલજી ગોવિન્દજી