________________
તા. ૧૮-૬૩
પ્રબુદ્ધ જીવ ન
બની જાય છે. આવું જ શ્રી રસિકલાલ માણેકલાલ શાહ વિષે બન્યું. હજુ વનમાં પ્રવેશવાને પણ જેમને બેએક વર્ષની વાર હતી, હજુ તે જેમનાં કાર્યોનાં પાયા પર ઈમારત ચણાવવાની શરૂઆત થવાની હતી, એવા એક યુવાન કાર્યકરને મુત્યુએ ગયા સામવારે ઉષા પ્રકટે તે પહેલાં ઉપાડી લીધા.
સ્વભાવે શાંત અને હસમુખા શ્રી રસિકભાઈ સાથેના મારો પરિચય છેલ્લાં પાંત્રીસ વર્ષથી હતા. અમદાવાદના સંઘે સલ અને પછી ઉગ્ર બનેલ ‘પરમાણંદ – સંઘબહાર - પ્રકરણ’ દરમિયાન શ્રી અમદાવાદ જૈન યુવક સંઘના જે કાર્યકર્તાઓ આપમેળે કે કાળબળે ખસી ગયા તેમની જગાઓ પૂરવાનું અમારે ફાળે આવ્યું. ત્યારથી અમે એકબીજાની નજીક આવતા ગયા અને છેલ્લાં કેટલાંય વર્ષોથી શ્રી અમદાવાદ જૈન યુવક સંઘ, વિનાબંધારણે પણ ‘વ્યાખ્યાનમાળા’ પૂરતી પોતાની કાર્યવાહી ચાલુ રાખી રહ્યું છે તેનું વર્ષોથી મંત્રીપદ તેઓ સંભાળી રહેલા. બાળદીક્ષા સામેના તેમનો અણગમો અને પર્યુષણ વ્યાખ્યાનમાળા માટેનું તેમનું મમત્વ - આ બન્ને પ્રવૃત્તિમાં જેમને જેમને રસ હતો તે સૌને તેઓ જાગૃત રાખતા.
હિંદુસ્તાનમાં વ્યાપારના ક્ષેત્રે પોતાની આગવી કાર્યપદ્ધતિથી સુપ્રસિદ્ધ ‘મકતી કાપડ મારકીટ' ના એઓ છેલ્લાં બે વર્ષથી મંત્રી હતા. વળી વષૅ પહેલાં સહકારી ધા૨ણે એજ કાપડ મારકીટ સભ્યો માટે દુકાનોનું ભવ્ય આયોજન કર્યું એ સહકારી સોસાયટીના પણ મંત્રી હતા. ગણતરીબાજ વ્યાપારીઓની પ્રીતિ સંપાદન કરી, મંત્રીપદ માટે યુવાનવયે યોગ્યતા કેળવવી એ ઓછી સિદ્ધિ ન કહેવાય.
રાષ્ટ્રિય પ્રવૃત્તિમાં પણ તેઓ એટલા જ રચ્યાપચ્યા રહેતા. કૉંગ્રેસની ટિકિટ પર દશેક વર્ષ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તેઓ એક સભ્ય હતા. દ્રિભાપી મુંબઈ રાજયના ઉકળતા ચરુ વખતે, જયારે તળ અમદાવાદમાં દ્વિભાષી મુંબઈની વાત કરવી એ પણ જોખમ હતું ત્યારે, અમદાવાદ કોંગ્રેસ શહેર - સમિતિનું ઉપપ્રમુખપદ પણ તેઓ સંભાળી શકેલા. માનનીય શ્રી મોરારજીભાઈની અમદાવાદની તોફાની સભાના સમયે તેમને માર પડવા છતાં, તેઓ પોતાના મંતવ્યથી જરાયે ચલિત થયેલા નહિ. કુશળ વેપારી હોવાની સાથે એમના સ્વભાવમાં અનોખી ઉદારતા હતી. મારો પોતાનો જ અનુભવ કહું તો, યારે જયારે કોઈ પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની માટે ‘સહાય’ ની ચિઠ્ઠી લખી હશે ત્યારે, વિનાપુને એમણે સ્વીકારી જ લીધેલી અને અન્ય સંસ્થાઓ માટે પણ એ જ હકીકત સાચી હતી. આમ સામાજિક અને રાજકીય ક્ષેત્રે ભિન્ન વિચારો ધરાવતા હોવા છતાં બન્ને ક્ષેત્રના કાર્યકરો સાથે એમને સારો સુમેળ હતા; તેઓ અજાતશત્રુ જેવા હતા.
પંદરેક દિવસ પહેલાં, અમદાવાદથી હું મુંબઈ આવવાનો હતો તેજ દિવસે અમે સવારમાં મળ્યા. ત્યારે એ કહે કે, ‘આ વર્ષે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં કોને કોને આમંત્રણ આપ્યું છે? હું તો ભાગ નહિ લઈ શકું.' મેં કારણ પૂછ્યું, ત્યારે એમણે આફ્રિકા જતા હોવાની વાત કરી ઉમેર્યું: ‘ઈચ્છા હોવા છતાંય, ઉતાવળ કરીશ તો કે ભાગ નહિ લઈ શકું.' ત્યારે કોને ખબર કે આ વાક્ય અન્ય રીતે સાચું પડશે? આ. વર્ષે અને હવે પછીનાં વર્ષોમાં પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અમારી સૌની પાછળ બેસી, શાંતિથી શ્રાવણ કરનાર અને વ્યાખ્યાનમાળાને વધુ ને વધુ ફાલતીફુલતી જોઈ પ્રસન્ન થનાર શ્રી રસિકભાઈ સદેહે અમારી સાથે નહિ હોય. અલબત્ત, અમારી સૌની વચ્ચે એમની સ્મૃતિ હશે જ,
તેમના અકાળ અવસાનથી જૈન સમાજે ઉષ:કાળે પ્રકટીને સુવાસ પ્રસરાવવા પ્રફુલ્લિત બની રહેલ પુષ્પને ગુમાવ્યું છે. અમદાવાદ શહેરે એક અજાતશત્રુ નાગરિક, અને ગુજરતની સામાજિક તેમજ રાજકીય પ્રવૃત્તિએ, કંઈક કરી છૂટવા માટે યત્ન કરી રહેલ ઉત્સુક યુવાન કાર્યકર ધીરજલાલ ધનજીભાઈ શાહ.
પ્રકીણ નોંધ
ફરજીયાત બચત યોજના વિષે વિનોબાજી
૭૧
પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી પદયાત્રા દરમિયાન તા. ૧૦–૧–૬૩ ના પ્રવચનમાં અનિવાર્ય બચત યોજના Compulsory Savings Scheme સંબંધમાં વિનોબાજીએ નીચે મુજબ જણાવ્યું હતું:
“ આજે એક ધારાસભ્યે મારી સામે કેટલાક સવાલો રજૂ કર્યા. તેમણે મારી સામે બે વાત મૂકી, તેમાંની એક હતી અનિવાર્ય બચત Compulsory Savings Scheme વાળી વાત. આ યોજના મધ્યમ વર્ગના લોકો માટે ભારે તકલીફ ઊભી કરે તેવી છે. તેમણે મને તેનું સ્વરૂપ સમજાવ્યું. ઓછી વધતી આવકવાળા માટે બચતના દરમાં ફેરફાર છે. નીચેના લાકોને (એટલે કે અતિ સામાન્ય સ્થિતિના લોકોને) આછું દેવું પડે છે, અને ઉપરની સ્થિતિના લોકોને વધારે આપવું પડે છે. નીચેવાળા એટલે કે જેમની આવક પ્રતિ માસ રૂા. ૧૨૫ હોય તે લોકોને ત્રણ ટકા અથવા તો પેણાચાર રૂપિયા દેવા પડશે.
“આ ૧૨૫ રૂપિયાની આવકનો શું અર્થ છે? મધ્યમ વર્ગના કુટુંબ પરિવારમાં એક માણા કમાતા હોય છે અને તેની ઉપર પાંચ માણકીના પરિવાર ભતા હોય છે. બાળકોના શિક્ષણનો ખર્ચ વગેરે સર્વ પ્રકારનો ખર્ચ તે રકમમાંથી જ કાઢવાના હોય છે. પાંચ માણ સાના પરિવાર માટે એકક્ષા પચ્ચીસ રૂપિયા એટલે વ્યકિત દીઠ પચ્ચીરા રૂપિયા થયા. તેમાંથી પણ અનિવાર્ય બચતની રકમ જો લઈ લેવામાં આવે તો તે વિષે શું કહેવું? આમ છતાં પણ “ચીન સાથે મુકાબલા કરવા માટે આટલું શાષણ કરવું જ પડશે” એમ સરકારનું કહેવું છે. “બીજી બાબત એ બતાવી કે, ચોખાનો ભાવ પાંત્રીસ રૂપિયાના મણ એટલે કે ચૌદ આને શેર સુધી પહોંચી ગયો છે. ચોખા આટલા બધા માંધા કે જે ખાવામાં સૌથી વધારે વપરાય છે! એક બાજુ આ મોંઘવારી અને બીજી ગાજુ આ અનિવાર્ય બચત ! આ બે વચ્ચે બિચારા સામાન્ય લોકો પીસાઈ જવાના,
"
ܕܝ
જિયાત અથવા તે અનિવાર્ય બચતને લગતા રારકારી કાનૂન અંગેના વિનોબાજીના વિરોધમાં સામાન્ય પ્રજાજનોની લાગણીનો અને મૂંઝવણનો પ્રતિધ્વનિ રહેલા છે. ભારત સરકારે પ્રસ્તુત બચત યોજનાને અમલી બનાવતાં પહેલાં આ વિરોધ ગંભીરપણે વિચાર કરવા જ જોઈએ . અને ફરજિયાત બચત અંગેની આવકની રકમને આવકવેરાના ધારણ જેટલી મેોટી બનાવવી જ જોઈએ અને એ રીતે મૂળ અંદાજાયેલી સરકારી આવકમાં થતા ઘટાડાને બીજી રીતે ભરપાઈ કરી લેવા જોઈએ.
પણ આ યોજના લાકસભામાં બજેટ રજૂ થયું એટલે માર્ચની પહેલી તારીખથી પ્રજા સમક્ષ મૂકવામાં આવી છે અને હવે તો તેને કાનૂની અમલનું રૂપ મળી ચૂક્યું છે અને ભારતના અર્થસચિવ આ યોજનાનું મક્કમપણે સમર્થન કરી રહ્યા છે. તો પ્રશ્ન એ થાય છે કે, સાડાત્રણ મહિના વિનોબાજી કયાં ઉંધતા હતા? તેઓ દેશના એક જવાબદાર નેતા છે, પ્રજાના સુખ દુ:ખની સતત ચિંતા ધરાવે છે. આવી. જેમની જવાબદારી હોય અને આવી ચિંતા ધરાવવાના જેમને દાવા હોય તેમણે સરકારી બજેટ અને તેના પ્રજાજીવન ઉપર પડતા આઘાત-પ્રત્યાઘાતો વિષે સજાગ રહેવું જ જોઈએ અને સરકારના જે પગલાંથી પ્રજાની તકલીફ વધી જશે તેમ લાગે તે પગલું ભરતાં સરકારને વખતસર અટકાવવી જોઈએ. પ્રજાજીવનને સ્પર્શતા આવા વિષય અંગે કોઈ ધારાસભ્ય આવીને વિનેબાજીનું ધ્યાન ખેંચે ત્યારે તેમને ખબર પડે અને પછી આવી બાબત અંગે પોતાનો પ્રકોપ જાહેર કરે એ પ્રજાના સુખદુ:ખ વિષેની પૂરી જાગૃતિના અભાવ દાખવે છે. જ્યારે ધારાસભાની એરણ ઉપર આ પ્રશ્ન ટીપોઈ રહ્યો હતો ત્યારે વિનોબાજી તે વિષે જે કાંઈ બાલે યા કહે તેની અચૂક અસર પડયા વિના ન રહેત. આજે તો આવા વિરોધ અને આવા પ્રકોપ ‘હવે તમે ઘણા મોડા છે,