________________
5 બુદ્ધ જીવન
તા. ૧-૮-૩
તની ચૂંટણીમાં શ્રી મહેતાએ સારી જાગૃતિ રોવી, ઘેર ઘેર જઈને લેકોને સમજાવ્યા અને બધા વર્ગોને સાથ મેળવવા પ્રયત્ન કર્યો. પરિણામે તેમને આ ચૂંટણીમાં સારી એવી સફળતા મળી. ૧૧ શ્રી બળવંતરાય મહેતાની લાયકાત અંગે બે મત છે જ નહિ. તેઓ જૂનામાં જૂના કસાયેલા કાર્યકર છે. પ્રથમ ચૂંટણીમાં તેમની હાર થઈ તે અકસ્માત જ હતું. તેને ગોહિલવાડની પ્રજાને પણ વસવસો રહી ગયેલો, પરનું શિહોરની ચૂંટણી વખતે તક મળી ત્યારે શ્રી મહેતાને પ્રજાએ જવલંત વિજય અપાવી પિતાને વસ
વસે દૂર કર્યો. ' ' ગુજરાતના પ્રધાનમંડળ સામે અસંતોષ છે અને તે કારણે
શ્રી બળવંતરાય મહેતાની ચૂંટણીમાં જીત થવા પામી છે એમ કોઈ
કહેવું હોય તો તે પાયાવિનાની વાત છે અને તેમાં કોંગ્રેરાની કસેવા ' રહેલી છે. આ અર્થ શ્રી બળવંતરાળ મહેતા પણ કરતા નહિ
હોય તેમ હું માનું છું. કોઈ પણ કોંગ્રેસ ઉમેદવાર પ્રધાનમંડળ સામે અસંતોષ વ્યકત કરીને, ચૂંટણીમાં જીતે એ માનવા હું તૈયાર નથી.
કોંગ્રેસની પરિસ્થિતિ અંગે એકંદર જોઈએ તે યુ. પી., ઓરિસ્સા, પંજાબ, કેરાળા, બિહારમાં 'પરિસ્થિતિ અત્યંત શરમજનક છે એમ કહીએ તે ખોટું નથી. બીજા સ્થળોએ પણ સત્તાની સાઠમારી તે જોવામાં આવે જ છે, આ સાઠમારીમાં ઉપર કહ્યું તેમ દરેક જૂથ પોતાના જ હિતને પ્રાધાન્ય આપી રહેલ છે અને કોંગ્રેસ કે દેશના હિતની અવગણના કરી રહેલ છે.
ચૂંટણી ફંડને પ્રશ્ન તાજેતરમાં ચૂંટણી માટે ફંડો ભેગા કરવાની જે વાત બહાર આવી છે તે પણ ગંભીર વિચારણા માગી લે તેવી છે. ચૂંટણી માટે ફંડ કરવામાં આવે તે અયોગ્ય નથી, એટલું જ નહિ પણ, જરૂરી છે. દરેક પક્ષને પોતપોતાના પક્ષના પ્રચાર માટે ફંડ કરવું પડે છે, પરનું તે ફંડ એકઠું કરીને પોતાના પક્ષને સોંપવું જોઈએ. તે જ પ્રમાણે કોંગ્રેસ નેતાઓએ એકત્રિત કરેલ ફંડ કોંગ્રેસને જ સોંપાવું જોઈએ. કોંગ્રેસ મારફત જ તેને ઉપયોગ કોંગ્રેસના પ્રચાર માટે થવું જોઈએ; તેને હિસાબ રાખ જોઈએ. કોઈ વ્યકિત ચૂંટણી માટે એકઠું કરાયેલું ફંડ પિતાની પાસે રાખે, પોતાની મરજી મુજબ વાપરે, કોંગ્રેસને તેને હિસાબ ન આપે તે આવી વ્યકિત તેમ કરવામાં પ્રમાણિક હોય તે પણ અયોગ્ય છે. કોંગ્રેસે આ બાબતમાં પૂરો વિચાર કરવો જોઈએ. ચૂંટણી માટે કોણ ફંડ કરી શકે ? કેવી રીતે કરી શકે? કોની પાસે તે ફંડ રહે અને કોના માટે તેને ઉપયોગ ન થાય? આ બાબતમાં કોંગ્રેસે પોતાની નીતિ સ્પષ્ટ કરવી જરૂરી છે.
ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ મારું દ્રઢપણે માનવું છે કે અત્યારના સંજોગોમાં વર્તમાન પ્રધાનમંડળમાં કાંઈ પણ ફેરફાર કરોતેમાં ગુજરાતનું હિત નથી, દેશનું પણ હિત નથી. સામાન્યપણે બીજા રાજ્યમાં જેવું પ્રધાનમંડળ છે તેના કરતાં ગુજરાતનું વર્તમાન પ્રધાન- મંડળ કોઈ પણ રીતે ઉતરનું છે તેમ માનવાને કોઈ કારણ નથી. અન્ય સ્થળોએ વહીવટી તંત્રમાં જે ખામીઓ છે તેથી વધારે ખામીઓ ગુજરાતના વર્તમાન પ્રધાનમંડળમાં છે તેમ પણ કહી શકાય તેમ
નથી. કોંગ્રેસના વહીવટ પ્રત્યે અન્ય સ્થળોએ જેવો અને જેટલો ' , અસંતોષ પ્રવર્તે છે તેટલો અને તે અસંતોષ ગુજરાતમાં પ્રવ
ર્તતો હોય તે બનવાજોગ છે, પરંતુ તેમ છતાં વર્તમાન પ્રધાનમંડળ બદલવા માટે કોઈ પણ ઉગ્ર કારણ ઉદભવ્યું છે તેમ કહી શકાય તેમ નથી; એટલે અત્યારના સંજોગોમાં પ્રદેશ સમિતિ કે ગુજરાત કોંગ્રેસ વર્તમાન પ્રધાનમંડળમાં પ્રતિ અસંતેષ પેદા કરીને ગુજરાતની સેવા કરે છે તેમ હું માનતો નથી.
કરી બળવંતરાત મહેતા પ્રથમ રટણીમાં જીત્યા હોત અને તેમણે પ્રધાનમંડળ રચ્યું હોત તો તે તેટલું જ યોગ્ય થાત, પણ એક યા બીજા કારણે તેમ બન્યું નહિ ત્યારે વર્તમાન પ્રધાનમંડળમાં અત્યારે ફેરફાર કરવો અયોગ્ય જ છે.
5 ' ચીન–સંરહદ
સરહદ ઉપર તાજેતરમાં યુદ્ધ ફાટી નીકળે તેમ માનવાને કોઈ કારણ નથી. ચીન અત્યારે સરહદ પર ગમે તેટલી તૈયારી કરી
રહેલ હોય, પણ તે. આક્રમણકારી કોઈ પગલું લે તેમ લાગતું નથી. , , ' અલબત્ત અત્યારે. સરહદ પર નંગ પરિસ્થિતિ પ્રવર્તે છે તેમ કહી , ': ', શકાય તેમ છે. કોલમ્બે દરખાસ્ત ભુલાઈ ગઈ છે અને ઉશ્કેરાટ
ભરી પરિસ્થિતિ વધતી જાય છે. આ સંજોગોમાં આપણે આપણું લશ્કરી તૈયારી તેટલા જ વેગથી ચાલુ રાખવાની રહે છે. ચીન ગમે
ત્યારે આક્રમણ કરે એમ સમજીને આપણે ગમે તેવી પળનો સામને કરવા માટેની પૂરતી તૈયારી રાખવાની રહે છે.
. - બ્રિટન અને અમેરિકા તરફથી ભારતને તાત્કાલિક સહાયલશ્કરી અને આર્થિક–પૂરતા પ્રમાણમાં મળી રહી છે, આમ છતાં તે લાંબા ગાળાની સહાય કરે તેમ લાગતું નથી; તેવી સહાય તે ન કરે તો તેમાં કશું ખોટું પણ નથી અને તે માટે આપણે આગ્રહ પણ ન રાખવો જોઈએ.
' પાકિસ્તાન આ તકને લાભ લઈને પાકિસ્તાન કાશ્મીરનું સમાધાન લાવવા પ્રયત્ન કરી રહેલ છે અને ચીનના પક્ષે જવાને ભય બતાવી રહેલ છે. અમુક અંશે પાકિસ્તાન ચીન તરફ ઢળવા લાગ્યું છે . પણ ખરું; આમ છતાં બ્રિટન કે અમેરિકા તેથી ડરી જઈને કંઈ પણ કરે તે શક્ય નથી. બ્રિટનની દ્રષ્ટિએ ભારત અને પાકિસ્તાન બંને કોમનવેલથના સભ્ય છે અને તેથી બ્રિટન બંને તરફ સમાન વલણ પ્રદશિત કરે તે સમજી શકાય તેવું છે. આ સંજોગોમાં માનભર્યા સમાધાન માટેની કોઈ પણ તક ભારતે જતી કરવી જોઈએ નહિ, પણ આવી તક અત્યારના વાતાવરણમાં ઉદ્ભવે તેમ જણાતું નથી.
કટોકટીભરી પરિસ્થિતિ દેશમાં અત્યારે કટોકટીભરી પરિસ્થિતિ ચાલુ રાખવામાં આવી ' છે. આ પરિસ્થિતિ થોડો વખત ચાલુ રાખવી જરૂરી છે, પરનું યુદ્ધ ન હોય તેય તે બહુ લાંબે વખત ચાલુ રહે તે ઈચ્છવાયોગ્ય નથી.
આપણે છેલ્લે મળ્યા ત્યાર બાદ બનેલા બનાવોનું વિહંગાવલોન આપણે કર્યું. અત્યારે કોઈ પણ દેશની નીતિ સ્થિર જણાતી નથી. આજે બનાવે પણ એટલા ઝડપથી બની રહ્યા છે કે તે મુજબ દરેક દેશે પોતપોતાની નીતિ બદલવી રહે છે. કોઈ એક જ નીતિને સિદ્ધાંત ગણીને વળગી રહેવું શક્ય નથી સંપાદક: શ્રી એમ. જે. દેસાઈ. ચીમનલાલ ચકુભાઈ શાહ. સંધના શુભેચ્છકોને, “પ્રબુદ્ધ જીવનના પ્રશંસકોને
પર્યુષણ વ્યાખ્યાનમાળા આવી રહી છે. એ પ્રસંગે સંઘના શુભેચ્છકોને તેમ જ પ્રબુદ્ધ જીવનના પ્રશંસકોને નીચે જણાવેલ અમારી વિનંતી ધ્યાનમાં લેવા પ્રાર્થના છે. - આજે ૩૫ વર્ષથી જૈન તેમ જ જૈનેતર સમાજની શ્રી મુંબઈ જૈન યુવક રાંધ અનેક રીતે રોવા બજાવી રહેલ છે. છેલ્લાં ૩૧ વર્ષથી સંઘ તરફથી પર્યુષણ વ્યાખ્યાનમાળા યોજાતી રહી છે અને તેના સ્વરૂપમાં જેમ વિકારા થતો રહ્યો છે તેવી રીતે તેની લોકપ્રિયતામાં પણ સતત વૃદ્ધિ થતી રહી છે. છેલ્લાં ૨૫ વર્ષથી સંધ તરફથી પ્રબુદ્ધ જીવન’ નામનું મુખપત્ર પ્રગટ થઈ રહ્યું છે. ગુજરાતી ભાષાના સામયિકોમાં પ્રબુદ્ધ જીવને અનોખી ભાત પાડી છે. સંધ તરફથી શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય તથા પુસ્તકાલય પણ આશરે ૨૫ વર્ષથી ચલાવવામાં આવે છે. આ વાચનાલય તથા પુસ્તકાલયને આસપાસ વસતા લોકો સારા પ્રમાણમાં લાભ લે છે. સંધ તરફથી વૈદ્યકીય રાહત નાતજાત કે ધર્મના કશા પણ ભેદભાવ સિવાય જરૂર ધરાવતા ભાઈ બહેનને આપવામાં આવે છે તેમ જ વૈદ્યકીય ઉપચારનાં સાધનો પૂરાં પાડવામાં આવે છે. સંઘ તરફથી અવારનવાર વિશિષ્ટ કોટિની વ્યકિતઓના વ્યાઅન્યાને યોજવામાં અાવે છે તેમ જ પર્યટગે પણ ગોઠવવામાં આવે છે. આ બધી પ્રવૃત્તિઓને પહોંચીવળવા માટે દર વર્ષે સંઘને આશરે રૂા. ૧૦,૦૦૦ની અપેક્ષા રહે છે. સંઘના શુભેચ્છકો અને ‘પ્રબુદ્ધ જીવનના પ્રશંસકો દર વર્ષે પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન સંઘની આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા માટે પોતાને ઉદાર હાથ લંબાવતા રહ્યા છે. આ વખતે પણ સંઘના ફાળામાં પોતાની બને તેટલી રકમ ભરીને અમારા રૂ. ૧૦,૦૦૦ના લક્ષ્યાંકને પૂરો કરી આપવા ' વિનંતી છે. સહાયક ભાઈ–બહેને સંઘના સામાન્ય ફાળામાં અથવા તો સંધની કોઈ પણ એક પ્રવૃત્તિને તારવીને તે ખાતે પોતાને યોગ્ય લાગે તેવી રીતે રકમ ભરી શકે છે.
સંઘના જે સભ્યોએ હજુ સુધી પોતાનું વાર્ષિક લવાજમ રૂપિયા ૫ ભર્યું ન હોય તેમને પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન ભરી દેવા વિનંતી છે. પ્રબુદ્ધ જીવનની ઉપયોગીતા જેમના દિલમાં વસતી હોય તેમને પ્રબુદ્ધ જીવનના નવા ગ્રાહકો મેળવી આપવા વિનંતિ છે. ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ,
પરમાનંદ કુંવરજી કાપડિયા | મુંબઈ–૩ - - ચીમનલાલ જેઠાલાલ શાહ
'; }'' ' ', ' મંત્રીએ, મુંબઈ જૈન યુવક સંઘ
' ,