________________
પ્રશુદ્ધ જીવન
તા. ૧-૪-૩
યથાર્થ છે.
ખસવું નહિ એવી માન્યતા મેકીલનની સરકારની હોય તો તે બ્રિટનમાં જાતીય જીવન એટલું વિકૃત બની ગયું છે કે તે રી આપણને કલ્પના આવી નહિ શકે. કહેવાતા “હાયર કલાસીસ”થી માંડીને સાધારણ વ્યકિત સુધી જાતીય વિકૃતિ ફેલાઈ ચૂકી હોય એમ લાગે છે. ત્યાંની પ્રજા જાતીય જીવનના આવા પ્રશ્નને ખારા મહત્વ આપતી હોય તેમ લાગતું નથી; એટલે વર્તમાનપત્રાએ આ બનાવને રોચક સ્વરૂપ આપીને અને લોકોને ગલગલીયાં થાય તે રીતે તેના અહેવાલ રજૂ કરીને, આ બનાવને બહેકાવવા પ્રયત્ન કર્યો છે. કેટલાંક વર્તમાનપત્રાએ તો ક્રિસ્ટીન કીલર અને બીજાં પાત્રોનાં સંસ્મરણા લેવા માટે હજારો પાઉન્ડ આપ્યા છે. બ્રિટનમાં જાતીય અધ:પતનનાં મૂળ કેટલાં ઊંડાં છે તેનો ખ્યાલ આ પરથી આવશે. ઈન્ડોનેશિયા – મલયેશિયા
મલયેશિયાનું સમવાયતંત્ર રચાયું તે એકંદરે સારું થયું છે. ઈન્ડોનેશિયાએ તેનો પોતાના હિતની દ્રષ્ટિએ વિરોધ કર્યો હતો, પણ છેવટ એ વિરોધની સામે થઈને પણ સમવાયતંત્ર રચવામાં બ્રિટન અને મલયેશિયાના દેશોએ ડહાપણ કર્યું છે. આ સમવાયતંત્ર રચાતાં એશિયામાં બ્રિટનના સામ્રાજ્યવાદના રહ્યા સહ્યા અંશોનો અંત આવે છે. મલયેશિયાના રચાયેલ સમવાયતંત્રમાં ચીની પ્રજાના ઘણા વર્ગ છે તે એક તેનું ભયસ્થાન છે.
કોંગ્રેસની વર્તમાન પરિસ્થિતિ :
ત્રણ પેટાચૂંટણીઓ
હવે આપણે દેશની આંતરિક પરિસ્થિતિ ઉપર આવીએ. “કૉંગ્રેસની વર્તમાન પરિસ્થિતિ અત્યંત શાનિય છે.” એમ હળવામાં હળવી રીતે કહેવું હોય તે કહી શકાય. આ પરિસ્થિતિ દેશને માટે અત્યંત ચિંતાજનક છે. એક વસ્તુ સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે કોંગ્રેસનું ચણતર જે નૈતિક પાયા પર હતું તે નૈતિક પાયો દૂર થયો છે. એટલા વ્યાપક પ્રમાણમાં દુર થયો છે કે કોંગ્રેસમાં તેની ફરી સ્થાપના થઈ શકશે કે કેમ તે વિષે શંકા રહે છે. કોંગ્રેસમાં નૈતિક ધારણ સતત નીચે ઊતરતું જાય છે અને તે કર્યાં જઈને અટકો તેની પના કરવી મુશ્કેલ છે.
આ પતન અટકાવવા માટે હિંમતપૂર્વક ક્રાન્તિકારી પગલાં લેવાવાં જોઈએ, પરન્તુ વર્તમાન નેતાગીરી તેવાં પગલાં લઈ શકશે કે કેમ તે વિષે પ્રજાના મનમાં સંદેહ રહેતા હોય તો તે અસ્થાને નથી. કોંગ્રેસમાં અંદરો અંદર જૂથવાદ એટલા દઢ થતા જાય છે કે આ જૂથવાદ દરેક રાજ્યમાં પોતપોતાની સત્તા ટકાવી રાખવા પ્રયત્ન કરી રહેલ છે અને તેમ કરતાં દેશના હિતને નુકસાન પહોંચતું હોય તે તેની પણ અવગણના કરી રહેલ છે. આ અટકાવવા માટે વરિષ્ટ મંડળ પગલાં લઈ રહેલ છે, પરન્તુ તે થીગડાં મારવા જેવા પગલાં છે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પૂરતા નથી. ઝગડાને વિલંબમાં નાખવા પૂરતાં જ પગલાં લેવાઈ રહ્યા હોય તેમ જણાય છે. રાષ્ટ્રીય કટોકટી વખતે રાજ્યકર્તા પક્ષ આટલા નિર્બળ હોય અને તેનું સ્થાન લઈ શકે તેવા બીજો કોઈ રજકીય પક્ષ ન હેાય તે દેશને માટે અત્યંત ચિંતાજનક સ્થિતિ છે. આની અસર તાજેતરની લાક સભાની ત્રણ ચુંટણીઓમાં જણાય છે.
છેલ્લી ચૂંટણીઓનું પરિણામ જોઈએ તે સંખ્યાની દ્રષ્ટિયે કોંગ્રેસની હાર થઈ નથી. રાજ્યની ધારાસભાઓમાં મોટા ભાગની બેઠકો કોંગ્રેસને મળી છે. પાર્લામેન્ટમાં પણ સારી સંખ્યામાં કોંગ્રેસ આવેલ છે. બંગાળમાં તો સામ્યવાદી બેઠકો પણ કોંગ્રેસને મળી છે. આમ છતાં તાજેતરમાં પેટા ચૂંટણીમાં ત્રણ બેઠકો માટે કોંગ્રેસ લડી તેમાં તેને હાર મળી તે બાબત કોંગ્રેરા માટે ઊંડી વિચારણાનો પ્રશ્ન બની રહે છે.
અમરોહામાં કોંગ્રેસે હાફીઝ ઈબ્રાહીમખાનને મૂક્યા તેમાં તેની બે રીતે ભૂલ થયેલી છે એમ હું માનું છું. એક તો હાફીઝ ઈબ્રા
3
૫
હીમખાન રાજ્યસભાના સભ્ય હતા તેમને લાકસમભાની બેઠક માટે મૂકવામાં આવ્યા તેની એક છાપ લોકો પર એવી પડી કે કોંગ્રેસને બીજો કોઈ યોગ્ય ઉમેદવાર નહિ ગળ્યો હોય એટલે હાફીઝ ઈબ્રાહીમખાનને ઉમેદવાર તરીકે ઊભા રાખવા પડયા. જો પરિસ્થિતિ આવી હોય તે તે શોચનીય છે. કોંગ્રેસની એ ગણતરી હશે કે અમરોહામાં મુસલમાનો વધારે છે અને જો મુસલમાન ઉમેદવાર હોય તે તેને મુસ્લિમોના મતો મળે અને ક્રિપલાણી સામે તે ટક્કર ઝીલી શકે. આ ગણતરી હોય તો તે કોમવાદને ઉત્તેજન આપ્યું ગણાય બીજું અમરોહામાં મુસ્લિમ મતદારોની સંખ્યા સારી હોવા છતાં તેઓ બહુમતીમાં નથી. આ વલણના હિંદુ મતદારોમાં એવા પ્રત્યાઘાતો પડયા હોય કે “કોંગ્રેસ મુસ્લિમ મતો પર જીવવા માગતી હોય તો આપણે શા માટે મુસ્લિમ ઉમેદવાહરને મત આપવા ?” આવા પ્રત્યાઘાતો હિંદુ મતદારોમાં પડયા હોય અને તે કારણે હિંદુઓએ મુસ્લિમ ઉમેદવારને મત ન આપ્યા હોય તો “કોમવાદ” ઊભા કરવા માટે કોંગ્રેસની જ જવાબદારી ગણાય. અમરોહામાં થયેલ કોંગ્રેસની હાર કોંગ્રેસ તંત્રને વિચારમાં મૂકી દે તેવી છે
ફરૂખાબાદમાં પણ કોંગ્રેસ ઉમેદવારની હાર થઈ તેનાં કારણો તપાસીશું તેા લાગશે કે કોંગ્રેસ ઉમેદવાર ૐ. કેસકર એટલા લોકપ્રિય ઉમેદવાર ન હતા. ડો. લાહીઆ સારા અર્થમાં કહીએ તો તોફાની માણસ કહી શકાય. આ સંજોગોમાં ડો લાહીઆની જીત થઈ તેમાં કોંગ્રેસની હાર થઈ છે એમ હું નહિ કહું. આમાં કૉંગ્રેસ ઉમેદવારની જ હાર થઈ છે અને કોઈ પ્રજાને માન્ય હોય તેવા ઉમેદવાર ત્યાં મૂકવામાં આવ્યા એમ હું માનું છું.
હોત । કોંગ્રેસની હાર ન થાત
કોંગ્રેસની રાજકોટમાં થયેલી હાર ઊંડી વિચારણા માગી લે તેવી છે. રાજકોટમાં કોઈ કોંગ્રેસ ઉમેદવાર તરીકે ઊભા રહેવા તૈયાર થયું નહિ એ બાબત કૉંગ્રેસની શિસ્તને સ્પર્શે છે. કોઈ પણ કોંગ્રેસમેનને તેના વિભાગમાં ઉમેદવાર તરીકે ઊભા રહેવાનું કહેવામાં આવે તે શિસ્તની દ્રષ્ટિએ તેનાથી ના પાડી શકાય નહિ, રાજકોટમાં ઉમેદવાર તરીકે ઊભા રહેવાનો આગ્રહ કરવામાં આવે અને છતાં કોંગ્રેસ ઉમેદવાર ના પાડે તે યોગ્ય થયું નથી. છેવટે રાજસભાના સભ્ય શ્રી જેઠાલાલ જોષીને ઉમેદવાર તરીકે ઊભા રાખવા પડયા. આ આખીયે બાબતની પ્રજાના માનસ પર વિપરીત છાપ પડી. જેઠાલાલ જોષી અત્યંત જૂના અને જાણીતા કાર્યકર છે તે વિષે બે મત નથી, પરન્તુ લોકોના મનમાં એવી છાપ પડી કે તે તે રાજસભાના સભ્ય ત છે, છતાં તેને શા માટે ફરી ઉમેદવાર તરીકે ઊભા રાખવામાં આવે છે? આ પરિસ્થિતિનો રાજાજીએ પણ લાભ ઉઠાવ્યો અને તેણે બ્રહ્માસ્ત્ર ફેકયું: “જેઠાલાલ જોષી તો અત્યારે તમારા વતી રાજસભામાં છે; તે પછી આ વિભાગમાંથી ના ઉમેદવારને ચૂંટીને લોકસભામાં પણ શા માટે ન ાકલવા? આમ કરવાથી આ વિભાગને એક રાજસભામાં અને એક લોકસભામાં – એમ બે ઉમેદવાર મળશે.” રાજાજીનું આ બ્રહ્માસ સફળ થયું. જેઠાલાલ જોષી જેવા કોંગ્રેસ ઉમેદવારની આ વિભાગમાં હાર થઈ.
કોંગ્રેસને સાંપડેલી ત્રણ વિભાગમાં હારનું અવલાકન કરીએ તો ચાલૂમ પડશે કે સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો દરેક સ્થળે મોટેભાગે એક યા બીજા કારણે અપ્રિય થઈ પડયા છે; એટલે કોંગ્રેસના ઉમેદવાર હોવાને કારણે જ જો ઉમેદવાર યોગ્ય ન હોય તો—કોંગ્રેસ ચૂંટણીમાં જીતી શકે તેવી પરિસ્થિતિ આજે રહી નથી.
શિહારની ચૂંટણીમાં શ્રી બળવંતરાય મહેતાનો વિજય થયો; તે વિજયને કોંગ્રેસના વિજય તરીકે ગણવાને બદલે શ્રી બળવંતશુય મહેતાના અંગત વિજ્ય ગણવા વધુ યથાર્થ થશે. ભાવનગરની પ્રથમ ચૂંટણી સમયે થોડી ગલત થઈ અને કંઈક અંશે વધુ વિશ્વાસ રાખ્યો તેના પરિણામમાંથી બોધપાઠ લઈને આ વખ
*