SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ ભેદમાં “સામ્યવાદી જગતનું નેતૃત્વ કોના હાથમાં રહેવું જોઈએ એ પ્રશ્ન મુખ્ય જણાય છે. અત્યાર સુધી સામ્યવાદી દેશોમાં પૂર્વ યુરોપ, એશિયા, આફ્રિકાના સામ્યવાદી દેશોમાં—રશિયાનું નેતૃત્વ પૂર્ણપણે સ્વીકારાતું હતું. આ નેતૃત્વ ચીન જેવા વિશાળ દેશના પીઢ અને અનુભવી નેતા ચાઉ-માઓને ખૂંચી રહેલ છે અને તેમણે આ નેતાગીરી સામે પડકાર કર્યો છે. ચીન આર્થિક દ્રષ્ટિએ રશિયા જેટલું સમૃદ્ધ નથી, એટલું જ નહિ પણ, વિકટ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આમ છતાં ૧૯૪૨થી નહિ, પરન્તુ છેક ૧૯૨૭થી ચીને ઘણા વિગ્રહો ખેલ્યા છે અને આથીયે વિકટ પરિસ્થિતિમાંથી તે પસાર થયું છે. ૧૯૪૯માં સત્તાસ્થાને આવ્યા બાદ ૧૪ વર્ષમાં ચાઉ–માઓની સરકારે જે પ્રગતિ કરી છે તે આપણે ૧૭ વર્ષમાં કરી તેથી ઓછી નથી. ચીને કોરિયા અને વિયેટનામમાં બે મેાટા વિગ્રહો ખેલ્યા. તેને પરિણામે ચીનને ઘડાવાની સારી તક મળી છે, અને તેથી આજે રશિયાની નેતાગીરીને પણ પડકારી રહ્યું છે. ચીનને રથિયા સાથેના સંઘર્ષનું એક બીજું કારણ પણ હોઈ શકે. . વિચારસરણીના મતભેદ એ તે સારાયે સામ્યવાદી જગતને સ્પર્શતા પ્રશ્ન છે, પરન્તુ તેની સાથે નૅશનાલીઝમ–રાષ્ટ્રના હિતના પ્રશ્ન—પણ સંકળાયેલા રહે છે. કોઈ પણ દેશની ગમે તે વિચારસરણી હાય, પરન્તુ તે પોતાના દેશનું હિત પ્રથમ જુએ અને પેાતાના રાષ્ટ્રના ભાગે કંઈ પણ કરવા તત્પર ન બને તે સ્વાભાવિક છે. રશિયાએ અત્યારે જે નીતિ અપનાવી છે તેમાં ચીનને પોતાના રાષ્ટ્રનું હિત જોખમાવાનો ભય લાગતા હોય અને તે કારણે તે રશિયાના નેતૃત્વને પડકારી રહ્યું હોય તેમ પણ બનવાજોગ છે. 3 જો ચીનને રશિયા સાથે માત્ર વિચારસરણીને મતભેદ હોત તો તે અત્યારના સંજોગોમાં આટલો ઉગ્ર બનવા ન પામત, કેમ કે ચીનને આલ્બેનિયા બાદ કરતા કોઈ પણ સામ્યવાદી દેશના ટૂંકા નથી. બીજી બાજુ ચીન ભારત જેવા એશિયાના મોટા દેશ સાથે સંઘર્ષમાં રોકાયેલું છે. આવા વિકટ સંજોગામાં પણ ચીન રશિયા સાથેના મતભેદ કેમ ઉગ્ર બનાવી રહેલ છે એના તાગ નીકળી શકતા નથી. ચીન રશિયાને નમાવવા માટે એક મોટું જોખમ વ્હારી રહ્યું હોય તેમ લાગે છે. રશિયાને પશ્ચિમના દેશો તરફ ઢળતું અટકાવવા માટેની. ચીનની આ ચાલ હોય તે પણ બનવાજોગ છે. ચીનની એવી પણ માન્યતા હશે કે રશિયા ઉઘાડી રીતે તેની સાથે સંઘર્ષમાં નહિ પડે, પણ તેની આ માન્યતા ખોટી પડી છે તેમ ક્રુથ્રોવના ભાષણ પરથી અને સામ્યવાદી પક્ષના નિવેદન પરથી કહી શકાય તેમ છે. અલબત્ત, ચીનના રશિયા સાથેના સંઘર્ષનું એક પરિણામ એ આવ્યું છે કે આફ્રિકાના અને એશિયાના અણવિકસિત દેશમાં ચીનનું કાંઈક વર્ચસ્વ વધ્યું છે. ચીન પોતાના કુશળતાપૂર્વકના પ્રચારને કારણે આ દેશમાં એવી હવા ઉભી કરી રહ્યું છે કે રશિયામાં હવે ક્રાન્તિકારી વલણ રહ્યું નથી અને તેથી તે સામ્યવાદી જગતના નેતૃત્વને લાયક નથી. આ જાતની માન્યતા ફેલાવવામાં તે કેટલેક અંશે સફળ પણ બન્યું છે. કોલમ્બા દેશો પણ ચીનના વર્ચસ્વ નીચે આવી ગયા છે. આફ્રિકાના દેશોની પરિષદમાં પણ તે જોવા મળ્યું, એટલે આ-િ કામાં રશિયાનું વર્ચસ્વ ઓછું થઈ રહેલ છે તેમ લાગે છે. એક તરફ રશિયા અને ચીનના સંઘર્ષ અને બીજી તરફ દ’ગાલની નીતિથી પશ્ચિમી દેશોમાં વધતો મતભેદ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એક નવી પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે, જેનાં પરિણામે દુરગામી હોવા સંભવ છે અને જેનું માપ કાઢવું અત્યારે શક્ય નથી. આ પરિસ્થિતિમાં વર્ષોના ઠંડા યુદ્ધથી ટેવાયેલ આપણું માનસ નવી પરિસ્થિતિને અનુકૂળ થવામાં મુશ્કેલી અનુભવશે. આ સંજોગામાં ભારતની તટસ્થતાની નીતિ ધરમૂળથી પુનવિચારણા માગી લે છે અને અજાણે પણ તેમાં ફેરફાર થઈ રહ્યો છે. તટસ્થતાની નીતિ હવે એટલી જ રહી છે કે પશ્ચિમી દેશોના આપણા સંબંધમાં રશિયાને ખાટું લાગે જીવન તા. ૧-૪-૬૭ તેવું કાંઈ ન કરવું, પણ પશ્ચિમી દેશે। સાથેના આપણા સંબંધ ગાઢ થતા જાય છે તેમાં બીજા તટસ્થ દેશો બહુ રાજી નથી. રંગભેદ દૂર કરવાની અમેરિકાની નીતિ અમેરિકામાં અત્યારે જે મહત્ત્વનો બનાવ બની રહ્યો છે અને જેનાં દૂરગામી પરિણામો આવવાનાં છે તેના ઉલ્લેખ કરવો જરૂરી છે. અમેરિકામાં હબસીઓ પ્રત્યેના વલણમાં ફેરફાર · કરનારૂ ક્રાન્તિકારી પગલું કેનેડીએ ભર્યું છે. દુનિયામાં રંગભેદના પ્રશ્ન બાબતમાં મોટો વિગ્રહ ચાલી રહ્યો છે. આ સંજોગામાં હબસીઓ પ્રત્યે સમાનતા અપનાવનારું ક્રાન્તિકારી વલણ હિંમતપૂર્વક કેનેડીએ અખત્યાર કર્યું છે, એટલું જ નહિ પરન્તુ, ત્યાંની સુપ્રિમ કોર્ટે પણ રંગભેદની નીતિને દુર કરવાના ચુકાદાઓ આપેલ છે તે આપણ સર્વની ખરેખર પ્રશંસા માગી લે છે. અત્યારે મુખ્યત્વે બે દેશમાં-સાઉથ આફ્રિકા અને સાઉથ રહેાડેશિયામાં રંગભેદની નીતિ પ્રવર્તે છે. તેના ઉપર કેનેડીના વલણથી મેટ્રો ફટકો પડયો છે. જે દેશમાં રંગભેદની નીતિ પ્રવર્તતી હોય તે દેશમાંથી રંગભેદ દૂર કરવા અને બે પ્રજાસમુદાય વચ્ચે સમાનતા સ્થાપવી તે કાર્ય સરળ નથી. આપણે ત્યાં અસ્પૃશ્યતાનું દૂષણ વિદ્યમાન છે. તે દૂર કરવા પૂ. બાપુજીએ ભગીરથ પ્રયત્ન કર્યો. કાયદા દ્વારા પણ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવેલ છે; આમ છતાં પ્રજામાંથી અસ્પૃશ્યતાનું માનસ ગયેલ નથી. રંગભેદ તો અસ્પૃશ્યતા કરતાં પણ વધારે વ્યાપક છે તેને દૂર કરવાનું કાર્ય તે અસ્પૃશ્યતા કરતાં પણ વધારે વિકટ છે. આમ છતાં કેનેડીએ હબસીઓને બધા જાહેર સ્થાનામાં સમાનતા આપવાની નીતિ અખત્યા ૨ કરી છે અને તેને લગતું બીલ સેનેટ ઉપર મોકલ્યું છે. તેમના આ બીલને સેનેટનો કેટલો ટેકો મળે છે તે જોવાનું રહે છે. એક બે મુદ્દાઓ બાદ કરતાં કેનેડીના આ ક્રાન્તિકારી પગલાને સેનેટનો પણ ટેકો મળશે તેવી અપેક્ષા રહે છે. પ્રોર્ફોમા પ્રકરણ ઈગ્લાંડમાં ઊભા થયેલા પ્રાફ્યુમો પ્રકરણે ત્યાંની વર્તમાન સરકારને હચમચાવી નાખેલ છે; આમ છતાં આ અખાયે બનાવને જાતીય સંબંધેાની દ્રષ્ટિયે ઈગ્લાંડમાં સર્વત્ર મહત્વ મળેલું જોવામાં આવે છે. ઈંગ્લાંડના વર્તમાનપત્રાએ પણ આ દ્રષ્ટિએ જ આ પ્રકરણનો પ્રચાર કર્યો છે; પરન્તુ એક જ વ્યકિત એવી છે જેણે આ પ્રકરણને અન્ય સ્વરૂપે આલેખ્યું છે. મજૂર પક્ષના નેતા હેરલ્ડ વિલ્સને ઈંગ્લાંડની પાર્લામેન્ટમાં કરેલા નિવેદનમાં આ પ્રકરણને બે રીતે મહત્વ આપ્યું છે: એક તો પ્રોડ્યુમોના આ પ્રકારના વર્તનને કારણે ઈંગ્યાંડની સલામતી જોખમાઈ છે. બીજું પાર્લામેન્ટમાં કોઈ પ્રધાન જૂઠું નિવેદન ન કરી શકે તેવી પરંપરા છે. આ પરંપરાના પ્રોફયુમાએ ભંગ કર્યો અને હાઉસ ઓફ કોમન્સમાં તથા પોતાના સાથીઓ સમક્ષ હડહડતું જૂઠ્ઠું બાલ્યા. આવી વ્યકિતનું જાહેર જીવનમાં સ્થાન હાઈ ન શકે એ બાબત ઉપર હેરલ્ડ વિલ્સને ભાર મૂકયો. આ સાથે તેમણે એ વાત પણ રજૂ કરી કે બ્રિટનની સલામતી જોખમમાં આવી પડે તેટલી હદે આ પ્રકરણ પહોંચવા છતાં, મેકમીલનની સરકારને ખબર ન પડે તે મેમીલનની એક દેશના મુખ્ય પ્રધાન તરીકેની લાયકાતનો અભાવ બતાવે છે. આ કારણે આવી સરકાર પણ સત્તાસ્થાને રહેવા લાયક નથી. આ પ્રકરણમાં મુખ્ય પ્રધાન મેકમીલને કૂનેહભર્યું વલણ અખત્યાર કર્યું છે તેમ કહી શકાય. મેકમીલનની સરકારે આ પ્રસંગમાં રાજીનામું આપ્યું નહિ તેનું એક કારણ કલ્પી શકાય તેમ છે. એક સાધારણ ફૂટણખાનું પણ’ પ્રધાનમંડળને દૂર કરી શકે છે અગર તો સરકારને હચ મચાવી શકે છે તેવા દાખલા બ્રિટનના ઈતિહાસમાં બેસે તે ઠીક નહિ એમ સમજીને મેકમીલનની સરકારે રાજીનામું આપ્યું નહિ હોય. બીજા કારણે ખસી જવું પડે તો વાંધા નહિ, પણ આ કારણે તે
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy