________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪
प्रजुद्ध Y
‘પ્રબુદ્ધ જૈન ’નું નવસંસ્કરણ વર્ષ ૨૫: અંક છ
મુંબઇ, ઓગસ્ટ ૧, ૧૯૬૩, ગુરૂવાર આફ્રિકા માટૅ શિલિંગ -
તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા
રશિયાનું વલણ એકંદરે યુદ્ધ નિવારવાનું જણાય છે.
રશિયાનું વલણ એકંદરે યુદ્ધ નિવારવાનું, ઠંડા યુદ્ધનું માનસ ઓછું કરવાનું અને શાંતિનું વાતાવરણ પેદા કરવાનું હોય તેમ સ્પષ્ટ જણાઈ આવે છે. આ વલણ માટે બે કારણા રજુ કરી શકાય તેમ છે. રશિયા આર્થિક રીતે સમૃદ્ધ થયું છે અને તેની દ્રષ્ટિ સલામતી પ્રતિ રહે તે સ્વાભાવિક છે. આ એક કારણ છે. બીજું કારણ છે આશુબામ્બની ભયાનક વિનાશકતાને પૂરો ખ્યાલ. રશિયા પાસે અણુબામ્બ વિપુલ પ્રમાણમાં છે. કદાચ અમેરિકા કરતાં ઓછા પ્રમાણમાં હશે, પરન્તુ જે છે તે ઘણા શકિતશાળી છે. આમ છતાં યુદ્ધમાં આ શસ્ત્રોનો ઉપયોગ થાય તે તેનું કેટલું ભયંકર પરિણામ આવે તેના ખ્યાલથી રશિયા પૂરેપૂરું જાગૃત છે. આ જાગૃતિ આપણને યુદ્ધના પ્રશ્ન વખતે જોવા મળી છે; કયુબા વખતે જો રશિયાએ સ્વસ્થતા જાળવીને થાડી પિછેહઠ ન કરી હોત તો દુનિયા એવી ભયંકર સ્થિતિમાં મૂકાઈ જાત કે તેમાંથી પાછા વળવાનું મુશ્કેલ બની જાત. અલબત્ત, ક્યુબાના પ્રશ્નમાં રશિયાએ પીછેહઠ કરી છે એ સ્પષ્ટ છે, પરન્તુ એ પીછેહઠ સમજપૂર્વકની હતી અને તેને પરિણામે ક્રુશ્ચેવની પ્રતિષ્ઠા વધવા પામી છે. યુરોપની પરિસ્થિતિ અને અમેરિકા
પશ્ચિમના દેશોમાં પરસ્પર મતભેદો વધતા જાય છે. ખાસ કરીને દ’ગાલની નીતિથી આ મતભેદ ઉદ્ભવ્યો છે. નાટો દેશામાં અમેરિકાનું વર્ચસ્વ રહે તે દ’ગાલને પસંદ નથી. દ’ગાલ માને છે કે યુરોપને અમેરિકા પર આધાર રાખવો પડે તે ઈચ્છવાયોગ્ય નથી. યુરોપ પગભર—ખાસ કરીને અણુશસ્ત્રોની બાબતમાં—હોવું જોઈએ, અને તે માટે યુરોપે જાતે અણુશસ્રો તૈયાર કરવા જોઈએ. દ’ગાલના મૃત મુજબ યુરોપ અણુશસ્ત્રોની બાબતમાં સ્વતંત્ર હોવું જોઈએ, એટલું જ નહિ પરન્તુ તેનું આર્થિક તંત્ર એક હોવું જોઈએ, સાથે રાજકીય તંત્ર પણ એક હોવું જોઈએ. બ્રિટન અમેરિકાની અસર તળે વધારે છે અને તેથી તે આ યોજનામાંથી બાકાત રહે તે જ આ યોજના પૂર્ણપણે અમલી બની શકે તેમ તેમનું માનવું છે. આ યોજનામાં બ્રિટન હોય તો અમેરિકાનું વર્ચસ્વ યુરોપમાં ઓછું કરવાનું ધ્યેય પૂર્ણ રીતે બર આવી ન શકે. દ’ગાલનું દઢ માનવું છે કે જો રશિયા યુરોપ પર આક્રમણ કરે તો અમેરિકા પોતાની સલામતી ખાતર યુરોપની વ્હારે નહિ આવે. આ નીતિને પાર પાડવા માટે દ’ગાલે જર્મ
શ્રી મુખઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નલ: ૨૦ નયા પૈસા
દેશપરદેશના રાજકારણનું
વિશ્લેષણ
"
[ “ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિ ” એ વિષય પર શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશ્રાયે સંઘના કાર્યાલયમાં તા. ૬–૭૧૬૩ના રોજ શ્રી ચીમનલાલભાઈ ચકુભાઈ શાહનું જાહેર વ્યાખ્યાન યાજાયું હતું તેની નેધ અત્રે આપી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિથી યથાયોગ્ય રીતે માહિનગાર રહેવામાં આ પ્રવચન ઉપયોગી થઈ પડશે એવી આશા છે. મંત્રી] આપણે ફેબ્રુ આરી માસમાં છેલ્લાં મળ્યા ત્યાર પછીની આંતર- નીના સાથ લેવા શરૂ કર્યો છે અને ફ્રાન્સ અને જર્મની એક બને તે રાષ્ટ્રીય પરિસ્થિતિનું અવલાકન કરીશું તેં આપણને લાગશે કે આંતર- બેલ્જીયમ, હોલાન્ડ, વગેરે દેશને પણ આ યોજનામાં જોડાવું પડે જ. રાષ્ટ્રીય પરિસ્થિતિ હળવી બની છે. આપણે પ્રથમ પશ્ચિમના દેશોનું અવલાકન કરીએ.
દ’ગાલ પોતાની માન્યતાને અમલી બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે દ’ગાલની એ માન્યતા ખોટી છે તે બતાવવા કેનેડીએ યુરોપના પ્રવાસ શરૂ કર્યો. આ પ્રવાસ એવા વાતાવરણમાં શરૂ થયા હતો કે તે માટેનું વાતાવરણ અનુકૂળ કહેવાય નહિ, કેમ કે યુરોપમાં કોઈ પણ દેશના વડાની સ્થિરતા નથી, કોઈ તેના સ્થાન પર નિશ્ચિત નથી. આ સંજોગામાં તેમના પર ઉપજાવેલી અસર સ્થાયી બની શકે નહિ. આવું વાતાવરણ હોવા છતાં કેનેડીએ દ’ગાલનું વર્ચસ્વ વધતું અટકાવવા પ્રયાસ શરૂ કર્યો. અને તે પ્રયાસ સફળ થયા એમ અહેવાલા પરથી કહી શકાય તેમ છે. જર્મનીમાં તેમને ઉષ્માભર્યો આવકાર મળ્યા છે. કેનેડીએ જર્મનીના એડેનોર સાથે વાતચીત કરીને અમેરિકાનું દ્રષ્ટિબિંદુ રજુ કર્યું, એટલું જ નહિ પણ, તેના અનુગામીઓ સાથે પણ પરિસ્થિતિની પૂરી છણાવટ કરી. બીજા દેશામાં પણ કેનેડીને ઉષ્માભર્યો આવકાર મળ્યા. “અમેરિકા છેલ્લી ઘડી સુધી યુરોપની પડખે ઊભું રહેશે” એમ ઠસાવવામાં કેનેડી સફળ થયેલ છે તેમ કહી શકાય તેમ છે, અને તેટલે અંશે દ’ગાલની નીતિનો પાયા નિર્બળ બનવા પામેલ છે.
જીવન
અમેરિકા અને બ્રિટન બાબતમાં વિચારીએ તો કેનેડી મૈકમીલનના મીલન બાદ બંને વચ્ચેના મતભેદ ઓછા થયા છે, છતાં બ્રિટનમાં એક વર્ગ–ોન્ઝરવેટીવનો એક પક્ષ—એમ માને છે કે ઈંગ્લાંડ અત્યારે અમેરિકા પર વધારે પડતું પરતંત્ર છે. આટલા મોટા પ્રમાણમાં અમેરિકા પરની પરતંત્રતા બ્રિટન માટે ઈચ્છવાયોગ્ય નથી. આમ છતાં અત્યારની ઈંગ્લાન્ડની પરિસ્થિતિ જોતાં, તે અમેરિકાની વિશુદ્ધ કંઈ પણ કરી શકે તેમ નથી.
બીજી બાજુ અમેરિકા અને રશિયા પરસ્પર નજીક આવી રહ્યા છે તે ચીન કે દ’ગાલને ગમતું નથી, તે બંને દેશો પરસ્પર નજીક આવે તો તેમની પોતાની નીતિ નિષ્ફળ જાય તેમ તેમને લાગે છે.
આ રીતે યુરોપ - વિચિત્ર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલ છે. દ’ગાલની નીતિ સફળ થવાને આધાર દ’ગાલ તેના સ્થાને કેટલા વખત રહે છે અને પોતાનો પ્રભાવ કેટલા જાળવી શકે છે તેના પર છે. અત્યારે તે દ’ગાલને પ્રભાવ ઘણા છે, પરન્તુ અત્યારે એક માન્યતા એવી છે કે તે સત્તા પર પાંચ વર્ષથી વધુ સમય નહિ રહી શકે; એટલે તેની નીતિ સફળ થવાનો આધાર ઉપર કહ્યું તેમ તે કેટલા સમય સત્તાસ્થાને રહે છે અને કેટલા પ્રભાવ જાળવી શકે છે તે પર નિર્ભર છે. રશિયા અને ચીન
રશિયા અને તે ઉગ્રપણે આગળ
top
ચીન વચ્ચે વિચારસરણીના મતભેદ છે અને આવી રહ્યો છે. આ વિચારસરણીના મત