________________
પ્રભુ
અને લઈ રહ્યા છે કે જેઓના હાથમાં સત્તાનું સંચાલન છે. એ અંધ સંસ્થાનું બળ મતબળ છે. આ સ્થિતિએ દેશમાં ભયંકર ભ્રષ્ટાચાર ફેલાવ્યો છે. રાષ્ટ્રીય ચારિત્ર્યના અભાવમાં ચૂંટણી અને મતદાને ચારેબાજુ નબળાઈ પેદા કરી છે, બધાં અનિષ્ટોને આશ્રય આપ્યો છે. ચીની આક્રમણે આપણું પાત ખુલ્લુ કરી દીધું છે. આપણી રાષ્ટ્ર - ભકિત કેટલી ઊંડી છે તેની પ્રતીતિ કરાવી દીધી છે. વાસ્તવમાં જે રાજયપ્રણાલી આજે ચાલી રહી છે તેમાં ચારિત્ર્ય નથી, ઢીલી નીતિ એ જ એના આધાર છે. સત્તા અને સ્વાર્થ - જે વસ્તુ:ત: બન્ને એક જ છે - ને માટે કોઈ પણ કામ પાપ છે જ નહિ. પછી ચારિત્ર્ય કયાંથી આવે ને શા માટે આવે? ચૂંટણીઓ લ્યો. તે કેટલી ખર્ચાળ છે તે કોઈથી અજાણ્યું નથી. કાયદેસરના જે ખર્ચની છૂટ છે તેનાથી તા અનેકગણા વધારે ખર્ચ થાય છે. જે ચૂંટણીને કે ચૂંટાયેલા ખરીદી શકે છે તે રૂપિઆ આપે છે. લેવાવાળા એ પૂછતા નથી કે આ રૂપિયા કયાંથી આવ્યા. કેમકે તેને એ રૂપિયા નથી તે ચૂંટણી ખાતે જમા કરવાના હતા કે નથી તેની રસીદ આપવાની હોતી. આ ઉપરના રૂપિયાના ખેલ ઉપર ને ઉપર ચાલ્યા કરે છે, અને ઉપરથી અમને તે કાંઈ ખબર નથી એમ કહી પ્રમાણિકતાની વાત કરાય છે. રૂપિયાનું આ સાચું સ્વરૂપ છે, પછી તેને લેવાવાળા ભલેને . ગમે તે પ્રકારના આદર્શ ધરાવતા હોય. ફાળાના ચાપડાઓ જો ઉખેળવામાં આવે તો ખબર નથી કે તેમાંથી કેટલી કાળાશ મળી આવે, પણ આ પાપ ઉપર જ ધર્મ અને નીતિનાં ચક્રો ફર્યા કરે છે. આ આધાર પર ચૂંટાએલા પ્રતિનિધિની જવાબદારી કોના પ્રત્યે છે? અને એની એ જવાબદારીને સમજનારા પણ કેટલા હશે? અને જો સમજતા હોય તો એ પૂરી કરવાની યાગ્યતા પણ કેટલામાં છે? જો આજે ભારતમાં કોઈ એવું પદ હાય કે જેને માટે યોગ્યતાના પ્રશ્ન ન ઉઠાવવાના હોય તે તે વિધાનસભા કે લેાકસભાનું સભ્યપદ અને મંત્રી કે ઉપમંત્રીનું સ્થાન છે. આ પદ અપાય છે યોગ્યતા જોઈને નહિં પણ મતો મેળવવાની વ્યકિતની તાકાત ઉપર. આજે શાસન નથી ચાલતું, ચાલે છે મતો રૂપી ચક્રો અને તેને ચલાવનાર છે રૂપિયારૂપી એન્જીન.
આજ ચીની આક્રમણ થયું છે, છતાં રાજનીતિ તો મતો કોણ વધારે મેળવી શકશે તેને અનુલક્ષીને જે ચાલી રહી છે. વર્તમાન સ્થિતિથી ત્રસ્ત થએલા લાકમાનસને સમજી જઈ તેની ફાયદો ઉઠાવી જે પક્ષ અન્ય પક્ષને ફટકો મારી દે તેને લાભ છે. નેતા કે કાર્યકર્તા સંરક્ષણ ફંડ માટે ભાષણ કરીને પેાતાને જેટલા આગળ લાવશે કે જનસંપર્ક સાધશે તે જ તેને ભવિષ્યમાં કામ આવવાવાળી ચીજ છે. રાષ્ટ્રીય સંકટની જવાળામાં બધા પેાતાની રોટલી શેકી રહ્યા છે. દરેક નેતા બચતની વાત કરે છે, પણ બચતની દૃષ્ટિએ મંત્રીઓ કે ઉપમંત્રીઓને ઘટાડવાની વાત આવે છે તો તે એમ ને એમ ઊડી જાય છે. કોણ આ સંખ્યા ઘટાડે? તેના વિના મુખ્ય મંત્રી કેવી રીતે ટકી શકે? અને આ બચતયોજનાઓને નામે ભરાયેલી સભાના પ્રમુખસ્થાન માટે કે ઉદ્ઘાટન માટે કેટલા ખર્ચ કર્યો તેના કોઈએ હિસાબ રાખ્યા છે ખરો? છાપામાં છબી આવ્યા વિના આવાં કામે થયાં છે ખરાં? મને ખબર છે કે, છાપાઓમાં છબી આવે તે માટે સંરક્ષણ ફંડની રકમ સ્વીકારવા માટે કોઈ મુખ્ય મંત્રી કે ગવર્નર ન આવે ત્યાં સુધી કેટલાયે દિવસ સુધી એ રકમ એમ ને એમ રાખી મૂકવામાં આવી છે. છાપામાં ફોટા આવે તો જ એ ફંડની સાર્થકતા છે ને ? માટી વ્યકિતના આગમન માટે ફંડની રકમ અટકાવી રાખી—જયારે જવાની કડકડતી ઠંડીમાં ઉઘાડા શરીરે લડી રહ્યા હતા. આપણા
(10)
જીવન
તા. ૧૬-૭-૬૩
રાષ્ટ્રીય ચારિત્ર્યનું આ સ્વરૂપ છે. સંરક્ષણ ફંડ ઉઘરાવવાના પણ કાળાબજારો થયાં કે જેને કારણે કયાંક કયાંક તો રાજ્યસરકારોને ખાસ હુકમે કાઢવા પડયા. જવાનો માટે અપીલા કરી મેળવેલા રકતદાનનું લાહી બજારભાવે વેચાયું એવી હકીકતો પણ આપણે વાંચવી પડે છે.
ચીને અકસ્માત આક્રમણ કરી આપણને ચિન્તામાં નાખી દીધા. તેણે યુદ્ધવિરામ જાહેર કર્યો, આપણને મુંઝવણમાં મૂકી દીધા. હવે ચિન્તા ઓછી પણ ચિન્તન વધારે કરવાની જરૂરત છે. જીવનના દરેક ક્ષેત્રમાં પર પરાગત લદાયેલા બાજને હટાવી દઈ, ઈતિહાસના પ્રખર સત્યને સમજી, આપણા આદર્શ, નીતિ અને કાર્યોનું ફેરમૂલ્યાંકન કરવું જરૂરી છે. ઉપરછલ્લા કામથી નહિ ચાલે. મૂળમાં ઊંડા ઉતરવું જોઈશે. નહિં તે જે થયું છે તે જ થયા કરવાનું છે.
પાછલા બે અઢી મહિનામાં જે ઉત્સાહ દેશમાં દેખાતા હતા તે ઠંડો પડી ગયા છે. જેમ જીવન ચાલતું હતું તેમ ચાલ્યા કરે છે. આપણા દષ્ટિકોણ કે સ્વભાવમાં શું ફેર પડયો? હૃદયને પૂછીએ કે ગઈ કાલની ભૂલો આજે સુધારી ખરી? રાષ્ટ્રીય ચારિત્ર્ય નિર્માણ કરવા શું કર્યું? શું વિચાર્યું? જે ખોખરા સિદ્ધાંતોને ભભકભર્યું રૂપ ` આપી. આપણે પોતાની જાતને-પેાતાને દગા દીધા છે એને આજે પણ આપણે છોડી શકયા છીએ? જે આદર્શના તાણાવાણા જીવનની વાસ્તવિક ભૂમિકાને સ્પર્શતા ન હોય તેવા આદર્શોના ગુણગાન ગાઈ છાપાઓની સંખ્યા વધારી, ફાઈલ વધારી, પણ જીવનમાં કંઈ ન વધ્યા. નોકરશાહીને બદલે નેતાશાહી પેદા કરી જે વધારે અક્ષમ્ય, અયોગ્ય અને અનાચારી છે. નાકર કયારેક પણ ડરતા'તા પણ નેતા તે ડરાવ્યા જ કરે છે.
આજે લેાકશાહીના વાસ્તવિક પ્રકોપ પ્રગટ થવા જોઈએ. આજ સુધી દેશમાં જે કંઈ ચાલી રહ્યું છે તેને તદન બદલી નાખીને આપણે આગળ વધવાનું છે. આપણે ચોકકસ આગળ વધવું છે, ચીનને ભગાડવું છે, અને આપણી આદતો પણ બદલવી છે. આ બધું કરવા માટે એ અગ્નિસ્નાનમાંથી પસાર થઈ આપણી બધી દુર્બળતાઓ દુતિઓને તેમાં જલાવી દઈ બહાર નીકળવાનું છે. આંખો બંધ કરી સ્વર્ગ જોયા કરવું, અને બીજાઓએ કરેલી સ્તુતિથી આનંદવિભા બનવું એ આદત આપણે છોડવી જોઈશે. આ દેશનું એ એક મોટું દુર્ભાગ્ય છે કે રસ્તે રસ્તે ને ગલીએ ગલીએ આદર્શવાદીઓની ભીડ જામી છે કે જેઓ અતીત, અનાગત અને વર્તમાનના આદર્શ ગળુ ફાડી ફાડીને ઉચ્ચાર્યા કરે છે. એક આદર્શ બીજા આદર્શ સાથે અથડામણમાં આવે છે ને મતિભ્રમ ઉત્પન્ન થાય છે. પણ નેતાઓને તા આવું ગળું ફાડીને બાલનારાઓની જરૂર જ છે. એ તો બધા સાથે બાંધછોડ કરી પોતાના રથ ચલાવ્યે રાખે છે. રોજ રોજ કાપડની મિલાના લાઈસન્સો આપ્યું રાખે છે અને ખાદીની પૂજા પણ કરે છે. કેમકે તેના સિંહાસનની એક બાજુએ તેને મિલમાલિક ને મજૂરોનો ખપ છે, તે બીજી બાજુએ ખાદીરસેવક ને કારીગરો પણ ખપ છે. બન્ને તંત્રની કઠપુતલીઓ છે. જનતા શું સ્વીકારે ને શું ત્યાગે ? જવાબ નથી. કેવળ ભ્રમણા છે. તો આ અભૂતપૂર્વ સંકટ શું આપણને અભૂતપૂર્વ ચિન્તન કરવાની પ્રેરણા આપશે? ઉપર જણાવેલા મહાનતાના ભારથી લદાએલા આપણા અવાસ્તવિક આદર્શોની ભૂલભૂલામણીમાંથી બહાર નકીળી શત્રુને હ ંમેશને માટે દૂર કરી આપણા વાસ્તવિક જીવનના ઈતિહાસ રચી શકીશું ખરા?
અનુવાદ: મેનાબહેન નરોત્તમદાસ મૂળ હિંદી: ભંવરમલ સિંઘી
માલિક શ્રી મુંબઈ જૈન યુવક્ર સધ; મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજીસ્ટ્રીટ, મુંબઈ ૩ મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુ`બઈ.