________________
પ્રભુ જીવન
તા. ૧૬-૧-૬૩
અનેક બાબતો સિદ્ધ થઈ છે—આ કારણે હું Mystery ની એક પ્રકારની ગૂઢતાની—અકળતાની-લાગણી અનુભવું છું. પણ આ બધી બાબતોમાં ઈશ્વરને જ હાથ રહેલા છે.
મારું આ જીવનસાહસ માત્ર રસપ્રદ નીવડયું છે એમ નથી. તે માનવી હૃદયની ઉષ્માની અનુભૂતિઓથી પણ ભરેલું બન્યું છે. સમસ્ત જીવન દરમિયાન, ઈશ્વરે મને મિત્રા આપ્યા છે જેમના નિશ્ચળ વિશ્વાસે અને સહકારે મારા કાર્યને હળવું બનાવ્યું છે, યુવાન ભાઈઓ તથા બહેનો આપેલ છે જેમણે માત-પિતાને યોગ્ય એવા પ્રેમ આપીને મારા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે, અને એવું કુટુંબ આપ્યું છે કે, જે મારી આસપાસ ચિંતા અને આદરપૂર્વક એક્સરખું વિંટળાયેલું રહ્યું છે. આ બધા માટે હું સૌ કોઈના અત્યંત ઋણી છું.
ત્રણ સન્નારીઓ જેમણે મને અમાપ પ્રેમ અને નિષ્ઠાનો અનુભવ કરાવ્યો છે, જેમના મને યોગ થયો ન હોત તો મારૂ જીવન જે જેવું હતું અને છે તે તેવું કંદ પણ બન્યું નહોત:
પહેલી સન્નારીએ મને જન્મ આપ્યો અને મારા શરૂઆતના ઓગણપચ્ચાસ વર્ષની ઉમર સુધી વિરલ એવા શાણપણ અને વાત્સલ્યપૂર્વક મારા જીવનનું ઘડતર કર્યું, મને માર્ગદર્શન આપ્યું. બીજા સન્નારીએ અજોડ એવા આત્મસમર્પણ પૂર્વક સંઘર્ષ અને સફળતાથી ભરેલા શરૂઆતનાં વર્ષોમાં મને પૂરો સાથ અને સહકાર આપ્યા.
અને છેલ્લી સન્નારી એવા ઐક્યની ભાવનાપૂર્વક મારી મથામણ અને સિદ્ધિઓની ભાગીદાર બની કે જે ઐક્યની મે નવલકથાઓમાં કલ્પના કરી હતી, પણ જેનો જીવનમાં સાક્ષાત્કાર કરવાની બહુ ઓછી આશા રાખી હતી. મને તેનું પ્રદાન કરીને ઈશ્વરે મારા સુધિત આત્માને જોઈતું સત્ત્વ આપ્યું છે અને વર્ષોના વહનને આનંદયાત્રાસમું બનાવી દીધું છે.
જીવનના આ સાહસને અપૂર્વ સૌન્દર્યથી અંકિત એવી એક બાજુ પણ છે. વાસ્તવિક દુનિયાની સાથે સાથે, હું મારી પોતાની દુનિયામાં જેમાં બીજા કોઈની ભાગીદારી નથી. ૧૯૧૦ની સાલથી આજ સુધી હું વસી રહ્યો છું, વિચર્યો છું—એ દુનિયા કે, જેમાં વૈદિક અને મહાભારત કાળના સમર્થ મહામાનવા અને મહાન સ્ત્રીઓ વસેલી છે:
વસિષ્ટ, વિશ્વામિત્ર, પરશુરામ, અગસ્ત્ય અને લેાપામુદા, કૃષ્ણ અને રૂક્ષ્મણી, બલરામ અને ઉદ્ધવ.
ગુજરાતના ચાલુક્ય યુગના સુવર્ણકાળનાં સ્રીપુરુષો: મુંજાલ, કાક, રા' ખેંગાર, રાણક, મંજરી, ચૌલા, બડા મહારાજ,
તેમની જીવનપ્રક્રિયા, રીતભાત અને સાહસેાને મારી નબળી એવી વાણીમાં ઉતારવાના—મૂર્તિમંત કરવાના પ્રયત્નમાં મને જીવન સાક્ષ્યના અનુભવ થયા છે. માનવીના સ્મરણપટ ઉપર તેઓ અંકાયલાં રહેશે કે કેમ તેની સાથે મને કોઈ નિસબત નથી, પણ હું તેમના સુખ-દુ:ખનો, આનંદ--વિષાદના ભાગીદાર બન્યો છું. અને તેને લીધે મારૂ જીવન સૌન્દર્યના પ્રતિક સમા ધનુષ્યના સમ રંગા વડે રંગાતું રહ્યું છે. આછા વધતા અંશે, જે સ્વપ્નાઓ અને જે આદર્શોએ મને પ્રેરણા આપી છે તે સ્વપ્નો અને આદર્શો, મને લાગે છે કે, ભારતની સનાતન અને સદાનૂતન એવી સભ્યતા અને સંસ્કૃતિને ટકાવી રાખવા માટે પણ એટલાં જ મહત્ત્વનાં છે. અને આપની અનુમતિપૂર્વક મને એ આશા વ્યકત કરવા દો કે, મે જે કાંઈ વિચાર્યું છે અને અમલમાં મૂક્યું છે તે પાછળ રહેલી પ્રેરણા જે મારા સીધા સંપર્કમાં આવ્યા છે તેમને જ માત્ર નહિ, પણ તેમના સંબંધમાં બીજા જે કોઈ ભવિષ્યમાં આવશે તેમને પણ સચેતન, સક્રિય બજાવશે—મે પણ Inspiration ની—પ્રેરણાની ક્ષણા અનુભવી છે, જેમકે જ્યારે આપણી સંસ્કૃતિના હાર્દનું મને તપમાં એટલે કે મન અને શરીરને પવિત્ર રાખવાના સતત પ્રયત્નમાં અને ઈશ્વર-પ્રણિધાનમાં એટલે કે ઈશ્વરની ઈચ્છાનું સંપૂર્ણ શરણ સ્વીકારીને તેના સાનિધ્યમાં સતત રહેતા શિખવામાં દર્શન થયું છે. અને એ ક્ષણેામાં, હું નમ્રતાપૂર્વક એ શિખ્યો છું કે, તેની ઈચ્છા કેવળ આપણા જીવનસાહસને અને તેના પરિણામને નકકી કરે છે; આપણે તો માત્ર તેના સાધન છીએ, હથિયાર છીએ.
એ શ્રદ્ધાપૂર્વક હું આજસુધી જીવ્યો છું અને હવે પછી જીવવા માંગું છું. અને જયારે તેના હુકમ આવે ત્યારે હું અહિંથી વિદાય લેવાને અને સમાનધર્મી આત્માઓને આદરેલું કામ આગળ ચલાવવા માટે સુપ્રત કરવાને તૈયાર છું.
એકવાર ફરીથી હું ઈશ્વરના અને આપ સર્વના ઉપકાર માનું છું.”
', ', '
પ્રકીણ નોંધ
શ્રી ભારતીય વિદ્યાભવનનો રજત મહોત્સવ
૧૮૧
શ્રી ભારતીય વિદ્યાભવને તાજેતરમાં ૨૫ વર્ષ પૂરાં કરીને ૨૬મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ પ્રસંગને અનુલક્ષીને મુંબઈ ખાતે એક બહુ મોટા પાયા ઉપર ભવનનો રજત મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. અને આ રજત મહોત્સવના અનુસધાનમાં ગયા ડિસેંબર માસની ૨૦મી તારીખથી ૩૧મી તારીખ સુધી એમ બાર દિવસના એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ગેાઠવવામાં આવ્યો હતા. આ કાર્યક્રમ, ભારત ઉપર ચીની આક્રમણના કારણે દેશભરમાં ઉભી થયેલી ત ંગદિલીને ધ્યાનમાં લઈને, શકય તેટલા સાદી રીતે ઉજવવામાં આવ્યા હતા. તેની સાથે કોઈ ભાજનસમાર ંભા કે રોશનીના ઠાઠમાઠ જોડવામાં આવ્યો નહોતો. આમ છતાં સાંસ્કૃતિક જિજ્ઞાસા અનુભવતા મુંબઈના નરનારીઓ માટે બાર દિવસને આ મહાન ઉત્સવ એક Feast જેવા—ઉજાણી સમાન— હતો. આ રજતમહોત્સવનું ઉદ્ઘાટન ભારતના રાષ્ટ્રપતિ ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ના હાથે કરવામાં આવ્યું હતું. તેના ભવ્ય કાર્યક્રમમાં સ્વામી અખંડાનંદ સરસ્વતીના ઉપનિષદ ઉપર ૬ વ્યાખ્યાન, શ્રી ચક્રવર્તી રાજગોપાલાચાર્યનાં ૩ વ્યાખ્યાનો, ડૉ. સંપૂર્ણાનંદના ૩ વ્યાખ્યાનો, અને સ્વામી રંગનાથાનંદના ૩ વ્યાખ્યાનનો સમાવેશ થતા હતા. ૨૯મી તારીખે સાંજે ચીની આક્રમણ અને તેના ભારત ઉપર પડનારા આઘાત—પ્રત્યાઘાત ઉપર એક સીમ્પોઝિયમ-ચર્ચા-સંમેલન ગાઠવવામાં આવ્યું હતું, જેમાં કાર્ડિનલ ગ્રેશિયાસ, સર સી. પી. રામસ્વામી આયર, ડૉ. ભગવતી, શ્રી જયરામદાસ દોલતરામ, તથા સ્વામી રંગનાથાનંદે ભાગ લીધા હતા અને ડૉ. કનૈયાલાલ માણેકલાલ મુનશી પ્રમુખસ્થાને બિરાજ્યા હતા. તા. ૩૦મી ડિસેમ્બરની સાંજે શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીની ૭૬મી વર્ષગાંઠને અનુલક્ષીને નેશનલ સ્પોર્ટસ કલબ ઔફ ઈન્ડિયાના ચોગાનમાં ડૉ. સી. પી. રામસ્વામી આયરના પ્રમુખપણા નીચે એક ભવ્ય ઉઘાપનસમારંભ ગોઠવવામાં આવ્યો હતો. આ રીતે ભારતીય વિદ્યાભવને છેલ્લાં ૨૫ વર્ષમાં જે વિકાસ સાધ્યો છે અને એક મહાન વટવૃક્ષ માફક ભારતના મુખ્ય મુખ્ય નગરોમાં તેની વડવાઈએ મૂળ નાંખી રહી છે અને નવાં નવાં કેન્દ્રો ઊભાં થઈ રહ્યાં છે, અને એ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ભિન્ન ભિન્ન ક્ષેત્રે તે જે પ્રવૃત્તિઓ ચલાવી રહેલ છે અને સાથે સાથે ઉત્કૃષ્ટ કોટિનાં સંખ્યાબંધ પુસ્તકોનું તે દ્વારા પ્રકાશન થઈ રહ્યું છે—આ સર્વને અનુરૂપ એવા રજત મહોત્સવ ગયા ડિસેમ્બર માસના આખરના દિવસેામાં ઉજવાયો હતો અને તેમાં ભાગ લેવાનું જેને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું તેના ચિત્ત ઉપર અનેક મીઠાં મધુરાં સ્મરણા—સંસ્કારો મૂકી ગયા હતા. આવા ભવ્ય સમારોહ યોજવા માટે ભારતીય વિદ્યાભવનના પ્રમુખ સંચાલક શ્રી. કે. એમ. મુનશીને અને તેમના સહકાર્યકર્તાઓને અનેક ધન્યવાદ ઘટે છે.
ધ યુદ્ધ અને અહિંસક યુદ્ધ વચ્ચેના તફાવત
જ્યારે કેવળ સત્તાના જોરે અને કેવળ અન્યાય—અધ ભાવનાથી પ્રેરિત બનીને કોઈપણ એક દેશ અન્ય દેશ ઉપર અથવા તો કોઈ પણ એક સમુદાય અન્ય સમુદાય ઉપર આક્રમણ કરે ત્યારે આક્રમણના ભાગ બનતા દેશ કે સમુદાયને જે પ્રતિકાર કરવા પડે તેને સાધારણ રીતે ધર્મયુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે પાંડવ—કૌરવ વચ્ચેના સંઘર્ષમાં કૌરવાના પક્ષે અન્યાય હતા અને અધર્મ હતા એમ આપણે માનીએ છીએ અને તેથી પાંડવોના કૌરવ સાથેના યુદ્ધને આપણે ધર્મયુદ્ધ તરીકે વર્ણવીએ છીએ. આજના સંદર્ભમાં ચીની આક્રમણને પણ આપણે આ જ દ્રષ્ટિથી
* * *