________________
૧૮૦
પ્રબુદ્ધ જીવન
કશી પણ લાયકાત સિવાય માણસા ધન રળે છે—આવી. વ્યાપારી દુનિયાના હું સીધા સંપર્કમાં આવ્યો.
જેના અવલંબન વડે અત્યંત ગૂઢ એવી હોશિયારીથી અથવા તા .ધંધા-વ્યવસાયના કાયદા કાનૂન અને નિયમ અંગેની સહજ એવી સૂઝ વડે ધન રળવામાં આવે છે એવા એક પણ ધંધા કે વ્યવસાય નથી કે જેના સીધા સંબંધમાં, એક વકીલ તરીકે, મારે આવવાનું બન્યું ન હોય. આ દુનિયાના પરિચયે સમર્થ, કુશળ, ઉદાર એવા અનેક મિત્રા મને આપ્યા. તેમનામાંનાં કેટલાકે, જે ઉમળકાથી "શ્રી કૃષ્ણ, શામળશા તરીકે, `નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી હતી, તેવા જ ઉમળકાથી તેમની સમક્ષ મૂકાયેલી મારી માગણીઓને મંજૂર કરી હતી.
શહેરનાં પુસ્તકાલયા સાહિત્યવિષયક અને સંશાધન— પરાયણ દુનિયાનું મને દર્શન કરાવ્યું, કેટલાંક નવોદિત વિદ્યાપ્રિય માનવીઓએ મને ગુજરાતીમાં લખવાનું પ્રોત્સાહન આપ્યું. તેના પ્રેસે અને સામયિકોએ મને તે વખતે બહુ જરૂરી એવી આર્થિક રાહત આપી, અને પ્રૂફ જોવાની, અગ્રલેખા અને બીજાં લખાણા લખવાની અને નવલકથાઓ નિર્માણ કરવાની મને સગવડ આપી, સમય પાક્યા ત્યારે, એવા ઘણા મિત્રા હતા કે, જેમના આદરભાવે સાહિત્ય દ્વારા મારા આત્માને અભિવ્યકત કરવાની દિશાએ વધારે ને વધારે આગળ વધવાની, ઊંચે ઉઠવાની મને પ્રેરણા આપી હતી.
મુંબઈના રાજકારણી જીવને મને જાહેર સેવા તરફ આકર્ષ્યા, તેના રાજકારણી આગેવાનામાંના કેટલાકે મને સ્વાતંત્ર્ય પ્રાપ્તિની ઝુંબેશ તરફ વાળ્યો, મુંબઈની ભાવનાશીલ અને શ્રદ્ધા-પ્રધાન પ્રજાએ મને આત્મભાગના કાંટાળા માર્ગ તરફ આકર્ષ્યા.
૧૯૩૦-’૪૦ ના ગાળામાં મુંબઈની યુનિવર્સિટીએ મારી માતૃ સંસ્થાએ-મને ઉચ્ચ શિક્ષણના કાર્યપ્રદેશ અંગે અને તેને લગતી ટેકનિક અંગે દ્રષ્ટિ આપી સુઝ આપી, ઉગતા યુવાનોનાં માનસ અને ચારિત્ર્ય કેમ ઘડાય છે તેને લગતાં રહસ્યો મારી સમક્ષ ખુલ્લાં કર્યાં અને ‘ શીલવ્રતાં શ્રુતં શ્રુત એટલે જ્ઞાનનું ફળ શીલ અને વ્રત છે આ પ્રકારનું જ્ઞાન આપવાની દિશાઓ પ્રયોગો કરવાની મારામાં પ્રેરણા નિર્માણ કરી.
આ રીતે, મુંબઈ મારા જીવનને ઘડનારી શાળા બની હતી. તેણે મને માર્ગ દેખાડયા હતા અને કામ કરવાને અવકાશ આપ્યો. એ મારા માટે સ્પ્રીંગ બોર્ડ સમાન-કૂદકો મારવાના પાટિયા સમાનબની હતી, જ્યાંથી મે જીવનના અનેક સાહસેામાં ઝંપલાવ્યું હતું.
જે કોઈ સિદ્ધિઓનો આપે મને યશ આપ્યો છે તે, હું ફરીથી જણાવું છું કે, મારી નથી. હું ભારતીય પુનરુત્થાન Indian Renaissance ના જોષભેર વહેતા પૂરમાંથી ફેંકાયેલી એક છીપ જેવા છું. જેમણે મને વેગ આપ્યો અને દિશા દેખાડી તે તેના મારા મહાન ઘડવૈયા હતા: દયાનંદ સરસ્વતી, જેમણે મારામાં આપણી પુરાણી જાતિ અને અમર સંસ્કૃતિ વિષે મને ગૌરવ અનુભવતો કર્યો; બંકિમચંદ્ર, જેમણે મારી સ્વૈરવિહારી કલ્પનામાં નવી દુનિયાની શોધમાં જવાની તમન્ના જગાડી; શ્રી અરવિંદ, જેમણે મારામાં ભારત માતા—સનાતન માતા વિષે ભકિતભાવ જાગૃત કર્યો, અને આધ્યાત્મિક સાધના અંગે માર્ચમાં તીવ્ર આકાંક્ષા પેદા કરી. પછી ગાંધીજી આવ્યા; તેમણે જેની પ્રાપ્તિ માત્ર સમર્પિત જીવન દ્વારા જ થઈ શકે તેમ છે તેવાં રાષ્ટ્રીય મહાનાં અવનવાં સાપાને રજૂ કર્યાં.
Indian Renaissance ને -- ભારતીય પુનરુત્થાનને, આપ જાણેા છે કે, રાજકારણી, સાંસ્કૃતિક, ધાર્મિક અને આધ્યાત્મિક એવી અનેક બાજુઓ છે. હું તે સર્વથી મુગ્ધ બન્યા હતા અને તેની અભિવ્યક્તિનું નબળું અને અપૂર્ણ—એવું
તા. ૧૬-૧-૬૩
પણ એક વાહન બનવાના મનોરથ સેવતા થયા હતા.
કશા પણ ખ્યાલ વગર, હું રાજકારણી સંઘર્ષના ક્ષેત્રમાં ઘસડાયા હતા, જેલમાં ગયા હતા, પ્રાદેશિક ધારાસભામાં, બંધારણ સભામાં અને લાસભામાં મે' પ્રવેશ કર્યા હતા, મહત્ત્વભર્યા અધિકારો મને હસ્તગત થયા હતાં.
એવી જ રીતે હું રોમાન્સના—સ્વૈરવિહારના ક્ષેત્ર તરફ વિચરતા થયા હતા અને જે રહસ્યોએ ભારતીય સંસ્કૃતિને આટલું બળ અને ટકી રહેવાની તાકાત આપી હતી તે ગૂઢ રહસ્યોની ખાજ તરફ ખેંચાયા હતા.
મારા જીવનની પાછળ દ્રષ્ટિ કરતાં, મને તે એક સાહસ જેવું લાગે છે. આ સાહસ ક્ષણ બે ક્ષણ ઝબકારા મારતા કોઈ ખરતા તારા જેવું નહિ, પણ અનેક રંગાથી ભરેલા એવા એક ચિત્રપટ જેવું લાગે છે. જ્યારે તે પેાતાના અંત સમીપ જઈ રહ્યું છે. ત્યારે, એક વહેતા પ્રવાહના કિનારા ઉપર ઊભા રહીને જોતા હોઉં એવી રીતે, હું મારા જીવનને નિહાળી રહ્યો છું. એમ કહું કે આ ‘મારું' સાહસ છે તે તે અહંકાર--સૂચક લેખાય. આશાઓ અને નિરાશા, સફળતા અને નિષ્ફળતાઓ, જે મારા માર્ગમાં આવી અને ગઈ તે મારી નહોતી; તે તા ઊંચે રહેલી શક્તિની ઈચ્છાની અભિવ્યકિત રૂપ હતી.
આમ છતાં પણ, આ મારૂં જીવનસાહસ સતત રસપ્રદ બનતું રહ્યું છે, પંચાતર વર્ષ જેટલાં લાંબા પટ ઉપર પથરાયલા તે જીવનમાં અનેક રોમાંચા નિર્માણ થયાં છે. બંગાળના ભાગલા થયા અને ઉદા. રાષ્ટ્રવાદને— Militant Nationalism નો ઉદય થયો ત્યારે, હામ રૂલની હીલચાલના અને લોકવ્યાપી જાગૃતિના ઉદ્ભવ થયો ત્યારે, બારડોલી સત્યાગ્રહ વખતે અને અહિંસક પ્રતિકારના જન્મ સમયે, આઝાદીનો જન્મસિદ્ધ હક્ક હાંસલ કરવા માટે લોકો હજારોની સંખ્યામાં જેલવાસી બન્યા ત્યારે, વિરાટ સભાઆમાં દેશભકિતની ભાવનાથી ક્ષુબ્ધ બનેલા હજારો —લાખા માનવીઓ એકઠા થતા હતા ત્યારે, રાજ્યની ધુરા વહન કરવાની અને દેશભરમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી આવી ત્યારે, અંગ્રેજોએ આપણને સત્તાની સોંપણી કરી અને પૂરી કસોટી અને યાતનાની વૈતરણીમાંથી આપણને પસાર થવું પડયું ત્યારે, બંધારણ સભાની ભવ્ય કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે, ખટપટ અને અનેક ભયસ્થાનોથી ભરેલા હૈદરાબાદના પ્રકરણમાંથી આપણે પસાર થયા ત્યારે સર્વ મારા માટે અદ્ભૂત રોમાંચના પ્રસંગા' હતા, જેનું સ્મરણ પણ મને આજે રોમાંચનો અનુભવ કરાવે છે.
આવા જ રોમાંચ-આધ્યાત્મિક ક્ષેાભ—હું તાજેતરમાં અનુભવી રહ્યો છું, જ્યારે ચીની આક્રમણના પડકાર રૂપ રાષ્ટ્રના પ્રતિકારાત્મક નિશ્ચયનું વિરાટ આંદોલન—ભારતના ઈતિહાસમાં પૂર્વે કદિ જોવામાં આવ્યું નહોતું તેવું દેશભરમાં ચોતરફ ફેલાઈ રહેલું માલુમ પડે છે. મને કોઈ શક નથી કે, પ્રતિકાર કરવાની નિશ્ચયાત્મક વૃત્તિ જે દેશ આખામાં વિકસી રહી છે તે આપણી માતૃભૂમિને પહેલાં હતી તે કરતાં વધારે મહાન અને વધારે બળવાન બનાવશે.
મને સંતાષ થાય છે કે, આપણા સામાજિક જીવનમાં થયેલી વિસ્મયજનક ક્રાંતિ જેણે આપણી સ્ત્રીઓને બંધનમુક્ત બનાવી છે અને અસ્પૃશ્યતાના અનિષ્ટને નાબૂદ કર્યું છે તે સામાજિક ક્રાંતિના નિર્માણ સાથે તેમ જ વિદ્યા .અને સંસ્કૃતિનાં ધામે—જેમાંનું ભારતીય વિદ્યા ભવન એક છે—ઊભાં કરવાને લગતા સર્જનાત્મક અને સહકારી પુરુષાર્થ સાથે સક્રિયપણે જોડાયેલા હેાવામાં મે મારા જીવનની ફળસભરતા અનુભવી છે.
સાથે સાથે, એવી કેટલીએ બાબતા છે કે, જેની યોજના કરવા છતાં ઊંધી પડી છે અને નહિ યોજાયેલી યા કલ્પાયેલી એવી