________________
તા. ૧૬-૧-૬૩
પ્રભુ દ્ધ જીવન
૧૭૯
*
સતત ચિન્તા સેવતા રહો છોઆ બન્ને કારણોને લીધે આપ કોઈ વિશાળ કુટુંબના મુખી–મુરબ્બી હો એવી આભાનું આપનામાં દર્શન થાય છે.
પોતાની રાજગાદીને ત્યાગ કરતાં ઈંગ્લાંડના અાઠમા એડવર્ડે દર્દપૂર્વક પિતાના ભાઈને લખ્યું હતું કે, “મારી સરખામણીએ તમને એક વિશેષ લાભ છે...ઊંડા પ્રેમથી ચાહતી એવી પત્ની સાથે સુખપૂર્ણ ગૃહસ્થજીવન તમે ભોગવી રહ્યા છે. મને લાગે છે કે, જે સ્ત્રીને હું ચાહું છું તેના સાથ વિના રાજા તરીકેની જવાબદારી હું સંભાળી શકું તેમ નથી.” જાહેર જીવનને વરેલી વ્યકિતના જીવનમાં પોતાને સમજૂતી અને ચાહતી પત્ની કેટલું મહત્ત્વને અને અર્થપૂર્ણ ભાગ ભજવી શકે છે તે આ કિસ્સા ઉપરથી આપણને માલુમ પડે છે. આ બાબતમાં, જેમનામાં લાવણ્ય અને ઉપાસના
છે અને જેમણે આપને જીવનના એક ભાગીદાર તરીકે આપના • રાવ કાર્યોમાં, પૂરો સાથ અને સહકાર આપેલ છે એવાં શ્રીમતી લીલાવતીબહેનને જીવનસાથી તરીકે આપે પ્રાપ્ત કર્યા છે એ આપનું પરમ સદ્ભાગ્ય છે. 1, જે કલ્યાણ--ગુણો વડે આપના પરિચયમાં આવેલ સૌ કોઈના આપ પ્રેમપાત્ર બની શક્યા છે તે ગુણોનું વધારે વિવરણ કરવાની જરૂર નથી. આજે અહીં આ જે સંમેલન એકત્ર થયું છે, તે આપની પ્રત્યે આદર અને સ્નેહ વડે આધિત થયેલા અનેકના દિલમાં જે પ્રેમ અને સદ્ભાવ આપે પેદા કર્યો છે તેનું સાક્ષીરૂપ છે. આ જે પ્રેમ અને સદ્ભાવ આપની તરફ વહી રહ્યો છે તે માટે આપના બીજા અનેક ગુણો કરતાં એક ગુણ જેને આપના જીવનના શાસક સિદ્ધાંત તરીકે આપે સ્વીકાર્યો છે તે સવિશેષ જવાબદાર છે. આ ગુણ ઉપનિષદમાં જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે છે તેના ચાર મૂનીયા:- ત્યાગ કરીને ભાગ.' આ ત્યાગની ભાવના વડે આપનું જીવન શાસિત બન્યું છે અને જ્યારે આપે તાજેતરમાં જ ભવનને આપની બાકી રહેલી સૌથી છેલ્લી સ્થાવર મિલ્કત અર્પણ કરી ત્યારે આપની આ ત્યાગભાવના પૂર્ણ રૂપે અભિવ્યકત થઈ છે.
માન્યવર મહાશય, આપની આ ૭૬ મી વર્ષગાંઠના દિવસે ભારતભરમાં વસતા આપના મિત્રો અને પ્રશંસકોની વતી આપને અમારી સ્નેહભરી શુભેચ્છાઓ નિવેદિત કરું છું અને અર્થસભર જીવનની સવગી પરિપૂતિની દિશાએ વર્ષો સુધી આપનું આરોગ્ય અને બળ સુરક્ષિત રહે એવી પરમાત્માને પ્રાર્થના કરું છું.
આમ કરતાં, આપને જેના વિષે પક્ષપાત છે એવા વ્યાસ મુનિના-અમરત્વની ખાત્રી આપતા--પ્લેકનું ઉચ્ચારણ કરવું સમુચિત ધારું છું. તેમણે કહ્યું છે કે :
વિવં સ્મૃતિ મૂમ ૨, જ્ઞ: પુર્ણાહ્ય જનતા ' यावत् स शब्दो भवति, तावित् पुरुष उच्यते ।। પુણ્યકર્મની કીતિ પૃથ્વી ઉપર ફેલાય છે અને સ્વર્ગ સુધી
A પહોંચે છે. એ કીર્તિ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એ પુરુષ જીવે છે.”
' ત્યાર બાદ મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી એચ. વી. પતાસકર, મહારાષ્ટ્ર હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી એચ. કે. રૌનાની, આસામના ભૂતપૂર્વ રાજ્યપાલ શ્રી જયરામદાસ દોલતરામ, મહારાષ્ટ્ર રાજ્યના અર્થસચિવ શ્રી. એસ. જી. બર્વે, બનારસ હિંદુ યુનિવસિટીના વાઈસ-ચેન્સેલર શ્રી એન. એચ. ભગવતી તથા વિધાનપરિષદના સભ્ય શ્રી મેઈનુદીન હેરીસે ર્ડો. કનૈયાલાલ માણેકલાલ મુનશીને પ્રસંગોચિત શબ્દોમાં ઊંડા ભાવભરી અંજલિ આપી. જન્મ મહોત્સવ સમારોહ સંમેલનના પ્રમુખ ડે. સી. પી. રામસ્વામી આયરે ઉપસંહાર કરનું પ્રવચન કર્યું અને ત્યાર બાદ ર્ડો. કનૈયાલાલ મુનાશીએ નીચે મુજબ આભારપ્રવચન કર્યું.
શ્રી મુનશીનું આભારનિવેદન “ આજના પ્રસંગે જે મિત્રોએ મારા વિષે આટલા બધા સદ્ભાવભર્યા ઉદ્ગારો રજૂ કર્યા છે. તેમના માયાળુપણામના કારણે
તેમ જ આજે પ્રગટ કરવામાં આવેલ પ્રશસ્તિ ગ્રન્થમાં વિશિષ્ટ કક્ષાના સમાલીન મહાશાએ લખાણ લખીને મારા કાર્યની ઉદારતાભરી કદર કરી છે તે વડે મારૂં ચિત્ત અત્યંત અભિભૂત બન્યું છે, મારું દિલ ભરાઈ આવ્યું છે અને તેથી તેના ઉત્તર રૂપે શું કહેવું તેની મને સૂઝ પડતી નથી.
આમ છતાં પણ અમુક ઉપચારની તો આપણાથી ઉપેક્ષા થઈ શકતી નથી. પણ હું શું કહું? ચોગઠા મુજબના ઉદ્ગારો શુષ્ક ભાવવિહોણા લાગશે. આપને આભાર માનું છું–Thank you એમ કહેવું એ પણ કેવળ ચાલુ ચીલા જેવું ગતાનુગતિક અને સામાન્ય લાગશે. જો મારી રીતે જ કહેવાની મને છૂટ હોય તો હું એટલું જ
હીને સંતોષ માનું કે, “મને આવા માયાળુ મિત્રો મળવા બદલ ઈશ્વરને હું આભાર માનું છું.”
જો મારે બોલવાનું જ હોય તે, આ પ્રસંગે હું અંદરથી જે અનુભવું છું તે જ કહેવાની મને છૂટ હોવી જોઈએ જે કે, આ પ્રકારનું વકતવ્ય ચાલુ ઉપચાર સાથે બંધબેસતું નહિ હોય.
મને એમ લાગે છે: જે કાંઈ હું બોલ્યો છું, મેં લખ્યું છે, અથવા તે સાધ્યું છે, જે રીતે મેં આજ સુધીનું જીવન પસાર કર્યું છે, તે મારા લીધે નથી, પણ મારા સમસ્ત જીવન દરમિયાન જે બળેએ મને ઘડયો છે અને પ્રેર્યો છે તેમને આભારી છે.
આજની જેવા અવસર ઉપર અનેક વિચારો, સંસ્કાર, અને સ્મરણ મારા ચિત્તમાં જાગૃત થાય છે. એવી અનેક અને ભિન્ન ભિન્ન કોટિની વ્યકિતએ અને શકિતઓ છે જેમણે મને જીવનના મહાસાગર ઉપર આમથી તેમ ઉછાળ્યો છે, ધકેલ્યો છે. જીવનનો સમગ્રપણે વિચાર કરતાં તે દરેક વ્યકિતએ અને શકિતએ મારા ઉપર અસર પાડી છે. તે સર્વે એ મારા ઉપર, ઓછી કે વધતી સ્થાયી છાપ પાડી છે અને તેમાંની કેટલીક તે કદી પણ ન ભૂંસાય એવી છે.
સૌથી પ્રથમ, આપણી આ મહાન નગરી—ગીચ અને ગંદા રહેઠાણે, મહાલયો, અને મંદિરોની આ નગરી–જ્યાં દ્રવ્યોપાર્જનના નિમિત્તે હું ૧૯૦૭ ના જૂન માસમાં આવી ચડયો હતો- એવી આ મહાન નગરી પ્રત્યે મારું બહુ મોટું ઋણ છે. તેનું અશાંત ધમાલભરેલું જીવન એક અતિ સામાન્ય, અર્થહીન, મિત્રહીન, રાગનુકને પડકારરૂપ બને છે. તેની ગલીઓ અને શેરીઓમાં ફરતાં ફરતાં, તેનાં મફત પુસ્તકાલયમાંથી પુસ્તકો મેળવીને વાંચતાં વાંચતાં, તેની ગંદી અસુઘડ નાટકશાળાઓની રંગભૂમિ ઉપર ભજવાતાં નાટકો જોવાની ભૂખ શમાવતાં શમાવતાં, અનુકુળ તેમ જ પ્રતિકૂળ આઘાતપ્રત્યાઘાતોમાંથી પસાર થતાં થતાં મેં સતત કામ કરવાની તાકાત અને તમન્ના કેળવી હતી.
બહુ ઊંચું ધોરણ ધરાવતા અને અનેક સુવિખ્યાત વિભૂતિઓને પિતામાં સમાવતાં મુંબઈના બારે, હાઈકોર્ટમાં કામ કરતા વકીલે, બેરિસ્ટરો અને સોલિસિટરની સંસ્થાએ મને આવકાર્યો, તેમાં મને પ્રવેશ આપ્યો. સાધારણ રીતે ત્યાં નવા માણસને જલ્દિથી આવકાશ મળતો નથી એવી તેની ખ્યાતિ હોવા છતાં, તેણે મને પિતાની છત્રછાયા નીચે લીધે અને ખૂબ સખતે અને અત્યંત જટિલ એવું કામ કરવા માટે અવકાશ આપ્યો અને તેના વૈવિધ્યયુકત વિશાળ જીવનમાં જે રાગ અને દ્રષ, લોભ અને મત્સર, પ્રભો અને અડાશાઓ ભરેલાં છે તેના સીધા સંપર્કમાં હું આવ્યું.
અદાલતી પ્રક્રિયા દ્વારા સંપત્તિ એક વ્યકિતના હાથમાંથી બીજી વ્યકિતના હાથમાં કેવી રીતે પસાર થાય છે, કેવળ મંત્સરપ્રેરિત લીટીગેશન (કૅર્ટને લગતી કાર્યવાહી) દ્વારા એકમેકને કેવી રીતે નાશ નોતરવામાં આવે છે, સાચો ન્યાય કેવી રીતે આપવામાં આવે છે તેમ જ તેને કેવી રીતે ડૂબાડવામાં આવે છે આ બધાથી હું સુપરિચિત બન્યા.
વકીલાતના વ્યવસાય દ્વારા આ શહેરની વ્યાપારી દુનિયા કે, જ્યાં પોતાની કશી પણ ભૂલ કે વાંક વિના માણસો પૈસે ગુમાવે છે અને
બહુ ઊંચું થતાં મુંબઈના જ અસ્થાએ મને આ