________________
heritofficache
પ્રમુદ્ધ અન
૧૭૮
લાગ્યા. બાકીના જીવન દરમિયાન કાયદાના વ્યવસાયને લગતા અનેક ક્ષેત્રામાં આપે નામના પ્રાપ્ત કરી છે.
વકીલાતના ધંધામાં જે પડે છે તે પછી તેમાંથી ભાગ્યે જ બહાર નીકળી શકે છે. આમ છતાં પણ આપની ચંચળ અને મહત્ત્વાકાંક્ષી પ્રકૃતિ એ વ્યવસાયના ક્ષેત્રમાં જ ખુરાયલી રહી શકી નહિ. આપના યૌવનકાળના પ્રારંભથી પ પત્રકાર તો હતા જ, એ પત્રકારત્વના વ્યવસાયમાં વર્ષોના વહેવા સાથે આપની માતૃભાષા ગુજરાતીના તેમ જ અંગ્રેજીના માધ્યમ દ્વારા આપે આપની સાહિત્યક પ્રતિભાનું દર્શન કરાવ્યું અને સાહિત્ય ક્ષેત્રમાં આપને ઉત્તરોત્તર સફળતા મળતી રહી. ગુજરાતી સાહિત્યની અનેકવિધ સેવા દ્વારા આપે ગુજરાતી ભાષાને નવા વળાંક અને નવી દિશા આપી છે અને આજના ગુજરાતી સાહિત્ય ઉપર તેની કદિ ન ભૂંસાય એવી છાપ અંકિત થઈ છે. પારિવનાનાં અને સતત તકેદારીની અપેક્ષા રાખતાં ધંધાકીય રોકાણા આડે, આપ સાહિત્યક પ્રવૃત્તિઓ પાછળ શી રીતે સમય કાઢી શક્યા હશેા—અને એ એવી પ્રવૃત્તિઓ કે જે દ્વારા ચિરન્તન મૂલ્ય ધરાવતું પુષ્કળ સાહિત્ય નિર્માણ થયું છે અને જે દ્વારા આપે આપની જાતને અભિવ્યકત અને સાર્થક કરી છે આ મારા માટે હંમેશાં એક આશ્ચર્યના વિષય રહ્યો છે.
દેશમાં બીજા અનેકની માફક, આપે પણ આઝાદીના જંગમાં ઝંપલાવ્યું હતું. આપની દેશભકિત પાછળ રાજકારણી માત્ર નહિ એવી બીજી અનેક ભાવનાઓ પ્રેરક બળ તરીકે કામ કરી રહી હતી. આપની બાબતમાં દેશપ્રેમે એક ધર્મનું રૂપ ધારણ કર્યું છે, જેને લગતી માન્યતા આપે દેશના ઋષિ મુનિઓમાંથી તારવી છે, કેળવી છે. સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની નીચે ચાલી રહેલા બારડોલી સત્યાગ્રહમાં આપે ભજવેલા મહત્ત્વના ભાગ અને દિવસાનુદિવસ બગડતી જતી પરિસ્થિતિને સુધારી લેવા માટે, બહુ મોડું થાય તે પહેલાં, દરમિયાનગીરી કરવાના આગ્રહ કરતા મુંબઈના ગવર્નરને એ દિવસેામાં આપે લખેલા પત્ર—આ બન્નેની ઈતિહાસના પાનાઆમાં નોંધ કરવામાં આવી છે. હોમરૂલ લીગ દ્વારા આપે રાજકારણના ક્ષેત્રમાં સીધા પ્રવેશ ર્યો હતો. અને સમય જતાં ગાંધીજીના માર્ગદર્શન નીચે સંચાલિત થઈ રહેલી કોંગ્રેસના આપ એક આગેવાન સભ્ય બન્યા હતા, અને આમ છતાં પણ, ગાંધીજીના આપ કદિ અંધ અનુયાયી બન્યા નહોતા. જ્યારે આપને લાગતું કે, આપે જુદા પડવું જોઈએ ત્યારે, અનેક દિશાએથી થતી પ્રતિકૂળ ટીકા અને આક્ષેપ-પ્રતિઆક્ષેપનું જોખમ ખેડીને પણ, કોંગ્રેસથી અને ગાંધીજીથી પણ જુદા પડવાની આપે હિંમત અને પ્રમાણીકતા
દાખવી હતી.
આઝાદીજંગની પૂર્ણાહુતિએ અને સ્વાતંત્ર્યના ઉદયે આપનામાં રહેલી રચનાત્મક કાર્ય માટેની તાકાતને બહાર આવવાની તક આપી હતી. કોંગ્રેસના ત્રણ મુખીઓ—મહાત્માજી, જવાહરલાલજી અને સરદારે આપણા દેશનું બંધારણ ઘડવાના કામમાં મહત્ત્વનો ભાગ ભજવવા માટે આપની પસંદગી કરી હતી. હૈદરાબાદના પ્રકરણ દરમિયાન, ઘણી જોખમભરી અને ભારે જટિલતાયુકત એવી પરિસ્થિતિમાં આપે જે કુનેહભરી અને હિંમતભરી કાંમગીરી બજાવી હતી તે દ્વારા આપનામાં એક કુશળ મુત્સદ્દીનું રાજપુરુષનું—દેશે દર્શન કર્યું હતું.
સ્વરાજ્યનાં મંડાણ મંડાયાં અને આપણી હસ્તક રાજ્યકારભાર સ્થિરપણે ચાલવા લાગ્યો, ત્યાર બાદ આપને દેશના અનાજ અને ખેતીવાડી ખાતાના પ્રધાનની જવાબદારી સોંપવામાં આવેલી દેશની તત્કાલીન પરિસ્થિતિમાં આ જવાબદારીને પહોંચી વળવાનું કામ અત્યંત વિકટ હતું. આમ છતાં પણ, આપે મુંબઈના ગૃહખાતાના પ્રધાન તરીકેના સમય દરમિયાન જે કુનેહ અને તકે
.
#
તા. ૧૬–૧–૬૩
આપે પરિચય કરાવ્યો હતો તે જ કુનેહ અને તકેદારી આપે આ કાર્યમાં દાખવી હતી અને તત્કાલીન સમસ્યાની વૈજ્ઞાનિક સમજણ ઉપર આધારિત એવા કાર્યક્રમા આપે અમલમાં મૂક્યાં હતાં.
આપનામાં જે રાષ્ટ્રીય ભાવના અને ઊંડી દેશભક્તિ છે તે રાજકારણ કે રાજ્યવહીવટની સીમાઓમાં મર્યાદિત રહી શકે તેમ હતું જ નહિ. આપની પ્રવૃત્તિના કોઈ પણ ક્ષેત્રમાં આપે જે કાંઈ કર્યું છે તે બધાં પાછળ, આપણા ભૂતકાળનો સાંસ્કૃતિક વારસા આપણા લોકોને પાછા મળે, વર્તમાનની જરૂરિયાત મુજબ તેને નવા આકાર મળે, અને તેમના દૈનિક જીવન અને વ્યવહારમાં આ સાંસ્કૃતિક મૂલ્યોની સમજણ અને સ્વીકાર અંગે જરૂરી એવું તેમને શિક્ષણ મળે—આવી આપની ઈચ્છા અને આકાક્ષાં રહેલી છે. આ જ આપની સર્વ પ્રવૃત્તિઓના મુખ્ય હેતુ રહ્યો છે. આપણી પુરાણી સંસ્કૃતિને તેના ભિન્ન ભિન્ન અંગાપૂર્વક પુન: પ્રતિષ્ઠિત કરવાની આપની ભાવનાને મૂર્તરૂપ આપવાનો આપને ૧૯૩૮ ની સાલમાં વિચાર આવ્યો. એનું પરિણામ ભારતીય વિદ્યાભવનના નિર્માણમાં આવ્યું છે. આ ભારતીય વિદ્યાભવને ભૂતકાળની આપણી સિદ્ધિઓને અને ભવિષ્યની આપણી આકાંક્ષાઓને મૂર્ત રૂપ આપતી એક આગળ પડતી રાષ્ટ્રીય સંસ્થાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. દિવસ અને રાત, સતત ચિંતા અને પારવિનાના પરિશ્રમપૂર્વક, આ આપની કલ્પનાના બાળકનું આપે આપના અગણ્ય મિત્રાના સહકાર વડે સંવર્ધન કર્યું છે. પુનરૂદ્ધાર પામેલા સામનાથના મંદિરની સાથેોસાથ, આપે જે ઉત્કૃષ્ટ ભાવના અને ઉદાત્ત ખ્યાલાપૂર્વક ભારતીય વિદ્યાભવનનું નિર્માણ કર્યું છે તે એક મહાન સંસ્થા તરીકે કંઈ કાળ સુધી ચિરંજીવ રહેશે. આજે જ્યારે ભારતીય ભાષાઓનું સામુદાયિક સંગઠ્ઠન થઈ રહ્યું છે ત્યારે પવિત્ર અને પુરાણી સંસ્કૃત ભાષાનું સવેત્કૃષ્ટ સ્થાન પુનર્જીવિત થાય એ હેતુથી, આપની દીર્ધદ્રષ્ટિ અને ભક્તિભાવનામાંથી પેદા થયેલ ‘સંસ્કૃત વિશ્વ પરિષદ' એ નામની—અસાધારણ રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતી--બીજી એક પ્રવૃત્તિના, આજના સંદર્ભમાં ઉલ્લેખ કરવાનું મારે ભૂલવું ન જોઈએ.
આપની બુદ્ધિપ્રતિભામાંથી ઉભી થયેલી અનેક પ્રવૃત્તિઓ વડે આપે દેશને સંપત્તિમાન બનાવ્યો છે. તે સર્વની વિગત આપવા બેસું તો મને ઘણા વખત લાગે. એ સર્વ પ્રવૃત્તિઓ, આપની ચેતનવંતી પ્રજ્ઞા કે જે વડે એના ઉદભવ થયો છે અને સર્વ કોઈ વિધ્નોને પડકારતી અડગ સમર્થ આપની નિર્ધારશક્તિ જે વડે તેમને મૂર્ત રૂપ મળ્યું છે—આ બન્નેની સચાટ પ્રતીતિ કરાવે છે. આમ છતાં પણ આપની સિદ્ધિઓનું રહસ્ય આપની પ્રશા અને આપની નિશ્ચયલક્ષી શકિતથી પણ વધારે ઊંડા એવા તત્વમાં રહેલું છે. એ રહસ્ય આપના અંતસ્તત્વમાં રહેલા ઉષ્માભર્યા હ્રદયમાં રહેલું છે, જે વડે આટલી બધી સફળતાપૂર્વક આપે પાર પાડેલી અનેક યોજનાઓના અમલને વરેલા એવા સંખ્યાબંધ મિત્ર ને સાથીઓને આપ આકર્ષી શકયા છે. આપે ઉત્કૃષ્ટ વિશ્વસાહિત્યના અનેક ક્ષેત્રામાં તેમ જ આપણી દુનિયાના અનેક દેશોમાં વ્યાપક પ્રવાસ કર્યો છે અને તેના પરિણામે વિરલ માનવીઓમાં સંભવે એવી પ્રમાણબુદ્ધિ અને ઉદારતા—Perspective and forbearance with men :પનામાં વિકાસ પામ્યાં છે. આપની પ્રકૃતિમાં જે touch'of the romantic છે—સ્વૈરવિહારનો ભાવ અથવા તો પ્રભાવ છે-તેથી આપના પ્રત્યે અનેક માનવીઓ ભકિતભાવપૂર્વક આર્થાતા રહ્યા છે. આપને સૌ કોઈ સરળતાથી મળી શકે છે અને ઉંમર કે અધિકારના કશા પણ ભેદભાવ સિવાય, આપના વિશાળ કુટુંબના માનવીઓના ક્ષેમકુશળની આપ