SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ પ્રબુદ્ધ જીવન જૈન વિદ્યાપ્રસારક મડળના પરિચય (પ્રબુદ્ધ જીવનના તા. ૧૬-૯-૬૩ ના અંકમાં ‘ચિચવડનું પર્યટન’ શિર્ષક લેખમાં જે શિક્ષણસંસ્થાનો ઉલ્લેખ છે, અને જેના તાંત્રિક શિક્ષણ વિભાગ અને ઔદ્યોગિક શિક્ષણ વિભાગનું ગઈ તા. ૭-૭-૬૩ ના રોજ શ્રી પ્રતાપ ભોગીલાલ ઝવેરીએ ઉદ્ઘાટન કર્યું છે તે સંસ્થાના નીચે પરિચય આપવામાં આવે છે. તંત્રી) મુંબઈ-પૂના માર્ગ ઉપર પૂનાથી દશ માઈલ દૂર ચિંચવડ ગામ આવેલું છે. ત્યાં જવા માટે રેલ્વેલાઈન અને સડક બન્ને રસ્તા છે. ચિચવ સ્ટેશન છે, અને પૂનાથી ચિંચવડની બસ સર્વીસ પણ છે. જૂના કરતાં ચિંચવડનાં હવાપાણી ઘણા સારાં છે અને પૂનાથી ચિંચવડ સુધીમાં સેંકડો નાના મેટા ઉદ્યોગો ચાલી રહ્યા છે. રાષ્ટ્રીય તથા ધાર્મિક પાર્શ્વભૂમિ ચિંચવડ ગામનું ધાર્મિક તેમ જ રાષ્ટ્રીય બન્ને દષ્ટિએ મહત્વ છે. અહિં મારયા ગાસાંવી નામે એક ગજાનનભકત થઈ ગયા છે, જેમની નદીકિનારે ગણપતિમંદિરની બાજુમાં સમાધિ છે. એટલે ચિચવડ હિંદુઓનું તીર્થક્ષેત્ર થઈ ગયું છે. લોકમાન્ય તિલકનું કાર્યક્ષેત્ર ચિંચવડ આસપાસ વિસ્તરેલું હતું, ને ત્યાંની સ્વાવલંબી રાષ્ટ્રીય શાળાએ રાષ્ટ્રીય શિક્ષણમાં મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો હતા. પૂ. ગાંધીજી, કાકાસાહેબ કાલેલકર, જમનાલાલજી બજાજ વગેરેએ આ શાળાને માર્ગદર્શન, સહાય અને સાથ આપી રાષ્ટ્રીય શિક્ષણના પ્રચારમાં વેગ આપ્યો હતો. ચિંચવડ ગામે સ્વાતંત્ર્યની લડતમાં પણ બહુ સારો ભાગ ભજવ્યો હતો. જૈન વિદ્યાપ્રસારક મંડળ, તા. ૧૬-૭-૧૩ પૂના, સેાલાપુર સતારા, અને અહમદનગર જિલ્લામાં રાજસ્થાન અને ગુજરાતમાંથી આવેલા હજારો જૈનો ઘરબાર વસાવીને રહ્યા છે. વર્ષા થયાં તેઓ દુકાનદારી, લેણદેણ, ખેતી વગેરે ધંધા કરતા આવ્યા છે. આ જિલ્લાની વસ્તી ઘણે ભાગે દુષ્કાળપીડિત જેવી હોવાથી ત્યાં આવી વસેલા જેનેાની સ્થિતિ પણ લગભગ એવી જ રહી છે. જેમ જેમ લેણદેણ ઉપર નિયંત્રણો આવતાં ગયાં તેમ તેમ તેમની સ્થિતિ વધારે ને વધારે બગડતી ગઈ. તેવા સમયમાં લગભગ પાંત્રીસેક વરસ ઉપર એક જૈન સાધુ પ્રેમરાજજીનું ચિંચવડમાં ચામાસુ થયું. તે વખતે એક ખેડૂત કે જેની પત્ની મૃત્યુ પામી હતી તે પેાતાનાં બે બાળકોને લઈને મહારાજજી પાસે આવ્યો અને કહ્યું કે આ બે બાળકોની રહેવા—ખાવાની ને શિક્ષણની વ્યવસ્થા શ્રી સંઘ કરે. મહારાજશ્રીએ બીજાઓની . પણ એવી કરૂણાજનક સ્થિતિ નિહાળી હતી. એટલે એમણે ચિંચવડની આસપાસ વસતા બાળકો માટે કંઈક શૈક્ષણિક વ્યવસ્થા કરવાની શ્રી સંઘને પ્રેરણા કરી, જેમાંથી ઉપરોકત સંસ્થનો જન્મ થયો. આ સંસ્થાને મહારાજશ્રી તથા શ્રી સંઘે મળી મહારાજશ્રીના ગુરૂ ફત્તેચંદજીનું નામ આપ્યું. એથી એ સંસ્થા ફત્તેચંદજી જૈન વિદ્યાલયના નામથી શરૂ થઈ. તે પછી પનવેલવાસી બાંઠિયા પરિવારે સારી એવી રકમ આપવાથી “બાંઠિયા પ્રાથમિક શાળા” શરૂ થઈ. શરૂઆતમાં આ સંસ્થા ગામમાં ચાલતી હતી, અને તેમાં ધાર્મિક તેમ જ વ્યવહારિક શિક્ષણ આપવામાં આવતું હતું, કેમકે ચિચવડનું વાતાવરણ રાષ્ટ્રીય હતું, એટલે આ શાળાએ સરકારી પાઠ્યક્રમ નહાતા સ્વીકાર્યો, તેમ જ સરકારી માન્યતા પણ નહોતી મેળવી. પરંતુ સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી સરકારી પાઠયક્રમ અનુસાર પ્રાથમિક શાળાથી લઈને હાઈસ્કૂલ સુધીના વર્ગો શરૂ કર્યા, અને બહારગામના વિદ્યાર્થીઓ માટે છાત્રાલય પણ શરૂ કર્યું. આ શાળાના ઝુકાવ પહેલેથી જ રાષ્ટ્રીયતા તરફ્નો હોઈને સ્વ. રાજેન્દ્રપ્રસાદજી, સ્વ. જમનાલાલજી, સ્વ. બાલાસાહેબ ખેર વગેરે રાષ્ટ્રપ્રુરુષો તરફથી આ શાળાને માર્ગદર્શન, મદદ અને સહયોગ મળ્યાં, અને શાળા સાથે સમય સમય પર મહાન વિચારક અને રાષ્ટ્રનેતાઓના સંપર્ક ચાલુ રહ્યો. પુસ્તકીયા જ્ઞાનને બદલે જીવનપયોગી શિક્ષણ આપવાના જે પ્રયત્નો આ શાળાએ કર્યા તેના પરિણામે રૂપચંદજી (ઉપચંદજી) ભણશાળી જેવા તત્વનિષ્ઠ સેવક આ સંસ્થાને પ્રાપ્ત થયા. અને રામચંદ્રજી ભુંકડ, ધોડીરામજી ખીંવસરા તથા ધનરાજી ચારડિયા જેવા કાર્યકરો પણ મળ્યા. શ્રી રતનચંદજી બાંઠિયાએ વર્ષો સુધી આ સંસ્થાનું પ્રમુખસ્થાન સ્વીકારી સેવા આપી. મંત્રી તરીકે કનકમલજી ગુણાત, પરશરામજી ચારડિયા, ઉમેદમલજી ડુંગલિયા ભભૂતમલજી સંઘવી, શંકરલાલજી મુથા વગેરે ભાઈઓએ ઉત્તમ કાર્ય કર્યું. ખજાનચી તરીકે શ્રી શંકરલાલજી પેકરણ જેવા વ્યવહારકુશળ હિસાબી અને કડક વ્યકિત મળવાથી સંસ્થાને ખર્ચમાં હંમેશાં મિતવ્યયતા રહી. નવું વલણ . પ્રારંભમાં આ સંસ્થા ગામમાં હતી.કેટલાયે વિદ્યાર્થીઓને તેમની સ્થિતિ જોઈને ઓછે ખર્ચ લઈ રાખવામાં આવતા. આ તૂટતા ખર્ચની પૂર્તિ કરવા માટે પજુસણ કે એવા તહેવારોના દિવસામાં ંડ એકત્ર કરવા માટે વિદ્યાર્થીઓને બહાર જવું પડતું. આ રીતે ફંડ ભેગું કરવાની પ્રથા મહારાષ્ટ્રમાં લગભગ દરેક સંસ્થાઓમાં હતી. પણ સમયાંતરે શ્રી ચંદ્રભાણજી ડાકલિયાને લાગ્યું કે આ યોગ્ય નથી થતું. તેમને વિચાર આવ્યો કે આ સંસ્થા સાથે જો ખેતીવાડી જોડવામાં આવે ને વિદ્યાર્થીઓ ખેતરમાં કામ કરે તે તેની આવકમાંથી ખર્ચ જેટલું મળી રહેશે અને બાળકોને ઘેર ઘેર માગવા જવું. નહિ પડે. એટલે તેમણે ગામ બહાર નદી કિનારે બીનખેતીની જંગલ જેવી ૬૫ એકર જમીન રૂા. ૧૫,૦૦૦માં ખરીદી, તેનું ટ્રસ્ટ કરી સંસ્થાને અર્પણ કરી. એ જમીનમાંથી ૧૦ એકર મકાન બાંધવાને માટે અને ૫૫ એકરખેડવા માટે રાખી. સાંસ્થા ત્યાં મકાના બાંધી કામ કરવા લાગી. પરંતુ જમીન બીનખેતીની જંગલ જેવી હોઈને તેને ખેડવા લાયક બનાવવા માટે હજારો રૂપિયા ખર્ચવા છતાં હજી વધારે ખર્ચ કરવાની જરૂર હતી અને તેટલા રૂપિયા નાખવાની સગવડ ન હોવાથી જમીનમાંથી કરવા ધારેલી આવકની યોજના સફળ ન થઈ. ઉલટું જમીન સરખી કરવામાં જે રૂપિયા નાંખ્યા તેનું કરજ થઈ ગયું, અને સંસ્થા આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગઈ. વળી તેવામાં જ સંસ્થાના કાર્યાધ્યક્ષ શ્રી ધનરાજજી ચારડિયા અચાનક હૃદયરોગના હુમલાથી અવસાન પામ્યા એ બીજી આપત્તિ આવી પડી. હું તેમાં કેવી રીતે જોડાયો એ વખતે હું પૂનામાં રહેતા હતા. સંસ્થાના મંત્રી શ્રી પરશરામજી ચેરડિયા અને ખજાનચી પોકરણાજીએ મનૅ કાર્યાધ્યક્ષ થવા કહ્યું. હું કોઈ પ્રકારના હોદૃો સ્વીકાર્યા વિના કોઈ કોઈ સંસ્થામાં સામાજિક કામ કરતો હતો, તે પ્રમાણે આ સંસ્થામાં પણ મે કોઈ પદ સ્વીકાર્યા વિના કામ કરવાની ઈચ્છા દર્શાવી. પરંતુ બધા મિત્રાના આગ્રહને વશ થઈ મારે એમની વાત માનવી પડી. સંસ્થાના કાર્યકર્તાઓમાં અંદર અંદર કંઈક મતભેદો પણ પ્રવર્તતા હતા. સંસ્થા ઉપર રૂ।. ૪૫૦૦૦નું કરજ હતું. વિકાસનું કામ અટકી પડ્યું હતું. આવી પરિસ્થિતિમાં સંસ્થા ફરીને યોગ્ય રીતે કામ કરતી થઈ જાય એ દ્રષ્ટિએ મેં બધાનું કહેવું માન્ય કર્યું, પણ શરત એટલી રાખી કે આ સંસ્થાના દ્રાર બધા સંપ્રદાયો માટે ખુલ્લા રહે અને બધા મિત્રો મને પૂરેપુરો સાથ આપે. આર્થિક સ્થિતિ સુધરી આવી વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કેવી રીતે કાઢવા તે વિષે શરૂઆતમાં હું ગભરાઈ ગયો હતો. પણ સમાજની ઉદારતા અને સાથીઓના સહકારે પરિસ્થિતિમાં પટ્ટો આણ્યો. ખેતીની જમીન કે જેમાંથી નફાને બદલે ખાટ, જતી હતી તેના ઉપર. વધારે ખર્ચ કરવાનું. પૈસા હતા નહિ, અને એમને એમ કામ ચલાવવામાં કરજના બાજો વધતા જતા હતા, એટલે પૈસા વધારે નાખવાને બદલે વ્યવસ્થા બદલવાના પ્રયત્નો કર્યા. . આમાં શ્રી મોહનલાલજી ભુંડે મોટું સાહસ કર્યું અને એમના પ્રયત્નોથી જમીન ઘટને બદલે આવક દેખાડવા લાગી. શ્રી ચંદ્રભાણજી ડાકલિયાએ એ જમીન ઉપર જો. બીજા રૂા. ૨૫૦૦૦ ખર્ચીએ તો વાર્ષિક રૂા. ૧૦,૦૦૦ની આવક થાય એવી યોજના કમિટિ સમક્ષ મૂકી અને સભામાં પણ ઘણીવાર ચર્ચાણી, પણ એ સાહસ કરવાની કોઈની જનરલ
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy