________________
તા. ૧૬-૭-૬૩
પ્રભુ જીવન
બાપુજીની ૯૫મી જન્મજયંતી પ્રસંગે શ્રી. નારણદાસ ખુ. ગાંધીનું મગળપ્રવચન
( આગામી ગાંધી જયંતી એટલે કે ૯૫મી રેંટિયા બારસને લક્ષમાં રાખીને રાજકોટ–રાષ્ટ્રીયશાળા તરફથી તા. ૨૭૧૬૬૩થી તા. ૧૪–૯–૬૩ ભાદરવા વદ ૧૨ સુધીના ૮૦ દિવસના કાર્યક્રમ ગાઠવવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું મુખ્ય અંગ કાંતણયજ્ઞ છે અને તેમાં ભાગ લેવા માટે તેમ જ સહકાર આપવા ઈચ્છતાં ભાઈ-બહેનો દરરોજનું ૮૦ તાર સૂતરનું દાન કરે અને ૮૦ સિક્કા દાન આપે એવી તેમના વિષે અપેક્ષા દાખવવામાં આવી છે. આ કાર્યક્રમના પ્રારંભ પ્રસંગે સૌરાષ્ટ્રની સમગ્ર રચનાત્મક પ્રવૃત્તિના પ્રમુખ સંચાલક મુરબ્બી શ્રી નારણદાસ ખુશાલદાસ ગાંધીએ નીચે મુજબ પ્રવચન કર્યું હતું. તંત્રી)
પૂજ્ય શ્રી બાપુજીની ૯૫મી જન્મજયંતી રેંટિયા બારરાના ૮૦ દિવસના કાર્યક્રમ તરીકે આપણે ઉજવતા આવ્યા છીએ તેને એક યુગ વીત્યો. ૩૦મા વર્ષમાં આ કાર્યક્રમ પ્રવેશ કરે છે. આથી થોડા સમયમાં વિશ્વનાં અનેક રાજ્યો લડાઈમાં ભાંગી ગયાં હતાં તે પોતાના કાર્યક્રમ ગોઠવી પ્રાણવાન અને સમૃદ્ધ થઈ ગયાં છે, જ્યારે પૂજ્યશ્રી બાપુજીએ આપણી આઝાદી મેળવવા અને તેને જાળવી રાખવા રેંટિયા જેવું સહજ સહેલું સાત્વિક સાધન આપણા હાથમાં મૂક્યું અને દઢ વિશ્વાસથી કહ્યું કે આ વસ્તુ જ આપણને અનેક ભયમાંથી ઉગારી લેશે. આ સાધન દેશને બુદ્ધિમાં ઉતરે નહિ તો હૃદયમાં તો ક્યાંથી ઉતરે ? સત્યાગ્રહના સમયમાં તેમના રેટિયા વિશેના આદેશને થૅડેધણે અંશે આપણે ઉપાડી લીધો હતો અને તેથી રાષ્ટ્ર તે લડતને માટે ભારે શકિત મેળવી હતી તે ભૂલી જઈ, આજે તે સાધન, દેશ, હાથમાંથી સરી જવા દે છે.
આનું એક કારણ એ પણ હોય કે જેણે જેણે ચરખાસંધ દ્વારા રેંટિયાનું ભારે કામ કર્યું તે આજે રાજરા વહન કરવામાં રોકાઈ ગયા છે. આમ હોય તો પણ જેમ ગીતામાં દુર્યોધને દ્રોણાચાર્યને કહ્યું હતું કે “ સર્વે મહાવીરો અને આપ પોતે પણ જ્યાં પોતપોતાને સ્થાને કામ કરતા હો ત્યાંથી ભીષ્મનું રક્ષણ કરવાનું કામ મુખ્ય રાખો ” આ પ્રમાણે આજના રાષ્ટ્રકાર્યકર્તાઓ રાજ ધુરા ભલે વહન કરે કે રાષ્ટ્રના અન્ય ભાર ભલે ઉપાડે, પણ રેટિયા ચુકાવા ન જોઈએ, રેંટિયો સચવાવા જોઈએ તેવી ભાવના તેમનામાં છે ખરી. તે માટે ખાદી કમિશન, ખાદી બાર્ડ જેવી સંસ્થાનું સર્જન કરી તેના હાથમાં જોઈએ તેટલું નાણુ આપી તે કામ તેને સોંપ્યું છે. તેમાં પણ ઊંચી કોટિના ખાદીભાવનાવાળા કાર્યકર્તાઓ · પણ રોકાયા છે, પણ તે મૂડિની વ્યવસ્થા અને સંચાલનમાં જ ઘણે ભાગે અટવાઈ ગયા છે અને ખાદીના ખરા કામથી દૂર રહ્યા છે.
ખાદી કામ પૈસાના જોરે થઈ શકે તેટલું ઠીક થયું છે, ઉત્પાદન ઠીક વધારી દીધું છે, ઘણા માણસોને કામ આપ્યું છે, પણ રેંટિયાના ખરા સ્વરૂપને તેઓ સમજી શકયા નથી, અને ઉલટું તેને વિકૃત બનાવ્યું છે.
રેટિયા ચલાવનારને પુરી રાજી કેમ મળે, રેટિયાદીઠ ઉત્પાદન કેમ વધે, ખાદી સસ્તી કેમ કરી શકાય, મીલની સરખામણીમાં ખાદીભાવને કેમ લાવી શકાય—તેવા તેવા પ્રશ્નોને હાથ ધરી તેને અનુરૂપ સાધન બનાવવામાં તેઓ પરોવાયા છે. અંબર રેંટિયા બન્યો છે. તેને તેઓએ ખૂબ વધાવી લીધા છેઅને પોતાના હાથમાં એક માહામૂલી ચીજ સાંપડી છે તેવા સંતોષ મેળવવા લાગ્યા છે. અંબરના ગુણદોષમાં અહિં નહિં ઉત, પણ તેની પાછળ જે શકિત, જે નાણું ખર્ચાયું છે તેના પ્રમાણમાં તે સફળ થયો નથી. હજારો રૂટિયામાંથી કોઈ રેંટિયો સારો ચાલે તેની કમાણી ઉપર લોકોનું ધ્યાન ખેંચવામાં આવે છે, પણ તેવા રેંટિયાનું પણ સાતત્ય
ભાગ્યે જ જોવા મળે.
લાખા રૂપિયા ખર્ચાયા છે, હજારોને તેનું શિક્ષણ આપ્યું છે, પણ તે રેંટિયા પાસેથી રાખેલી આશા થડે અંશે પણ ફળી નથી આમ કિમશન પોતે માનતું થયું છે અને તે જ મારા ક્શનને મહાર મારે છે. તેથી કોઈ નવા રેંટિયો શોધવાનું ચિંતવન ચાલી રહ્યું છે તેમ સંભળાય છે. અને આ સાચું હોય તો મારું નમ્ર સૂચન છે કે આવા આવા અધૃ વ સાધનને મેળવવામાં શકિત વાપરવાને બદલે યરવડા રેંટિયાને તેના ખરા સ્થાને પહોંચાડવામાં તેઓ રોકાઈ જાય. તે સ્થાન છે કરોડો દરિદ્રોને બેકારોને તેમની ઝુંપડીએ પહોંચાડવાનું. કરોડો દરિદ્રો અને બેકારો દરરોજના બે આના નથી કમાઈ શકતા તેવા આંકડાના અભ્યાસીઓ તેવા લોકોને બે આના
૫૭
જેટલી કમાણી આપી તેમાં પ્રાણ રૅડવાનું કામ છેડી બીજો વિચાર
કેમ કરી શકે ?
આને પહોંચવા માટે આપણી પાસે ઉત્તમ સાધન પડયું છે, તે યરવડા ચક્ર છે. અંબર રેંટિયામાં તો હજુ ગુણ દેખાય ત્યારે ખરા, પણ યરવડા ચક્રના ગુણ તો ગણતા થાકીએ તેમ નથી.
૧. યરવડા ચક્ર કરોડોની ઝુંપડીએ લઈ જઈ શકાય તેવા છે.
૨. તે ભૂખે મરતા માટે આશીર્વાદરૂપ છે.
૩. તેની કિંમત બહુ ઘેાડી છે.
૪. હિંદમાં ચાલતા કોઈ પણ રેંટિયાથી વજનમાં હલકો છે. ૫. તે ચલાવવામાં બીલકુલ મૂંઝવે તેવા નથી.
૬. તે બીજા રેટિયા કરતાં ઓછી જગ્યા રોકે છે.
૭. નાનું બાળક પણ સહેજે ચલાવી શકે છે. ૮. હજારો રેંટિયા ટુંકા સમયમાં બનાવી શકાય છે. ૯. તેની બનાવટ અને તેના ભાગા સાદામાં સાદા છે. ૧૦. તેનાથી બારિક સૂતર કાંતી શકાય છે. ૧૧. દુષ્કાળ જેવા આફતના સમયે આશીર્વાદરૂપ આ રેંટિયા જ બન્યો છે તેવા આ વર્ષે પણ આપણે અનુભવ લઈ રહ્યા છીએ. સૌરાષ્ટ્ર ખાદી મંડળે આ વર્ષે રેંટિયા મારફત અનેકને જે કામ પહોંચાડયું છે તેના આંકડા ભારે મહત્ત્વના છે. ૧૨. રામુહકાંતણ, રેંટિયા યજ્ઞ જેવા પવિત્ર કામમાં આ રેંટિયો જ કામ આવે તેવા છે.
૧૩. અંબર રેંટિયો ગમે તેટલા પ્રયાસ હોવા છતાં આ ગોકળગાયની ગતિને પહોંચી શક્યો નથી.
૧૪. આ વર્ષે દુષ્કાળગ્રસ્ત પ્રદેશમાં દોઢું કંતામણ આપ્યું અને હજારોની સંખ્યામાં યરવડા ચક્ર ચાલતા થયા, ત્યારે ત્રણ ગણી મજૂરી આપી શકવાના દાવા કરનાર અંબરની સંખ્યા વધી નહિ, વધે છ લાખની ખાદી કાઠિયાવાડ ખાદી મંડળ બનાવે છે તે દુષ્કાળને કારણે આ વર્ષે બાર લાખને આંકડે પહોંચશે.
આવા આ અનેક ગુણ ધરાવતા રેંટિયો આપણા હાથમાં છે. એટલે આજે નવા રેટિયો શેાધવાની આવશ્યકતા નથી. ખરી આવશ્યકતા છે આ રેંટિયાને કારોડાની ઝુંપડીએ પહોંચાડનાર કાર્યકર્તાઓ તૈયાર કરવાની. કમિશને પેાતાનું ધન, આવડત, શકિત, કાર્યકર્તા તૈયાર કરવામાં રોકવાં જોઈએ તે આજના વાતાવરણમાં દુષ્કર છે, પણ તે થાય તે જ રેંટિયો ખરા સ્વરૂપે સ્થાપી શકાય.
આ કામ દુષ્કર તો છે જ, પણ તે જ ખં કાર્ય છે તેવી પ્રતીતિ થાય તે, ભલે લાંબે સમયે ખાદી-જીવન જીવતા આવા કાર્યકર્તા નીપજે, પણ તે જ ખરો રસ્તો છે, અને જો આ કામની શકયતા જ નથી તેવા નિર્ણય ઉપ અવાય તો આજે હજારો કાર્યકર્તા, જેમાંથી ઘણાંમાં ખાદી ભાવનાનો અભાવ જ હશે. તેવાને કમિશનના સંચાલનના કામમાં
રાખવાનો કંઈ અર્થ નથી. તે પરિસ્થિતિમાંથી કમિશને પેાતાનું કામ સંકેલી પોતાનું વિસર્જન કરી ગરીબના નામે જે ધન ખર્ચાઈ રહ્યું છે તેમાંથી ઉગરી જવું જોઈએ. કમિશનની આવી નીતિથી રચનાત્મક કામ કરનાર ઉપર માઠી અસર પડે છે તે પણ ધ્યાનમાં લેવી જોઈએ.
રેટિયા બારસના કાર્યક્રમને યુગ વીત્યો. ખાદીકામ અનેક કસોટીઓમાંથી પસાર થયું છે. તેના મિશનના ઘણાં કાર્યકર્તા સાક્ષી છે. આજે રેંટિયા બારસના પ્રસંગે રેંટિયાને તેના ખરા સ્થાને સ્થાપવાનો સંકલ્પ કરી પૂજ્ય બાપુજીનું ખરું સ્મારક સાચવી લઈએ. રેંટિયા આપણી વચ્ચે મહાન સંદેશ લઈ આવ્યો છે તે પૂજ્ય બાપુજીનું સૂત્ર નજર સામે રાખીએ. બાકી તો ઈશ્વર જે જે પ્રમાણે જેને જેને દોરવશે. તે જ પ્રમાણે થવાનું છે.
આજે આપણે આ કાર્યક્રમ પ્રાર્થનાથી અને સમૂહ-કાંતણથી શરૂ કરીએ છીએ. આ `ભમાં, મધ્યમાં અને અંતમાં છેવટ તો પ્રાર્થના અને યજ્ઞ કાંતણ જ છે. બધા તે સમજે અને તેમાં ભાગ લે.
નારણદાસ મુ. ગાંધી