________________
g
તા. ૧૪-૭-૬૩
આ સર્વને લક્ષમાં ન રાખીએ તે આર્થિક પ્રશ્નોનું પૃથ્થક્કરણ અપૂર્ણ ગણાય. આજથી ત્રીસચાળીસ વર્ષ પર આપણે ત્યાં અર્થશાસ્ત્રીઓ ‘રાષ્ટ્રીય ’વૃત્તિના છે કે નહિ એના પર એમની ગણના થતી. (બ્રિટિશ રાજ્યથી દેશ પાયમાલ થઈ ગયો છે, આપણા દેશમાં gold standard હોવું જોઈએ, હિંદુસ્તાનમાંથી દર વર્ષે પુષ્કળ ધન ઈંગ્લેંડ ઘસડાઈ જાય છે એમ કહો ત તમે ‘રાષ્ટ્રવાદી’અર્થશાસ્ત્રી; પણ બ્રિટિશ રાજ્યથી દેશને થોડાક આર્થિક લાભ પણ થયા છે એમ તમે કહો, gold exchange ના પક્ષમાં હ। કે કેટલું ધન ચાલ્યું જાય છે એની વિગતમાં ઊતરો
પ્રબુદ્ધ જીવન
તમે ગુલામી મનોદશા દર્શાવતા ગણાઓ.) હવે પરિસ્થિતિ જુદી છે. અર્થશાસ્ત્રીઓ કાં તો ‘પ્રગતિશાળી’ અથવા ‘પ્રત્યાઘાતી’ હોવા જોઈએ. સાહિત્ય, કલા, સ્થાપત્ય, સંગીત, વિજ્ઞાન વગેરે દરેક વિષયમાં આ લક્ષણ જરૂરનું છે. રાજ્યના અંકુશ આર્થિક ક્ષેત્રમાં આવશ્યક છે, વેપાર-ઉદ્યોગમાં સરકારના ફાળા હોવા જોઈએ, રાષ્ટ્રીયકરણ ઈષ્ટ છે એમ જે કહે તે ‘પ્રગતિશાળી, બીજા બધા ‘પ્રત્યાઘાતી’ ‘મૂડીવાદી’ અને ‘સામ્રાજ્યવાદના ગુલામ.' તમે વ્યક્તિગત વહીવટમાં અને ખાનગી સાહસમાં માનતા હો, કે રાજ્યની સત્તા પર અંકુશ હોવા જોઈએ એમ જો કહો તો તમે ‘પ્રત્યાઘાતી.’ આવા વિવાદમાં ખાનગી સાહસના શા ગુણ-દોષ છે કે સરકારી વહીવટ શા માટે અને ક્યાં જરૂરી છે, કયા ઉદ્યોગા શા કારણસર પેાતાને હસ્તક સરકારે લેવા જોઈએ અને કેવી રીતે ચલાવવા જોઈએ, આર્થિક સત્તાનાં શા લક્ષણો છે, કયા પ્રકારનાં અંકુશ કેટલા પ્રમાણમાં કયારે આવશ્યક છે—વગેરે પ્રશ્નાની પરીક્ષા . ભાગ્યે જ થાય છે. કેવળ શબ્દો વિચારનું સ્થાન લે છે; સમીક્ષાને બદલે સંશાવૐ વિવેચન થાય છે. આપણે સૌએ જાણે કપાળ પર ચીઠ્ઠી ચાડવાની કે કોટ કે પહેરણ પર ‘લેબલ’ લગાડવાનું કે હું ‘પ્રગતિશાળી' છું! આપણી જાતને આપણે પ્રત્યાઘાતી તો ન જ કહી શકીએ, કારણ, જેમ કંજૂસાઈ પારકાની કરકસર છે, સંકુચિતતા જેમ બીજાની મનોવૃત્તિ છે એમ ‘પ્રત્યાઘાતી’ પણ બીજા જ હાઈ શકે! આપણે તો ‘પ્રગતિશાળી’જ હોઈએ. પછી એ કઈ દિશામાં તે કોણ જાણે! અથવા તે એકસાથે અનેક બાજુએ ભલે ને આપણે પ્રગતિ કરતા હોઈએ.
સૌ
અર્થશાસ્ત્રમાં વપરાતા રૂઢ શબ્દોના અર્થ શા છે તે પ્રથમ નક્કી કરવું જોઈએ. ‘મૂડીવાદ,’ ‘વર્ગવિગ્રહ,’ ‘શાષણ,’ ‘નફાખોરી,’ ‘ફુગાવા ’વગેરે વગેરે શબ્દોની બરાબર વ્યાખ્યા કર્યા વગર આપણે તે વાપરીએ છીએ અને જોસભેર ચર્ચા કરીએ છીએ. ‘નફો’શબ્દ જેવા વપરાય એટલે ‘પ્રગતિશાળી ' અર્થશાસ્ત્રીનું કર્તવ્ય છે કે નફાને વખોડી કાઢવા, કારણ ‘નફો’અનિષ્ટ છે, સ્વાર્થનું લક્ષણ છે, સર્વથા ત્યાજ્ય છે; જ્યાં સુધી ‘નફા’ને નાશ નહિ થાય ત્યાં સુધી આર્થિક સ્વતંત્રતા નહિ મળે એમ એણે પ્રતિપાદન કરવાનું. ‘નફો' અને ‘નફાખોરી’ વચ્ચે ભેદ છે કે નહિ અને ‘નફો’ એટલે બદલા કે આવક કેટલે અંશે વાજબી છે એનું સમીક્ષણ ન કરવું જોઈએ? ગયે મહિને માસ્કામાં મળેલી સેવિયેટની સભામાં શ્રી ક્રુશ્ચેવે કહ્યું હતું એ મૂળ અંગ્રેજીમાં જ ટાંકવા જેવું છે: “With regard to an individual enterprise the question of profit is of great importance as an economic indicator of its efficiency—” (કોઈ સાહસની કાર્યદક્ષતાના લક્ષણ તરીકે નફાના પ્રશ્ન ઘણા મહત્ત્વનો છે.) નફો નિર્દો નથી; એ નફો કેવી રીતે થાય છે અને એને લાભ કોને થાય છે તે વિચારવાનું રહે છે. પરંતુ એની ચર્ચામાં અહીં નહિ ઊતરીએ. એ જ પ્રમાણે જેઓ સમાજવાદના વિરોધી છે તેઓ એવી દલીલ કરે છે કે મનુષ્યસ્વભાવ, કદી બદલાય જ નહિ અને પુષ્કળ નફાના લાભ વગર કે ભૂખમરાની
3
૫૫
બીક વગર આર્થિક પ્રવૃત્તિ અસંભવિત છે. પરંતુ મનુષ્ય કેવળ સ્વાર્થને લીધે જ, પોતાના અંગત લાભ ખાતર જ કામ કરે છે? આપણી પ્રવૃત્તિનો હેતુ, એનું પ્રયોજન, એની પ્રેરણા એક જ પ્રકારનાં હોય છે? યંત્ર જેમ વરાળના કે વિજળીના દબાણથી ચાલે છે તેમ મનુષ્યની આર્થિક પ્રવૃત્તિનો પણ એક જ નિશ્ચિત, સતત હેતુ હોય છે. ? આપણા રાજના અનુભવ નથી કે સૌથી ઉત્કૃષ્ટ સર્જન ધનના લાભથી થતું નથી, પંતુ એ કાર્ય અને પ્રવૃત્તિમાં રસ હોવાથી, સર્જનના આનન્દને લીધે, પોતાની કૃતિના ગૌરવને કારણે, પ્રશંસા કે પ્રતિષ્ઠા માટે અથવા તો કેવળ ઉત્સાહને લીધે કાર્યમાં ઓતપ્રોત થઈ જવાથી આવું સર્જન થાય છે, પછી ભલે તે સર્જન કલાનું ૐ વિજ્ઞાનના ક્ષેત્રમાં હાય. બીજી રીતે વિચારીએ તો આર્થિક હેતુ કે વૃત્તિ આપણા નિત્ય જીવનમાં મૌલિક છે ? શીતળ ચાંદનીના ભાવ બોલાતા નથી, પુષ્પના સૌરભની કિંમત સાનાથી થઈ શકતી નથી, સંધ્યાના `ગ ત્રાજવામાં જોખી શકાતા નથી, પરંતુ એ સૌ અર્થશાસ્રના અભ્યાસીને પણ આનંદ આપે છે. દુ:ખની વાત એ છે કે કલાના ક્ષેત્રમાં પણ હવે આર્થિક મૂલ્યો ઘૂસી ગયાં છે. ચિત્ર સા છે તેના કરતાં તેની કિંમત કેટલી છે તેના પરથી તેની ક્લાનું માપ અંકાય છે. વિખ્યાત ચિત્રકાર પિકાસોને એક ખૂબ ધનવાન સ્ત્રી એ પૂછ્યું કે, ‘લંડનમાં હમણાં તમાચિત્ર વેચાતું હતું એમ સાંભળ્યું. એ સાથે જ તમા તો હતું ને ?' પિકાસાએ પ્રશ્ન કર્યો; એની કિંમત કેટલી હતી ?” પેલી સ્ત્રીએ કહ્યું: દોઢ લાખ ડૉલર !” પિકાસાએ તરત કહ્યું: ‘ત્યારે તો એ મા જ હશે.' એ જ પ્રમાણે મકાન સુંદર છે કે નહિ તે ન જોતાં તે
બાંધવાનો ખર્ચ કેટલા થયા છે તે જાણીને લોકો મુગ્ધ થઈ જાય છે. એક ફિલ્મ પાછળ કેટલા લાખ ડૉલર ખર્ચાયા છે તેની જાહેરાત થાય છે અને ક્લાની દષ્ટિએ તે કેવી છે તેના કરતાં તેની પાછળ કેટલું ખર્ચ થયું છે તેના પરથી તેનું મૂલ્ય અંકાય છે. કેટલાય ધનવાન જેમ સોનું, રૂપું કે ઝવેરાત સંધરે તેમ ચિત્ર અને સ્થાપત્યના નમૂના પણ એકઠા કરે છે. આમાં ક્લાની વૃત્તિ નહિ, પણ કેવળ માંઘી, દુર્લભ વસ્તુઓ પ્રાપ્ત કરી પેાતાનું સ્વામિત્વ એના પર સિદ્ધ કરવાની અપેક્ષા હોય છે. રવીન્દ્રનાથ ટાગારનું અવસાન થયું એ પછી મુંબઈના એક ધનાઢય શેઠે મને પૂછ્યું હતું કે, ‘ટાગાર કેટલું મૂકતાં ગયા ?” રવીન્દ્રનાથ જે દલ્લા મૂકતા ગયા તે એવા છે કે એના વારસા જે કોઈ એમની કૃતિઓનો ઉપભાગ કરી શકે એમને મળ્યો છે તે એમને શી રીતે સમજાવાય ? મિલકત વહેંચી શકાય છે, ધનનું વિભાજન થાય છે, વેપારમાં એક કમાય છે અને બીજો ખુએ છે; પણ ક્લાની સૃષ્ટિમાં નફા-નુકસાન નથી હોતાં. સંગીતના જલસામાં એકને તૃપ્તિ થાય તેથી બીજો તરસ્યો નથી થતો, એકના રસ બીજો છીનવી નથી લેતો; ઊલટું, ઘણીવાર સહભાગથી રસ વધે છે, અધિકતર આહ્લાદ થાય છે. તાજમહાલ અસંખ્ય લોકોએ જોયો છે, પણ તેનું સૌન્દર્ય કોઈ ચોરી જઈ શકતું નથી. એ મનમાં, હૃદયમાં; સ્મરણમાં જ સાચવી શકાય છે. અજંટાનું : શિલ્પમૂલ્ય એના પરના અગણિત દષ્ટિપાતને લીધે ઓછું નથી થતું, વધે છે. સર્જન અને સંપત્તિમાં એ જ મુખ્ય ભેદ છે. આર્થિક પ્રગતિ વિના આપણા દેશની ભીષણ દ્રરિદ્રતા આપણે દૂર તો શું પણ ઓછી પણ કરી ન શકીએ, પરંતુ આર્થિક દ્રષ્ટિની મર્યાદા પણ સાથે લક્ષમાં રાખવી જોઈએ.
આનો અર્થ એવો નથી કે સૌ કોઈ અનાસકિતયોગની સાધના કરે. આપણામાંના ઘણાખરા યોગીઓ નથી, સંતા નથી, કે આપણે કેવળ નિ:સ્પૃહતાથી અને પરમાર્થ માટે જ કામ કરી શકીએ; તેમ માત્ર સ્વાર્થથી .બીજાના હિતાહિતની અવગણના કરીને આચરણ કરતા દુર્જનો પણ આપણે નથી. હાડચામડાના, સદ્ગુણ-દુર્ગુણ બન્નેથી ભરેલા, અભિલાષા અને આકાંક્ષા રાખનારા, બીજાના સુખ-દુ:ખમાં ભાગ પણ લેનારા, સ્નેહાળ છતાં ઈર્ષ્યાભરેલા, ઉમંગી છતાં આળસુ