SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૭-૩ પ્રબુદ્ધ જીવન એમાં કાણુ ઉત્તમ? ક્રિયાપાત્ર કે પરોપકારી? [નોંધ: ફિલસૂફપત્રકાર વા. મે. શાહે બાવન વર્ષ પહેલાં લખેલા પ્રસ્તુત લેખ આજે પણ એટલા જ ઉપયોગી જણાય એ જ એની સાર્થકતા છે એમ સમજી લાંબીચાડી પ્રસ્તાવનાનું પીંજણ કરવાની જરૂર રહેતી નથી. સંપાદક] વધારે વખાણે એમાં શું આશ્ચર્ય ? દુનિયા કાંઈ હૃદયના ભાવ જાણતી નથી કે જેથી ક્રિયાવાળા પુરુષની આંતરનિર્મળતાની હદ માપી શકે અને ક્રિયાવાળા પુરુષની લાયકાત સાથે પરોપકારી પુરુષની લાયકાતનો મુકાબલો કરી કોણ વધારે ઊંચા દેવલાના અધિકારી છે તે અટકળી શકે. દુનિયાને મન, પોતાને માટે સ્વર્ગ મેળવવા મથતા ઉત્તમોત્તમ પુરુષ કરતાં દુનિયાને સુખ આપવા મથતા સામાન્ય પુરુષો વધારે-વધારે ઉપકારી લાગે છે; કારણ કે સૌ સૌને પોતાના સ્વાર્થ લાગેલા જ છે. સામાન્ય રીતે ધર્મના બે રસ્તા મનાય છે; એક ધાર્મિક ક્રિયાઆના, બીજો પરોપકારનાં કામેાના (જેમ કે, સદુપદેશના રૂપમાં, જાહેર હિતને લગતી હરકોઈ હિલચાલ પાછળ મંડયા રહેવાના રૂપમાં વગેરે ). આ બે પૈકી પહેલા રસ્તાની બાબતમાં તો એમ છે કે, અમુક યા કેવા આશયથી, કેવા ભાવથી, બદલાની કે મોટાઈની આશા વગર કે આશા સાથે કરાયલી છે એ બાબતની ખાત્રી તો માત્ર જ્ઞાની જ કરી શકે. એ સૂક્ષ્મ દેહને લગતી બાબત હોઈ માત્ર આંતર્ચક્ષુવાળા જ તે ક્રિયાઓની ઉત્તમતા કે આડંબર માટે ખાત્રી આપી શકે. એટલે કોઈ સાધુ યા ગૃહસ્થ ગમે તેવી સખત ક્રિયાઓ પાળતો જોવામાં આવતા હોય તો પણ તે સર્વ પાળવામાં તેના આંતર આશય શું છે એ વાત નહિ જાણનારા આપણે સામાન્ય જનો એની ક્રિયાઓ માટે અતિ ઊંચા મત દર્શાવવા જે હિંમત ધરીએ તે ગેરવાજબી ગણાય. મનના ભાવોને લગતી બાબતાનું શાસ્ત્ર (સાયન્સ) એવું તે ગૂંચવાડાભર્યું છે કે, એમાંની એકાદ બે બાબતો આપણે જાણતા હોઈએ તે પણ તેને શબ્દોમાં મૂકવાનું કામ મુશ્કેલ છે. તેથી કયો ગૃહસ્થ કે સાધુ શુદ્ધ ક્રિયા કરે છે કે કેમ તે બાબતમાં આપણે ચોક્કસ અભિપ્રાય બાંધી ન શકીએ; બહુ તો અનેક સંજોગો પર બારીક લક્ષ આપીને અનુમાન બાંધી શકીએ, કે જે અનુમાનો તે સખસનો જેમ જેમ વધુ સહવાસ થતા જાય તેમ તેમ પ્રસંગોપાત ફેરવાય ખરા જ. પરંતુ બીજો રસ્તો જે પરોપકારના, તેની ખાત્રી માટે આપણને આંતરચક્ષુની કાંઈ જરૂર પડતી નથી. તત્ત્વજ્ઞાનને ઉપદેશ આપવા પે, નીતિના માર્ગ બતાવવા રૂપે, શાંતિનું પાન કરાવવા રૂપે, દુષ્કાળાદિ ત્રાસા વખતે જનસમાજને કે જાનવરોને હરકોઈ રીતે સહાય પહોંચાડવા પે, જનસમાજમાંથી સડો દૂર કરવા માટેના હરકોઈ પ્રયાસ રૂપે, કે એવા કોઈ રૂપે પરોપકાર કરનાર મનુષ્યનો આશય શું છે, એના ગુપ્ત ભાવ શું છે તે જોવા જાણવાની આપણને ઝાઝી દરકાર રહેતી નથી; કારણ કે આપણે પાડા-પાડી સાથે કામ નથી, માત્ર દહીં દૂધની જ ગરજ છે. ગમે તેવી માનની કે ધનની કે મોટાઈની કે સ્વર્ગની ઈચ્છાથી કોઈ → મનુષ્ય આપણને સદ્જ્ઞાન કે દાન આપે તે શું આપણને લાભ પહોંચાડતા નથી ? અને જો આપણને લાભ પહોંચતા જ હોય. ત જેના દ્વારા લાભ પહોંચ્યો તેના આપણે ઓશિંગણ નથી શું? મતલબ કે ગમે તેવા સ્વાથી ઈરાદાથી પણ પરોપકાર કરનાર ગૃહસ્થા અને ત્યાગીએ તો આપણા ઉપકારી અને પૂજ્ય જ છે, જ્યારે ક્રિયાઓમાં રચ્યાપચ્યા રહેલા પુરુષ જો શુદ્ધ આશયથી ક્રિયા કરશે તે જ સુખી થશે, નહિ તે તેના મનુષ્યજન્મ એળે જશે. તે સખસના આશય સ્વાથી હોય તો, દુનિયાને તે કોઈ રીતે ઉપકારી નથી એ વાત ચોક્કસ જ છે, અને જો તેનો આશય તદ્ન નિર્મળ હોય તો તે નિર્મળતાના પ્રતાપે તેનામાં સ્વાભાવિક રીતે પ્રગટેલા બીજા ગુણો આડકતરી રીતે જનસમાજને ઉપકારી થઈ પડે છે ખરા, એટલા માટે તે પુરુષ ઉપકારી ગણી શકાય. આ પ્રમાણે ‘પરોપકાર ’ અને ‘ક્રિયા’એ બે માર્ગમાં, પરોપકારનો માર્ગ . જનસમાજને વધુ ઉપકારી હોઈ લોકો તે તેની જ વધુ પ્રશંસા કરવાના, અને લોકો એમ કહે તેથી કોઈ ક્રિયાવાળાએ લોકો પર આક્રોશ પણ કરવા જોઈતા નથી; કારણ કે આટઆટલું જ્ઞાન પામીને પણ જે ક્રિયા પાળનારા સાધુ ગૃહસ્થ પેાતાને માટે સ્વર્ગનાં સુખો મેળવવા સારુ યામાર્ગ પસંદ કરે છે, તે બિચારી અજ્ઞાનકૂપમાં હેરાન થતી દુનિયા પેાતાનાં હિત માટે મહેનત કરનારને (પાતાના સ્વાર્થ ખાતર) ૪૯ આમ છે ત્યારે, અમારા સાધુવર્ગમાં કોણ ક્રિયાપાત્ર છે અને કોણ નહિ, કોણ વધુ મિલનતા ધરી શકે છે અને કોણ થોડી, કોણ વધુ લાંઘણ કરી શકે છે અને કોણ અલ્પ, કોણ અપાસરામાં ઉતરે છે અને કોણ જંગલમાં, કોણ અધોળ જમે છે અને કોણ બશેર,—એ કાંઈ જોવાજાણવાની અમને જરૂર નથી. અમારે જોવા— જાણવાની દરકાર તો આ બાબતની છે ખરી કે અમારા તારનાર તરીકેનો ખિતાબ અમોએ જેમને પંચ સમક્ષ આપ્યો હતો અને એ ખિતાબ આપતી વખતે ભવિષ્યમાં તે પુરુષ દ્રારા અમારો અર્થ સરશે એ આશયથી અમે વાંજાં વગડાવી ખુશાલી પ્રદર્શિત કરી હતી તે સાધુજી અમને અનીતિ, અજ્ઞાન, પાપ, ખેદ, ભય, ગભરાટ, અને કલેષમાંથી મુકત કરવા માટે કા, કેવા અને કેટલા પરિશ્રમ કરે છે. ઉપકારીપણાંનું અમારું ધારણ [Standard] તો એ જ છે. જે સાધુ એ પરીક્ષાવિષયમાં સારો દેખાવ કરશે તે ‘ પાસ ’ છે— બીજા ‘નાપાસ' છે; અમારી પાસે તે નાપાસ છે, ‘જ્ઞાની ’ પાસે પાસ—નાપાસ થવાની વાત વળી જુદી છે. સંપાદક : ત્રિભુવન વીરજીભાઈ હેમાણી સ્વ. વાડીલાલ મોતીલાલ શાહ સાચા લાગતા વિચારને કદિ કાઇ ઉપર લાદા નહી! ગમે તેવા સાચા વિચારને પ્રચાર થતા હોય તો પણ બીજાના ભિન્ન વિચાર પર એક પ્રચલિત વિચારને લાદવાના સાધન તરીકે જુલમનો આશ્રય લેવામાં આવે છે ત્યારે એ વિચારમાં રહેલા આદર્શના અંત આવે છે અને તે એક ત્રાસ બની જાય છે. બન્ને તેટલા શુદ્ધ સત્યને પણ વિરોધી પર બળથી લાદવામાં આવે તે તે ઈશ્વર સામે પાપ કરવા બરાબર છે. સમગ્ર વિશ્વ પર એક જ ધર્મ કે એક જ ફિલસૂફીને લાદવાનું કદી શક્ય બન્યું નથી અને કદી સંભવિત થશે પણ નહી. ......એવા જંગલી અને સંસ્કારી કોઈ જ યુગ થયો નથી. જેમાં બહુમતીને ગુલામ બનાવતા દમન સામે વિરોધ કરનારી વ્યકિતઓનું અસ્તિત્વ જ ન હોય; એટલી હદ સુધી કોઈ ત્રાસ સંપૂર્ણ બન્યા નથી, જ્યારે મદાંધ બનેલા સત્તાધીશોના એક માત્ર કહેવાતા સત્યની સામે પેાતાના જ સત્યમાં વિશ્વાસ રાખવાના અને પોતાની વ્યક્તિગત માન્યતાઓને વળગી રહેવાના અધિકારનું કોઈએ રક્ષણ ન કર્યુ હોય. સ્ટીફન જીવીંગ જુવાન છે? તમે કેટલા તમે કેટલા જુવાન છે? જેટલી શ્રાદ્ધા ધરાવો તેટલા, જેટલા આત્મવિશ્વાસ હોય તેટલા, જેટલા આશાવાદી હો તેટલા; અને તમે કેટલા ઘરડા થયા? જેટલી શંકા હોય તેટલા, જેટલી ભીતિ હોય તેટલા, જેટલી નિરાશા હોય તેટલા. સેમ્યુઅલ ઉસ્મેન
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy