________________
४८
પ્રબુદ્ધ જીવન
કહી શકાય. આ તો નવા પ્રકારની અંધશ્રદ્ધા થઈ ધાર્મિક નહિ તો માનસની અને સંપ્રદાયની. આમાં વિવેક વગરની નિષ્ઠા છે અને સત્યનો ઈનકાર છે. આમે પણ સત્યનું સંશાધન મુશ્કેલ છે અને સત્યનું પાલન એથી પણ વધારે દુ:સાધ્ય છે. સત્યનો વિજય સંસારમાં કે રાષ્ટ્રમાં થાય કે નહિ, પરંતુ એને ધ્યેય તરીકે સ્વીકારવામાં-એને માટે મથવામાં જીવનની જે સાર્થકતા છે એની અવગણના આર્થિક હિતેા પણ ન કરી શકે,
તા. ૧૭-૬૩
છે. અને લાભ ઉપરાંત આકાંક્ષા, સ્પર્ધા, સહકારવૃત્તિ એવા વિવિધ ... હેતુઓ હોય છે, અને પરસ્પરવિરોધી બળા અને આમતેમ તાણે છે. અર્થશાસ્ત્રમાં જે ‘આર્થિક મનુષ્ય” (economic man) એટલે કે કેવળ આર્થિક હેતુથી કામ કરતા માણસ કેન્દ્રસ્થાને માનવામાં આવે છે એવા કોઈ મનુષ્ય હોઈ શકે કે કેમ એ શ્ન છે. શબ્દોની પેઠે આંકડા પણ માણસને છેતરી શકે છે તેમ જ છેતરવા માટે આંકડાનો ઉપયોગ થઈ શકે છે. અર્થશાસ્ત્રને દેશ અને કાળની મર્યાદા હોય એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય. એડમ સ્મિથે ૧૭૭૦માં ઈંગ્લેંડ વિશે જે સિદ્ધાન્ત પ્રતિપાદન કર્યા હોય અથવા કાર્લ માર્કસે ૧૮૫૦માં ઈંગ્લેન્ડ, ફ્રાન્સ કે જર્મની વિશે જે કહ્યું હોય તે ૧૯૬૨માં ભારતને અનુકૂળ હોય એમ માનળનું કારણ નથી. આફ્રિકામાં વાંદગની એક એવી જાત છે કે જે માણસના જેવાં જ ઝૂંપડાં બાંધે છે, પણ એની અંદર રહેવાને બદલે એ બહાર રહે છે. બીજા દેશનાં નીતિ અને કાયદાનું અનુકરણ કરવામાં એ જોખમ છે કે જે આવશ્યક છે તેની પર લક્ષ રાખવાને બદલે જે દેખીતું હોય તે આપણે ગ્રહણ કરી શકીએ છીએ. અર્થશાસ્રના
પાશ્ચાત્ય સંસ્કૃતિએ માનવજાતિની પ્રગતિમાં સૌથી શ્રેષ્ઠ અને આવશ્યક ફાળો આપ્યો હોય તે તે યંત્રની શોધ નહિ પણ વૈજ્ઞાનિક વૃત્તિ—શાસ્રીય પદ્ધતિ છે એમ મને તો લાગે છે. આપણી પોતાની ઈચ્છા, રુચિ તેમ જ લાભગેરલાભને આવી વૃત્તિમાં સ્થાન નથી. જ્ઞાનપ્રાપ્તિ કરવાની સ્પૃહા, સત્યના સંશોધનની અભિલાષા અને નિષ્ઠા આ વૃત્તિની ભીતરમાં છે; અને બીજા બધા મનોરથા, બીજી "આર્કીક્ષા અને લાલસા અસ્થાને છે અને ત્યાજ્ય છે. નિરીક્ષણ કરીને, પ્રયોગ કરીને, નિષ્પક્ષપણે, દુરાગ્રહ દૂર કરીને, લાગણીને વશ થયા વગર કોઈ પ્રશ્નની પરીક્ષા કરવી, કોયડાનું પૃથક્કરણ કરવું એ શાસ્રીય વિચારણા અને પદ્ધતિના મૂળમાં છે. આપણી દૃઢ માન્યતા પણ તપાસવી, આપણે જેને સિદ્ધાંત ધારીએ છીએ એમાં કેટલું તથ્ય છે એ વિચારવું, પ્રમાણ સિવાય અને હકીકત તપાસ્યા સિવાય નિર્ણય પર ન આવવું એ સહેલું નથી, પણ એ વગર વિજ્ઞાનની પ્રગતિ અશક્ય છે. વિજ્ઞાનનું મૂળ જ્ઞાન છે અને જ્ઞાન અંધશ્રાદ્ધા, કાલ્પનિક મનોરથો, વહેમ કે અનિ શ્ચિતતાથી પ્રાપ્ત નથી થતું.
પરંતુ સામાજિક અને આર્થિક પ્રશ્નોની પરીક્ષા કરવામાં આવી શાસ્ત્રીય પદ્ધતિ, આવી વિપક્ષ દષ્ટિ સરળ નથી. એ સ્પષ્ટ છે. આપણા રાજના અનુભવ છે કે આવા પ્રશ્નોની ચર્ચામાં, એની છણાવટમાં લાગણી, પક્ષપાત, અંગત લાભ—ગેરલાભની ગણતરી, તરત આવી જાય છે. એક પુલ બાંધવા હોય ત્યારે તેના એક થાંભલા કેવો અને કેટલા હોવા જોઈએ, એની લંબાઈ કે પહેા ળાઈ કેટલી હોવી જોઈએ એ નક્કી કરતી વખતે નિષ્ણાત માણસા ઉશ્કેરાઈ જતા નથી, પણ વિષય જેમ ગહન પછી તે આર્થિક નીતિના હોય, સામાજિક સુધારણાનો હોય કે રાજકીય ધ્યેયના હોય— તેમ ચર્ચા કરનારા સંયમ નથી રાખી શકતા. કેટલીકવાર મને એમ લાગે છે કે કોઈ માણસનું એક બાબતમાં જેટલું જ્ઞાન હોય છે તેટલા જ એ વિષયમાં એ વધારે દુરાગ્રહી હોય છે અને મત ભેદથી કોપાયમાન થાય છે! અલબત્ત, સામાજિક પરિસ્થિતિના અભ્યાસ બુદ્ધિપૂર્વક અને વિવેકપુર:સર કરવામાં બુદ્ધિ તર્કની મર્યાદા સ્વીકારવી આવશ્યક છે. એ જ પ્રમાણે અમુક પરિસ્થિતિમાં કઈ આર્થિક નીતિ ઉત્તમ છે તે કહેવું પણ મુશ્કેલ છે, કારણ કે જે ઉપાયો રાજકીય સંજોગોની અવગણના કરે તે વ્યવહારૂ નથી નીવડતા. અર્થશાસ્ત્રના નિયમો ભૌતિકશાસ્ર કે રસાયણશાસ્ત્રના નિયમો જેવા સ્થાપિત કે સ્થિર નથી તેનું મુખ્ય કારણ એ છે કે મનુષ્યના સ્વભાવ અને વર્તન વિશે નિશ્ચિત રીતે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. પ્રયોગમાં નિષ્ફળ નીવડતા ત્યારે મહાન વિજ્ઞાનિક લાર્ડ થર્ડ કહેતા કે, “શું થાય ? આ વાતાવરણમાં પુષ્કળ મનુષ્યસ્વભાવ પથરાયેલા છે.”
એ તો સ્પષ્ટ છે કે કોઈ પણ આર્થિક નીતિ બધા સંજોગામાં અનુકૂળ હોતી નથી, કોઈ પણ આર્થિક સૂત્રેા દરેક પરિસ્થિતિમાં સરખા હોતાં નથી. અર્થશાસ્ત્રના નિયમા એવા સર્વવ્યાપી હોય કે દરેક પરિસ્થિતિમાં સાચા હોય તો એનો કંઈ અર્થ નથી. વળી, એ નિયમો કેવળ વ્યવહારુ ઉપયોગ માટે જ હોય તો જુદાં જુદાં બજારોની પ્રવૃત્તિનું પ્રતિબિમ્બ બને; છતાં અર્થશાસ્ત્રના પાઠયપુસ્તકોમાં લખ્યા પ્રમાણે બજારો ઉપર નીચે જતા નથી, ભાવો વધતા--ઘટતા નથી. છેલ્લા બે ત્રણ દાયકાથી અર્થશાસ્ત્રમાં ગણિત અને આંકડાનું મહત્ત્વ ઘણુ જ વધ્યું છે અને એ ઉચિત પણ છે, કારણ કે આર્થિક સૂત્રાના પ્રતિપાદન માટે આંકડા આવશ્યક છે. પરંતુ મનુ ષ્યનું વર્તન એની વૃત્તિ પર આધાર રાખે છે; એ લાગણીવશ થાય
અભ્યાસમાં સિદ્ધાંત અને વાસ્તવિકતા બંને આવશ્યક છે; એટલ શાસ્ત્રીય દષ્ટિ અને વ્યવહારુ બુદ્ધિ બંનેના એમાં સમન્વય થઈ શકે છે. એમાં કોઈ વાદ નથી સિદ્ધ થતા; એ તે વ્યવસ્થિત માર્ગ છે, માનસિક શિસ્ત છે, વિચારની પદ્ધતિ છે.
“આર્થિક સ્વતંત્રતા” વિશે હાલ આપણે ત્યાં વિવાદ ચાલે છે. વ્યકિતની સ્વતંત્રતા એટલે શું ? આર્થિક ક્ષેત્રમાં કેટલે અંશે એ આવશ્યક છે—લાભદાયક છે? કેટલે અંશે અને કેવી રીતે એના પર રાજ્યના અંકુશ હોવા જોઈએ ? એ પ્રશ્ન વિચારવા જેવા છે. ધારી રસ્તા પર વાહની અને રાહદારીઓ માટે નિયમન ન હોય તે બધાંને સ્વતંત્રતા નથી મળતી પણ બધું અસ્તવ્યસ્ત થઈ જાય અને અકસ્માના વધી જાય ! એ જ પ્રમાણે રાજ્યમાં ધારણ વગર વ્યકિતની સ્વતંત્રતા પણ શકય નથી. પરંતુ એનો અર્થ એમ નથી વધારે સ્વતંત્રતા પ્રાપ્ત થાય ! આર્થિક ઘટનામાં રાજ્ય અને વ્યકિત કે જેમ વધારે કાયદા-કાનૂના હોય, જેમ વધારે અંકુશા હોય એમ બંનેને અવકાશ છે. પરંતુ એક પક્ષ એવી દલીલ કરે કે જ્યાં કોઈ પણ પ્રકારના અંકુશ ન હોય ત્યાં વ્યકિત સંપૂર્ણ સ્વતંત્રતા ભાગવી શકે; એટલે કે જેટલા કાયદા-કાનૂન ઓછા એટલા સમાજને લાભ. આમાં પ્રશ્ન એ છે જે “સ્વતંત્રતા” વિશે ચર્ચા ફરીએ એ સ્વતંત્રતા કોની ? સમાજમાં કયા અંગની અને શા વાસ્તેની ? કારખાનામાં પૂરતી હવા કે ચેકસાઈ ન રાખવાની, કામદારો માટે સહીસલામતી માટેનાં સાધનો ન રાખવાની, ગમે તેટલા કલાક કામ કરાવવાની માલિકની ‘સ્વતંત્રતા’ હવે કોઈ સ્વીકારતું નથી. માલમાં ભેળસેળ કરવાની, કાળા બજાર કરવાની છુટને માટે ‘સ્વતંત્રતા’ શબ્દ પણ લાંછનરૂપ છે. સામુદાયિક હિત માટે આવી ‘સ્વતંત્રતા' અમર્યાદિત ન જ હોઈ શકે. ત્યારે સામા પક્ષ આની વિરુદ્ધ એમ કહે કે સામાજિક યંત્રણામાં મનુષ્ય તો માત્ર એક અંગ છે—કોઈ મોટા સંચામાં એક ખીલા હોય એવા છે. વ્યકિતનું હિત વ્યકિત પોતે સમજે તેના કરતાં રાજ્ય વધારે સમજે. જાણે રાજ્ય એટલે કોઈ દૈવી શકિત, કોઈ પ્રચંડ અને અમેઘ સત્તા હોય ! રાજ્ય એટલે અનેક મંત્રી, પ્રધાનો, ઊંચા નીચા દરજ્જાના અમલદારો.
ક્રમશ:
ગગનવિહારી મહેતા
રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિ
શ્રી ચીમનલાલ ચકુભાઇ
શાહનું ભાષણ
શ્રી. મુંબઈ જૈન યુવક સંઘના આકાય નીચે સંઘના કાર્યાલયમાં તા. ૬ ૭-૬૩ શનિવારના રોજ સાંજના ૬-૧૫ વાગે શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ “ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિ ” એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપશે. આ વિષયમાં રસ ધરાવતા ભાઈ-બહેનોને નિમંત્રણ છે.. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ