SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ તા ૧**૬૩ પ્રબુદ્ધ જીવન આર્થિક મૂલ્યા સદ્ગત વિદ્યાબહેન સ્મારક વ્યાખ્યાનમાળામાં મને બોલવાનું નિમંત્રણ આપ્યું તે બદુલ હું એના યોજકોને ઋણી છું. વિદ્યાબહેન સાથેના મારા સંબંધને લીધે હું આને મારું કર્તવ્ય માનું છું, છતાં આ નિમંત્રણ મારે માટે ગૌરવ લેવા સમાન છે એમ પણ જાણુ છું. વિદ્યાબહેનના સ્મરણાર્થે વ્યાખ્યાનમાળા યોજાઈ હેય એમાં કંઈક કહેવું એ મારી જવાબદારી સમજું છું. વિદ્યાબહેનના અવસાનને ચાર વર્ષ વીતી ગયાં છે, પરંતુ એમના સ્નેહીઓ અને સંબંધીઓનાં હૃદયમાં તે એમનું સ્મરણ તાજું જ છે . મૃત્યુ પછી મનુષ્ય એનાં કાર્યો વડે અને એના સ્મરણ દ્વારા આ પૃથ્વી પર જીવે છે. અમર તે કોઈ થઈ શકતું નથી, પણ પૂતળાં, પ્રતિમા અને ચિત્રા દ્વારા, કે રસ્તાને પોતાનું નામ આપી પોતાના હૈદ્રાનો લાભ લઈને મકાન કે હોલ બંધાવીને, કે સામા પૈસા આપીને જીવનચરિત્ર લખાવીને અમરતા તા પ્રાપ્ત નથી થતી ! વિદ્યાબહેન અડગ સમાજસુધારક હતાં, સેવાભાવી હતાં, પરંતુ સાથે સાથે તેઓ સામાજિક અને આર્થિક પ્રશ્નોના અભ્યાસી પણ હતાં. વૃદ્ધાવસ્થામાં પણ તેઓ ભૂતકાળમાં રચ્યાંપચ્યાં રહેતાં નહતાં; બદલાતી જતી સામાજિક પરિસ્થિતિને સ્પર્શતા વિવિધ પ્રશ્નોમાં પૂરો રસ લઈ અનેક કલ્યાણકારી અને રચનાત્મક .. પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેતાં. વિદ્યાબહેનના અનેક સંસ્થાઓમાં શેા ફાળા હતા એ અમદાવાદમાં ભાગ્યે જ કહેવાની જરૂર હોય. કેટલાય માણસાને એમણે સાંત્વન આપ્યાં હતાં, એમનામાં નવજીવનનાં બીજું ગુપ્યાં હતાં. સંસારના ચક્ર એમના પર અસર કરી હતી, પ ંતુ એથીય વધારે એમણે બીજાના જીવનમાં ઘણુ અર્પણ કર્યું હતું. જેમનામાં અતિશય અહંભાવ હોય છે, જેઓ પોતાને કદી ભૂલી શકતા નથી, જેમને એવી ભ્રાન્તિ હોય છે કે આખી સૃષ્ટિ એમની આસપાસ નિંતર ફર્યા જ કરે છે, અને એમની કીતિ અને મહત્તા એ જ બ્રહ્માંડનું ધ્યેય છે એમ જેઓ ધારે છે તેઓ કદી સુખી નથી થઈ શકતાં અને એમને વૃદ્ધાવસ્થા અસહ્ય લાગે છે. પરંતુ, ઓ ક્રમે ક્રમે પાતાના અહંભાવની દિવાલ તોડી નાખી શકે છે, બાહ્ય જીવનમાં અને વિવિધ પ્રવૃત્તિમાં પરોવાઈ શકે છે, કાર્યમાં સતત તલ્લીન રહે છે. મને ઘડપણ આક લાગતું નથી. મુદ્રાલેખા ઘણુખં તો ભીંત પર, પાટીયા પર દસ્કૃત-શિક્ષકમાં અને હસ્તાક્ષરપત્રિકામાં લખવા પૂરતાં જ હોય છે, છતાં ગીતાનો એક શ્લાક જીવનમાં અેટલે અંશે આચરી શકીએ એટલા પ્રમાણમાં જીવન કૃતાર્થ કરી શકીએ અને સુખી પણ થઈ શકીએ એમ મને ઘણાં વર્ષોથી લાગે છે. न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किंचन । नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि ।। આવી કાર્યનિમગ્નતા એ કેવળ કર્તવ્યપરાયણતા જ નથી; એમાં રાજૈનનો રોમાંચ છે, જીવનનું ક્ રણ છે. પરંતુ કેવા પ્રકારના કાર્યમાં આપણે ગૂંથાઈએ છીએ એ પહેલાં વિચારવાનું છે. સૃષ્ટિના આ ભથી માનવીને માટે અવિકાનું કાર્ય મુખ્ય રહ્યું છે. સમાજપ્રથાની શરૂઆત થઈ ત્યારથી મેટા ભાગના લોકોને તો પોતાના નિર્વાહ પૂરતું કેમ મેળવવું અને કુટુંબનું પોષણ કેમ કરવું એ દરરોજનો અને જીવનપર્યન્તનો પ્રશ્ન રહ્યો છે. મારા એક મિત્ર પોતે કેવું માસિક, ત્રૈમાસિક પ્રગટ કરશે, કેવા લેખકોને દેશ-પરદેશમાંથી એમાં લખવાનું કહેશે અને પોતે એમાં કેવાં નાટકો અને વાર્તાઓ લખશે એનું વિસ્તારથી વર્ણન કરતા હના ત્યારે એમના પિતા એમને પૂછતા કે, “એ બધું સાચું, પણ તારાં છેકરાં ધૂઘરે શી રીતે રમશે ?” આજે દુનિયામાં શૅડાક જ દેશે! એવા છે જ્યાં સામાન્ય માણસાને પણ દરેક પ્રકારની સુખસગવડ હોય છે, બેકારીના પ્રશ્ન મૂંઝવતો નથી. અને કુટુંબના ભાવિની ચિન્તા પણ નથી હોતી. આને પરિણામે એ દેશના લોકો સુખી છે કે નહિ એ જૂદો પ્રશ્ન છે, કારણ કે ‘સુખ’ની એક સર્વમાન્ય વ્યાખ્યા નક્કી કરવી કઠણ છે. પનું દુનિયાના ઘણાખરા દેશમાં લેસમૂહની પરિસ્થિતિ આથી જુદી જ છે. તેથી જ આપણે કહીએ છીએ કે આપણા મૌલિક પ્રશ્નો આર્થિક છે, જો કે એ ‘આર્થિક’ પ્રશ્નો ક્યા છે અને એનું કેમ નિરાકરણ કરવું એ વિશે બધા એકમત નથી હોતા. આજના વાતાવરણમાં આને વિશે અર્થશાસ્ત્રીઓ, રાજ્તારી પુષો (?) અને સામાન્ય લોકોમાં જોશભેર ચર્ચા ચાલે છે; આર્થિક સ્વતંત્રતા અને 3 ૪૭ રાજાના અંકુશ, વ્યકિતગત સાહસ અને રાષ્ટ્રીયકરણ, ધનની અસમાનતા અને સ્પર્ધાનું સ્થાન ઈત્યાદિ અનેક પ્રશ્નો આપણી સમક્ષ છે. આવા પ્રશ્નો મહત્ત્વના છે, મૌલિક છે; પરંતુ દુર્ભાગ્યે એના નિકાલ કેવળ નિરીક્ષણ કે પ્રયોગોથી જ થઈ શકતો નથી. એવી કોઈ સામાજિક પ્રયોગશાળા નથી કે જેમાં આ પ્રશ્નનું પૃથક્કરણ થઈ શકે, એનું પ્રમાણ માપી શકાય અને પરિણામ સિદ્ધ કરી શકાય. છેલ્લાં પચાસ-સાંઠ વર્ષમાં સામાજિક પ્રશ્નો વિશે ઘણૢ જ્ઞાન પ્રાપ્ત થયું છે, ઘણી સામગ્રી એકઠી થઈ છે, છતાં પણ આવા ઘણાખરાં પ્રશ્નો મૂલ્યના છે, હકીકત કે મથાર્થતાના નથી; અને મૂલ્ય નૈતિક વૃત્તિ પર, બલ્કે માનસિક વૃત્તિ પર પણ આધાર રાખે છે. અર્થશાસ્ત્રના આવા મુલ્ય સાથે કેવો અને કેટલા સંબંધ હોઈ શકે એ કૂટ પ્રશ્ન છે. કેટલાક અર્થશાસ્ત્રીઓ કહે છે કે અર્થશાસ્ત્ર સાધનાનો, ઉપાયોના અભ્યાસ છે. દાખલા તરીકે, ભાવ કેમ વધે છે અને ક્યારે વધે છે, ચલણ કે નાણું શી વસ્તુ છે એનું પૃથક્કરણ અર્થશાસ્ત્ર કરી શકે, પંતુ એ નાણાનો શો ઉપયોગ કરવો એનો નિર્ણય કરવાનું કામ અર્થશાસ્ત્રનું નથી. અમુક પરિસ્થિતિનું શું પરિણામ આવે તે અર્થશાસ્ત્રી સમજાવી શકે, પંતુ એ પરિસ્થિતિ સુધારવા શાં પગલાં લેવાં એના આધાર એ આર્થશાસ્ત્રીની સામાજિક ફિલસૂફી પર અથવા રાજકીય દૃષ્ટિ પર અથવા તે કેવળ મનુષ્યની અભિલાષા કે સ્વભાવ પર આધાર રાખે છે, ઉપરાંત, જે આર્થિક નીતિને અર્થશાસ્ત્રી આવશ્યક લેખે એનું આચરણ અનેક વસ્તુઓ પર આધાર રાખે છે. રાજકીય પક્ષને ફંડના પૈસા ધનવાન આગળથી અને મૃત ગરીબ આગળથી મેળવવાના હોય છે, એટલે ભાષણે એક પ્રકારનાં કરવા પડે છે, જ્યારે વર્તન હંમેશાં એ પ્રકારનું નથી હોતું. અલબત્ત, કોઈ પણ નીતિના આચરણમાં અંતરાયો તો આવે જ છે, મુશ્કેલીઓ નડે છે અને પરસ્પરવિરોધી બળા પણ હોય છે; પણ આ સર્વ નખ્વા અર્થશાસ્ત્રની સૃષ્ટિથી અલગ છે એમ કહી શકાય, કારણ કે અર્થશાસ્ત્રના કોઈ નિયમ યથાર્થ રીતે પૂરેપૂરો અમલમાં મુકાય નહિ ત્યાં સુધી તે સાચું છે કે ખોટો છે એને નિર્ણય કેવી રીતે કરી શકાય ? લાંબે ગાળે એ સાચું પુરવાર થશે એમ કહેવાય છે, પણ વિખ્યાત અર્થશાસ્ત્રી કેન્સ કહેતો એમ, લાંબે ગાળે તે આપણે સૌ કોઈ નહિ દઈએ ! અને બધા સંજોગો અનુકૂળ હોય ત અમુક પરિણામ આવે એમ મર્યાદિત પ્રમાણમાં પ્રતિપાદન કરવામાં એ પણ યાદ રાખવાનું હોય છે કે ર્ભાગ્યે બધા અંભેગા કદો સરખા પણ નથી હોતા અને અનુકૂળ પણ નથી હોના. અર્થશાસ્ત્ર કે ઈનિહાસ સિદ્ધાંતના પાઠ નથી શીખવી શકતા; કેવળ વિવેક, દીર્ઘદૃષ્ટિ અને ધૈર્ય શીખવી શકે. સામ્યવાદી વિચારકો તે કહે છે કે વર્ગભેદ હોય ત્યાં સુધી આર્થિક દૃષ્ટિમાં નિષ્પક્ષ પરીક્ષા અશક્ય છે. અલબત્ત, એ પેાતે આ નિયમમાં અપવાદરૂપ છે. કાર્લ માર્ક્સ જ્યારે પેાતાનું મહાન પુસ્તક “ Das Kapital” લખ્યું તે સમયની એની આર્થિક વિટંબગાનો એમાં પ્રતિધ્વનિ છે એમ માનવું એ ધાર પાપ છે. સામ્યવાદી નેતા જે કોઈ સિદ્ધાંતનું પ્રતિપાદન કરે એ સત્ય જ માનવા ઘટે ! અથવા તો, એમ દલીલ થાય કે સંપૂર્ણ સત્ય માનવજીવનમાં અપ્રાપ્ય છે, એટલે જે સામ્યવાદી ધ્યેય માટે અનુકૂળ એ જ સત્ય છે ! છતાં પણ સામ્યવાદની આ ટીકા છેક નાખી દેવા જેવો નથી. આપણે સૌ જે સ્થિતિમાં ઊછર્યા હોઈએ અથવા રહેતાં હોઈએ એના પર આપણી મનોવૃત્તિનો, આપણી વિચારસરણીનો, આપણા વ્યવહાર અને વર્તનનો ઘણો આધાર છે. ગર્ભ શ્રીમંત । યુવકનેં તો સ્વાભાવિક એમ જ લાગે કે જે સ્થિતિમાં એ રહે છે તે કુદરતી છે; જે પરિસ્થિતિ ચાલતી આવી છે તે ચાલ્યા જ કરશે અને ચાલ્યા કરવી જોઈએ, તેમ જ જે સ્થિતિ છે તે ઈષ્ટ અને યોગ્ય છે. ખેતરમાં મજૂરી કરનારનું માનસ અને ધનાઢ્ય મિલમાલિકનું માનસ કેવી રીતે એક પ્રકારનું હોઈ શકે ? પરંતુ મનુષ્યના વિચાર અને અભિપ્રાય એની આર્થિક પરિસ્થિતિનું જ પરિણામ હોઈ શકે.એમ સ્વીકારીએ તો પછી બુદ્ધિપૂર્વકના નિર્ણયને અવકાશ જ નથી રહેતો. પછી તો પ્રત્યેક કાર્ય સ્વાર્થવૃત્તિ પર અથવા તો માણસ જેને પોતાના સ્વાર્થ માને એના પર જ અવલંબિત રહે અને જે પોતાના નેતા કે પક્ષ કહે એ જ સાચું માનવાનું રહે. આને “શાસ્રીય” વિચારણા તો ન જ
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy