________________
પ્રબુદ્ધ જીવન
૪૬
જાગી ઊઠી; તે રાજકોટના સિમાડા જેવા સુરેન્દ્રનગરમાં શ્રી મનસુખભાઈથી શાંત શી રીતે બેસી શકાય ? તેઓ પણ એક ટુકડીના આગેવાન બનીને રાજકોટ પહોંચી ગયા.
આ અરસામાં એમના અભ્યાસકાળ અથડાતા કુટાતા પૂરો થયો અને જીવનની બીજી વીશીના આરંભમાં તેઓ ધંધા માટે બર્મા પહોંચ્યા. કદાચ એમના માતાપિતાએ વિચાર્યું હશે કે આવા દેશઘેલા અને સેવાઘેલાને દૂર મોક્લ્યો જ સારો ! બર્મામાં આ સેવાઘેલા યુવાનને ભગવાન બુદ્ધના ‘બહુજનહિતાય બહુજનસુખાય ’ ના લાકકલ્યાણના માર્ગ ગમી ગયો; પણ વધુ અભ્યાસ અને સંપકૈના લાભ મળે એ પહેલાં એમને સ્વદેશ પાછા ફરવાનું થયું.
દેશમાં પાછા આવ્યા પછી એમણે મેન્ટેસરી પદ્ધતિથી બાળશિક્ષણના પ્રસાર માટે બાલમંદિરની સ્થાપના કરી; મેલેરિયાના ઉગ્ર ઉપદ્રવમાં લોકોને રાહત આપવા માટે વ્યાપારી મંડળ દવાખાનાની સ્થાપના કરી; અને દર્દીઓને દવા અને મુસંબી વિનામૂલ્યે કે અલ્પમૂલ્યે મળી રહે એવી વ્યવસ્થા કરી. પચીસેક વર્ષની વયે પહેચેલા શ્રી મનસુખભાઈની સેવાપ્રવૃત્તિનો એ ઉષાકાળ.
૧૯૪૩૪૪માં તેઓ મુંબઈ પહોંચ્યા. ગયા તા હતા એ વેપાર ખેડવા; પણ એમણે મુંબઈમાં જઈને લોકસેવાની ખેતી શરૂ કરી અને મુંબઈમાં રહ્યા રહ્યા સુરેન્દ્રનગરની જનસેવાની પ્રવૃત્તિઓ નિશ્ચિતપણે ચાલતી રહે અને નવી નવી વિકસતી રહે એનું તે ધ્યાન રાખતા ગયા.
અને આ સેવાવ્રતી મહાનુભાવને સેવાવ્રતીઓનું અને સખાવતીઓનું એક જૂથ પણ મળી ગયું; કાળક્રમે એમની સેવાપ્રવૃ ત્તિઓ શતમુખે વિકસવા લાગી; અને ધીમે ધીમે સુરેન્દ્રનગર કેળવણી અને બીજી સંખ્યાબંધ સેવાસંસ્થાઓનું તીર્થધામ બની ગયું.
એક વખતનું સામાન્ય વઢવાણ કામ્પ આજે બાળમંદિરથી લઈને ઉચ્ચ કેળવણીના વિદ્યાધામો, કન્યાશાળાઓ, છાત્રાલયો અને આરોગ્ય તથા લાસેવાને વરેલી અનેક સંસ્થાઓથી શાભનું ઝાલાવાડ જિલ્લાનું નમૂનેદાર શહેર બની શક્યું છે, અને હવે તો ત્યાં નાનામેટાં ઉદ્યોગો પણ વિકસી રહ્યા છે. એમાં શ્રી મનસુખભાઈના ફાળા કંઈ નાનોસૂનો નથી. ખરી રીતે એમણે જ પ્રાણરૂપ બનીને આ બધી સંસ્થાઓને વેગ આપ્યો છે. બાળકેળવણી મંડળ અને સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટીએ., શ્રી મનસુખભાઈની પ્રેરણાથી, જાણે કેળવણીના ક્ષેત્રે સુરેન્દ્રનગરનો કાયાપલટ કરી દીધા છે.
સુરેન્દ્રનગરનાં દવાખાનાં પણ અદ્યતન સગવડવાળાં છે. એકેએક જાતની તબીબી સારવારની ત્યાં જોગવાઈ થઈ ગઈ છે અને બાર લાખના ખર્ચે તૈયાર થઈ રહેલ મહાત્મા ગાંધી હોસ્પિટલ તા શહેરનું નાક અને મનસુખભાઈની સેવાપ્રવૃત્તિનું સ્મારક બની રહે એવું છે. બહેનો માટેનું વિકાસ વિદ્યાલય આજે નિશ્ચિતપણે કામ કરી રહ્યું છે; કસ્તુરબા સેનેટોરિયમ લોકોને રાહત આપી રહ્યું છે; અંધ વિદ્યાલય, અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ ઈક દીન દુખી જનોને આશ્વાસનરૂપ બની રહ્યાં છે. આ બધી જનસેવાની પ્રવૃત્તિના કેન્દ્રમાં શ્રી મનસુખભાઈ બેઠેલા દેખાય છે. કહેવું જોઈએ કે સુરેન્દ્રનગરની એકેએક જાહેર સંસ્થાના આણુઅણુમાં શ્રી મનસુખભાઈની નિ:સ્વાર્થ સેવાવૃત્તિની સુવાસ ધરબાયેલી છે; આ સંસ્થા શ્રી મનસુખભાંઈનું જીવંત સ્મારક બની રહેશે.
'સુરેન્દ્રનગરની જૈન સંસ્થાઓના વિકાસમાં પણ શ્રી મનસુખભાઈએ ખૂબ સેવાઓ આપી હતી; અને એમની આકાંક્ષા તો સણાસરાની લાકભારતી જેવી લાકશિક્ષણની સંસ્થા સુરેન્દ્રનગ૨ના આંગણે ઊભી કરવાની હતી; અને આ માટે એમણે કેટલીક પૂર્વતૈયારી પણ કરાવી હતી.
અને નવાઈની વાત તો એ છે કે મુંબઈમાં પોતાનાં દવાના વેપાર ખેડતા ખેડતા એમણે જનસેવાની અને સુરેન્દ્રનગરના શતમુખ
તા. ૧-૭-૩
વિકાસની પ્રવૃત્તિ સફળ રીતે પાર પાડી હતી! અને મુંબઈના સુરેન્દ્રનગર મિત્રમંડળના તો એ માત્ર મંત્રી જ નહી, એના આત્મા
જ હતા.
પાતળા દેહ, તેજ વેરતી આંખે, હાસ્ય વેરતું મેાહક મુખ, સદા વિનાદ વર્ષાવીને કર્તવ્યની ખેતીને નિપજાવી લેતી વાણી અને ઠાવકાઈભરી રીતભાતથી શ્રી મનસુખભાઈનું વ્યકિતત્વ ભારે આકર્ષક બનેલું હતું.
કામના ગમે તેટલા ભાર માથે હોય, પણ એનો ભાર શ્રી મનસુખભાઈના ' મુખ ઉપર ક્યારેય જોવા ન મળે; અને છતાં વેપારનું અને સેવાનું નાનું મોટું કામ વણઅટકર્યું ચાલ્યા જ કરે, એ શ્રી મનસુખભાઈની બુદ્ધિની અને કાર્યદક્ષતાની અસાધારણ ખાસિયત હતી.
અને દાતાઓને જાણે મનસુખભાઈ કામણ કરી જતા; અને હાંશે હોંશે ધાર્યા કરતાં સવાયું દાન આપીને શ્રી તલકશી દેૉશી જેવા વયોવૃદ્ધ સગૃહસ્થ હોય કે શ્રી મેઘજી પેથરાજ જેવા કાબેલ ઉદ્યોગપતિ અને ભારે ગણતરીબાજ શ્રીમંત હાય, પણ સૌ મનસુખભાઈની વાતને શિરોમાન્ય કરવામાં આનંદ માનતા. અને મનસુખભાઈના આ અદ્ભુત વશીકરણનું કારણ હતું લોકસેવા માટે સદાય તલસતા એમના આત્માના બોલ ! જીભના ભભકર્યા બાલ ભલે એળે જાય, પણ આત્માના સીધા સાદા બાલ અંતરને સ્પર્ધા વિના રહેતા નથી.
લોક્સેવાના કોઈ ડોળ નહીં, કીતિની કોઈ આકાંક્ષા નહીં; સ્વાર્થ સાધવાની કોઈ વૃત્તિ નહીં; કેવળ નિર્ભેળ કર્તવ્યપરાયણતા અને સેવાનિષ્ટા એ જ શ્રી મનસુખભાઈના સહજ જીવનક્રમ હતા. સેવા માટે જ તેઓ જાણે જન્મ્યા હતા, અને જતાં જતાં પણ પેાતાનાં નેત્રાનું દાન કરીને ‘જનસેવા એ જ પ્રભુસેવા’ના સૂત્રના બોધપાઠ આપતા ગયા.
ફલ આજે ખીલે છે અને કાલે કરમાય છે, છતાં એની સૌરભ સ્મૃતિ કયારેય મુરઝાતી નથી. જીવન લાંબુ હોય કે ટૂંકું એ માનવીના હાથની વાત નથી. એને સેવાપરાયણ અને પ્રભુપરાયણ બનાવવું એ માનવીના પોતાના હાથની વાત છે. શ્રી મનસુખભાઈ એ સેવામાર્ગના પ્રવાસી બનીને ધન્ય બની ગયા. પ્રભુના પ્યારા બની ગયા. લાસ્મૃતિમાં અમૂર બની ગયા !
આપણા એ વહાલા બંધુને આપણી સા સા સલામ હૈ ! “જૈન”માંથી સાભાર ઉષ્કૃત રતિલાલ દીપચંદ દેસાઈ
પૂરક નોંધ: જણાવતાં સંતોષ થાય છે કે આ સ્વર્ગસ્થ લોકસેવકનું સ્મરણ કાયમ રાખવા માટે તેમના મિત્રો અને પ્રશંસકો તરફથી એક સ્મારક શરૂ કરવામાં આવ્યું છે જેમાં અત્યાર તંત્રી. સુધીમાં રૂા. ૧૧૦૦૦૦ ની રકમ ભરાઈ ચુકી છે.
વિષયસૂચિ
ઉત્ક્રાન્તિમાં મૂલ્યોનાં પરિવર્તન સ્વનામધન્ય શ્રી મનસુખભાઈ આર્થિક મૂલ્યો
બેમાં કોણ ઉત્તમ ? ક્રિયાપાત્ર કે પરોપકારી?
પ્રકીર્ણ નોંધ : અંગત નોંધ, અમદાવાદમાં બે બાળકોને અપાયેલી દીક્ષા, જ્યારે તીવ્ર આર્થિક ભીસમાં જનતા પીસાઈ રહી છે ત્યારે સમાજના દ્રવ્યના ધર્મના નામે આવા ધુમાડો શા માટે ?, પ્રોડ્યુમા પ્રકરણ’, શ્રી. કૈલાસ શિખરના આરોહકોને ધન્યવાદ.
રજનીકાન્ત માદી
પૃષ્ઠ ૪૩ રતિલાલ દીપચંદ દેસાઇ ૪૫ ગગનવિહારી મહેતા ૪૭
વાડીલાલ મોતીલાલ શાહ ૪૯ પરમાનંદ .