________________
તા. ૧૭૬૩
અલ્પાંશ અહીં પ્રગટ થાય છે તેનું મનામય મૂલ્યોમાં મિશ્રાણ થઈ જતાં તેઓ પોતાની વિશુદ્ધતા ગુમાવી બેસે છે, આત્મા પોતે સ્વસ્વરૂપે વિશુદ્ધ અને અલિપ્ત હોવા છતાં તેનાં ફ ુરણા, પ્રેરણાઓ, સાક્ષાત્કારો, ઈત્યાદિનું માનવના મનોમય સ્વરૂપમાં અવતરણ થતાં, એ મનોમય અવસ્થાની અજ્ઞાનમય અને અલ્પ ચેતનામાં તેમનું રૂપાન્તર થઈ જાય છે.
પ્રબુદ્ધ જીવન
સર્વ વસ્તુઓનાં અન્તિમ મૂલ્યો અતિમાનસ · મૂલ્યો છે. એ અતિમાનસમાં મનોમયની જેમ ભિન્નતાના .આધાર પર રચાયેલાં મૂલ્યા નથી. મનેાયમાં જ્ઞાતા—શેયભાવના આધાર પર ઘડાયેલાં મૂલ્યો છે, જ્યારે અતિમાનસમાં અદ્વૈત અર્થાત્ એકત્ત્વના આધાર પર આવિર્ભાવ પામેલાં મૂલ્યો છે. મનોમય ઉપરથી અતિમાનસમાં થતું પરિવર્તન મૂલ્યોનું અંતિમ પરિવર્તન છે. મનોમય મૂલ્યો તેમની ઉચ્ચતમ અવસ્થામાં પણ અહ કેન્દ્રિત છે, જયારે અતિમાનસ મૂલ્યો આત્મકેન્દ્રિત છે; કારણ કે, મનોમય ભૂમિકામાં મૂળ એકત્વના ભાનનો અભાવ હોય છે. ભેદ એનો પાયો છે અને વિભાજન અથવા પૃથક્કરણ એના કાર્યની રીત છે. એ જયારે કોઈ એકત્ત્વ ઉપર પહોંચે છે ત્યારે પણ તે એકત્ત્વ કોઈ કૃત્રિમ એકત્ત્વ જ હોય છે. આનાથી ઊલટું અતિમાનસ ભૂમિકામાં એકત્ત્વ સહજસિદ્ધ છે. જ્ઞાતાÈયભાવના ત્યાં અભાવ નથી અને હોઈ શકે પણ નહિં, કેમકે એનો જો અભાવ હોય તો કોઈ પણ પ્રકારનું મૂલ્યાંકન જ સંભવી ન શકે, પરંતુ એ તની પાછળ અદ્ભુત અથવા એકત્ત્વનું ભાન અવિચ્છિન્નપણે ચાલુ રહે છે; ક્રિયાનો ત્યાં અભાવ નથી, પરંતુ એ ક્રિયાના આલંબન રૂપે કોઈ વિરાટ અને અતીત નિષ્ક્રિયતા અને નિષંદતા રહેલી છે.
આવા અતિમાનસમાં જે મૂલ્યાંકના છે તે શુદ્ધ આત્માનાં મૂલ્યાંકનો છે, કોઈ વિરાટ નિરવધિ સત્, કોઈ અતીત નિ:સીમ ચિત્ - શકિત અને કોઈ પરમ અપાર આનન્દ એ ત્રિવિધ અને ત્રણ છતાં એક એવા તત્ત્વ ઉપર અવલંબિત થયેલાં એ મૂલ્યો છે. કોઈ સનાતન વ્યક્તિ . કોઈ સનાતન ભૂતભાવને (becoming) ને નિહાળે છે; કોઈ સનાતન ચેતના કોઈ સનાતન સત્તામાં સભાન બને છે; કોઈ સનાતન આનન્દ કોઈ સનાતન ચિત-શકિતયુકત સત્તાનાં ઉપભાગ કરેછે. આ ત્રિવિધ સચ્ચિદાનન્દ અન—પ્રાણ મનેામય ત્રિવિધ ભૂતભાવને (becoming)નેવિજ્ઞાન (Gnosis) દ્વારા અસ્તિત્ત્વમાં આણીને તેને પાતાની અતિમાનસ દષ્ટિથી નિહાળે છે અને અતિમાનસ મૂલ્યો પ્રગટ થાય છે. અને તાત્મક મૂલ્યો હોવા છતાં તેઓ દ્વૈતભીરુ નથી; નિ:સીમનાં મૂલ્યો હોવા છતાં તેઓ સસીમને તિરસ્કારતાં નથી; આનન્દાત્મક મૂલ્યા હોઈ તેઓ સુખદુ:ખ બન્નેયથી પર છે અને બન્નેને પોતામાં સમાવે છે; સૌન્દર્યાત્મક મૂલ્યા હોઈ તેઓ સુન્દર અને અસુન્દર બન્નેને વ્યાપી રહે છે, નૈતકાતીત (Supramoral) મૂલ્યો હોઈ. તેઓ નૈતિકતા અને નૈતિકેતરતા અને અવનૈતિકતા એ સર્વમાં પ્રતિષ્ઠિત રહે છે. તેઓ કાલાતીત હોવા છતાં કાલને પોતાની દષ્ટિની એક પદ્ધતિ ગણે છે; અને સ્થલાતીત હોવા છતાં સ્થલને પોતાના પ્રવર્તનનું ક્ષેત્ર ૫ે છે. તેઓ સત્યાત્મક હોવા છતાં અસત્ય, અર્ધસત્ય, ભ્રાન્તિ આદિ સર્વ મનાય કલ્પનાઓને પોતાના તેજમાં પોતાના મેઘધનુષીરંગામાં રંગી પોતાના સ્વસ્વરૂપમાં પલટાવી નાખે છે. આમ સર્વ વિરોધ તેમાં સંવાદી બની જઈ પરસ્પર સુમેળપૂર્વક રહે છે. એનું કારણ એ છે કે વિરોધાતા માત્ર મનોમય ભૂમિકા ઉપર જ વિરોધ છે. આદ્ય સચ્ચિદાનન્દનાં સત્યશિવ - સુન્દરાત્મક ત્રિવિધ મૂલ્યોના પ્રકાશમાં અને વિજ્ઞાનમય અતિમાનસ ચેતનામાં એ સર્વ વિરોધોના લય થઈ જાય છે, કારણ કે, ત્યાં સર્વ ભેદોને પાતામાં સમાવતું અદ્ભુત છે. પર ંતુ એ લયના અર્થ કઈ એવો નથી કે ત્યાં વૈવિધ્યના અભાવયુકત એકર ગિતા છે. એનાથી ઉલટું જ, વિજ્ઞાનમય ચેતના તા સીમાહીન અનન્તની ચેતના હોઈ મનથી કલ્પી પણ ન શકાય એવાં અનન્ત વૈવિધ્યો અને અનન્તર ંગાને પ્રગટ કરે છે અને નિહાળે છે. ત્યાં સમત્વ છે, પરંતુ રસહીનતા કે અરસજ્ઞતા નથી. ચિત્ અને આનન્દ એ બન્ને ય તત્ત્વોની ત્યાં પરમાવસ્થા છે. અને તેથી જ ત્યાં સમસ્ત મૂલ્યોનો સત્ - ચિત્ - આનન્દરૂપ અથવા સત્ય - શિવસુન્દરરૂપ અન્તિમ ભૂમિકા છે. અહીંનાં અન્નમય-પ્રાણમય-મનોમય અપૂર્ણ મૂલ્યાની ત્યાં અન્તિમ પૂર્ણતા અને કૃતાર્થતા છે. . . રજનીકાન્ત મોદી
૪૫
સ્વનામધન્ય શ્રી મનસુખભાઈ
ગીતાકારે એક ભારે પ્રેરક વચન કહ્યું છે: વિશ્વનું કલ્યાણ કરનારનું પોતાનું કયારેય અલ્યાણ થતું નથી.
તેથી જ લાકકલ્યાણના માર્ગ એ જ આત્મકલ્યાણના સાચા માર્ગ બની ગયો છે અને મોટા મોટા આત્મસાધકોએ એ માર્ગનું અનુસરણ અને ઉદ્બોધન કર્યું છે. સેવાધર્મને યોગીપુ_પોએ જેટલા ગહન કહ્યો છે એટલેા જ આત્મકલ્યાણકર પણ કહ્યો છે, અને એટલા જ માટે ભક્તે કણાથી આર્દ્ર બનેલા સ્વરે પોતાના ભગવાનને પ્રાર્થના કરી છે કે હે પરમાત્મા, મારે નથી જોઈતું રાજ્ય, નથી જોઈતું સ્વર્ગ અને નથી જોઈતું નિર્વાણ. દીન-દુખિયા ઓના દુ:ખનું નિવારણ કરવામાં હું યતચિત નિમિત્ત બન્યું એટલી જ મારી આપની પાસે ભિક્ષા છે!
સ્વ૰ મનસુખભાઈ
શ્રી મનસુખભાઈ દોશી લાકક્લ્યાણમાં આત્મક્લ્યાણનું દર્શન કરતા આવા જ એક સેવાઘેલા નવયુવક હતા. યૌવનના થનગનાટને સેવામાગે વાળીને એમણે પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું, અને સેવામાર્ગને કૃતાર્થ કર્યો હતો. ૪૩ વર્ષની પાંગરતી વયે તો પ્રભુના આ પ્યારાએ પોતાનું જીવન સંકેલી લીધું
એમનું વતન સુરેન્દ્રનગર, પિતાનું નામ શ્રી રાધવજીભાઈ. અને માતાનું નામ શ્રીમતી ભાબહેન. મહાત્મા ગાંધીજીના અસહકારયુગના ઉષાકાળ સમયે, સને ૧૯૧૯ના જાન્યુઆરીની ૧૦ તારીખે, એમનો જન્મ. એ કર્મયુગની પ્રેરણાનું અમૃતપાન જાણે એમને પારણામાં જ લાધી ગયું. શ્રી મનસુખભાઈ. જરાક સમજણા થયા, અને નિશાળે જવા લાગ્યા કે એમના જાહેરજીવ નના અને લોકસેવાના રસ જાગી ઊઠયો અને નવીન વિચારધારાએને ઝીલવી એ તે એમને મન રમત વાત !
તેઓ વિદ્યાર્થી હતા ત્યારથી જ વિદ્યાર્થીસંઘ રચવા, યુવકમંડળની આગેવાની લેવી, નવા વિચારોને પ્રચાર કરવા, જૂનવાણી પ્રથા તરફ અણગમા દર્શાવવા - એ જ જાણે એમનું જીવનકાર્ય બની ગયું હતું, અને અભ્યાસનું સ્થાન તો ગૌણ બની ગયું હતું.
એક બાજુ જાહેરજીવનની તાલાવેલી અને બીજી બાજુ અભ્યાસની તાણખેંચ-આ ભેંતરાંથી શ્રી મનસુખભાઈનું મન સદા વલ્રાવાયા કરતું હતું; એવામાં દુધમલ દાંતવાળા મનસુખભાઈએ મહાત્માજીના ૧૯૩૦ના વિરાટ સ્વાતંત્ર્ય સંગ્રામનો સાદ સાંભળ્યો, અને એમના શક્તિશાળી આત્મા વધુ જાગી ઊઠયો... ભૂખ્યાને જાણે ભાવતાં ભાજન મળી ગયાં ! તેઓ બાળ વાનરસેનાના એક અદના સૈનિક બની ગયા. પછી તો પ્રભાતફેરી, પિકેટિંગ, મીઠાનો સવિનય કાનૂનભંગ, એ જ એમની પ્રવૃત્તિનું કેન્દ્ર બની ગયાં. મનને જો એની મોજ પ્રમાણે મહાલવા મળતું હોય તો ભણતરનું ભલેને ગમે તે થાય ! શ્રી મનસુખભાઈ એક સાચા સિપાહી બની ગયા. .
પણ હજી 'ઉંમર નાની હતી; ૧૯૩૮માં હરિપુરા કોંગ્રેસ આવી. એ કૉંગ્રેસે શ્રી મનસુખભાઈનો કાયાપલટ કરી નાખ્યો. તે રાષ્ટ્રવાદી અને ખાદીધારી બની ગયા. ગાંધીજી એમની પ્રેરણાનું સ્થાન બની ગયા. રાજકોટમાં જવાબદાર રાજ્યતંત્રની લડત