SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ 10. પ્રબુદ્ધ આવેલા. તે આ સંસ્થાની કાર્યવાહી અને વિકાસશક્યતા જોઈને ખૂબ રાજી થયેલા અને તેમણે જણાવેલું કે જો ઉદાર નિકો પાસેથી દશેક લાખ રૂપિયા એક્ઠા કરવામાં આવે તે મહારાષ્ટ્ર સર કાર પાસે પંદર લાખ રૂપિયાની મદદ મંજૂર કરાવવાની તે પ્રયત્ન કરે. આ સંસ્થા ઉભી કરવામાં અને આજની સદ્ધર સ્થિતિ ઉપર પહોંચાડવામાં આ બાજુએ વસતા પણ મૂળ રાજસ્થાન બાજુના—જૈન શ્રીમાનનો ઘણો મોટો ફાળો છે અને આમ છતાં આ સંસ્થાની કાર્યવાહીમાં કે આ સંસ્થા દ્રારા અપાતા શિક્ષણમાં કોઈ સાંપ્રદાયિક ભેદભાવને સ્થાન નથી. ૪૨ શ્રી રિષભદાસજીએ કરેલી રજૂઆતના અનુસંધાનમાં મે, હીરાબહેન પાઠકે, શ્રી સૂરજચંદ ડાંગીએ તથા રતિલાલ કોઠારીએ પોતપોતાના વિચારો રજૂ કર્યાં તેમ જ જેને જે સૂઝી તે સૂચનાઓ કરી. આ સંસ્થાના નિયામક શ્રી કનકમલ જૈને અમારા આગમન અંગે પેાતાનો આનંદ વ્યકત કર્યો અને કોઈ અગવડ પડી હોય તે તે બદલ અમારી ક્ષમા માગી. આ રીતે થયેલા સંસ્થાના પરિચયથી અમે સર્વના દિલ ખૂબ પ્રસન્ન અને પ્રભાવિત બન્યાં. આ રીતે આ અમારી ગોઠી લગભગ બે કલાક ચાલી. ભાજનનો ઘંટ વાગ્યો. આજે અમારા માટે રિષભદાસજીએ બાટી તૈયાર કરાવી હતી. બાટી એ મારવાડી ભાજનની વિશેષતા લેખાય છે. ઘીથી તરબાળ એવી બાટીના ભાજનથી અમારાં ઉદરે ખૂબ તૃપ્તિ અનુભવી. ત્યાર બાદ કલાક દોઢ કલાક સૌએ આરામ કર્યો. ત્રણેક વાગ્યે બધાં તૈયાર થયાં અને આગળથી નક્કી કર્યું હતું તે મુજબ અમે બસમાં બેસીને ઉરૂલીકાંચન તરફ જવા ઉપડયાં. ઉરૂલીકાંચન અહીંથી આશરે ૩૦ માઈલ થાય છે. વચ્ચે તેર ચૌદ માઈલના ગાળે પૂના આવે છે. ઉરૂલીકાંચનમાં ગાંધીજીએ ઊભું કરેલ નિસર્ગઉપચારધામ છે. વિનોબાજીના નાના ભાઈબાલકોબાજી આ સંસ્થાના મુખ્ય સંચાલક છે. અહિં અમે સાડાચાર પાંચ વાગ્યે પહોંચ્યા. નિસર્ગ–ઉપચારધામના જુદા જુદા વિભાગેામાં ફર્યાં. આથી ત્યાંની ઉપચાર પદ્ધતિના અમને કેટલેક ખ્યાલ આવ્યો. બાલકોબાજીને મળ્યાં અને તેમની સાથે અડધા પણા કલાક ગાળ્યો અને સ્વાસ્થ્યરક્ષા અંગે તેમની સાથે કેટલીક ચર્ચા થઈ. અહિં એક માટી ગૌશાળા છે અને ત્યાંની ગાયો બળદના કદની માલૂમ પડે છે. અહિં અમારામાંના એક સાથી ભાઈશ્રી માહનલાલ નગીનદાસ જરીવાળાએ અમને બધાંને તાજા ગાયનું દૂધ પાયું. આ ઉલીકાંચન, જૈન શ્વે. મૂ. કૅન્ફરન્સના પ્રમુખ શ્રી અભયરાજજી બલદોટાની જન્મભૂમિ છે. અહિં તેમનાં મકાનો છે અને તેમના મોટાભાઈ કુટુંબપરિવાર સાથે અહિં રહે છે. અમે અભયરાજજીને અમારી સાથે પર્યટનમાં જોડાવા વિનતિ કરેલી પણ તેઓ મુંબઈના વ્યવસાયી રોકાણ અંગે અમારી સાથે જોડાઈ શક્યા નહોતાં, પણ અહિં અમે આવીએ ત્યારે પોતાને ત્યાં ચા નાસ્તાના પ્રબંધ કરવા માટે આગળથી તેમણે સૂચના આપેલી તે મુજબ તેમના ભત્રીજા અમને બોલાવવા આવ્યા અને તેમને ત્યાં અમે ચા-નાસ્તામાં અડધા કલાક પસાર કર્યાં. મનમાં ઈચ્છા હતી કે પાછા ફરતાં પૂનામાં થોડું રોકાઈશું, પણ અહિં જ સાંજના સાત વાગી ગયા એટલે પછી ખૂનામાં રોકાવા માટે વખત ન રહ્યો. ઉરૂલીકાંચનથી ઉપડયા તે સીધા ચિંચવડ આવ્યા અને ભાજન પતાવ્યું. અહીં પણ ભાજન પતાવ્યા બાદ ચોગાનમાં તેજની તરતી રાત્રીના સમ્મે બધાં બે ત્રણ કલાક આનંદવિનોદ અને ગાનતાનમાં ગાળીશું એવી મનમાં ધારણા તો હતી પણ આગલી રાતંન છે. વધતા ઉજાગરો, દિવસનો પણ અહિં તહીં ફરવા ભટકવાનો પરિશ્રમ-આ બધાંથી મન અને શરીર થાક અનુભવતા હતાં અને જાગવાની કોઈનામાં હોંશ નહાતી. દિવસના ભાગમાં અહિં જરૂરી સાફસૂફી કરવામાં આવેલી અને સુવાની જગ્યા કેટલાકે બદલેલી, તેથી આ બીજી રાતે માક્યની કોઈ ઉપાધિ નડી નહીં અને આખી રાત બધાંએ ગાઢ નિદ્રામાં પસાર કરી. સવારે ચા-નાસ્તો પતાવ્યા. સાત વાગ્યા લગભગ અમે ત્યાંથી પ્રયાણ કર્યું. બસ ઉપડી અને થોડી આગળ ચાલી એટલે લગ્ને લગ્ન કુંવારાની માફક સાથી પ્રવાસીઓએ લેનાવલામાં ચીકી લેવી છે, ખપાલીમાં બટેટાવડા ખાવા છે એવી બુમરાણ શરૂ કરી. બીજી બાજુએ આજે તો કામધંધાના દિવસ છે, મુંબઈ બને તેટલા જીવ ન તા. ૧૬-૬-૬૩ વહેલા પહોંચવું જ જોઈ.આ બાબતની ઉપેક્ષા કરી ન જ શકાય. એટલે મંડળીના આગેવાન તરીકે મે ફરમાન કાઢયું કે, “ ચીકી માટે લેનાવલા ખાટી થવાનું નથી અને બટેટાવડા માટે ખપેાલી પણ ખાટી થવાનું છેજ નહિ.” આગેવાનની માન્યા જાળવી લેનાવલા તે સાથીઓએ સુખે સમાધિએ પસાર થવા દીધું. આમ થવામાં અમારા સાથી ભાઈ મોતીલાલ ઝવેરીએ ચીકીની લહાણી કરેલી એ પણ એક કારણ હતું. પણ ખપેોલીના બટેટાવડા માટે અંદર અંદર ગણગણાટ ચાલતો સંભળાવા લાગ્યો. આપણામાં કહેવત છે ને કે, ‘ સાસુજી સાનમાં તો વહુજી માનમાં' અહિં પણ મેં વિચાર્યું કે, મારા વિષેની આમન્યાને સુરક્ષિત રાખવી હોય તો સાથેનાની ઉંમર, સમજણ, વગેરેન વિચાર કરીને છૂટછાટ મૂકવી જોઈએ. એટલે ખપેાલી આવે અને અનુયાયીદળ બળવા કરી બેસે એ પહેલાં જ સહપ્રવાસીઓને તેમની શિસ્તબદ્ધ વર્તણૂક માટે ધન્યવાદ આપીને ખપેાલીનાં વડા માટે મૂકવામાં આવેલા અંકુશ પાછા ખેચી લેવામાં આવે છે.એમ મેં જાહેરાત કરી અને થનાર બળવાને મૂળમાંથી દાબી દીધા. વાતનો સાર એમ છે કે ખપાલી આવ્યું અને ત્યાં ખાણીપીણી પાછળ લગભગ એક કલાક અમે બગાડયો. આવાં પર્યટનામાં ગાળે ગાળે આવી ખાણીપીણી વિના ચાલે જ નહિ એ તો મેં શરૂઆતમાં જણાવ્યું જ છે. અહિંથી પાછા બસમાં સવાર થયા. સૌ પાતપાતાની વાતમાં નિમિગ્ન હતા; ડાંગીજી એક નવદીક્ષિતને ધર્મશાસ્ત્રના અર્થવિબાધ કરાવતા હતા; હીરાબહેન પાઠક કાવ્યો, ગીતો, ગણગણ્યા કરતા હતા. સહમંત્રી ચીમનભાઈનો વાર્તાવિનોદ અનવરત ધારાએ ચાલતા હતો. આમ બે અઢી કલાક કેમ પસાર થયા તેની કોઈને ખબર ન પડી. ઘાટકોપરથી છૂટા પડવાનું શરૂ થયું. પાયધૂની સુધીમાં સૌ કોઈ ઉતરી ગયાં અને ખાલી બસ સુનમુન તેના તબેલા તરફ વિદાય થઈ ગઈ. ર વૃત્તાંત પૂરો કરૂં તે પહેલાં બે બાબતોને ઉલ્લેખ કરવા જરૂરી છે. ચિંચવડની ભાજનશાળામાં કઢી કે છાશ જેવી ખાટી વાનીઓ પીરસવામાં પીત્તળની કે ટીનની ડોલાનો ઉપયોગ થતો જોઈને અમારામાંના હીરાબહેન પાઠકને વિચાર આવ્યો કે આપણે બધાંએ મળીને સ્ટેઈનલેસ સ્ટીલની એક ડોલ આ સંસ્થાને ભેટ આપવી જોઈએ. આ વાત અમારી સાથેના સ્ટેઈનલેસ સ્ટીલના વ્યાપારી શ્રી નરોત્તમભાઈના કાને પહોંચી અને તેમણે પાતા તરફથી જ આવી એક ડોલ, જેની કિંમત રૂા. ૬૦-૭૦ લગભગ થવા જાય છે તે આ સંસ્થાને મોકલી આપવા જણાવ્યું અને તે પણ તેમના નામે નહિ પણ મુંબઈ જૈન યુવક સંઘના નામે, સંસ્થાને ભેટ તરીકે પહોંચી પણ ગઈ છે. બીજું, શ્રી રિષભદાસજી રાંકા કે જેમણે ચિંચવડ ખાતેના સર્વ આતિથ્યના ભારે પ્રેમ અને ઉમળકાપૂર્વક ભાર ઉપાડયો હતો તેમનો સંઘ તરફથી અહિં આભાર માનવા ઘટે છે. આ લખતાં સંઘ તરફથી કેટલાંક વર્ષ પહેલાં સૌથી પહેલું યોજાયેલું લાનાવલાનું પર્યટન, જેના ખાનપાનનો ભાર સંઘના સભ્ય શ્રી લખમશી ઘેલાભાઈએ ઉપાડયા હતા તેનું સ્હેજે સ્મરણ થાય છે. ત્યાર બાદ ના બીજા રિષભદાસજી રામને પ્રાપ્ત થયા કે જેમણે ચિંચવડ ખાતે પાતા તરફથી અમારૂં બાદશાહી પતિથ્ય કર્યું હતું. આમ તો તેમને હું વર્ષોથી ઓળખું છું. પણ કોઈ પણ એક વ્યકિતની સામાન્ય ઓળખાણ હોવી તે એક વાત છે અને તેના વ્યકિતત્વમાં રહેલાં મધુની અમૃતતવની—ખરી પીછાણ થવી એ જુદી વાત છે. છેલ્લા મહિનામાં એક યા બીજા કારણે તેમની વધારે નજીક આવવાનાં નિમિત્તા મારા માટે ઊભા થયાં છે અને તેના પરિણામે તેમના વિષે મારા દિલમાં આદર તથા સ્નેહભાવની વિપુલ વૃદ્ધિ થઈ છે અને આત્મીયતાના ભાવ પેદા થયો છે. આ છે અમારી પૂરાં આનંદમાં પસાર કરેલા બે દિવસોની ચિચવડની યાત્રાનો સંક્ષિપ્ત વૃત્તાંત. પરમાનંદ ભાલિક શ્રી મુખ જૈન યુવક સલ; મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩. મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ, 40
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy