SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૬૩ પ્રબુદ્ધ જીવન ચિંચવડનુ ઝાઝ માંકડ ઝાઝા જુઓ, ત્યાં મહેતાના ઉતારા હુઆ” જૂના નજીક આવેલા ચિચવડ મુકામે જૈન વિદ્યા પ્રસારક મંડળ તરફથી કેટલીક શિક્ષણસંસ્થાઓનું સંચાલન કરવામાં આવે છે. આ શિક્ષણસંસ્થાઓના સંઘના સભ્યોને પરિચય થાય એ હેતુથી એ સંસ્થા સાથે ગાઢપણે સંકળાયેલા અને ભારત જૈન મહામંડળના પ્રમુખ કાર્યકર્તા શ્રી રિષભદાસ રાંકાએ સંઘના સભ્યોને ચિંચવડ આવવા નિમંત્રણ આપેલું. તે નિમંત્રણનો સાદર સ્વીકાર કરીને એપ્રિલ માસની તા. ૬ તથા ૭ — નિ તથા રવિ એમ બે દિવસનું સંઘના સભ્યો તથા તેમનાં કુટુંબીજનો . માટે એક પર્યટન ગોઠવવામાં આવ્યું હતું. આ પર્યટનમાં પચાસ ભાઈબહેનો જોડાયાં હતાં. આ માટે ખાસ રોકવામાં આવેલી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ એપ્રિલની છઠ્ઠી તારીખે બપોરે બે વાગ્યે પાયધુનીથી ઉપડી હતી અને સાડાત્રણ-ચાર વાગ્યે થાણા પહોંચી હતી. ત્યાં રવિ ઈન્ડસ્ટ્રીઝવાળા સંઘના સભ્ય શ્રી રતિલાલ ઊજમશી શાહે અમે પ્રવાસીઓ માટે ચા-નાસ્તાના પ્રબંધ કર્યા હતા. તેને ન્યાય આપીને આગળ ચાલ્યા. દોઢેક કલાકમાં ખોલી પહોંચ્યા. પર્યટન એટલે મુકત—વિહાર. વિશેષ કરીને ખાવાપીવા અંગે ચાલુ જીવનમાં ભૂખ નથી લાગતી એવી ફરિયાદ કરતા હોય એવા પ્રવાસીઓની ભૂખ પણ પ્રવાસમાં નીકળતાં ખૂલી જાય છે, અને તેમાં પણ કોઈ ખાવા પીવાનું જાણીતું મથક આવે એટલે સંયમ સરી પડે છે. ખપાલી એક એવું મથક છે. આ બાજુ જતા આવતા લોકો ત્યાંની હોટેલ રેસ્ટોરામાંથી વડા ખાધા સિવાય ભાગ્યે જ આગળ વધે છે. આમાં યુવક સંઘના રાભ્યો કોઈ અપવાદરૂપ નહોતા. આ રીતે ખોલીમાં વડા વડે ક્ષુધાશાન્તિ કરીને અથવા તે ખરી રીતે કહીએ તેા ખાવાની વાસનાને તૃપ્ત કરીને અમે આગળ ચાલ્યા. ઘાટ ચઢતાં ચઢતાં અદ્ભુત સૂર્યાસ્ત નિહાળ્યા. લોનાવલા પહોંચ્યા, ત્યાં પણ સંઘના સભ્ય શ્રી નાનચંદ જૂઠાભાઈ મહેતાએ અમારા માટે એક હૉટેલના બગીચામાં ચા - સેન્ડવીચની ગોઠવણ કરેલી, તેને ન્યાય આપીને અમે આગળ ચાલ્યા. આજે મહાવીર જયન્તી—ચૈત્ર શુદ ૧૩ ના દિવસ હતો. શુકલપક્ષની ત્રયોદશીની રાત્રી હતી. સાડા આઠ વાગ્યા લગભગ અમે ચિંચવડ પહેોંચ્યાં. જૈન વિદ્યાપ્રસારક મંડળ હસ્તક ચાલતા ફતેચંદ જૈન વિદ્યાલયની વિશાળ જગ્યામાં અમારા ઉતારો હતો. બહેન-ભાઈઓ પોતપોતાના ઉતારામાં સ્થિર થયા. ભોજન પતાવ્યું. વિદ્યાલયના—વિશાળ પ્રાંગણમાં સૌ એકઠા થયા અને એક વિશાળ વર્તુળમાં ગોઠવાયાં. અમારી સાથે જૈનધર્મના અધ્યાપક શ્રી સૂરજચંદ્ર ડાંગી હતા. તેમની પાસે કાવ્યો - ગીતા - ભજનો તેમ જ વિનોદી વાતોને અખૂટ ભંડાર હતા. બીજા વે કાલેજના અધ્યાપિકા બહેન હીરાબહેન પાઠક પણ હતાં. તેમની પાસે પણ ગીત–ગરબાની પુષ્કળ સામગ્રી હતી. અમારી બસના ડ્રાઈવર પણ એક સંસ્કારી વ્યકિત હતી. તે ‘બુલબુલતરંગ’નામનું વાઘ બહુ સરસ રીતે બજાવી શકતો હતો અને મીઠું ગાઈ પણ શકતો હતો. સંગીતલક્ષી આનંદમાં પુરવણી કરે એવાં બીજા પણ ભાઈ–બહેન હતાં.. માથે આકાશમાં ચંદ્રમા પુરબહારમાં ખીલી ઉઠયા હતા. તેની રતવર્ષા વડે ચેાતરફ ધવલતા પથરાઈ ચૂકી હતી. દોઢેક કલાક વાર્તા= વિનોદ ચાલ્યા. રાત્રિના સાડા અગિયાર વાગે બધાં વિખરાયા. બહેનો પોતાના નિવાસસ્થાન ભણી ગઈ. અમે પુરુષોએ છાત્રાલય વિભાગના ઓરડાઓની લાંબી હાર છે તે બાજુ સુવાનું વિચાર્યું હતું. થોડાક ભાઈઓ ઓરડાની અંદર કે ઓશરીમાં સુતા હતાં. બાકીના ઘણાખરા ખુલ્લી જગ્યામાં લાકડાની પાટો ઉપર ૪૧ પટન સુતા હતા, અડધા પાણા કલાક થયા એટલે સુતેલાઓમાં કાંઈક કાંઈક સળવળાટ શરૂ થયો. ઓરડાની અંદર સુતેલા માકડથી હેરાન થઈને બહાર આવ્યા. પછી તો બહાર સુતેલા પણ સળવળવા લાગ્યા. બીછાનામાં આમ તેમ જુએ અને માકડ દેખાય. માકડની સામુદાયિક પજવણીએ આખી મંડળીને જગાડી મુકી. સામે વિશાળ વ્યાખ્યાનશાળા હતી, ત્યાં જઈને કેટલાક સુતા, અમુક ભાઈઓએ સુવાનો વિચાર માંડી વાળીને પત્તે રમવાનું શરૂ કર્યું અને આખી રાત પત્તાં રમવામાં જ પસાર કરી. કેટલાક માકડની પીડાને અવગણીને ઠીક ઠીક નિદ્રાધીન બની ગયા. આ અનુભવના વિચાર કરતાં નરશી મહેતાને લગતી ઘણુ ખરૂં. કવિ પ્રેમાનંદની રચેલી નીચેની પંકિત સહેજે યાદ આવી ગઈ. ઝાઝા માંકડ ઝાઝા જુઓ, ત્યાં મહેતાના ઉતારા હુઆ“ અમારા યજમાન શ્રી રુષભદાસજી અમારા માટે માકડે ઊભી કરેલી પજવણી જોઈને ત. ખિન્ન થતાં દેખાયા. અમે તેમને ભારપૂર્વક આશ્વાસન આપ્યું કે, “આ તો અણધાર્યો કુદરતી કોપ છે, તેમાં તમે શું કરો? આમાં તમારી કોઈ જવાબદારી છે જ નહિ” આમ છતાં તેમની ચિંતાનું પૂરૂ નિવારણ થઈ ન શક્યું. “આખરે તમે મારા નિમંત્રણથી અહિં આવ્યા અને આ બાબતનો મને કોઈ ખ્યાલ ન આવ્યા! ' એ રીતે તેઓ વસવસો કરતા રહ્યા. સજ્જનોની સદા આવી પ્રકૃતિ રહી છે. સાથીને દુ:ખ આવી પડે તો તે હંમેશાં તેમાં પોતાનો જ દોષ ચિંતવે છે. અહિં એ જણાવવાની જરૂર છે કે, ઉપર જણાવેલ રકતદાનનો લાભ અમારી સાથેની બહેનોને નહોતો મળ્યો. તેમને જુદા મકાનમાં ઉતારો આપવામાં આવ્યો હતો અને ત્યાં માકડની વસાહત હજુ સુધી અસ્તિત્વમાં આવી નહતી. જાગતા સુતા સૌને માટે રાત્રિ પુરી થઈ અને પૂર્વાકાશમાં પ્રકાશની લાલી પ્રગટી. સૌ ઊઠયા, દાતણપાણી નિત્યકર્મ પતાવ્યું, ચા-નાસ્તો પણ પતાવ્યો. ત્યાર બાદ નજીકમાં એક નદી વહેતી હતી ત્યાં અમારામાંના કેટલાક ન્હાવા ધાવા માટે ઉપડયા. તરી શકાય એટલા ઊંડા જળપટ ઉપર પહોંચવા માટે ચિંચવડ ગામમાં ઈને બીજી બાજુએ જવાનું હતું. અહિનું દશ્ય બહુ રમ્ય હતું. એક બાજુએ એક ભવ્ય ગજાનન મંદિર હતું. તદુપરાંત આપણે શ્રાવણ મહિનામાં ‘ગણપતિ બાબા મેરિયા' એમ બૂમો પાડતા ઘાટીઓને સાંભળીએ છીએ તેમાં મારિયા શબ્દ છે તે મોરિયા ગોસાવી ગણપતિના ઉપાસક એવા એક સખ્ત પુરુષનું નામ છે. આ ગજાનન ઉપાસક મારિયાગોસાવીની આ મંદિરના ચોગાનમાં સમાધિ હતી. નદી કિનારે બાંધેલેા ઘાટ હતાં અને ઠીક ઠીક પગથિયાં ઉતરીને ઊંડા એવા જળપ્રવાહમાં ન્હાવા માટે ઝંપલાવી શકાતું હતું. તરતા ન આવડે તે કિનારે બેસીને ન્હાઈ શકે તેમ હતું. બીજી બાજુએ જરાક દૂર વહેતા જળપ્રવાહમાંથી પાણી ભરેલાં બેડાં માથે મૂકીને ગામ ભણી જતી પનિહારીઓની હારમાળા નજરે પડતી હતી. અહિં અમે ન્હાયા, તર્યા, મુંબઈની ભીંસથી છૂટેલાં એવા અમે મુકત જીવનનો આનંદ માણ્યો. સાડાદશ વાગ્યા લગભગ વિદ્યાલયનો વિશાળ વ્યાખ્યાનશાળામાં બધાં એકઠાં થયાં. અહિં રિષભદાસજીએ જૈન જ્ઞાનપ્રસારક મંડળ હસ્તક ચાલતું ફતેચંદ જૈન વિદ્યાલય, પ્રાથમિક શાળા, બાળમંદિર, ઔદ્યોગિક શિક્ષણ શાળા તથા છાત્રાલયનો પરિચય આપ્યો. વિદ્યાલય સાર્વજનિક છે અને તેમાં ૪૫૦ વિદ્યાર્થીઓ ભણે છે. છાત્રાલયમાં આશરે ૭૫ વિદ્યાર્થીઓ રહે છે. સંસ્થા પાસે ૬૫ એકર જમીન છે. તેમાં કૃષિશિક્ષણ અને કૃષિપ્રવૃત્તિની ખૂબ શક્યતા છે. આસપાસ સંખ્યાબંધ ફેકટરીઓ છે. ત્યાં ટેકની શિયનોની ખૂબ જરૂર પડે છે. ' આ પરિસ્થિતિ ધ્યાનમાં લઈને જે અહિં પોલીટેકનિક ઈન્સ્ટીટયુટ ઊભું કરવામાં આવે તો તે દ્વારા ઘણા ટેકનિશિયન તૈયાર કરી શકાય અને કામધંધે લગાડી શકાય. અહિં થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રના શિક્ષણમંત્રી શ્રી શાંતિલાલ શાહ -
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy