________________
४०
પ્રભુ જીવન
મોટું થતું જાય છે તેમ તેમ રાજ્યતંત્રનાં ખાતાંઓ વધારે ને વધારે ખર્ચાળ થાય છે. તેમાં વિચાર અને ભાવના ઓછાં થાય છે અને રૂઢિઓ, કાયદાઓ અને કાગળિયાંઓનું સામ્રાજ્ય જામતું જાય છે. અને તે દિવસે દિવસે કરની માત્રા વધારીએ તે જ નભાવી શકાય છે. કેન્દ્રિત રાજ્યકારભારનાં આ કુદરતી પરિણામેા છે. વિકેન્દ્રિત રાજ્ય થતાં આ બધું મે ક્રમે ક્ષીણ થતું જાય તે જ આપણે આ પરિવર્તન કરી રહ્યા છીએ તે સાર્થક થાય, જો આપણે નોકરશાહી તંત્રની સંખ્યા તેટલી ને તેટલી ચાલુ રાખીશું, ઉલટા આપણે પંચાયતના કારભારીઓ પોતે તેમના જેવા જ વેશ ધારણ કરી નોકરશાહીની સંખ્યામાં વધારો કરીશું, જો આપણે માત્ર ખાતાંઓની રચના આમથી તેમ અને તેમથી આમ કરીને બેસી રહીશું તો કશે જ ફેર પડનાર નથી. આપણે તે દિવસે દિવસે જાહેર સેવામાંની બને તેટલી પ્રજાકીય લોકસંસ્થાઓ અને સહકારી મંડળો દ્રારા ચાલ્યાં કરે અને રાજ્યને ગંજાવર ખાતાંઓ રાખવાં ન પડે એ સ્થિતિ પર રાજ્યતંત્રને લઈ જવાનું છે, અને તે દિશામાં આપણે જેમ જેમ આગળ વધીએ તેમ તેમ કરનું ભારણ પણ ઘટાડતા જવાનું છે.
ખાતાંઓ અને કરના સ્વભાવ છે કે તે વધવા હંમેશાં તૈયાર હોય છે પણ ઘટવાની વાત કરીએ તે ગમે તે બહાનું કાઢી તે છટકી જાય છે! ખરેખર તેનો સ્વભાવ અફીણ, દારૂ જેવા આકરા વ્યસનનો જ છે
તા. ૧૬-૬-૬૩
શકે, ઘણી જ ટૂંકી મુદતમાં સર્વ પ્રજાજનોને શાંતિસૈનિક બનાવી શકે અને આખી પ્રજાના સીનો ફેરવી શકે. અત્યારે સરકારે પંચાયતોને માત્ર મ્યુનિસિપલ કામેા જ સોંપ્યાં છે, તેને સંરક્ષણ જેવાં રાજ્યનાં ખાસ કર્તવ્યો સાંપ્યા નથી. એનો અર્થ તે એટલે જ થાય કે પંચાયતી રાજ્ય સશસ્ત્ર સૈનિકોની તાલીમનું કામ ઉપાડી ન શકે. પંતુ તિસેના એ તે સાદું અને શિક્ષણનું કામ છે. ગ્રામપંચાયત તે કામ જરૂર ઉપાડી શકે અને તે ઉપડી આખી પ્રજામાં શુદ્ધ વીરતા અને સાહસના ગુણ ખિલવી શકે, અને પેાતાના નિર્બળ દેશબંધુઓની રક્ષા માટે પ્રાણની આહુતિ આપવાનું શૌર્ય સર્વ લોકોમાં પ્રગટાવી શકે. પંચાયતી રાજ્ય આ કરી શકે, એટલું જ નહિ પણ તે કરવા માટે જ તેન
અવતાર છે.
સંરક્ષણ માટે શાંતિસેના
રાજકારણના પ્રગતિશીલ વિચારકોએ સાચા સ્વરાજ્યનું લક્ષણ એવું બતાવ્યું છે કે તેણે મે ક્રમે કરમાતા જવું જૉઈએ. પરંતુ બાજનાં બધાં રાજયતંત્રે તેને દૂર દૂર—અતિ દૂરના આદર્શ માનીને વર્તે છે. તેઓ આપણા પંચાયતી રાજ્યના આ સ્વપ્નાને હસી કાઢશે. તેઓ દલીલ કરશે, રાજ્યનાં બીજાં બધાં ખાતાંઓ સાથે તમે અખતરાઓ કરી શકો, પણ દેશના સંરક્ષણ જેવી બાબતમાં તમને આવા બેજવાબદાર અખતરા કેમ કરવા દઈ શકાય? લાખાની ખડી ફોજો અને તેની પાછળ ગમે તે ક્ષણે લશ્કરી સાધનો બનાવવાનાં કેન્દ્રોમાં ફેરવી શકાય તેવાં રાક્ષસી કારખાનાંનો ટેકોએ વગર દેશનું સંરક્ષણ તમે કેવી રીતે કરશો ? ગ્રામપંચાયતની તમારી હીલચાલ રાજ્યનીતાકાત ઢીલી પાડે તે ચલાવી લઈ શકાય નહિ. અત્યારના કટોકટીના કાળમાં આ દલીલ આગળ આપણે ઘડીવાર દબાઈ જવું પડશે, અને હિંમતથી તેના જવાબ વાળી શકાશે નહિ. છતાં પંચાયત રાજ્યે આ બાબતમાં પણ પાતાની યોજના શોધવી પડશે અને ખિલવવી પડશે; તે છે શાંતિસેનાની. દેશના એકે એક પુરુષને તેમ જ સ્ત્રીને શાંતિસૈનિકની તાલીમ મળે એવી યોજના પંચાયત રાજ્યે કરવાની છે. પ્રજામાં સાહસ અને વીરધર્મના લાંબા ગુલામી જીવનને લીધે હ્રાસ થયા છે. સ્વરાજ્યના શરૂઆતનાં વર્ષમાં જ જો આપણે પંચાયતી રાજ્યનો આ `ભ કરવાની હિંમત કરી હોત તો આજ સુધીમાં એક વીર પ્રજાનું આપણે સર્જન કરી શકયા હોત. તેમ કરવા માટે શસ્ત્રો અને ખડી ફોજો કરતાં પણ નીડર, બહાદુર, સાહસી અને રાષ્ટ્રપ્રેમથી ઉભરાતાં સ્ત્રી-પુરુષોની જ જરૂર છે. પ્રજાનું ઘડતર આવું થયું હોય—એકે એક સ્ત્રી-પુરુષને જો શાંતિસૈનિકની તાલીમ પહોંચાડવામાં આવી હોય તે સંકટના સમયમાં પ્રજા વગરહથિયારે, પેાતાની વીરતા વડે જ, સંકટ પાર કરી શકે એવા સંભવ છે. અને કદાચ દેશને શસ્ર ધારણ કરવાની ઈચ્છા થાય તે પણ આવી તાલીમબદ્ધ પ્રજાને તે માટે તૈયાર કરી દેવી એ થોડાં અઠવાડિયાનું જ કામ છે.
કેન્દ્રિત રાજ્યતંત્ર આ શાંતિસેનાનું કામ ઉપાડવાની ભાગ્યે જ હિંમત કરી શકે. તેને તેમ કરતાં જાતજાતની અડચણા દેખાશે અને જોખમેાનો ડર લાગશે. પરંતુ પંચાયતી રાજ્ય જો સાચી હિમત સાથે દેશમાં ચાલતું થાય તે તે. આ કામ બહુ જ સારી રીતે કરી
શબ્દો અને ભાવાર્થ
આપણા નવા જન્મ પામતા પંચાયત રાજ્ય સમક્ષ મે તેના અવતારનૃત્યનું ચિત્ર રજૂ કરવા પ્રયત્ન કર્યો છે. આ ચિત્ર કદાચ પંચાયતીધારાના શબ્દોમાં તમને જોવા મળશે નહિ, પરંતુ તેની લીટીઓની વચ્ચેની ખાલી જગ્યામાંના ભાવાર્થ જો આપણને વાંચતાં આવડશે તેમ તેમાં આ ચિત્ર બરાબર જોઈ શકાશે એટલું જ નહિ, એનાથી પણ ઘણી મોટી કલ્પનાઓ અને આશાએ પણ ૉઈ શકાશે.
અત્યાર પહેલાંની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સંચાલનાં આપણે ગુજરાતમાં નવી ભાત પાડી શક્યા છીએ, જાહેર સેવા માટે પોતાના ચોવીસ કલાક આપનારા અને દેશભકિતથી પ્રેરાઈને નિ:સ્વાર્થભાવે કામ કરનારા સેવકો જિલ્લે જિલ્લે અને
તાલુકે તાલુકે આપી શક્યા છીએ. તે જ્યારે તે જ સંસ્થાઓ હવે વધારે વિશાળ સેવાની તકો વાળી બને છે અને જગતના રાજ્યવહીવટમાં આપણું રાષ્ટ્ર એક નવા જ પ્રયોગ કરવા તૈયાર થયું છે, તેવા શુભ સંજોગામાં ગાંધી અને સરદારનું ગુજરાત તે નિ:સ્વાર્થ સેવાની ૫ `પરા જરૂર આગળ ચલાવશે એવી હું આશા રાખું છું.
(C)
વેતનને પ્રશ્ન
આ પંચાયતી રાજ્યની ચર્ચાઓ ચાલુ થઈ ત્યારથી મારા મનમાં એક કલ્પના ઊઠી છે અને તે કેટલાક મિત્રોને મે ખાનગીમાં કહી છે, આજે આ જિલ્લાના મિત્રા સમક્ષ હું તે જાહેરમાં કહેવાની તક લઉં છું. આ કલ્પના એ છે કે, પંચાયતી રાજ્યના વાહકોએ સરકારમાંથી વેતન લેવાની સવિનય ના પાડવી. તો પછી તેમણે કેમ નભાવવું? વેતન લેવામાં શું ખોટું છે? રાજ્ય અને કેન્દ્રના મંત્રીએ વેતન કેમ લે છે? વગેરે ઘણી ચર્ચાએ આ બાબતમાં ઉપાડી શકાય. તે ચર્ચાઓ રસ પડે તેવી છેઅને આપણા જાહેર જીવનની શુદ્ધિ અને તેજસ્વીતા માટે તે જરૂરની પણ છે. પંતુ આ પ્રસંગે હું તેમાં આપનો સમય નહિ લઉં. હું પ્રેમથી આપની પાસે માત્ર સૂચના મૂકું છું. સૌરાષ્ટ્રના મારા એક મિત્ર વિષે મેં છાપામાં હમણાં જ વાંચ્યું કે, તેમણે વેતન ન લેવાને નિર્ણય કર્યો છે. મને ખાત્રી છે કે, તેથી તે ભાઈ ઉપર બહુ દુ:ખ નહિ આવી પડે, અને આપણે આવા નિર્ણય કરી શકીએ તો આપણને પણ રોટલાનું એટલું બધું દુ:ખ પડવા સંભવ નથી. માત્ર એવી હિંમત કરવાથી પંચાયતી રાજ્યની હવા બદલાઈ જશે અને જે ધર્મ બજાવવા માટે તેનો અવતાર થયો છે તે માટે જરૂરી વાતાવરણ ઉત્પન્ન કરવાની આપણામાં પાત્રતા આવશે એવી મારી નમ્ર માન્યતા છે.
જેને વિષે આપણા સૌના સ્નમાં મોટી આશાઓ છે તેવા પંચાયતી રાજ્યના વિજય થાઓ અને આ કાર્યના પહેલા સેવકો બનવાનું જે ભાઈઓને માન મળ્યું છે તેઓને પ્રભુ યશ આપેા એવી મારી પ્રાર્થના છે.
જુગતરામ દવે