SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૬-૬૩ પ્રભુ જોયું તે એક સાપને મારા પગે મેં વીંટાતા જોયો. હું ખૂબ બીના. મે લાંબા પાયજામો પહેર્યા હતા એ સાપને મારે પગે વીંટાઈ જવામાં આડો આવતા હતા. તે મારા પગની આસપાસ ભરડો લઈ શકતા નહાતા. એ જોઈને મારાથી જોરથી ચીરા પડાઈ ગઈ. બાજુના રૂમમાંથી મહારાજ દોડતા આવ્યા અને મારા પગે સાપ વીંટાતા જોઈને બીજાને મદદે બાલાવવા દોડયા. સાપને દૂર કરવા મેં પગને ઝટકા માર્યા પણ સાપ દૂર ન થયો. હાથથી ફેંકી દેવાના વિચાર કર્યો પણ હાથે કરડે તો શું કરવું એવી બીક લાગી એટલે ફરી એક વાર જોરથી પગને ઝટકો માર્યો. તે ઝાટકે એ સાપ નીચે પડયો, પણ નીચે પડતી વખતે મારા પગના અંગૂઠાને દંશ મારતા ગયો હોય તેમ મને લાગ્યું, કારણ કે, ત્યાર પછી હું બેભાન બની નીચે પડી ગયો. ” એ ભાઈને વચ્ચે અટકાવી મેં પૂછ્યું : “એ સાપ કેવાંગના અને કેટલા લાંબા હતો. ? ' તરત જ એમણે જવાબ આપ્યો : “ એ સાપ તપખીરિયાં રંગના હતો અને ત્રણ ચાર ફુટ લાંબો હતો.” પછી એમનું બ્યાન આગળ કરવા મે કહ્યું એટલે એમણે એ વાત આગળ ધપાવી. “ પછી હું ભાનમાં આવ્યો ત્યારે હું ટૅકસીમાં હતા અને મારી સાથે ઈજનેરી શ્રી હુમ્માની તથા સ્ટોરકીપર શ્રી પ્રાગજીભાઈ હતા. આપણે કયાં જઈએ છીએ એમ મેં પૂછ્યું ત્યારે એ બન્નેએ કહ્યું કે, ઉપચાર માટે આપણે સાયન હાસ્પિટલમાં જઈએ છીએ. “તે વખતે મને પૂરતું ભાન નહોતું. મારા પગ ભારે બનતા જતા હતા અને તેમાં અગન લાગી હોય તેવી બળતરા થતી હતી. અમે હોસ્પિટલમાં પહોંચ્યા. મને દાખલ કરીને ઈંજકશન માર્યું અને હૅાસ્પિટલમાં રહેવા જણાવ્યું. મોટા દાકતર આવવાના બાકી હતા. મારા ઘેર મારી પત્નીને ચિંતા થતી હશે એ વિચાર આવ્યો. મિ. હુક્માની તથા પ્રાગજીભાઈએ હાસ્પિટલમાં રહેવાનું મને જણાવ્યું. પણ ઘેર ચિન્તા થાય તેથી મને ઘેર જવાની પરવાનગી આપવાની મેં વિનંતી કરી, મારી જવાબદારી ઉપર મને હૅસ્પિટલના દાકતરે ઘેર જવાની રજા આપી. ઘેર પહોંચ્યા ત્યારે મારો પગ ખૂબ ભારે બની ગયા હતા. દાદરા ઉપર ચડાનું નહોતું., પણ બીજાના ટેકાથી માંડ માંડ ઘેર પહોંચ્યો :", ફરીથી મે' વચ્ચે જ પૂછયું : “ પણ સાપના ઝેરથી મરી જવાની બીક ન લાગી ? સાપનું ઝેર હાસ્પિટલમાં ઊતરે એવા ઉપચાર કરવાને રોકાવાને બદલે ઘેર જવાનું કેમ પસંદ કર્યું ? તમારા પત્નીનેં જ હૅસ્પિટલમાં કેમ ન બોલાવ્યાં?” એણે કહ્યું : “ પત્નીને ચિંતા ન થાય તે માટે જલ્દી ઘેર પહોંચવાનું મને મન થયું હતું. ઘેર જઈને બધાની સલાહ પડે તે ઉપચાર કરીશું એવા વિચાર આવ્યો હતો. હું રાવારે જમ્યા નહાતો એટલે ભૂખ્યા પેટે મરી જઉં તો અવગતિયો થાઉં એ બીકે ઘેર જઈને કાંઈક પેટમાં નાખવું એવા વિચાર થયો હતો. અત્યાર સુધી પગ ભારે થયા હતા અને બળતરા થતી હતી પણ પૂરા ભાનમાં હતા એટલે ઝેરથી જલ્દી મરી જઈશ એમ નહાતું લાગતું એટલે ઘેર પહેોંચવાની મેં હઠ કરી. ' સાપ કઉં અને મરી જવાનો સંભવ હોય ત્યારે પણ વહેમને લીધે પેટમાં કાંઈક નાખવાનું સૂઝે એ વિલક્ષણ વસ્તુ હતી. વહેમની જડ કેટલી ઊંડી હોય છે! મેં વાત આગળ ચલાવવા કહ્યું એટલે એણે કહ્યું : “ ફેકટરીમાં અમારા પન્નાલાલ શેઠને સાપ કરડવાની ખબર પડી એટલે મારી શેાધમાં હૉસ્પિટલમાં ગયા અને પછી છેવટે ઘેર આવ્યા. એ વખતે રાતના નવેક વાગ્યા હશે. મારી હાલત જોઈને એમણે મને કહ્યું કે, “મેં શ્રી નાથજીને ફોન કર્યો છે. તેઓ સાપના ઝેરને ઉતારવાનો મંત્ર જાણે છે એટલે આપણે જલ્દી ત્યાં પહોંચી જઈએ. હું, મારા પત્ની અને અમારા પન્નાલાલ શેઠ મેટરમાં વાંદરા કેદારનાથજી પાસે રાત્રે સાડાનવેક વાગ્યે આવી પહેોંચ્યા. હું દાદરો ચઢી શકું એમ હતું જ નહીં. શ્રી નાથજી ઉપરથી નીચે આવ્યા. એ વખતે મારો પગ સુજીને ખૂબ ભારે થઈ ગયા હતા અને ઊંચા નીચા પણ થઈ શકતા નહોતા. ટૂંકામાં મારો પગ ખોટો પડી ગયા હતા અને લાકડા જેવા થઈ ગયેલો લાગતા હતા. એટલે મને મોટરમાંથી બે જણે ઊંચકીને બહાર કાઢ્યો હતો. પ્રથમ નાથજીએ મને થોડું મીઠું અને મરચું ખાવા આપ્યું અને તેનો સ્વાદ પૂછ્યા. મીઠું મને સ્હેજ ખારું લાગતું હતું અને મરચું પણ સહેજ તીખું લાગતું હતું. એ મેં એમને જણાવ્યું. જીવન પછી જમીન ઉપર પગ લાંબા કરાવી બેસાડયો. મારા હાથ પાછળ દોરીથી બાંધી દીધા. પછી મંત્રેલું પાણી મારા પગ ઉપર છાંટવા માંડયું. પગ ખોટો પડી ગયો હતો એટલે એમને રાજીવ જ નહોતો લાગતો; જડ બની ગયો હતો પણ પાણી છાંટયું કે, તરત તે જીવતા હોય એવા પ્રથમ ભાસ થયો. મને ખૂબ નવાઈ લાગી. કંઈક ન સમજાય તેવી રીતે પગમાં જીવ આવવા માંડયો હાય તેવા અનુભવ થયો. મે નાથજીને કહ્યું. નાથજીએ પ્રથમ ભાગ પગના નીચેના ઉપર, પછી વચ્ચેના ભાગ ઉપર અને પછી જાંગ પાસેના ભાગ ઉપર મંત્રેલું પાણી ત્રણ વખત છાંટયું. પગની નીચેના ભાગ ઉપર પાણી છાંટયું કે તરત એ ભાગ પહેલાના જેવા સજીવ બની ગયો અને એ ભાગ છૂટો થયો. પછી વચ્ચેના ભાગ ઉપર પાણી છાંટ્યું એટલે વચ્ચેનો ભાગ છૂટો થયો અને પછી જાંગ ઉપર પાણી છાંટયું એટલે આખો પગ છૂટો થઈ ગયો. જાણે પહેલાના જ પત્ર પાછાં મળી ગયો હોય તેવું થયું. મારી નવાઈનો પાર ન રહ્યો. હું ઊભા થયો. પહેલાં કોઈની મદદ વિના ઊભું રહેવું અશક્ય હતું તેને બદલે જાણે કશું જ ન બન્યું હોય તેમ મારો પગ કુદરતી કામ કરતા થઈ ગયો ! પણ ઊભા થયા કે તરત મારા માથામાં સખત અને અસહ્ય દુ:ખાવે થવા લાગ્યો. મે' નાથજીને એ કહ્યું એટલે ાથજીએ મંત્રેલું પાણી માથા ઉપર ઘરાવા કહ્યું અને મેં એમ કર્યું કે તરત એ દુ:ખાવા કયાં અદ્રશ્ય થઈ ગયો એ પણ ન સમજાયું........... એ ભાઈ આ વાત કરતા હતા ત્યારે નવાઈના અવાજન રણકાર ધ્યાન ખેંચે તેવા હતા, મેં આશ્ચર્યથી પૂછ્યું : “આમ સાજા થતાં કેટલી વાર થઈ? અને સાચેસાચ પગની જડતા અને માથાના દુ:ખાવા જતાં રહ્યાં ?' તરત જવાબ આપ્યો : “ વાર કેવી? પાણી છાંટયું એ સેકન્ડે જ” એમની પત્ની સુધાબેન અત્યાર સુધી બ્યાન સાંભળતાં હતાં તે પણ હન્મિત થઈ બોલી ઊઠયાં, “રાહેબ, અમને તે બીજો પણ ફાયદો થઈ ગયો ! એમને દર શિયાળે માથું દુ:ખવા આવતું અને એ માટે પાક કરવા પડતો, પણ એ સાપના ઝેરની સાથે માથાનો દુ:ખાવા યે કાયમના અદ્રશ્ય થઈ ગયો.” (જાન્યુઆરીના અંતમાં સાપ કરડયા હતા અને ફેબ્રુઆરીના મધ્યમાં આ વાતચીત થઈ હતી એટલે પાણા ભાગના શિયાળા વીતી ગયો હતો.) ૩૭ પછી એ ભાઈએ કહ્યું : “ પછી નાથજીએ મંત્રેલી રસાકર ખાવા આપી; મને સંપૂર્ણ આરામ થઈ ગયો હતો અને હું પહેલાના જેવા જ સાજા-નરવા થઈ ગયા હતા. નાથજીએ પછી તે આખી રાત જાગવાનું કહ્યું અને બે દિવસ દૂધ, ઘી અને ખટાશ ખાવાની ના પાડી અને મે એમ કર્યું. બે દિવસ પછી હું કટરીમાં ફરી કામે લાગી ગયો.” પછી સમાચાર આપના હોય એ રીતે તેણે કહ્યું : “મને હોસ્પિટલમાં લઈ ગયા પછી અમારાં કામદારોએ એ સાપને મારી નાખ્યો અને પછી બાળી નાખ્યો. પણ એથી તે હું બીવા લાગ્યો. સાપણીને એ ખબર પડે અને એનું વેર લેવા મને કરડશે તો! હું થોડા દિવસ ખૂબ સાવધાન રહ્યો. શંકર ભગવાનની કૃપાથી મને શું ન થયું.” આ બ્યાન પૂરું થઈ ગયા પછી આ વિષે મારે અને નાથજીને વિશેષ વાત થઈ. નાથજીએ જ પહેલાં કહ્યું : “આ વસ્તુની ચકાસણી અને તપાસ ચેકસાઈપૂર્વક થવી જોઈતી હતી. પહેલી વાત તો એ કે, (૧) ખરેખર એ ભાઈને સર્પ કરડયો હતો ખરો? એને ભ્રમ તે નહિં હોય ને ?(૨) એ સર્પ ઝેરી હતા અને એનું ઝેર શરીરમાં દાખલ થયું હતું ખરું ? સર્પને બાળી નાખ્યો ન હોત તો એ સાપની તપાસ હૅીન ઈન્સ્ટીટ્યુટ જેવામાં કરાવત. દાક તરનું નિદાન થાય ત્યાં સુધી એ હાસ્પિટલમાં રહ્યો નહિ એટલે આ બધી મહત્ત્વની વિગતો જાણવાનું સાધન ન રહ્યું. નહિંતર આ વિગતો દ્રારા ખરી હકીકત જાણવા મળત.” પછી ઊંડા મનનમાંથી ઉદ્ગારો કાઢતા હોય તેમ શ્રી નાથજી બાલ્યા : “ હમણાં તો ઘણાં વરસોથી સાપ ઉતારવાનો પ્રસંગ નથી
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy