________________
તા. ૧૬-૬-૬૩
વાત કરૂં ન્યુકલીયર ટેસ્ટસ—આસુવિષયક શસ્ત્રોના પ્રયોગા—એક પક્ષે પણ બંધ કરવાની તે તે પક્ષના વડાને વિનંતિ કરવી એવું મિશન યુનાઈટેડ સ્ટેટ્સના પ્રમુખ શ્રી કેનેડીને મળવા ગયેલા રાજાજી તથા દિવારનું હતું. તેવી જ રીતે રશિયાના રાજકારણી વડા ક્રુશ્ર્વ વને મળવા ગયેલું મારૂં અને રામચંદ્રનનું મિશન હતું. આ મિશન બહુ જ મર્યાદિત હતું. એમાં નિ:શસ્ત્રીકરણની વાત કરવાની નહોતી; અણુબોમ્બને ખતમ કરો એમ કહેવાનું નહતું, પણ જ્યારે અમે વાત કરવા બેઠા ત્યારે અમારે અનેક બાબતો ઉપર વાત થઈ. આ વાર્તાલાપ દરમિયાન ક્રુશ્ચ વની નિખાલસતા અને જાગૃતિના અમને ચિરસ્મરણીય અનુભવ થયો અને એ રીતે ક્રુશ્ચેવની રીતભાતથી અમે ખૂબ પ્રભાવિત બન્યા. અમારા મિશનના મુખ્ય મુદ્દાને બાજા એ રાખીને તેમણે કહ્યું કે, “આજે માત્ર અણુબાંબનું નિર્માણ બંધ કરવાથી કે આશુબાંબને ખતમ કરવાથી ચાલે તેમ નથી; આજે અનિવાર્ય જરૂર છે સંપૂર્ણ નિ:શસ્ત્રીકરણની, અને તે વિચારને અમલી બનાવવામાં યુનાઈટેડ સ્ટેટ્સની નીતિ આડે આવે છે : ''તેમને સાંભળીને અમારા મન ઉપર એવી છાપ પડી કે, દુનિયામાં જે થોડાંક માણસો ખરેખર શાંતિને ચાહે છે તેમાંના જરૂર થવ એક છે. એ માણસ નિ:શસ્ત્રીકરણ કરી શકે કેન કરી શકે, પોતાના પક્ષને એ દિશાએ લઈ જઈ શકે કે ન શકે, આજના વિષમ વર્તુલમાંથી તે નીકળી શકે કે ન નીકળી શકે એ જુદી વાત છે. પણ આ બાબતમાં તેઓ પૂરા જાગૃત છે, આજની પરિસ્થિતિ વિષે પૂરા સજાગ છે. અત્યારની શસ્રપ્રણાલિ, અત્યારની વિચારધારા દુનિયાને ક્યાં લઈ જશે એના જોખમ વિષે જાણકારીના તેમનામાં અભાવ છે એમ કોઈ ન જ કહી શકે.
પ્રબુદ્ધ જીવ ન
અમે જ્યારે તેમને મળવા ગયા ત્યારે તેઓ એક મોટી compaign-આંદોલન—ચલાવી રહ્યા હતા. રશિયામાં કૃષિવિકાસ જે રીતે થઈ રહ્યો હતા તેથી તેમને સંતોષ નહોતો, તેથી તે વિકાસને નવા વેગ આપવા માટે તેઓ રશિયાના ગામડેગામડે ફરી રહ્યા હતા, અને સામ્યવાદી નેતાની કેમ્પેઈન આંદોલનએટલે શું તે તે તમે જાણે છે.. સરસા, પ્રદર્શન, ખેતરોની મુલાકાતો, રેડીઓપ્રવચન—આ બધું ચાલતું હતું. અને તે માટે તેમની એક એક ક્ષણ આાગળથી નક્કી થઈ ચૂકી હતી. આમ છતાં જ્યારે તેમણે સાંભળ્યું કે બે હિંદીઓ તેમને મળવા માટે માસ્કો આવી રહ્યાં છે ત્યારે તેમણે નિયત કાર્યક્રમ રદ કરીને અમારા માટે સમય કાઢયો. ગયા ઑક્ટોબરની ૧લી તારીખે સવારના આઠ વાગ્યે તેમણે અમને મળવા બાલાવ્યા અને અમારી મુલાકાત બે ક્લાક ચાલી. તેમની વાત કરવાની શૈલી જગજાણીતી છે. તેઓ તીરછી ભાષામાં—સાંભળનારને આરપાર ઉતરી જાય એવી ભાષામાંબાલે છે. તેમણે અમને મળતાંવેત વ્યંગ પ્રશ્નથી વાતચિતની શરૂઆત કરી. તેમણે કહ્યું કે “તમે તે તટસ્થ છેને? તે નક્કી કરો કે, આજના ખડકાતા જતા શસ્ત્રસરંજામ પાછળ કોણ જવાબદાર છે ? દુનિયામાં ઉપદેશથી અણુશસ્ત્રપ્રયોગા બંધ થવાના છે? યુદ્ધ કોને પરવડે તેમ છે? સાંકડી બુદ્ધિના માણસોને અણુપ્રયોગોથી પણ વધારે મુશ્કેલ પ્રશ્ન નના બુદ્ધિના સાંકડાપણામાંથી—માણસજાતને બહાર આવવાનો છે. રશિયાએ છેલ્લા યુદ્ધમાં એક કરોડ માણસા ગુમાવ્યા છે. દોઢ કરોડ માણસા ઘાયલ થયા છે. એમાંના કેટલાય હજુ જીવે છે. જે દેશની પ્રજાએ આ જોયું છે, જેની સ્મૃતિ હજુ અનેકના ચિત્તમાં જીવતી જાગતી છે તે દેશને યુદ્ધ કેમ પોષાય? અમારી ટૂંકાલાંબા ગાળાની યોજના પૂરી કરવી હોય તો તે યુદ્ધ આવવાથી અશક્ય બની જાય. આવી જ રીતે હું નથી માનતો કે કેનેડીને પણ યુદ્ધ ખપે છે.''
પણ
આના અનુસંધાનમાં તેમણે આગળ ચાલતાં જણાવેલું કે, “આ હેતુથી અમારે ત્યાં ‘બુદ્ધના પ્રચાર સામે મના કરવામાં આવી છે. પ્રજા રાષ્ટ્રની ઉન્નતિના કાર્યમાં નિમગ્ન રહે એ જ અમારૂ લક્ષ છે.’’
પોતાની વાતને આગળ લંબાવતાં તેમણે જણાવ્યું કે, “સવાલ છે. આ દુનિયામાં મુડીવાદી અને સામ્યવાદી - એ પ્રકારની બે જીવનપ્રથા એક સાથે રહી શકે તેમ છે કે નહિ, એ પ્રકારના સહઅસ્તિત્ત્વન આનો તોડ ન આવે ત્યાં સુધી આ શુશઅપ્રયોગ બંધ થાય તે પણ મનના અવિશ્વાસ દૂર થાય તેમ નથી.”
અણુપ્રયોગો બંધ કરવા સંબંધમાં તેમણે જણાવ્યું કે, “હું જાણુ' છું કે, તમે મને અમારા પક્ષે અણુશસ્ત્રપ્રયોગ બંધ કરવાનું કહેશે. આમ મેં એક વખત કર્યું છે. અને પાછળથી મારે સહન કરવું પડયું છે' અને હું પસ્તાયો છું. અમેરિકા ટર્કીમાં, ઈરાનમાં, અણુ
૩૫
શસ્ત્રનાં થાણાં નાંખતું હતું ત્યારે મે વાંધા ઊઠાવેલા, પણ મને કોઈએ સાંભળ્યો નહોતો. હું ફરીથી આવી સ્થિતિમાં મુકાવા નથી માગતો.” અમે તેના એમ ઉકેલ સૂચવ્યા, કે “તટસ્થ રાજયા બન્ને જજૂથના સૂત્રધારોને વિનંતી કરે." તેમણે જવાબ આપ્યો કે, “આ પ સંબંધમાં જે દરખાસ્ત આવશે તે ઉપર હું ગંભીરપણે વિચાર કરીશ અને પછી નિર્ણય લઈશ.” આ છે અમારી ક્રશ્નવ સાથેની મુલાકાત અને વાર્તાલાપનો સારાંશ.
આજે તે બાબતને છ મહીના વીતી ગયા છે અને તે દરમિયાન અનેક બનાવો બની ગયા છે. તેમાં કમુબા—-પ્રકરણ સૌથી વધારે ધ્યાન ખેંચે તેવું બન્યું છે. વળી ભારત ઉપર ચીને કરેલા હુમલા એ પણ છેલ્લા છ આઠ મહિના દરમિયાન બનેલી એક અસાધારણ ઘટના છે. પણ આ બધી ઘટનાઓના રાઘાત-પ્રત્યાઘાતને લગતી ચર્ચામાં હું અહિં ઉતરવા માગતા નથી. અહિં તે અણુશસ્ત્રના પ્રયોગાને જે Radiation ને-કિરણોત્સર્ગના ચતરફ ફેલાવા કર્યો છે અને તેનાં જે ઘાતક પરિણામે, વૈજ્ઞાનિકો આજના જગત આગળ મૂકી રહ્યા છે તે તરફ તમારૂં ખાસ ધ્યાન ખેંચવા માંગું છું. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ આવતા ૪૦-૫૦ વર્ષ દરમિયાન એક કરોડ એવાં બાળકો જન્મ ધારણ કરશે જે શરીરે તેમ જ નથી વિકૃત હશે, અંગભંગવાળા હશે, જાતજાતની ખોડો લઈને જન્મશે. આાપણે પ્રયોગાના ક્ષેત્રથી ૨ રહ્યા છીએ, એટલે આપણને આ પાયમાલીનું કશું ભાન નથી, પણ જે દેશ એ પ્રયોગક્ષેત્રની નજીકમાં છે તેમના દિલમાં આ વિષે પાર વિનાનો ગભરાટ છે, જેની આપણને કોઈ કલ્પના નથી. ત્યાંના લોકો ખોરાક પણ બીતાં બીતાં ખાય છે. રખેને ખોરાક પણ radiation થી ઝેરીલા બન્યો ન હોય. આવી ચિન્તા અને ભયની લાગણીના તેઓ ભાગ બની બેઠા છે.
ઉપર
રશિયામાં ક્ર વને ળ્યા બાદ ત્યાં જે વિજ્ઞાન અને ટેકનાલાજીની પ્રગતિ કરવામાં આવી છે તેને લગતા જવાબદાર વૈજ્ઞાનિકોને અમે યા અને આજની ચિન્તાજનક પરિસ્થિતિ ઊભી કરવામાં એક માનવી તરીકે તમારી નૈતિક જવાબદારી ખરી કે નહિ એ અને એને મળતા બીજા પ્રશ્ને અમે તેને પૂછયા. નૈતિક ભૂમિકા અમે તેમ્સની સાથે કેટલીક ચર્ચા કરી. તેનો જવાબ હતા કે, “વિજ્ઞાન અને ટેકનોલેજી રાત્ર સાધન છે, તેના મૂળમાં છે અમુક વિચારસરણી. આ બધાં છે મૂળ વિચારસરણીનાં સંતાન, સામ્યવાદ કદિ વ્યકિતના વિચાર કરતા નથી. સમાજને કેવી રીતે બહાર લાવવા – ઊંચે ઉઠાવવા તેને જ તે વિચાર કરે છે. રશિયામાં રાજ્ય તરફથી પ્રજાના માનસનું મોટા પાયા ઉપર સંશાધન ચાલે છે. તેમના મત પ્રમાણે અણુબોંબના જોખમમાંથી કેમ બચવું એ વીસમી સદીના સવાલ હતો. આજની બધી પ્રક્રિયાઓનું ઉત્પત્તિસ્થાન, ન - તેને કેમ બદલવું - તેને સંયમની સપાટી ઉપર શી રીતે લાવવું—એ ૨૧મી સદીનો સવાલ રહેવાના.”
આ રીતે આજની પરિસ્થિતિનો વિચાર કરતાં મને લાગે છે કે, જો મનના પ્રવાહને બીજી દિશાએ વાળવામાં ન આવે તો મનુષ્યજાતિ જીવી શકે તેમ છે જ નહિ. સામ્યવાદી માર્ગે ચાલતાં ૧૯૮૪ની દુનિયા કેવી હશે તેના એક સુપ્રસિદ્ધ લેખકે ખ્યાલ આપ્યો છે; બીજા એક લેખક આલ્ડયુસ હકસલીઓ Rapid Industrialisation —જે ત્વરિત વેગે ચાલી રહે ઉદ્યોગીકરણ દુનિયાને દશ વર્ષ બાદ કયાં લઈ જશે. તેનું ચિત્ર આપ્યું છે. આ બન્ને માનવી મનને રચનાત્મક માર્ગે વાળવાની બાબત ઉપર ખૂબ ભાર મૂકી રહ્યા છે અને ગાંધીજીએ આપણને આપેલા જીવનદર્શનની તેઓ ખૂબ નજીક આવી રહ્યા છે. આ રીતે ગાંધીજીએ આપણને જે વિચારસમુદ્ધિ આપી છે તેનો ખરો ખ્યાલ રશિયાના પ્રવાસ પછી મુને આવ્યો.'
ત્યાર બાદ સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહે, સંમેલન ઠીક ઠીક સમ્ય લંબાયું હોવાથી, અલ્પ શબ્દોમાં શ્રી વૈકુંઠભાઈના, શ્રી ઢેબરભાઈના તથા શ્રી વિઠ્ઠલદાસ જેરાજાણીના સંઘ તરફથી આભાર માન્યા હતા. શ્રી ઢેબરભાઈ તથા શ્રી વૈકુંઠભાઈનું પુષ્પહારથી સન્માન કરવામાં આવ્યું હતું અને અલ્પાહારને ન્યાય આપીને ભાઈ–બહેનો શ્રી ઢેબરભાઈના પ્રભાવશાળી પ્રવચન વિષે મુગ્ધતા દાખવતા પ્રસન્નતાપૂર્વક વીખરાયાં હતાં.