________________
૩૨
પ્રબુદ્ધ
નહીં. સંપાદનો પણ એટલી જ ત્ત્વરાથી કરે. મારા જેવા મંદ અને ધીરી ગતિને વરેલા જયારે એમને ધીરજપૂર્વક કામ કરવાનું કહે, ત્યારે ઉત્તર એમના એક જ હતો, અને તે એ કે, મારું મુખ્ય કામ સામગ્રી પૂરી પાડવાનું છે. એકએક અક્ષર કે વાકય પાછળ સ્થિર સંશાધકોની પેઠે હું વખત આપી નથી શકતો. તે કામ તો ભારત અને ભારતેતર દેશના અનેક વિદ્વાનો કરે છે, અને કરશે.
એક વાર એમણે મને કહ્યું કે, તમે, ‘પ્રમાણવાતિકાલંકાર ભાષ્ય’નું સંપાદન કરો. મારો ઉત્તર હતા કે, મારું તો ફોટોકોપી, તિબેટનના અનુવાદ આદિ સાથે અને બીજા જૈન - જૈનેતર પૂર્વોત્તરવર્તી ગ્રંથા સાથે સરખામણી કરવી પડે, અને એ કામ એક ઘાએ પતે નહીં, તેથી પુષ્કળ વખત જવાનો. એમણે થોડી રાહ જોઈ, પણ છેવટે એમણે જ એ ગ્રંથ પ્રકાશિત કર્યાં. એમાં જે કરવાનું રહી ગયું છે, તે તે કોઈક કરશે જ, પણ રાહુલજીના એ ત્વરિત સંપાદનથી · દાર્શનિકોને જે લાભ થવા સંભવિત છે, તે જોતાં એમ કહી શકાય કે, રાહુલજીની વિમાનીગતિ પણ, તેઓ કહેતા તેમ, ઘણી ફળદાયી છે.
શ્રી વિધુશેખર શાસ્ત્રી જેવા, અને બીજા એવા કેટલાયને એમણે સંપાદન માટે પ્રાચીન, પ્રાચીનતર અને સર્વથા દુર્લભ કહી શકાય એવા ગ્રંથો પૂરા પાડયા છે. જોકે, આ ગ્રંથો હજી સંપૂર્ણપણે પ્રકાશિત નથી થયા, પણ એ પ્રકાશિત થતાં જ વિદ્વાન સમક્ષ વિદ્યાનું એક નવું જ વિશ્વ ઉપસ્થિત થવાનું. એમાંથી જે જે ગ્રંથ, જેટલે અંશે, પ્રકાશિત થઈ ઉપલબ્ધ થયો છે, તે જોતાં મને એમ લાગે છે કે રાહુલજી ન હોત તો મૈત્રેય, અસંગ, વસુબંધુ, સંઘભદ્ર આદિ વિદ્વાનોની મૂળ ઉપાસનાનો ખ્યાલ જ કેવી રીતે આવી ક? અને તે વિના બૌદ્ધ – બૌધત્તર વાડ્મયનું રહસ્ય કેટલું ગૂઢ રહી જાત.
રાહુલજીએ નાલંદા, વિક્રમશીલા, જગતક્લા આદિ અનેક બૌદ્ધ વિહારોમાં તે તે કાળે થયેલી વિદ્યાઉપાસનાને આપણી સામે રજા કરી. તે તે સમયના જીવિત બૌદ્ધ વિહારોને સમજવામાં કેટલી મદદ કરી છે, એ ત। ઈતિહાસજ્ઞ જ કહી શકે તેમ છે.
એકવાર મેં કહ્યું: ગુજરાતમાં પણ કેટલાંક તીર્થધામાં જોવા જેવાં ` છે. એમણે તરત એમ કહ્યાનું યાદ છે કે - હું તો અનેક વર્ષો પહેલાં વૈદિક પરિવ્રાજક રૂપે ગુજરાતમાં આવેલા, મે ડાકોર આદિ તીર્થો પણ જોયેલાં, રાહુલજી છેક નાની ઉંમરે ઘર છોડી કાશી આવેલા ત્યારે જ કદાચ તેઓએ આ વૈષ્ણવી દીક્ષા લઈ ભ્રમણ કરેલું.
જીવ ન
તા. ૧ ૬-૬૩
તો યશેાધરાને મળવા ગયેલા. શું તમે એ બિચારી એકલવાયી વૃદ્ધ પત્નીને દર્શન આપ્યા? તેઓ કહે કે હા, મારી સામેથી એક વવેષ્ટિત અસ્થિર પસાર થઈ ગયું! હું એમના ક્શનનો અર્થ કાંઈક પામી ગયો; કારણ કે, એવી એક કથા બૌદ્ધ અહુકથામાં આવે છે, જેમાં રસ્તે ચાલતા અને ધ્યાનમાંથી તરત જ ઊઠેલા ભિક્ષુને કોઈએ પૂછ્યું કે, - ભદંત, આ રસ્તેથી કોઈ સ્ત્રીને પસાર થતાં તમે જોઈ? ભિક્ષુએ કહ્યું; હા, કોઈ એક અસ્થિખંજર તો જતું જોયું હતું! એ સ્ત્રી હતી કે કોણ એ હું ન જાણું, પણ રાહુલજી અનેક વર્ષો બાદ મિત્રાના આગ્રહથી વતનમાં ગયા, પણ કઠોરપણે અલિપ્ત જ રહ્યા. આથી ઉલટું, લગભગ સાત વર્ષ પહેલાં એક બીજો પ્રસંગ બન્યો. હું કાશીમાં મારા મિત્ર પં. શ્રી માલવણિયાને ત્યાં હતા. અચાનક રાહુલજી આવ્યા. એમણે કહ્યું કે, મને અણધારી જાણ થઈ એટલે મળવા તો આવ્યો છું, પણ જલ્દી જવું છે. એમ કહી એમણે પરિવારને પરિચય આપવા શરૂ કર્યો. કહે કેઆ સાથે પત્ની કમળા છે; તે હવે એમ.એ. ની પરીક્ષા આપશે. આ બે બાળકો પૈકી એક જેતા અને કન્યા જયા છે. એની આટલી આટલી ઉંમર, ઈત્યાદિ. આટલું કહ્યા પછી હવે પછીના કામ વિશેષના મારા પ્રશ્નના ઉત્તરમાં તેઓએ કહ્યું કે, મારી સામે અત્યારે મુખ્ય ત્રણ પ્રસ્તાવા છે. એક વિશે અત્યારે નહીં કહું, પણ બીજો અને ત્રીજો પ્રસ્તાવ આ છે ઈત્યાદિ. તે વખતે ભારત સરકાર કદાચ તેમને તિબેટ મેકલવા ઈચ્છતી હોય, એમ લાગ્યું. એક વિશાળ હિંદી કોષ માટે પણ એમને પૂછવામાં આવેલું. જે હો તે, પણ તેઓ કાંઈ આવા બંધિયાર ખાતામાં પુરાઈ રહે તેવા ન હતા. તેથી જ કદાચ તેઓએ મસૂરીમાં નિવાસ કર્યો.
મસૂરીમાં રહ્યા પછી મને ત્યાં આવવા અને વિશેષ રહેવા અનેક વાર લખ્યું; એ પણ સૂચવ્યું કે, અહીં તમારી પ્રકૃતિ પ્રમાણે જ બધું ગોઠવાઈ જશે. હું તે એમના એ સહવાસ-સૌરભથી વંચિત રહી જ ગયા છું, પણ એમના વિઘાસૌરભના લાભ તે પથારીએ પડયા પડયા પણ લેતા રહ્યો છું. જે ‘મધ્યએશિયા કા ઈતિહાસ' માટે એમને સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિક મળ્યું, તે બન્ને ભાગા સાંભળતાં સાંભળતાં એમની જ્ઞાનયાત્રા, ભૂગોળયાત્રા, ઈતિહાસયાત્રા અને ધર્મયાત્રા આદિનું આખું ચિત્ર સ્પષ્ટ થયું.
સિલાનથી રાહુલજીના અચાનક પત્ર આવ્યો કે અહીંની કોલેજ માં ભારતીય વિદ્યાના મુખ્ય અધ્યાપક તરીકે "નિમાયા છું; એ માટે જૈન આગમો જોઈએ, ઈત્યાદિ. ભિક્ષુ આનંદકૌશલ્યાયન, જેઓ ખરી રીતે રાહુલજીની છાયાને લીધે જ ભિક્ષુમાર્ગ તરફ વળેલા, તેઓ પણ ત્યાં હતા. સિલાનથી પાછા આવ્યા અને એમને મધુપ્રમેહ આદિ રોગીઓ વિશેષ ઘેર્યા હોય એમ લાગે છે. હવે રાહુલ ભૌતિક દેહે નથી, પણ અક્ષર દેહે કે તેઓ વિદ્રાના અને સામાન્ય પ્રજાના મનમાં સદાય વાસ કરી શકે એટલું એમણે નિષ્કામ કાર્ય કર્યું છે. એ રીતે તેઓએ બ્રાહ્મણત્વ અને શ્રમણત્વનું પોતાના જીવનમાં અદ્ભુત સિદ્ધ કર્યું છે, અને ગૃહસ્થાશ્રમમાંથી પરિવ્રાજકપણું, અને પરિવ્રાજકપણામાંથી ગૃહસ્થપણુ - એમ બન્ને આશ્રામાના જીવનમાં સંગમ પણ સાધ્યો છે. જ્ઞાનેશ્વરના પિતાએ જેમ પરિવ્રાજકપણામાંથી ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો હતો, તેમ રાહુલજીએ પણ સ્વીકાર્યો, પરંતુ જમાનો એટલા બધા આગળ વધી ગયેલા છે અને રૂઢિનાં બંધનોથી એટલા બધા મુકત થઈ ગયો છે કે, રાહુલજીને બ્રાહ્મણએ કે શ્રમણાએ કોઈએ સમાજ, જ્ઞાતિ કે ધર્મબહાર મૂકવાના વિચાર સુદ્ધાં સેવ્યો નહિ, અને તેમની સાહિત્યઉપાસના, માનવસેવા અને રાષ્ટ્રપ્રેમની જ સૌએ એકધારી પ્રશંસા કરી છે. ભારત જો રાહુલજી જેવા પાંને જન્મ આપી શકે તે એવી આશા રાખવી અસ્થાને નથી કે એમના જેવા અનેક પુરુષાર્થીઓ આપણને મળે,
સરિતકુંજ, અમદાવાદ~~~
પંડિત સુખલાલ
તા. ૧-૫-૧૯૬૩
૧૯૨૧ પછીની અને ૧૯૩૦ પછીની સ્વરાજય પ્રાપ્તિની સમર્થ હિલચાલ વખતે તેઓ જરાય પાછા ન રહ્યા; અનેક વાર જેલમાં પણ ગયા. છેલ્લી લડાઈ બંધ પડી અને રશિયાથી તેમને આહ્વાન આવ્યું; ઘણુ કરી એ આહ્વાન એમની રશિયન પત્નીનું હતું. રાહુલજી એ પત્ની અને પોતાના ઔરસ મનુ નામક પુત્રને ત્યાંથી અહીં લાવવા તત્પર થયા; મુંબઈ આવ્યા. અહીંથી ઈરાન સુધી તે જવાનું શકય હતું, પણ રશિયામાં દાખલ થવાના પરવાના મેળવવાનું કામ જરાય સહેલું નહાતું. આ અંગે બધી જ હિલચાલ કરવા તેઓ મુંબઈ ઠીક ઠીક રહ્યા. આચાર્ય શ્રી જિનવિજયજીએ તેમને ભારતીય વિદ્યાભવનમાં રહેવા આદિની પૂરી સગવડ કરી આપેલી, પણ રાહુલજીની મિલનસાર પ્રકૃતિનું એ વખતે મને પ્રત્યક્ષ દર્શન થયું. દિવસ અને રાત લખવા – વાંચવાના યોગમાં પુરાયેલા હોવા છતાં તેઓ સવારે ચા વખતે મારા રૂમમાં લગભગ એક કલાક બેસે, અને જે નાની કન્યાઓ કે બીજાં બાળકો આવે તે બધાં સાથે ગુજરાતીમાં બાલવા - સમજવાનો પ્રયત્ન કરે. મને એમણે કહ્યું કે, તિબેટ, સિલાન, આદિમાં મેં બાળકો પાસેથી જ અનેક ભાષાઓના જીવતા પરિચય કર્યો છે. વળી, તે આમ તો ગંભીર અને ઓછાબાલા, પણ જયારે સૌ સાથે ભળે ત્યારે મુકતમને પોતાના ભંડારો ખાલે.
એકવાર મેં કહ્યું: હમણાં છાપામાં સાંભળ્યું કે, તમે પોતાના વતનમાં ગયા હતા; તો ત્યાં તમારાં પૂર્વ પત્નીને મળ્યા? બુદ્ધ માલિક શ્રી મુખર્જી જૈન યુવક સધ; મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩. મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુ.ખઇ.
10.