________________
૨૮
હ રહ્યા.. પક્ષની શિસ્તનું વધુ આશ્ચર્યજનક દષ્ટાંત તે એ હતું કે, વડા પ્રધાનની ગેરહાજરીમાં તેમની વતી કામ કરતી વેળાએ મારારજીભાઈએ સંસદમાં કૃષ્ણમેનનો બચાવ પણ કર્યો હતો. આ જોઈને ઘણા રાજકીય નિરીક્ષકો વિચારમાં પડી ગયા હતા. રક્ષણખાતાને લગતી બાબતમાં મારારજીભાઈએ મેનનની વહારે ચડવાની શી જરૂર હતી, એવા પ્રશ્ન પણ પુછાવા લાગ્યો હતો. પણ મેારારજીભાઈને જાણનારાઓ તો સમજી ગયા હતા કે, મેનનનો બચાવ કરવાનું કાર્ય, આત્મશિસ્ત અને પોતાના નેતા પ્રત્યેની વફાદારીથી જ પ્રેરાયેલું હતું. મારારજીભાઈ માને છે કે, નહેરુની વતી કામ કરતા હોઈએ ત્યારે નહેરુ પોતે એ સંજોગામાં જેમ વર્ત્યા હોત તેમ જ પાતે વર્તવું જોઈએ.
બુદ્ધ જીવન
નેતા
પછી તો સંજોગોએ બહુ વિલક્ષણ ભાગ ભજવ્યો. ડાબી પાંખના ટેકેદારોએ “Popular front” -જનમારચા— તરીકે ઊંચે ચઢાવેલા મેનન લોકોની દૃષ્ટિમાંથી ઊથલી પડયા અને તખ્તા ઉપરથી અદશ્ય થઈ ગયા. જે જે સભામાં તેઓ ભાષણ કરે તેમાં લોકો તેમની સામે પોકારો કરતા અને પ્રશ્નોની ઝડી વરસાવતા. આપણી સરહદ ઉપર થયેલી હોનારતની જવાબદારી સંરક્ષણ પ્રધાન તરીકે મેનનની હતી પણ તેને લીધે દેશના નાણાતંત્ર પર વધારાનો બોજો આવ્યો. આપણા અર્થતંત્રને કુનેહ, કરવેરા અને વિદેશી સહાયથી કુશળતાપૂર્વક ચલાવનાર મેરારજીભાઈને માથે ભારતના કર ભરનારા સમક્ષ પહેલાં કદીયે રજૂ ન થયું હોય તેવું અંદાજપત્ર રજૂ કરવાની અણગમતી જવાબદારી આવી પડી.
ફરીવાર મેરારજીભાઈ ઉપર પ્રહારો થવા લાગ્યા. પણ ફેર એટલા હતા કે, આ વખતનો ઝંઝાવાત ડાબી બાજુથી નહીં પણ જમણી બાજુથી આવ્યો હતા. સામ્યવાદીઓ આ આક્રમણમાં જોડાયા હતા, કારણ કે એમને મન તે મારારજીભાઈને મારવા માટે જે કોઈ સાટી હાથમાં આવી તે સારી જ હતી. સે ટચના સોના જેવા આ કડક નાણામંત્રી ભારતમાં સામ્યવાદીઓના સૌથી મોટા દુશ્મન હતા. સમાજવાદે જે કાંઈ કઠિનાઈની કલ્પના કરી હશે તેના કરતાં પણ વધુ આર્થિક સખ્તાઈના યુગ પ્રવર્તાવીને મોરારજીભાઈએ સામ્યવાદીના હથિયાર બુઠ્ઠાં બનાવી દીધાં હતાં.
તેમના નવા અંદાજપત્રથી જેમને નુકસાન થયું હશે તેવા લોકો મોરારજીભાઈનો વિરોધ ભલે કરતાં હોય, પણ દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિઓના વર્ગમાં રહેલા મારારજીભાઈના આકરામાં આકરા ટીકાકારોને પણ એટલું તો સ્વીકારવું પડયું છે કે, બીજી અને ત્રીજી યોજનાઓનાં નિર્ણાયક વર્ષો દરમિયાન આંતરરાષ્ટ્રીય નાણાગતમાં આ દેશનું નામ ઊંચું રાખ્યું હોય તો તે મેારારજીભાઈએ કરેલા નાણાખાતાના સંચાલન.
રૂપિયાનો કાળાબજારના ભાવ કદાચ નીચા હશે, પર ંતુ તેના સત્તાવાર ભાવ તેની ચાલુ કિંમતે જ ઊભા છે. ડૉલર અને પાઉન્ડ આપણા ચલણની કિંમત ઘટાડવાની આપણને ફરજ પાડી શકયા નથી.
મોરારજીભાઈના નાણાપ્રધાનપદ દરમ્યાન ભારતને વિદેશી સહાય મેોટા પ્રમાણમાં મળી છે. આંતરરાષ્ટ્રીય લૅાન પાછી વાળવાનું ઘણીવાર અસંભવિત મનાયું હોય તો પણ મારારજીભાઈની રાહબરી નીચે ભારતે પેાતાની બધી જવાબદારીઓ બરોબર અદા કરી છે.
જગતના નાણાક્ષેત્રના નેતાઓ એકવાર એમ માનના હતા કે મારારજીભાઈ નાણાની બાબતમાં કોઈ યોગી જેવા છે અને દારૂબંધીથી લાકોને સુધારવાની વાતો જ કર્યા કરે છે. પણ જ્યારે તેઓ મારારજીભાઈને મળ્યા ત્યારે તેમને જણાયું કે આ માણસમાં તે ઈમાન, શિસ્ત અને ભારોભાર સામાન્ય સમજ જણાય છે અને વિદેશી અખબારોમાં તેમનું જે વર્ણન આપણે વાંચ્યું હતું તે માં આ માણસ સાવ જુદા જ છે.
૧૯૫૮ માં અમેરિકાના નાંણામંત્રી ઍન્ડરસને વાશિંગ્ટ આપણી ઍલચી - કચેરીના પ્રવેશદ્રાર પાસે મારારજીભાઈ સ પહેલી વાર હાથ મિલાવ્યો ત્યારે હું તેમની સાથે હતા. મે જો કે એ લોકો એક ઓરડામાં બેસી ભારતની જરૂરિયાતની ચ કરી બહાર આવ્યા ત્યારે એન્ડરસનના મનમાં નાણાં ક્ષેત્રના
Labeled
તા. ૧-૬-૬૩
ચેખલિયા માણસ વિષે જે કાંઈ શંકાઓ હશે. તે બધી નાશ પામી હતી. મને કહેવામાં આવ્યું હતું કે, તેઓ બીજી વાર મળ્યા ત્યારે તેમનું કામ વધુ સરળ થઈ ગયું હતું અને થોડા જ વખતમાં મોરારજીભાઈ અમેરિકનોને કોકાકોલા અને શરાબ જેટલા જ પ્રિય થઈ પડયા હતા.
મેં મારારજીભાઈને હેનરી લ્યૂસના પરિષદ ટેબલ ઉપર ટીકાખાર અને લગભગ વાંકદેખી દષ્ટિવાળા ‘ટાઈમ - લાઈફ’જૂથના પત્રકારો સાથે વાતો કરતા જોયા હતા. રોકફૅલર - સેન્ટરના એક ગગનચુંબી મકાનના ઉપલા માળે લગભગ એક કલાક સુધી ભારતના નાણામંત્રીએ, વિલક્ષણ શિસ્તબદ્ધ મનનું દર્શન કરાવે તેવા " ઠંડા મિજાજથી, અનેક કઢંગા અને આક્રમક ઢબે પૂછાયેલા પ્રશ્નોના જવાબો આપ્યા હતા.
મેારારજીભાઈ કયારના સમજી ગયા હતા કે હું એકાદવાર પણ મિંજાજ ગુમાવીશ તો મારા દેશના કેસ માર્યો જશે. પરદેશની પહેલી જ મુરાાફરીમાં તેઓ ભારતને જે સહાય જોઈતી હતી તે મેળવી શક્યા, અને એથી યે અગત્યની વાંત તો એ હતી કે, તેઓ અમેરિકાથી ઢગલાબંધ નાણું લાવ્યા, એમ છતાં પણ આપણા દેશનું સ્વમાન તેમણે પૂરેપૂરું સાચવ્યું.
પરદેશમાં મારારજીભાઈ ભારતના બહુ સરસ પ્રતીક બની રહે છે. મહાત્મા ગાંધીએ ઘડેલા ભારતની મનોવૃત્તિ અને ભાવના આપણા કેટલાક રેશમી પોશાકવાળા અને કોલર-ટાઈમાં રાજજ થયેલા રાજદૃારી પુરુષો કરતાં મારારજીભાઈમાં વધારે સારી રીતે પ્રતિબિંબિત થાય છે. મેં જોયું છે કે, પાકિસ્તાનના પાટનગર રાવળÜડીમાં તેઓ લેાકોને જેટલા પ્રિય થઈ પડે છે. તેટલા જ બ્રિટનના વડા પ્રધાનના ચેકર્સ ખાતે આવેલા ગ્રામનિવાસમાં પણ પ્રિય થઈ પડે છે. પાકિસ્તાનના અગાઉના નાણામંત્રી શેઈબે મને કહ્યું હતું કે, મેારારજીભાઈ સાથે કામ પાડવું સહેલું છે, તેમણે કહ્યું કે, “મારારજીભાઈ તરત જ મુદ્દાની વાત પર આવી જાય છે.”
અમલમાં મૂકવી લગભગ અશક્ય જણાય તેવી મહત્ત્વાકાંક્ષી બે મોટી યોજનાઓમાંથી ભારતને પાર ઉતારવું, આંતરિક સંપત્તિ સાધનાને અંકુશમાં રાખવાં અને છતાં સ્થાનિક શૅરબજારોને (ચીની. આક્રમણ થયું ત્યાં સુધી) તેજીમાં રાખવાં, બીજા લોકોના ખીસામાંથી હાથચાલાકીને બદલે વધુ ગૌરવપૂર્વક પૈસા કઢાવવા અને આપણા અર્થતંત્રમાં જગતનો વિશ્વાસ પુન:સ્થાપિત કરવા તે ફકત વહિવટી શકિત અને સામાન્ય સમજ સિવાય આ ક્ષેત્રની બીજી કોઈ લાયકાત ન ધરાવતા માણસ માટે જેવી તેવી સિદ્ધિ ન કહેવાય. મારારજીભાઈની નાણાવિષયક દષ્ટિમાં કોઈ સૈદ્ધાન્તિક આદર્શ કે વાદ નથી. તેમનું ગણિત બે ને બે ચાર જેવું સીધું ને સરળ છે.
રક્ષણ પાછળ ખરચવાના પૈસા ન હોય તો રક્ષણમાં કંઈ જ રહેતું નથી. બીજા કેટલાક દેશેાએ કર્યું છે તેમ વિદેશી સત્તાઓને વફાદાર રહેવાનું વચન આપીને લશ્કરી સહાય મેળવવાનું સસ્તું બની શકે, પણ કોઈ જ શરતી સહાય અમે નહીં સ્વીકારીએ એવા વડાપ્રધાનના સિદ્ધાંત લક્ષમાં રાખીને, પોતાના વડાને હંમેશાં વફાદાર રહેનારા મેરારજીભાઈ એ જુએ છે કે, સરકારની નીતિના શબ્દાર્થ અને ભાવાર્થ બન્નેના ચુસ્ત અમલ થાય.
વ્યકિત તરીકે મેારારજીભાઈમાં બે પ્રકારનું અભિમાન છે—જો કે એનો અર્થ એ નથી કે, એ અભિમાની માણસ છે. એક તો સ્વમાનના તીવ્ર ખ્યાલને લીધે તેમનામાં એક પ્રકારનું અંગત અભિમાન છે. પોતાને જે જોઈએ છે તે સામે ચાલીને તેમની પાસે આવે નહીં ત્યાં સુધી તેઓ રાહ જોશે. બીજા પ્રકારનું અભિમાન તેમનામાં પુષ્કળ પ્રમાણમાં છે અને તે પેાતાના દેશનું અભિમાન. નૌકાસૈન્યની પ્રણાલિકાની જેમ તેઓ વહાણ છેાડીને સલામતી શોધવા કરતાં પોતાના વહાણ સાથે ડૂબવાનું વધુ પસંદ કરશે.
તેમના રાજકીય સિતારો ઊંચે જાય કે નીચે જાય, પાછા પડવાના પ્રસંગેા આવે, ટીકાઓ થાય કે લોકપ્રિયતામાં ભરતી ઓટ આવે છતાં તેઓ આદેશને અનેક ભાવી કટોકટીમાંથી પાર ઉતારવા નિર્માયા છે.
પણ મેં પહેલાં કહ્યું તેમ ઉપરથી સરળ દેખાતા પણ સમજનાં ખરેખર મુશ્કેલ એવા આ માણસના વ્યકિતત્ત્વને પકડમાં 1માટે એક આખું પુસ્તક
જોઈએ.
મૂળ અંગ્રેજી : ડી. એફ. કરાકા
કોણ છે
_ @k<tu ybu bhai rahyo