________________
૨૪
પ્રભુનું જીવન
મણકાર પ્રત્યે પણ મનમાં ધૃણા ન હોય, (૩) મજબૂત મનોબળ. : અન્યાયના : અસહકારથી પ્રતિકાર કરવામાં ગમે તેવી વિષર્ પરિસ્થિતિ હોય તો યે દ્રઢ રહે.
"
- અભય, પ્રેમ, અને મનોબળ આ ત્રણ સાધનોથી સંપન્ન વ્યકિત--જે દ્રઢતાથી આક્રમણને નિષ્ફળ બનાવી શકશે તેવી દ્રઢતાથી શસ્ત્રસજજ અને શરીરે સમર્થ સૈનિક તેને નિષ્ફળ નહીં કરી શકે. આચાર્ય હેમચન્દ્ર આ ભાવથી પ્રેરાઈને જ લખ્યું કે, “મુદ્ધમાં વિજય સંદિગ્ધ હોય છે, પણ જનસંહાર નિશ્ચિત હોય છે. માટે જ્યાં સુધી બીજો ઉપાય સંભવિત હોય ત્યાં સુધી યુદ્ધ ન કરવું.” હું આને આવી રીતે વિચારૂં, “મુદ્ધમાં વિજય નિશ્ચિત હોય તોપણ તે ન કરવું. કેમકે, તે સાચા ઉકેલ નથી. ” વૈજ્ઞાનિક યુગનો આજનો મનુષ્ય શું વિમાનને છેડી બળદગાડીનો પ્રવાસ કરવાનું પસંદ કરશે ? આજના બુદ્ધિવાદી મનુષ્ય વિશ્વ-રાજ્યની કલ્પના છેડી યુદ્ધ કરવાનું પસંદ કરશે ? આજના વિકસિત માનવના કપાળે આ એક મોટું કલંક છે. યુદ્ધવાદને ફગાવી દઈને જ માનવ પાતાને..બુદ્ધિવાદી કહેવડાવવાના અધિકારી બની શકશે. પ્રત્યાક્રમણનો વિકલ્પ
જે લોકો એમ વિચારે છે કે .આક્રમણનો પ્રતિઆક્રમણથી જ સામના કરવા જોઈએ, એમનું ચિંતન વિચારશૂન્ય છે. અહિંસાવાદીનું ચિંતન એવું વિચારશૂન્ય નથી. એની દ્રષ્ટિમાં આક્રમણનો મુકાંબલા અહિંસક પ્રતિકાર.
કેટલાક લોકો એમ માને છે કે હિંસક પ્રતિકાર કરતાં અહિંસક
પ્રતિકાર જરૂર શ્રેષ્ઠ છે, પણ તે કરવા શી રીતે ? મારૂ માનવું છે કે, અનુશાસન, અભય, પ્રેમ (મૈત્રી) અને મનોબળના વિકાસ સાધ્યો હોય તો અહિંસક પ્રતિકાર કરવા જરાયે મુશ્કેલ નથી. જનતાને આ ત્રણ બાબત સમજાવી અહિંસક પ્રતિકાર કરવા તૈયાર કરવી જોઈએ. આક્રમણકારને સહકાર ન આપે, તેના હુકમો ન ઉઠાવે, અને તેના અનુચિત હુકમોનો વિરોધ કરે. ચોથી વાત એ છે કે જ્યાં સુધી આક્રમણકાર પાછા પાતાને દેશ ચાલ્યો ન જાય ત્યાં સુધી આ ત્રણે બાબતમાં શિથિલતા આવવા દેવી ન જોઈએ. આ પ્રતિકારપદ્ધતિ ક્યારે પણ નિષ્ફળ નહીં જાય. એ ખરું છે કે આક્રમણકાર સાથે અસહયોગ કરવામાં અનેક કષ્ટો સહન કરવાં પડે, તેના હુકમા ન માનવામાં યાતનાઓ ભાગવવી પડે, તેના વિરોધ કરવામાં અનેક સંકટોનો સામનો કરવા પડે, પણ આ બધુંયે સહન થઈ શકે, જો અહિંસા એ પ્રજાના આત્મધર્મ બની ગયો હોય, અને તેની સાધના માટે અનુશાસન, પ્રેમ, અને મનોબળથી તે સુસજ્જ હાય.
મહાત્મા ગાંધીજીએ અહિંસાને ધર્મ માન્યો હતો. અને કાગ્રસે અહિંસાનો એક નીતિ રૂપે સ્વીકાર કર્યો હતો. મહાત્મા ગાંધીજી જનસમુદાયના પ્રેરક હતા, જ્યારે કોંગ્રેસે રાજ્યપૂરા
સ્વીકારી હતી. આ જ કારણથી કોંગ્રેસ સરકારને આજે શસ્ત્રસજ્જતાને પ્રોત્સાહન આપવું પડયું છે અને હિંસક પ્રતિકારના માર્ગ પસંદ કરવા પડયા છે. અહિંસા જો કાગ્રેસના ધર્મ હોત તે આવું કદી ન થાત. પણ અહિંસા કેંગ્રેસની નીતિ હતી, ધર્મ નહિ. એટલે આ પરિવર્તન તેને કરવું પડયું. ધર્મ હંમેશા અપરિવર્તનીય છે, નીતિ અપરિવર્તનીય નથી હોતી.
...અનુવાદક : શ્રી મેનાબહેન નરોત્તમદાસ
મૂળ હિંદી: આચાર્ય તુલસી “ અદ્યતન યુદ્ધ પરિસ્થિતિ અને અહિંસાવ્રતધારી જૈન
સાધુએ ”
[પ્રબુદ્ધ જીવનના પહેલી માર્ચના અંકમાં અદ્યતન યુદ્ધ પરિસ્થિતિ અને અહિંસાવ્રતધારી જૈન સાધુઓ—શિર્ષકનો લેખ વાંચીને. જાણીતા કેળવણીકાર શ્રી હરભાઈ ત્રિવેદીએ પોતાના પ્રત્યાઘાતો મારી ઉપરના તેમના તા. ૧૪-૩-’૬૩ ના પત્રમાં નીચે મુજબ જણાવ્યા છે: પરમાનંદ]
તા. ૧ લી માર્ચના “ પ્રબુદ્ધ જીવન” નો અંક વાંચીને હું અત્યંત ખુશી થયો છું. અહિંસાનું જે દ્રષ્ટિબિંદુ તમે રજૂ કર્યું છે તે સાથે હું સંપૂર્ણ સહમત છું. પંડિતજીએ પોતાના લેખમાં વ્યવહારુ ઉકેલ સૂચવ્યો છે અને એ . ભલે આજની ઘડીએ યથાર્થ ગણીએ તે પણ તેમના લેખનો ધ્વનિ ત રોગીના રોગને પારખવાનું સૂચન કરનારો અને રોગમાંથી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવું હોય તો તત્કાલ કેવા ઉપાયો હાથ ધરવા જોઈએ તેના નિર્દેષ કરનારો છે તેમ મને લાગ્યું. એક કુશળ વૈદની વેધક દ્રષ્ટિ વડે પંડિતજીએ
તા. ૧૬-૬૩
સાધુ સમાજની નાડ બહુ જ સાચી રીતે પારખી છે અને પોતે યોગ્ય ગણે છે તેવી દવાનું સૂચન કર્યું છે. આજના સંયોગામાં આમ કરવું અનિવાર્ય હોય તે હું પણ સ્વીકારૂ છું.
તમારી ચર્ચાનો મુદ્દો મારી દષ્ટિએ તદ્દન અનોખો છે. સાધુ-સમાજની સર્વકોઈ વ્યકિતએ સાધુતાના અંચળા કેવળ દેખાવ ખાતર જ ધારણ કર્યો હોય તો તે આપણે તેને સાચા અર્થમાં સાધુ કહી શકીએ જ નહિ પરંતુ આમ નથી તે પણ આપણે સ્વીકારવું પડશે. સાધુ-સમાજમાં ઘણાં પ્રતિભાસંપન્ન સાધુ દેખાય છે કે જેઓએ સાધુતાનું સાચું હાર્દ" સ્વીકાર્યા પછી જ સાધુતાનો સ્વાંગ સજ્યો હોય. આવા સાધુઓ માટે મનોમંથનની જે ભૂમિકા તમે તમારા લેખમાં ઊભી કરી છે તે મારી દ્રષ્ટિએ તમે એક અત્યંત ઉપકારક વિચારૢ રજૂ કર્યો છે તેમ હું માનું છું.
મુક
અહિંસાના આચારને અહિંસાની વૃત્તિ સાથે ઘણા નિકટન સંબંધ હોય છે. માનવી જન્મે છે ત્યારે પેાતાની સાથે જે પ્રાથમિક આવેગા લઈને આ દુનિયામાં અવતરે છે તે આવેગાનું સ્વરૂપ મહદ અંશે પાશવી હોય છે તેમ સ્વીકાર્યા વિના ચાલે નહિ. આ પાશવી સ્વરૂપનું ધ્રુવિ સ્વરૂપમાં રૂપાંતર કરવું, તેની ક્રિયા-પ્રક્રિયાને આપણે ધર્મની ક્રિયા-પ્રક્રિયા કહી શકીએ. આવું રૂપાંતર કરવાની શકિત, કુદરતે કેવળ માનવીને જ આપેલી છે. આદી કાળથી માનવી પાતાના જીવન અર્થે જે મથામણા કરી રહ્યો છે તેના તરફ નજર નાખતા જણાય છે કે, એ મથામણોની પાછળના મૂળ હેતુ તો પશુમાંથી માનવ બનવાના અને માનવમાંથી દેવ બનવાન રહેલા છે. માનવીમાં રહેલી તમામ પ્રકારની પ્રાથમિક વૃત્તિઓના ઉધ્ધિકરણના આ એક જવલંત ઈતિહાસ” છે.
માણસમાં રહેલી હિંસાવૃત્તિ સમય જતાં છેક જ ઘસાઈ જાય અને તેને સ્થાને અહિંસાવૃત્તિ પેદા થાય તે માટે ભગીરથ પ્રયત્નો કરવામાં સાધુ-સમાજ હમેશાં અગ્રસ્થાને રહેલા છે. આજે આ પરિસ્થિતિ રહી ન હોય તો તે માટે આપણને દુ:ખ જરૂર થાય, પરંતુ તેથી કરીને સાધુની સાધુતાના મૂળ હેતુ આપણી નજર પાસેથી સરકી જાય અને પરિણામે તેની વ્યાખ્યા બદલાવા લાગે તે તેમાં તે હું પીછેહઠ દેખું છું. માનવ આત્માની આવી પીછે હઠ સમગ્ર વિશ્વ માટે અક્લ્યાણકારી બની રહે તેવું મને ભાસે છે.
હિંસા કરવા માટે શસ્ત્રો જ જોઈએ તેમ માનવાનું કશું કારણ નથી. હિંસા હથિયારમાં રહેલી નથી. હિંસા તે માણસના મનમાં રહેલી છે. એક માણસને બીજા માણસનું ખૂન કરવું હાય તે। તે તલવારથી જ થઈ શકે એમ શા માટે માનીએ. જારાવર માઉંસ સામા માણસનું ગળુ દબાવીને પણ તેના પ્રાણ લઈ શકે છે. મને તો એમ સમજાય છે કે, આજની રાષ્ટ્રની આપત્તિની વેળાએ આપણા આપદધર્મ પ્રતિકારનો ભલે હોય અને તેવા પ્રતિકાર માટે હથિયારોનો ઉપયોગ ભલે કરવા પડતા હોય પરંતુ સનાતન ધર્મ તો એમ કહે છે કે, આવા આપદધર્મના પ્રસંગોમાં પણ હિંસાવૃત્તિ કેળવવાનું આપણું કામ જોરદાર બની જશે તો માનવી વળી પાછા પ્રાથમિક દશામાં સરી પડીને પશુવત જીવન જીવંવા લાગશે. · આ વિચાર આપણાં સૌ માટે ઘણા ભયંકર ગણાય. ચીનની સરકારે આપણાં ઉપર અણધાર્યું આક્રમણ કર્યું અને એવા આક્રમણના સામનો કરવા માટે આપણે સૌ જાગૃત બની ગયા છીએ એ આપણાં શૌર્યની અચૂક નિશાની ગણાય, પરંતુ આપણે એ પણ યાદ રાખવું પડશે કે, ખરો શૂરવીર ખરી રીતે હિંસક નથી જ હોત. હિંસક બનવા માટે ગુંડાવૃત્તિ કેળવવી પડે છે. અને એવી ગુંડાવૃત્તિ તો ભીરૂ વૃત્તિનું એક જુદું સ્વરૂપ જ માત્ર છે. શૂરા ગુંડો થઈ શકતા નથી, કારણ કે તે ભીરૂ નથી. શૌર્ય ક્ષમાથી શાભતું હોય છે. આ સત્ય આજના સંયોગોમાં જો ભૂલી જવામાં આવશે તો તે રાષ્ટ્રની દ્રષ્ટિએ આપણે ભારે મોટો અનર્થ વહોર્યો ગણાશે. ચીની રાષ્ટ્રના એક નાનકડા ભાગે માનવતાવિહાણુ' પગલું ભર્યું તેની પાછળ સમગ્ર ચીનની કરોડોની જનતા રહેલી છે તેમ આપણે માની શકીએ નહીં, આપણાં રાષ્ટ્રના સમગ્ર વ્યવહાર આ દ્રષ્ટિએ ગોઠવાય નહીં તો તે આપણે કોઈ ખાટે માર્ગે ચાલી રહ્યાં છીએ તેમ માનવું પડે.
હરભાઈ ત્રીવેદી
2