SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ प्रजुद्ध भवन શ્રી સુખદ જૈન યુવક સંઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નકલ: ૨૦ નવા પૈસા REGD. No. 3-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪ પ્રબુદ્ધ જૈન ’નું નવસંસ્કરણ વર્ષ ૨૫ : અક 3 મુંબઇ, જૂન ૧, ૧૯૬૩, શનિવાર આફ્રિકા માટૅ શિલિંગ – તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા યુદ્ધ અને અહિ સક પ્રતિકાર ક [એક મિત્રે તા. ૧૭-૩-’૬૩ના જૈન ભારતીમાં પ્રગટ થયેલ ‘યુદ્ધ અને અહિંસક પ્રતિકાર એ મથાળા નીચે આચાર્ય તુલસીએ લખેલા લેખ તરફ મારૂ ધ્યાન ખેંચ્યું. એકઠા થયેલા સામયિકોના સંગ્રહમાંથી એ અંક કાઢીને હું વાંચી ગયો અને તેમાં રહેલી અત્યંત વિશદ એવી વિચારણા વડે મારૂ ચિત્ત "પ્રભાવિત બન્યું. આજની યુદ્ધપરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હિંસા-અહિંસાના પ્રશ્નની વ્યવસ્થિત આલાચના કરવાનું કેમ કોઈ જૈન સાધુને સૂઝતું નથી, આવા પ્રશ્ન પાછળ રહેલી મારી નિરાશા આ લેખે દૂર કરી. તેના શ્રી મેનાબહેન નરોત્તમદાસે કરી આપેલા અનુવાદ નીચે પ્રગટ કરતાં હું આનંદ અનુભવું છું.. પરમાન ંદ યુદ્ધ એ એક ચિરકાલિન સમસ્યા છે. કેટલાક લોકો યુદ્ધમાં જ આ સમસ્યાનો ઉકેલ જુએ છે તો કેટલાક લોકો કઈ રીતે ઉકેલ લાવવા તેના વિક્લ્પા જ વિચાર્યા કરે છે. કોઈનું માનવું છે કે શકિતની સમતુલા જાળવી રાખવી. એ યુદ્ધ નિવારવાનો ઉપાય છે, તો કેટલાક લોકોની માન્યતા છે કે અહિંસા એ જ યુદ્ધ ટાળવાનો ઉપાય છે. જેઓ શકિતની સમતુલા જાળવી રાખવામાં માને છે, તેમને અસ્ત્રશસ્ત્રમાં વિશ્વાસ છે એમ કહી શકાય. તેનો અર્થ એ કે, એમને યુદ્ધમાં વિશ્વાસ છે. અહિંસાવાદી નિ:શસ્ત્રીકરણમાં માને છે. એટલે કે તેમને યુદ્ધમાં વિશ્વાસ નથી. જગતનાં સર્વ જીવા જે અહિંસાવદી હાત તા યુદ્ધ જેવા શબ્દનું અસ્તિત્ત્વ જ ન હોત, પણ એમ નથી. જેમને સામ્રાજ્યે વિસ્તારમાં રસ છે, જેમના હૃદયમાં ભય અને શંકા છે, જેમને ભૌતિક જગત ઉપર પૂર્ણ વિશ્વાસ છે, તે યુદ્ધને અનિવાર્ય માને છે. પરંતુ જેમની આંતરિક આસ્થા પ્રબળ છે તેમણે યુદ્ધને એક ભયંકર સમસ્યા રૂપે ઓળખ્યું છે. તેઓ યુદ્ધ ઈચ્છતા નથી, પણ યુદ્ધનું અસ્તિત્વ જ ન રહે એવા કોઈ ઉપાય હજી સુધી તેમને મળી આવ્યો નથી. ભૌતિક દષ્ટિએ માનવે ખૂબ વિકાસ સાધ્યો છે, પણ અહિસાવાદની દષ્ટિએ તે લગભગ અવિકસિત જેવા છે. જેમ આજે મનુષ્ય ગુલામી પ્રથાને અમાનુષી કર્મ માને છે, તેમ યુદ્ધ, અપહરણ, શેષણ વગેરેને પણ સંપૂર્ણ માનવજાતિ અમાનવીય કૃત્યો માનવા લાગશે ત્યારે તેનો વિકાસ એક નિશ્ચિત ૐખાએ પહોંચ્યો હશે. પણ એ સ્થિતિએ પહોંચવા માટે હજુ તે અનેક શતાબ્દિ અને પ્રચુર પ્રયત્નોની આવશ્યકતા છે, યુદ્ધનો પ્રતિકાર કેવી રીતે ? આજે આપણી પાસે તત્કાળ ઉકેલ માગતો પ્રશ્ન છે, “યુદ્ધના સામના શી રીતે કરવા ?” હિંસાથી કે અહિંસાથી ? શસ્ત્રોથી કે નિ:શસ્ત્રી થઈને? ચીને હિંદુસ્તાન ઉપર આક્રમણ કર્યું ત્યારે દેશમાં ચોતરફ હિંસક પ્રતિકાર અને સશસ્ત્ર પ્રતિરોધ કરવાનો અવાજ ગાજી ઊઠયો. આમાં કંઈ આશ્ચર્ય નથી. હિંસક પ્રતિકાર એ ચિરકાળથી ચાલી આવતી પરિચિત પ્રથા છે. એમાં મનુષ્યને પૂરેપૂરો વિશ્વાસ છે. અહિંસક પ્રતિકારથી માનવી હજી પૂરો પરિચિત નથી. યુદ્ધની સામે અહિંસક સામના થઈ શકે એવી વિચારણા કે ચિંતન પ્રાચીન સાહિત્યમાં ક્યાય બહુ દેખાતું નથી. ભગવાન મહાવીરના શ્રાવકો અનાક્રમણનું વ્રત લેતા હતા, પણ આક્રમણ થાય તો શસ્ત્રથી સામના કરવાના અધિકાર અબાધિત રાખતા. મહારાજા ચેટક બીજા રાજ્યો ઉપર હુમલા નહોતા કરતા. પોતાના રાજ્ય ઉપર હુમલા થાય તે આક્રમણકાર ઉપર એકથી બીજીવાર પ્રહાર ન કરતા. આ અહિંસક પ્રતિકાર તા ન કહેવાય પણ એ દિશા તરફનું એક બહુ સાહિસક પગલું કહેવાય. બે પક્ષ વિના યુદ્ધ શક્ય નથી હ મનુષ્યને યુદ્ધ, શસબળ, કે પાવિક શક્તિમાં વિશ્વાસ ન હોય તો યુદ્ધનું અસ્તિત્વ જ ન રહે. એકપક્ષીય યુધ્ધ હોતું નથી, બે પક્ષો લડવાને તૈયાર થાય ત્યારે જ યુદ્ધ થાય છે. એક લડે અને બીજો ન લડે તો તેને આક્રમણ કહેવાય, પણ યુદ્ધ નહિં, સામા જવાબ ન મળે તો આક્રમણ આપોઆપ ઠંડુ પડી જાય. જેમ જૂઠી અફવાઓથી હુમલાખારને બળ મળે છે તેમ સામના થવાથી પણ તેને વધારે જોર આવે છે. રાક્ષસ સાથે લો. તમારી શકિત તેનામાં દબાઈ જશે, તેની શકિત બેવડાશે તેની સામા તમે ન થાઓ તો તેની શકિત ક્ષીણ થઈ જશે. પ્રત્યેક આવેગની આ સ્થિતિ છે. યુદ્ધ પણ એક આવેગ છે. યુદ્ધ એકપક્ષીય હશે તો તે પ્રબળ બની નહિ શકે. યુદ્ધનો આવેગ પ્રબળ ત્યારે જ થાય, જો તે આવેગની સામે જવાબ આપનાર કોઈ પ્રતિઆવેગ હોય. પણ જે “ ઝેરનું ઔષધ ઝેર ” “ કાંટો કાંટાને કાઢે” “ શઠં પ્રતિ શાઠમં કુર્યાત ” આવા નીતિવાકયોમાં શ્રદ્ધા રાખે છે તેઓને એ વાત કેવી રીતે ગળે ઉતરે કે આક્રમણની સામે અનાક્રમણ હોઈ શકે છે? પાણી છાંટવાથી દૂધનો ઊભરો બેસી જાય છે. આ પ્રક્રિયા બધા જ જાણે છે. પણ એ પ્રક્રિયા સર્વત્ર સફળ થઈ શકે છે તેવું બધા માનવા તૈયાર નથી. યુદ્ધના અહિંસક રીતે પ્રતિકાર થઈ શકે છે તેવું કોઈ ઉદાહણ પણ તેમની પાસે માજુદ નથી. પછી તેમને તેમાં વિશ્વાસ કેમ બેસે? આજ તે આપણા માટે એટલું જ પ્રામ થાય છે કે આ વિષય ઉપર આપણે વિશુદ્ધ ચર્ચા કરીએ, મન્થન કરીએ. સંભવ છે કે કોઈ ઉકેલ મળી આવે—માખણ ઉપર તરી આવે. કોઈ. પણ આક્રમણકાર બીજા ઉપર જ્યારે આક્રમણ કરે છે ત્યારે તે પોતાના કોઈ સ્વાર્થ સિદ્ધ કરવા માટે કરે છે, અને તે પણ ત્યારે કરે છે કે જ્યારે તે જાણતો હોય છે કે, સામેવાળા નબળા અને કાયર છે. આક્રમણને રોકવાના બે ઉપાય છે. (૧) શકિત, (૨) પરાક્રમ. જે શસ્ત્રો વડે સુસજ્જિત છે અથવા જે તદ્દન નિર્ભય છે તે શકિતસંપન્ન છે. પરાક્રમ શરીરનું પણ હોય ને મનનું પણ હોય. મારા પ્રદેશ બીજો કોઈ લૂંટી લેશે એવે જેના મનમાં ભય રહ્યા કરે છે તે શસ્રબળથી અને શરીરબળથી સામના કરવા ચાહે છે. જેના ચિત્તમાં કોઈ પ્રકારનો ભય નથી, જે કેવળ માનવીય એકતામાં અદમ્ય વિશ્વાસ રાખે છે તે અભય અને મનોબળ વડે આક્રમણકારના સામના કરવાને ઉદ્યકત થાય છે. આક્રમણ બન્ને માટે અસહ્ય હોય છે, પણ પ્રતિકારની પદ્ધતિ બન્નેની જુદી હોય છે. મોતથી ડરવું નહિં એ જેમ સૈનિકોને માટે તેમ અહિંસક્સે માટે પણ પહેલી શરત છે. પરંતુ શસ્ત્રોથી સજ્જ રહેવું અને શરીરબળના ઉપયાગ કરવા એ સૈનિકની બીજી અને ત્રીજી આવશ્યકતા છે, જેની અહિંસાવાદીને આવશ્યકતા નથી. અહિંસક પ્રતિકારના માર્ગ અહિંસાવાદીને આક્રમણના પ્રતિકાર કરવા માટે નીચેની શરત આવશ્યક છે. (૧) નિર્ભયતા, તેને મરણનો ડર ન હોય. (૨) તે કેવળ પ્રેમમય હોય. માનવહૃદય ઉપર અતૂટ શ્રદ્ધા, ક્રુ
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy