________________
મ બુદ્ધ
તૈયાર હાતાં નથી, જ્યારે આ બાબતનું બહુ દબાણ કરવામાં આવે છે ત્યારે, તે પહેરવાની તૈયારી તો બતાવે છે, પણ તે પોતાનાં ગંદાં કપડાં ઉપર નવાં કપડાં પહેરે છે અને અંદરના પોતાનાં કપડાં દેખાય તે હેતુથી નવા કપડાંનાં બટન બંધ કરતાં હોતાં નથી. આ પાછળ સ્વમાનની વૃત્તિ અથવા તો પાતાની માલિકીની વસ્તુ. ઉપરના માહ–આમાંથી ગમે તે વૃત્તિ કામ કરતી હાઈ શકે છે. આખરે અમારે આ ખ્યાલ પડતો મૂકવો પડયો છે અને તેમનાં પોતાનાં કપડાં બરોબર ધાવાય છે અને જરૂર પડે ત્યાં ટાંકા ટેભા લેવાય છે એટલાથી જ અમારે સંતોષ ધારણ કરવા પડયો છે.
આ વિચારસરણી અનુસાર હાથ ધરવામાં આવેલી બાલશિક્ષણની પ્રવૃત્તિ અંગે નીચેની મુશ્કેલીઓ અમારી સામે આવીને ઊભી રહી છે. ·
(૧) ઘરનાં · મોટાં બાળકોને-વિશેષે કરીને છેકરીઓને પોતાથી નાનાં બાળકોને સાચવવા માટે તેમ જ ઘરનું કામ કરવા માટે ઘરમાં જ રહેવું પડે છે.
3
(૨) મોટાં બાળકોને ઢોર ચરાવવા બહાર જવું પડે છે.
(૩) બાળકોને પણ પેાતાની આજીવિકા માટે કમાવું પડે છે. આને લીધે શાળામાં ઘણાં ઓછાં બાળકો હાજર રહી શકે છે. જે બાળકો શાળામાં આવે છે તેમનું ધ્યાન નિશાળમાં અગર અભ્યાસમાં રહેતું જ નથી, અને ખુલ્લાં નૈસર્ગિક વાતાવરણમાં રહેવાને ટેવાયેલાં બાળકો શાળાના વર્ગની મર્યાદિત જગ્યામાં બંધાઈ રહેવું પસંદ કરતાં નથી. આ સંબંધમાં બાળકો માટે નીચે મુજબની વ્યવસ્થાનો પ્રબંધ કરવાના પરિણામે ઉપર જણાવેલ મુશ્કેલી• ઓનું ઘેાડા ઘણા અંશે નિવારણ કરવામાં અમે સફળ થયા છીએ:— (૧) ઘેાડીઆ—ઘર અને બાલવાડી પ્રાથમિક શાળાઓની સાથે સાથે ચલાવવામાં આવે છે જેથી કરીને મોટાં બાળકો શાળામાં હાજર રહી શકે છે.
(૨) થાડા વર્ગો જ્યાં બાળકો ઢોરો ચરાવે છે ત્યાં જઈને ચલાવવામાં આવે છે.
(૩) શાળામાં સ્વચ્છ અને પ્રકાશિત, ઓરડાઓ છે જ્યાં બાળકોને જુદા જુદા વ્યવસાય આપવામાં આવે છે.
(૪) ભિન્ન ભિન્ન પ્રકારના દ્રુક સાહિત્યને visual aids ને લગતા સાહિત્યનો પણ ઉપયોગ કરવામાં આવે છે. દા. ત. ચિત્ર મંડેલ્સ, પ્રદર્શનો અને પ્રોજેકટરો
(૫) અહિં શિક્ષક બાળકો સાથે મિત્રતાભરી ભાવનાપૂર્વક રહે છે. અહીં કોઈ પણ શારીરિક શિક્ષાના ભય તેમને હોતા જ નથી.
(૬) રાત્રિના વર્ગો પણ ચલાવવામાં આવે છે, જેમાં ગૃહપાઠ, નૃત્ય, નાટ્યપ્રયોગા, રમતા વગેરેનો પણ પ્રબંધ કરવામાં આવે છે.
(૭) બાળકો જંગલમાંથી કાંઈ નવી ચીજો ફળ, ફૂલ, પાંદડા જીવડાં, પતંગિયા, પથરા લઈ આવે તે બધું આ માટે ઊભા કરવામાં આવેલ એક સંગ્રહસ્થાનમાં વ્યવસ્થિત રીતે એકઠું કરવામાં આવે છે.
(૮) વિશાળ જગતનો પરિચય આપવા માટે પ્રવાસાગાઠવવામાં આવે છે.
(૯) પુસ્તકાલય દ્વારા જ્ઞાનના માર્ગો ખૂલ્લા કરવામાં આવે છે. ર. (૧૦) બાળકોને શૈડું ઘણું દ્રવ્યોપાર્જન થાય તેવા ઉદ્યોગોને અહીં સ્થાન આપવામાં આવે છે. દા.ત. ઘાસના કવર, બનાવવા, ગુંઠાનાં બાકી બનાવવાં, ચરખા દ્વારા સુતર કંતાવવું.
વસ્ત
વિકાસવાડીની યોજના અનુસાર કોસબાડ ખાતે ચલાવવામાં આવતા ગ્રામ બાલ શિક્ષણ કેન્દ્રના સંદર્ભનાં નીચેની સંસ્થાઓ કામ ફરી રહી છે:
(૧) નાનાં બાળકો માટે ઘાડિયા ઘર, (૨)બાલવાડી, (૩) પ્રાથમિક શાળા—પાંચ ધોરણ સુધી, (૪) બેઝીક પ્રાઈમરી ટ્રેનિંગ કોલેજ, (૫) શાળામાં ભણતા બાળકો, વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો માટેનાં વસ્તીગૃહા, (૬) ઉદ્યોગ વર્ગ અને ઉત્પાદક વર્ગ, (૭) સામુદાયિક નૃત્ય, નાટક, ગાયન વગે૨ે સંગીતની તાલીમને લગતી સંસ્થા, (૮) પ્રકાશન કેન્દ્ર.
અહિંની વિવિધ શૈક્ષણિક સંસ્થામાં કુલ ૨૭ શિક્ષક ભાઈ-બહેનો કામ કરે છે અને મોટા ભાગે તેઓ હ જ વસે છે, આ સંસ્થાઓના સંચાલન માટે થતાં ખર્ચને પહોંચીવળવા માટે મહારાષ્ટ્ર સરકાર તરફથી અથવા તો સમાજ કલ્યાણ ખાતા તરફથી અમુક પ્રમાણમાં ગ્રાન્ટો અથવા તો મો મળે છે, પણ અમારૂ કુલ વાર્ષિક ખર્ચ આશરેં ૩૦,૦૦૦ નું હોય છે, જેમાં સરકારી ગ્રાન્ટ કે મદદ રૂપે મળતી રકમ બાદ કરતાં આશરે રૂા. ૧૦,૦૦૦ ની, બહારથી મળતાં દાનો દ્વારા પૂરવણી કરવાની રહે છે. આ માટે દર સાલ રૂા. ૧૦૦, ૫૦,૨૫,કે ૧૦ એમ મદદ આપે એવા બને તેટલા સહાયક મિત્રા મેળવવાનો અમારો પ્રયત્ન હોય છે.
આ મુજબ છે:---
અહિં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા
વિકાસવાડી અધ્યાપન મંદિર પ્રાથમિક શાળા બાલવાડી
૧૨૦ વિદ્યાર્થીઓ ૪૩ વિદ્યાર્થીઓ ૨૫ બાળકો
ઘાડિયા ઘરમાં આ ઉપરાંત બાલવસતિગૃહમાં ૩૫ બાળકો અને કન્યા વસતિગૃહમાં ૨૫ કન્યાઓ રહે છે.
૭૩ વિદ્યાર્થીઓ
અહિં ચાલતી અમારી પ્રવૃત્તિની આ રૂપરેખા છે. અન્તમાં એટલું જ કહેવાનું કે જે રીતે દેશની હળદ્રુપતા તથા આબાદી વધે તે માટે આપણે દેશમાં વહેતી નદીઓનાં જળને નાથીએ છીએ, અને નિરર્થક વહી જતા વારીને ઉપયોગમાં લાવીએ છીએ તેવી રીતે અમે પછાત રહી ગયેલી પ્રજાનાં બાળકોની બુદ્ધિ અને શકિતને વિકસાવીને તેઓ રાષ્ટ્રનાં શકિતશાળી ઘટક બને એવા અહિં પ્રયત્ન કરી રહ્યાં છીએ.””
તેમનું આ ભવ્ય વિવેચન સાંભળીને અમો સર્વ અત્યન્ત પ્રભાવિત બન્યાં. બાલશિક્ષણને અંગે—વિશેષે કરીને આદિવાસીઓના બાળકોના શિક્ષણ અંગે - અમને જાણે કે નવી દષ્ટિ સાંપડી હોય એવા આનંદ અને ધન્યતા અમે અનુભવી. અમારા સંઘના મંત્રી શ્રી ચીમનભાઈએ તારાબહેનનો આભાર માનતાં જણાવ્યું કે, “આપનૅ સાંભળતાં અમારાં બાળકો વિષે અમારા મનમાં તરહતરહના પ્રશ્નો ઊભા થાય છે, પણ એ પ્રશ્નોની ચર્ચા માટે અત્યારે સમય નથી, તો મુંબઈ આવો ત્યારે અમારા સંઘમાં એક વાર જરૂર આવો, અને અમારા પ્રશ્નોના ઉકેલ આપો - એવી અમારી આપને વિનંતિ છે." તારાબહેને જવાબમાં જણાવ્યું કે, “આવી ચર્ચા વિચારણા માટે મુંબઈના જીવનમાં જોઈએ તેટલી સ્વસ્થતા, શાન્તિ અને મોકળાશ હતી નથી તે। આ વિષયમાં જિજ્ઞાસા ધરાવતા ભાઈ-બહેનને આવી જ રીતે ફરી વખત અહિં આવવા મારી વિનંતિ છે. એ રીતે જ્યારે તમે આવશે। ત્યારે આપણે સાથે બેસીને બાલશિક્ષણને લગતા તમારા મનમાં ઊઠતા સવાલો અને મુશ્કેલીઓની નિરાંતે ચર્ચા કરીશું. તો તે માટે અહિં ફરીથી આવવાનું તમે બધાં ભાઈ બહેનોને મારું નિમંત્રણ છે.” આ નિમંત્રણ અંગે કૃતાર્થતા અનુ ભવતા અહિંથી અમે વિખરાયાં અને સંસ્થાના જુદા જુદા વિભાગામાં ચાલતી પ્રવૃત્તિઓનો પરિચય લેવા માટે અમે ગતિમાન થયા. અપૂર્ણ
પરમાનંદ
આ તો હજુ શરૂઆત છે. જે પ્રશ્નો અમે હાથ ધર્યા છે તે દિશાએ હજુ ઘણું કરવાનું રહે છે. જેમકે; ૭ થી ૧૧ વર્ષની ઉમ્મરનાં બાળકોમાંથી સાએ પંચતેર જેટલાં પણ શાળામાં નિયમિત હાજરી આપતા નથી, શાળાના વિષયો તરફ બાળકોના દિલમાં હજુ જોઈએ તેટલા રસ પેદા કરી શકાતા નથી, ભાષાના પ્રશ્ન પણ હજુ પૂરો ઉકેલાયો નથી, અભ્યાસક્રમ તથા શિક્ષણપદ્ધતિમાં નવા નવા ફેરફારો સૂઝયા જ કરે છે. માલિક શ્રી મુખ જૈન યુવક સધ; મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનન્દ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજીસ્ટ્રીટ, મુખઇ ૩. મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુબઇ,
(૦