SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૫-૬૩ ગુજરાતની વીરગાથાનાં સ્મરણો તાજાં ક્યાઁ અને કરાવ્યાં. આજે ચીની આક્રમણ થઈ રહ્યું છે ત્યારે એ સ્વપ્નાં સિદ્ધ કરવાનો પ્રસંગ ગુજરાતીઓને સાંપડયો છે. પ્રબુદ્ધ જીવન આપણી પુનર્ઘટના (Renaissance) નાં ચાર અંગો છે: પહેલું અંગ: ભૂતકાળની ભવ્યતાનું અર્વાચીનતાને અનુરૂપ પુનર્સર્જન કરવું. બીજું અંગ : આપણી સંસ્કૃતિનાં મૂલ્યોને તેમના સનાતન સ્વરૂપે જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો. ત્રીજું અંગ : ઈશ્વરને મનુષ્યની નિકટ લાવવા—પૂજાપાઠથી નહીં, યજ્ઞયાગાદિથી નહીં, પણ નિમિત્તમાત્ર બની ઈશ્વરને મન ને બુદ્ધિ અર્પણ કરવાથી. સમર્પિત જીવન—consecrated life ્થી · જ સામાન્ય આચાર-વ્યવહારમાં તેને સાક્ષાત્કાર કરવાથી. ભારતીય પુનઘંટલાનું ચોથું અંગ: સ્વતંત્ર, સ્વાધીન અને સશકત ભારતમાતાની ભાવના માટે સર્વસ્વ સમર્પણ કરવાનો સંવેગ. આ સંવેગને બળે ક્રાંતિકારીઓ હસતે મોઢે ફાંસીએ ગયા, ગાંધીજીએ સ્વરાજ્ય મેળવ્યું, આપણા સૈનિકો આજે જીવન સમર્પણ કરવાની તત્પરતા દાખવી રહ્યા છે. ‘વંદેમાતરમ્ ' એ માત્ર કાવ્યની ટૂંક નથી, માત્ર રાષ્ટ્રીય ગાન નથી, જીવનમંત્ર છે. આ વાતનો અનુભવ ચીનનું આક્રમણ થયું ત્યારે થયો. મોટાં-નાનાં, ગરીબ—તવંગરના ભેદાભેદ વગર સૌ કોઈ ચીનીઓના પ્રતિરોધ કરવા કટિબદ્ધ બન્યા. આ આપણી પુનર્ઘટનાના અદ્ભુત આવિર્ભાવ છે. એમાં આપણી કસોટી પણ છે—ગૌરવ પણ છે. આવી પ્રતિરોધપરાયણતા જીવંત રાષ્ટ્રના પ્રાણ છે. આ વખતે ભારત સજીવ છે તેના સાક્ષાત્કાર થયો. એ પળ જોવાના સમય પ્રભુએ આપ્યો વેનો હું ઋણી છું. અને જેટલે અંશે આપણે આ અંગોથી અસ્પૃષ્ટ રહીશું તેટલે અંશે પુનર્ઘટનામાં અંતરાયો આવશે અને તેટલે જ અંશે ભવિષ્યના દ્રોહ કરીશું. પુનર્ધટનાના બળા શબ્દોમાં ઝીલતાં મને અનેક ધન્ય અનુભવે થયા. ‘વેરની વસુલાત ' દર રવિવારે પ્રગટ થતી હતી ત્યારે એક મિત્ર આવીને કહ્યું, “ મારી પત્ની બીમાર છે, એને ‘વેરની વસુલાત’ વાંચ્યા વગર મરવું નથી માટે એનાં અપ્રગટ પ્રકરણો આપો.' અમદાવાદની એક યુવતીએ તનમનની કથા વાંચી. તેના લેખકનો પરિચય . કેળવવા તત્પર બની. પરિચય કેળવ્યો. પરિણામ વિપરીત આવ્યું. પાતાનું નામ બદલવાની તપશ્ચર્યા તેને સેવવી પડી. મંજરી ભરૂચના કોટમાં મરવા પડી હતી. મહિને-મહિને તેની કથા ચાલતી હતી. અનેક પત્રા આવ્યા. મંજરીને મારી નાખશો નહીં. આમ અનેક હ્રદયોમાં મંજરી વસી હતી. Ka લાહેારમાં ૧૯૪૨—૪૩ માં પૃથ્વીવલ્લભની ફિલ્મ પહેલી વાર રજૂ થઈ. ત્યારે હું લાહારમાં હતો. અનેક અજાણ્યા માણસોએ મને જે રીતે અભિનંદન આપ્યાં તે પરથી હું તારવી શકયો કે પૃથ્વીવલ્લભે લોકોનું હ્રદય જીતી લીધું હતું. આજે ‘ કૃષ્ણાવતાર ’ દર પખવાડિયે પ્રગટ થાય છે. ઈનો કોઈક પ્રસંગ ભારતના અનેક પ્રદેશમાં કોઈક ને કોઈક હૃદયને સ્પર્શે છે, અને પત્રા આવે છે: કોઈવાર આનું વિપરીત પરિણામ પણ આવે છે. એક દહાડો ઉત્તર પ્રદેશથી ‘સરોજ’નો પત્ર આવ્યો. ભાંગ્યાતૂટયા અંગ્રેજીમાં તેણે ‘ડાર્લિંગ ’ એવું સંબોધન કર્યું. તેમાં સંપસ્વિની' ના નાયક ઉદય પર પાતે. પ્રસન્ન છે. એવા ઉદ્ગારો કાઢયા. ૭૫ વર્ષ મોઢામાં પાણી આવ્યું. ‘કુમારી સરોજ’ને પત્ર લખ્યો લખવા જોઈએ તેવા. તેણે ગુસ્સામાં જવાબ લખ્યો. હું ‘કુમારી ' સાજ નથી. હું મુવક છું, યુવતી. નથી. ભાગ મળ્યા. મારે ક્ષમા માંગવી પડી કે, ગુજરાતમાં ‘સરાજ' નારી જાતિ છે. ઉત્તર પ્રદેશમાં તે નર જાતિ થઈ ગઈ હતી તેને મને ખ્યાલ નહોતો. આટલા વર્ષના અનુભવે સિદ્ધ કરી આપ્યું છે કે આપણે ધારીએ છીએ કે આપણે કંઈક કરીએ છીએ, પણ થાય છે એ તે ઈશ્વરની કૃપાથી જ થાય છે. પચીસ વર્ષ પર મને પ્રેરણા થઈ કે જો ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિએ સમૃદ્ધ થવું હોય તો ભારતીયતાનાં અંગ બનવું (5 ૧૯ જોઈએ. પરિણામે ભારતીય વિદ્યાભવન સ્થપાયું. એ કેમ ફલ્યું, કેમ ફાલ્યું એમાં હું તો ઈશ્વરનો જ હાથ જોઉં છું. અર્વાચીન ભારતમાં આપણી સંસ્કૃતિની પુનર્ઘટના કરવાની જે ભૂખ છે તે એનાથી સંતોષાય છે. અણનોતર્યામિત્ર, અણધાર્યા પૈસા, અનપેક્ષિત સેવાભાવી કાર્યકરો એની મેળે આવે છે અને મને દિવસે દિવસે પ્રતીતિ વધતી જ જાય છે કે એ ઈશ્વરનું કાર્ય છે, ઈશ્વરેચ્છાથી જ આગળ વધે છે. મનુષ્ય તો નિમિત્તમાત્ર થવાને જ સર્જાયા છે. તમારો સમય લીધો તે માટે ક્ષમા માગું છું. જે મિત્રાએ આ સમારંભ યોજ્યો તેમના અને તમારા બધાંનોઆભાર માનું છું. આશા રાખું છું કે ટૂંક સમયમાં, બને તો મારા મિત્ર નવાબસાહેબના રાજ્યકાળમાં, અહીંયા ભારતીય વિદ્યા ભવનનું સદન થાય. આટલું જ કહીને ફરીથી બધાંનો આભાર માની વિરમું છું.. કનૈયાલાલ મુનશી બુદ્ધ ભગવાનના બેાધ કેટલાંક મિથ્યા મનથી તે કેટલાંક સાચા મનથી બોલે છે— પણ આવી રીતે ઉત્પન્ન થયેલા વિખવાદમાં મુનિ અટવાતા ન હોવાથી એનામાં કઠોરતા ઉત્પન થતી નથી. બધા દર્શનામાં પેાતાનું દર્શન શ્રેષ્ઠ છે એમ માનીને ચાલનારો માનવી આ જગતમાં પોતાના દર્શનને મહત્ત્વપૂર્ણ ગણે છે અને બીજા દર્શનાને મહત્ત્વહીન ગણે છે અને પરિણામે એ વિખવાદથી પર થતા નથી. માણસા પોતપોતાની સાંપ્રદાયિક માન્યતાઓને આધારે બીજાઓ સાથે વાદવિવાદ કદી પેાતાને નિપુણ ગણાવે છે અને કહે છે કે, જે તેઓની માન્યતા—મતને જાણે છે તે જ ધર્મ સમજે છે અને આ માન્યતા મતથી વિરુદ્ધ જનારો અજ્ઞાની છે... આ રીતે વાદવિવાદ કરી તેઓ બીજાને મૂર્ખ કહે છે અને પોતાને શાની ગણાવે છે—આ બધામાં કોને સાચા માનવા ? બીજાના ધર્મને ન સ્વીકારતો માણસ જો મતિહીન, મૂર્ખ અને પશુ ઠરતા હોય તો આ સાંપ્રદાયિક માન્યતાઓને વળગીને ચાલનારા બધા જ મતિહીન અને મૂર્ખ ઠરશે અને પોતાનો મત શ્રેષ્ઠ સમજી વાદમાં ઉતરનારા જો મતિમાન, પ્રજ્ઞાશીલ અને નિપુણ ગણાય તો પછી કોઈ પણ મૂર્ખ ગણાશે નહિ; કેમ કે બધા જ પોતાના મતને કોષ્ઠ સમજે છે. જેઓ એકબીજાને મૂર્ખ કહે છે તે સાચું નથી એમ હું કહું છું, કારણ કે, પોતપોતાના મતને તેઓ સાચા માની બીજાને મૂર્ખા ઠરાવે છે. કેટલાંક જેને સત્ય માને છે તેને જ બીજા ખાટું કહે છે— આ રીતે તેઓ વાદવિવાદ અને ઝઘડા કરતા રહે છે. તેઓ એક સત્યનું પ્રતિપાદન કેમ નહિ કરતા હોય ? સત્યતા એક જ છે, બીજું નથી અને એના માટે સમજુ લોકો વિવાદ કરતા નથી. ચંચળ માણસ સત્ય વિષે વાદવિવાદમાં પડે છે પણ નિશ્ચળ માણસને કોણ કઈ રીતે વાદવિવાદમાં ખેંચી શકે છે.... તેણે બધી સાંપ્રદાયિકતા ધોઈ નાખી હોય છે. જે કોઈ પણ ધર્મ પ્રત્યે તકરાર ન રાખનારો, તથ્ય અને સત્યને એ રીતે જોઈ શકનારો અને ખુલ્લા હૃદયથી વર્તનારો હોય તેને આ જગતમાં કઈ રીતે વિકલ્પોમાં પાડવા શક્ય છે ભલા?. તે વિક્લ્યામાં પડતા નથી, એક જ બાબતને અધિક મહત્ત્વ આપતો. નથી અને આ જ અતિ શુદ્ધિ છે એમ તે કહેતા નથી—ઉપાદાનાથી થયેલી ગાંઠ-ગ્રન્થી છેડીને આ જગતમાં તે કશાની આશા રાખતા નથી......જે મમત્વથી પર થયો છે તે કોઈ પણ વસ્તુને જાણી ને કે, જોઈને તેને પકડી બેસતા નથી. તે રાગરાગી—વિષયા સકત નથી અને વિરાગરાગી—વૈરાગ્ય પ્રત્યે આસકિત રાખનારો પણ નથી; આ જગતમાં કોઈ એક દર્શન કે ધર્મ શ્રેષ્ઠ છે એમ તે સમજતા પણ નથી—તેથી તે વાદવિવાદથી પર થાય છે. માણસે કોઈ પણ દ્રષ્ટિ-દર્શનને, ન વળગતાં વિરકત થઈને રહેવું...હું બીજાથી સમાન છું, બીજાથી હીન છું કે શ્રેષ્ઠ છું એવી તુલના પણ તેણે કરવી નહિ; (‘સુત્તનિપાત’ નાં આધારે) સંપાદક: સુકેતુ શાહ
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy