________________
૧૮
કંઈ સત્તા જમાવવા માટે રચવામાં આવી નથી. " અહીં સંધ સમિતિને ત્રણ મહિનામાં વિખેરી નાખવાના શ્રી કસ્તુરભાઈએ વ્યકત કરેલા વિચાર બિલકુલ ન સમજી શકાય તેવા છે. જે કાર્યની જવાબદારી સંઘ સમિતિને સોંપવામાં આવી છે એ લાંબા વખતનું અને સતત ચોકીની અપેક્ષા રાખતું કામ છે. ત્રણ મહિનામાં આ કામ પતી જાય એ સ્વપ્ને પણ સંભવતું નથી. આ બાબત, વિચક્ષણ એવા શ્રી કસ્તુરભાઈના ધ્યાન બહાર હોય એમ પણ ન જ બને. તો પછી આ ત્રણ મહિનાની મુદતનો અર્થ શું સમજવા?.
પ્રબુદ્ધ જીવન
વળી, એજ ઉપસંહાર-વકતવ્યમાં શ્રી કસ્તુરભાઈ જણાવે છે કે, “આ સમિતિ કંઈ સત્તા જમાવવા માટે રચવામાં આવી નથી.” આ વિધાન પણ ન સમજાય એવું છે. પ્રસ્તુત જૈન સમાજ ઉપર વર્ચસ જમાવીને તે દ્વારા ચોક્કસ કાર્ય પાર પાડવું એ હેતુ આ સંઘસમિતિની સ્થાપના પાછળ ન હોય તો બીજો શું હેતુ હોઈ શકે? અને શુભ હેતુ ખાતર સમાજ ઉપર કોઈ પણ સંસ્થાની સત્તા જમાવવામાં ખોટું કે, સંકોચ ચિતવવા જેવું પણ શું છે?
તે વાસ્તવિકના સાથે સંબંધ નહિ ધરાવતાં એવાં વિધાન કરવા પાછળ શ્રી કસ્તુરભાઈના શું આશય હશે ? તેના ઊંડાણથી વિચાર કરતાં એમ ભાસે છે કે, આ નવા પ્રસ્થાન સામે સમાજમાં ક્ષાભ થાય, તર્કવિતર્ક થાય, તેની ટીકાઓ પણ થાય એ બધાંની કલ્પના કરીને નમ્ર અભિગમપૂર્વક આ કાર્યની શરૂઆત કરવાનું કસ્તુરભાઈએ યોગ્ય વિચાર્યું લાગે છે. આ કડવો ઘૂંટડો લાગતાવળગતાઆના ગળે સહેલાઈથી ઉતરી જાય એ માટે કસ્તુરભાઈ, એક વડિલ જેમ નાના બાળકોને સંમજાવે તેમ, ઉપરના વિધાના દ્રારા એમ સૂચવી રહ્યા છે કે, “જુઓને, જેમને લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે તેઓ પોતાની જવાબદારી સમજી જાય અને પાતાના ઘરની પાતે જ સાફસૂફી કરી લે તે પછી અમારે કશું કરવાપણું રહેતું જ નથી. અને આ રીતે કામ ત્રણ મહિનામાં પતી જાય એવી ધારણા છે, અને તેથી આ પાછળ એક નવી સંસ્થા ઊભી કરવી અને સમાજ ઉપર સત્તા જમાવવી એવા અમારો કોઈ આશય નથી." આમ છતાં આજે જૈન શ્વે. મૂ. સમાજનાખાસ કરીને સ્થિતિચુસ્ત સમુદાયના - કસ્તુરભાઈ એક અને અજોડ નેતા છે એ જેટલું અવિવાદાસ્પદ છે, એટલું જ, એ પણ ચોક્કસ છે કે, આ સંઘ સમિતિ પ્રસ્તુત સમાજ ઉપર પોતાનું વર્ચસ જમાવવાની છે અને તેનું કાર્ય ઘણા લાંબા સમય સુધી ચાલવાનું છે. સાથેસાથે એમ પણ બનવા જાંગ છે કે, કોઈ પણ સંયોગમાં કસ્તુરભાઈને એમ લાગે કે, આ સંધ–સમિતિ ધાર્યું કામ પાર પાડી શકે તેમ છે જ નહિ તે। આ ત્રણ મહિનાની મુદતબંધીની જાહેરાતના સંધ સમિતિને વિસર્જન કરવાની દિશાએ એક સગવડ તરીકે ઉપયોગ કરી શકાય, આવી પણ કસ્તુરભાઈના મનમાં કલ્પના હાય. બાકી તો લોકોત્તર પુરુષના ચિત્તને ઉકેલવાને કોણ સમર્થ છે? અને એમ છતાં તેમના ચિત્તના ઉંડાણને સ્પર્શવાના આ નમ્ર પ્રયત્ન છે.
પરમાનંદ
વિષયસચિ
અજાતશત્રુ વૈકુંઠભાઈ
અમદાવાદના સંઘ-સંમેલનની કાર્યવાહી
અંગે શ્રી મુંમઈ જૈન યુવક સંઘના પ્રસ્તાવ
અમદાવાદના સંઘ—સંમેલનનું વિશ્લેષણ, પરમાનંદ
મુનશીનું લાક્ષણિક પ્રવચન
બુદ્ધ ભગવાનના બાધ કોસબાડની જ્ઞાનયાત્રા
પરમાનંદ
પૃષ્ઠ
૧૩
૧૫
૧૫
કનૈયાલાલ મુનશી ૧૮
સં. સુકેતુ શાહ
૧૯
પરમાનંદ
૨૭
તા. ૧૬-૫-૬૩
મુનશીનું લાક્ષણિક પ્રવચન
(તા. ૬-૪-૧૯૬૩ના રોજ અમદાવાદમાં યોજાએલા અભિનંદનસમા ભમાં શ્રી કનૈયાાલ મુનશીએ આપેલા પ્રત્યુત્તર)
મિત્રાએ મારા વિશે જે સ્નેહભર્યા ઉલ્લેખો કર્યા તેના જવાબ આપવા હું અસમર્થ છું. આવે પ્રસંગે લંબાણથી બોલવું મુશ્કેલ થઈ પડે છે, એટલે બે શબ્દોથી જ આભાર માની લઉં એમ થાય છે. પણ શિષ્ટાચાર પ્રમાણે ઉત્તર તો વાળવા જ રહ્યો.
બીજાં બેચાર ઠેકાણે યોજવામાં આવ્યા હતા, એમ તમે મિત્રોએ પણ આ સમારંભ યોજ્યા છે; પણ મે પંચતેર વર્ષ પૂરાં કર્યાં તેમાં મારું કોઈ પરાક્રમ રહ્યું નથી. મારે વધાયે તે વધે એમ નથી, મારે ઘટાડયે ઘટે એમ પણ નથી. કાળ કાળનું કામ કર્યું જ જાય છે. હા, એટલું ખરું કે, ઘરડા માણસને એ ઘરડો થયો છે એ સંભળાવવામાં મેાજ આવે છે.
આવા સમારંભામાં જુદાંજુદાં ક્ષેત્રમાં મને જેમના સંપર્કમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે તે બધાને પરોક્ષ રીતે સ્નેહભાવ કેળવવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. મારે મન એનું મહત્ત્વ વધારે છે. મદ્રારામાં આવા પ્રસંગ યોજાયો. ક્યારે ય એક મંચ પર ભેગા ન થાય એવા રાજાજી અને કામરાજ નાદર ભેગા મળ્યા. લોકોએ હર્ષનાદ કર્યો અને પ્રસંગ દીપી નીકળ્યા.
મારા માટે આજે ઘણું ઘણું કહેવામાં આવ્યું. એ બધી પ્રશંસાને હું યોગ્ય છું એવું માનવાની અહંતા મારામાં નથી. મેં જે કંઈ કર્યું, જે કંઈ લખ્યું તેનું મૂળ છેલ્લા પંચાતેર વર્ષના
ભારતના જીવનમાં છે.
આ વર્ષમાં ભારતીય પુનર્ઘટનાના સાગર ઊછળ્યો. હું તો આ સાગરમાં ઘસડાઈ આવેલા છીપલા જેવા છું. એ પુનર્ઘટનાએ હું ઘડાયા, એના વહેણમાં તણાયો અને એના જ પ્રતાપે કિનારે આવી પડયો. એ છીપલાનાં 'ગ, રૂપ ને ઘાટના સર્જનહાર તે એ પુનર્ઘટનાનાં પરિબળો જ છે.
બાલપણમાં તનમનને મંજરી મારી કલ્પનામાં ઘડાયા. એવી આ જાજ્વલ્યમાન સ્ત્રીએ આજે જોવા મળે છે.
કાક ને મુંજાલ મારી કલ્પનામાં પ્રકટયા : એવી પ્રખર માનવતા પણ આપણે નજરે જોઈ.
૧૯૦૪માં ગુજરાતના ઈતિહાસનું પ્રથમ દર્શન કર્યું ત્યારે તેને Graves of Vanished Era `કી વર્ણવ્યો. આ જમાનામાં ગુજરાતીઓએ—ગાંધીજી અને વલ્લભભાઈએ મહાન રાષ્ટ્રનું ઘડતર કર્યું.
પછી ૧૯૦૫માં શ્રી અરવિંદની પ્રેરણાથી મારી નોંધપોથીમાં મેં શપથની નોંધણી કરી કે, દેશમાં એક ભાષા થાય અને તેને સ્વાધીનતા મળે એવા પ્રયાસા કરવા. સ્વાધીનતા મળી. એક ભાષા હિંદીને વિધાનમાં સ્થાન આપવામાં પણ હું નિમિત્ત થયા.
૧૯૦૯ માં સામનાથના વિધ્વંસના ઈતિહાસ પર આંસુ સાર્યાં. ૧૯૨૨ માં એ પુરાતન ભગ્ન મંદિરમાં એક ફોજદારનું ટટ્ટ બાંધેલું જોઈ આક્રંદ કર્યું. ૧૯૫૧માં એ મંદિરની રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુના હાથે થતી પુન:સ્થાપના જોવાનો મને લ્હાવો મળ્યો.
૧૯૧૨-૧૩માં ગુજરાતની અસ્મિતાના મંત્ર ઉચ્ચાર્યાં. ગુજરાત એક અને અતુલ થાય એવાં સ્વપ્ના સેવ્યાં. આજે ગુજરાત એક થયું છે, અતુલ થતાં જોઈશ કે કેમ એ તો પ્રભુના હાથમાં છે. નાનપણમાં એક ગીત ગાંત :
“ વસંત કે આ ગુર્જરીની રસિકતાભરી ’
આજે ગુર્જર સાહિત્યની રસિકતા વસંતથી વધારે છે કે આછી એનો નિર્ણય વિવેચકોને સોંપું છું. પણ નાનાલાલની કૃતિઓમાં વસંતના સનાતન ટહુકારો, મને સંભળાયા કરે છે.