SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧ર-૫-૬૩ ૧૭ નજરે પડે છે. અને તેમની વાતને એક અવાજે એ જૈન આગે- વાએ ઝીલી લીધી, કે જેમાંના ઘણાખરા ગઈ કાલ સુધી આ સાધુનાં પડખાં સેવી રહ્યા હતા અને તેમની નબળાઈને અનેક રીતે પિપી રહ્યા હતા. તેમાંના કોઈ કોઈને ત્યાં એક યા બીજા મુનિરાજની રકમ જમે પડી હતી; તેમાંના કોઈ કોઈ એક યા અન્ય સાધુ સાધ્વીઓના શિથિલાચારના સાક્ષી હતા, એટલું જ નહિ પણ ઢાંકણરૂપ હતા; તેમાંના કોઈ કોઈ જૈન સમાજના એક યા બીજા પ્રશ્ન અંગે સમાજમાં–કોમમાં—વિખવાદ પેદા કરવાની સાધુઓની પ્રવૃત્તિઓના હાથારૂપ બન્યા હતા. આ બધાએ નતમસ્તકે કસ્તુરભાઈના આ નવા કદમને વધાવી લીધું. આ પણ કોઈ સાધારણ આશ્ચર્યની વાત નથી. પ્રશ્ન થાય છે કે, આમ કેમ બની શકયું? જવાબ એ છે કે, આ આગેવાનની સાધુનિષ્ઠા કાયમ હવા છતાં તેમને મન કસ્તુરભાઈ અધિદેવતા હતા; અસામાન્ય એવા મહામાનવ હતા. વળી જે બાબતમાં કસ્તુરભાઈની આંખ ઉઘડી ગઈ તે બાબતમાં આ આગેવાનોને પણ તટસ્થ રીતે વિચાર કરતાં, એ જ પ્રકારને કાંઈક ઝાંખો ઝાંખો ભાસ થવા માંડે હતો. તદુપરાંત અન્ય ધાર્મિક બાબતમાં જે આપણી જેટલા જ કટ્ટર વલણવાળા છે એ જ કસ્તુરભાઈ સાધુસંસ્થા વિશે જયારે આમ કહે છે તે આપણે પણ તેઓ જે માર્ગ બતાવે તેને શ્રદ્ધાપૂર્વક અપનાવી લેવો જોઈએ-આ પ્રકારનું એક અત્યંત અનુકૂળ એવું સામુદાયિક વલણ પેદા થયું. પરિણામે આજના કોઈ પણ સામુ- દાયિક પરિષદમાં કોઈને પણ જેટલે ટેક ન મળે તેવો ટેકો કસ્તુર- ભાઈને આ સંઘ-સંમેલનમાં મળી ગયો; સર્વ દરાવે જેવા રજૂ થયા તે જ આકારમાં સર્વાનુમતે પસાર થયા. કરતુરભાઈએ જે કાંઈ માગ્યું કે આ બધાએ હસતા મોઢે તેમના ચરણે ધરી દીધું. અને બિચારો સાધુસમાજ તો અવાક જ થઈ ગયો. જેમના ટેકે તેઓ આજ સુધી નભતા હતા, અને પોતાની શિથિલતાઓ ચલાવ્યે રાખતા હતા તેઓ તો આંખના પલકારામાં સામે પાટલે જઈને બેઠા. તેમના વતી કોઈ બેલના કે કહેનારૂં રહ્યું જ નહિ. જે કોઈ બોલે, વિરોધ કરે તે પહેલા આંખે ચઢેઆવી સ્થિતિ પેદા થઈ હતી. આમ જે કાંઈ બન્યું તે સાધુસમુદાયે મૂંગે મોઢે જોયા કર્યું અને જાણે કે સાધુસંસ્થાની કસ્તુરભાઈને મૌન સંમતિ મળી ગઈ હોય એવું વાતાવરણ નિર્માણ થયું. આ રીતે એક નાના ક્ષેત્રમાં મહાન દિગ્વિજયને પામેલા શેઠ કરતુરભાઈ, જયારે જુલિયસ સીઝરે અમુક દેશ ઉપર હુમલો કરે અને કશો પણ પ્રતિકાર કર્યા સિવાય તે દેશના રાજા શરણે આવ્યો અને એ વિજયને સીઝરે જે રીતે વર્ણવેલ તે રીતે, આપણા કસ્તુરભાઈ ગર્વપૂર્વક કહી શકે છે કે, “vini, vidi, vici'... “I came, I saw, I conquered” “હું આવ્યો, નજર કરી અને મને જ પ્રાપ્ત થયો અને આ માટે તેઓ જેટલા ધન્યવાદ માગે તેટલા ધન્યવાદ આપણે તેમને મુકત મને આપી શકીએ છીએ. પૂર્વ પશ્ચિમના ધાર્મિક ઈતિહાસમાં આવી ઘટનાઓ કદિ કદિ બનતી રહી છે. ત્રણ ચાર સદીઓ પહેલાં યુરોપમાં માર્ટીન લ્યુથર થઈ ગયો. તેણે પિની આપખુદ સત્તા સામે બળવો પિકારેલા. માર્ટીન લુથર એક સામાન્ય પાદરી હતો પણ તે જુદી માર્ટીને માનવી હતો. તે એક ક્રાન્તિકાર હતો. તેણે પિપને અપ્રતિષ્ઠિત કર્યો; ધાર્મિક ક્ષેત્રે વિચારસ્વાતંત્રયને નવો યુગ પ્રવર્તાવ્યો, નવા પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયની સ્થાપના કરી. કસ્તુરભાઈમાં ક્રાન્તિકારનું આવું ખમીર હજુ સુધી દષ્ટિગોચર થયું નથી. કેટલાક વર્ષો પહેલાં વૈષ્ણવ સમાજમાં બહાદુર નરવીર રસન- દાસ મૂળજી પાકેલા. તેમણે વૈષ્ણવ ગોસાંઈઓમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર સામે જેહાદ જગાવી, જીવના જોખમે તેને ઉઘાડે પાડયો, લગભગ નાબુદ કર્યો. કસ્તુરભાઈએ પણ જૈન શ્વે. મૂ. સમાજમાં સાધુઓના શિથિલાચાર સામે આવી જ કોઈ જેહાદ શરૂ કરી છે. જેહાદ શબ્દ કોઈ વધારે પડતે ન માને. ઠરાવોમાં ગોળ ગોળ ઘાણ કહેવામાં આવ્યું છે. ભારોભાર sugar-coating છે, સંમેલનના ઠરાવોને શર્કરાનો ગાઢ પુટ આપવામાં આવ્યો છે. વળી કોઈ એમ ન કહે કે, માત્ર સાધુસંસ્થા જ આ સંમેલનનું લક્ષ છે, એટલે શ્રાવકસંસ્થાઓની ગુટિઓ પણ બીજા ઠરાવો દ્વારા આગળ ધરવામાં આવી છે. આમ છતાં પણ મૂળ અને મુખ્ય બાબત સાધુસંરથાની શિથિલતાને પડકારવાની છે. એટલે કરતુરભાઈની - આ જેહાદ સ્વ. કરસનદાસ મૂળજીની જેહાદ સાથે અમુક અંશે સરખાવી શકાય તેમ છે. ફરક એટલો જ છે કે, એ વખતના વૈષ્ણવ ગોસાંઈઓના ભ્રષ્ટાચાર અને આજના જૈન સાધુઓના શિથિલાચારમાં બહુ મોટી માત્રાને ફરક છે. એમ છતાં ગુરુસંસ્થાની ભ્રષ્ટતા કે શિથિલતા દૂર કરવી એ લક્ષ બન્ને માટે સમાન હતું અને સમાન છે. કસ્તુરભાઈને આ જેહાદમાં સફળતા મેળવવી હશે તે તેમણે સ્વ. કરસનદાસ મૂળજીનું ખમીર દાખવવાનું રહેશે. કારણકે, આજના જૈન સાધુઓ, જેમના શિથિલાચારને લક્ષમાં રાખીને આ સંમેલન ભરવામાં આવ્યું છે, તેઓ આજે મૌન ભલે સેવતા હોય, પણ વખત જતાં સંમેલનના ઠરાવોને અર્થવિનાના બનાવવા માટે નરકીબ અજમાવ્યા વિના નહિ જ રહે એ બરાબર ધ્યાનમાં રાખવું ઘટે છે. તેમના ઉપર ઊભી કરવામાં આવેલી ચોકી હંમેશાને માટે તેખો સહન કરી લે એ માનવીસ્વભાવની વિરૂદ્ધ છે, અને તેથી * રાત જાગૃતિ અને જરૂર પડે ત્યાં કુઠારપ્રહાર-એ બે ઉપાયો શેઠ કરતુરભાઈએ અને તેમણે નીમેલી સંઘ સમિતિએ ધારણ કરવા જ રહેશે અને તો જ સંધ-સંમેલને પસાર કરેલા ઠરા અમલી બનાવી શકાશે. ' આ પ્રસંગે ઉદામવાદી યુવક મિત્રોને એટલું જ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, વર્ષોથી તેઓ જે ઈચ્છતા હતા અને એ હેતુથી આન્દોલન ચલાવી રહ્યા હતા કે જૈન સાધુઓના અનિયંત્રિત વર્તન અને અયોગ્ય દીક્ષા પ્રવૃત્તિ ઉપર જરૂરી અંકુશ મુકાવા ઈએ તે ઈચ્છા • અપેક્ષા સફળ થાય એ સુયોગ આજે ઉભી થયો છે. વસ્તુત: જેઓ આન્દોલન ચલાવતા હતા તેઓ કદિ સત્તાસ્થાન ઉપર નહોતા. goods deliver કરવાની સ્થિતિમાં નહોતા. પરિણામે તેમના આન્દોલનનું બહુ ઓછું અને આછુ પરિણામ આવ્યું હતું. આજે એ બાબત વિશે, જેઓ સત્તાસ્થાન ઉપર છે, goods deliver કરવાની સ્થિતિમાં છે તેમના દિલમાં ઉકરાટી પેદા થઈ છે, તેઓ પણ સાધુઓના નિયંત્રિતપણાને નાબુદ કરવા ઉદ્ય કત થયા છે. તો પછી આ મહાન કાર્યમાં તેમને બને તેટલે સાથ આપવો એ ઉદ્દામવદી યુવક મિત્રોને અનિવાર્ય ધર્મ બને છે. Orthodoxyની-સ્થિતિચુસ્તતાની કિલ્લેબંધી પણ આ રીતે જ જમીનદોસ્ત કરી શકાશે. પૂરક નોંધ: જેનો વિશેષ અંકમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ કી કસ્તુરભાઈ સંધ–સંમેલનને ઉપસંહાર કરતાં છેવટના ભાગમાં નમ્રતાપૂર્વક જણાવે છે કે, “હું મારી જાતને નેતા માનતો નથી.” આ નમ્રતા કેવળ ઔપચારિક છે. પોતે પોતાની જાતને નતા માનતા ન હોત તો અંગત જવાબદારી ઉપર આવું સંમેલન બોલાવવાને તેમણે સ્વપ્ન પણ વિચાર કર્યો ન હોન. આ ઉપચારપ્રયોગ ન કર્યો હોત તો ચાલત. તદુપરાંત નવી નિમાયેલી સંઘ સમિતિ સંબંધમાં તેઓ જણાવે છે કે, “આ સમિતિ સેવાના કામ માટે છે અને એનું કામ ત્રણ મહિનામાં પતી જાય છે અને લાંબો વખત ચાલુ રાખવાને વિચાર નથી. જે મુખ્ય કામ માટે એ રચાઈ છે તે કામ પૂરું થાય તે પછી એને વિખેરી નાખવી. અને જે એને સફળતા ન મળે તે પણ વિખેરી નાંખવી એ મારા ખ્યાલ છે. આ સમિતિ
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy