SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ 20 પ્રબુદ્ધ જીવન વ્યાપક ને સુસ ગઠિત શાંતિ-સેના રચે ! (વેડછી ખાતે મળેલ સર્વ સેવા સંઘના અધિવેશનમાં શાંતિ-સેનાને વ્યાપક બનાવવા પર ખૂબ ભાર મૂકાયો. દેશની આજની પરિસ્થિતિના સંદર્ભમાં તે સુસંગઠિત ને વ્યાપક શાંતિ-સેનાની આવશ્યકતા સવિશેષ સ્પષ્ટ થઈ ચૂકી છે. અધિવેશનમાં શાંતિ-સૈનિકનું જે નવું પ્રતિજ્ઞા પત્ર માન્ય થયું અને તે પર જે ચર્ચા થઈ તેનો સાર નીચે આપવામાં આવ્યો છે.સં.) શાંતિ-સૈનિકનું પ્રતિજ્ઞાપત્ર (૧૮ વર્ષથી મોટી ઉંમરના કોઈ પણ ભારતીય નાગરિક, જે નીચે લખેલી ઘાષણા ને પ્રતિજ્ઞા કરશે, તે શાંતિ-સૈનિક બની શકશે.) હું વિશ્વાસ રાખું છું કે: ૧. સત્ય અને અહિંસા પર આધારિત નવા સમાજ રચાવા જોઈએ. ૨. સમાજમાં ઊભા થનારા બધા સંઘર્ષ અહિંસક સાધનોથી ઊકલી શકે છે અને ઊકલવા જોઈએ, ખાસ કરીને આ અણુયુગમાં. ૩. માનવમાત્રમાં મૂળભૂત એકતા છે. ૪. યુદ્ધ માનવતાના વિકાસમાં બાધક છે અને તે અહિંસક જીવન-પદ્ધતિના વિપર્યય છે. તેથી હું પ્રતિજ્ઞા કરું છું કે:-- ૧. શાંતિને માટૅ કામ કરીશ અને જરૂર પડશે તે મારા પ્રાણ સમર્પણ કરવા તૈયાર રહીશ. ૨. જાતિ, સંપ્રદાય, રંગ અને પક્ષ વગેરેના ભેદોથી. ઉપર ઊઠવાની પૂરેપૂરી કોશિશ કરીશ, કેમ કે આ ભેદો મનુષ્યની એકતાને માનવાની ના પાડે છે. ૩. કોઈ પણ યુદ્ધમાં સામેલ નહીં થાઉં. ૪. સંરક્ષણના અહિંસક સાધનો તથા વાતાવરણ નિર્માણ કરવામાં મદદ કરીશ. ૫. નિયમિત રીતે મારો થોડો સમય મારા માનવબંધુઆની સેવામાં આપીશ. ૬. શાંતિ-સેનાના અનુશાસનમાં માનીશ. સહી નામ : સરનામું : જાતિ, સંપ્રદાય, 'ગ, પક્ષ વિગેરે બધા ભેદાથી ઉપર ઊઠવાની કોશિશ કરીશ એમ કહ્યું છે, એ બધું છેાડીશ એમ નથી કહ્યું. દાખલા તરીકે તિમાં જ મારું લગ્ન થયું છે તો હું જાતિને કેવી રીતે છેાડી શકવાના ? એવી જ રીતે સંપ્રદાયને છાડવાની વાત લઈએ તો હું તો કાશીવિશ્વનાથના મંદિરમાં જવાનું નહીં છોડું. અને કોઈ મુસલમાન નમાજ પઢવાનું છેાડી દેવા પણ નહીં ઈચ્છે. એટલે વાસ્તે એ બધું છેાડવાનું નથી કહ્યું, પણ માત્ર એટલું જ કહ્યું છે કે હું એ બધાંથી ઉપર ઊઠવાની કોશિશ કરીશ. એવી જ રીતે હવે શાંતિ-સૈનિક બનવા માટે પક્ષ છેડવાની જરૂર નથી, પણ પક્ષમાં રહેવા છતાંયે તેનાથી ઉપર ઊઠવાની કોશિશ કરવાની છે, અર્થાત્ જ્યારે પક્ષનિષ્ઠા ને રાષ્ટ્રનિષ્ઠા વચ્ચેથી પસંદગી કરવાની આવે ત્યારે રાષ્ટ્રનિષ્ઠાને વિશેષ મહત્ત્વ આપવાનું છે. CL. 2-9-83 છેવટે તે આપણે એમ કરવું છે ને કે નાગરિક અને શાંતિસૈનિક એવા બે જુદા વર્ગ જ ન રહે. બધા જ નાગરિક શાંતિસૈનિક હેાય, પરંતુ સામાન્ય નાગરિકને ત્યાં સુધી પહોંચાડવાની એક પ્રક્રિયા હશે. એટલે આપણે બીજું કોઈ બંધન નાંખ્યા વિના સામાન્ય નાગરિકને એમ કહીએ છીએ કે આ બધા ભેદોથી ઉપર ઊઠવાની કોશીશ કરે ત્યારે તે મુકત થઈ જાય છે અને પક્ષમુકિત વગેરે તરફ ડગ માંડે છે. આ પ્રક્રિયાને સહજભાવે થવા દઈએ. આ પ્રતિજ્ઞાપત્રમાં યુદ્ધ અહિંસક જીવનપદ્ધતિના વિપર્ય છે એમ કહેવાની જરૂર એટલે વાસ્તે પડી કે અહિંસામાં માનનારા ધર્મોએ પણ યુદ્ધનો નિષેધ નથી કર્યો. એટલે આ વાતના ખાસ ઉલ્લેખ અહીં કરાયો છે. હવે યુદ્ધમાં સામેલ ન થવું એટલે શું ? કેમ કે આજની પરિસ્થિતિમાં તે આપણે રાજયને કરવેરો આપીએ છીએ, જકાત આપીએ છીએ અથવા તો ઓછામાં ઓછું જેના પર રાજય તરફથી કરવેરા ને જકાત લેવાતી હોય એવી ચીજવસ્તુઓના ઉપયોગ કરીએ છીએ. તે આમ શ્વાસ લેતાંયે આપણે રાજ્યને તેની યુદ્ધ--તૈયારીમાં આડકતરી મદદ નથી કરતાં? વળી યુદ્ધ ચાલતું હોય ત્યારે તે આપણે ભલે સીધી નાણાંની કે એવી બીજી કોઈ મદદ ન કરી હોય પણ આપણે કાંઈ ને કાંઈ ઉત્પાદન ને વ્યવસાયમાં રોકાયેલા હોઈએ અને તે બધું યુદ્ધ-મરચા પરના સૈનિકોને પુરવઠો પહોંચાડવામાં મદદરૂપ નથી થતું? અહીં દાદાએ કહ્યું કે આ ચીજને આટલી તાણવી જોઈએ નહીં. અને એમણે એક દાખલા આપ્યા કે ગોડસેને દુનિયાના એક સૌથી મહાન પુ ષને મારવા માટે ફાંસીની સજા કરવામાં આવી. પરંતુ તેને એ સજા થઈ ત્યારથી તે તેને ફાંસી અપાઈ ત્યાં સુધીના ગાળામાં શું આપણે તેને ખવડાવતા--પિવડાવતા નહાતા? એક માનવ તરીકે જીવનનો તેને અધિકાર હતા. તેવી જ રીતે એક સૈનિકને પણ જીવવાના અધિકાર છે. ટૂંકમાં શાંતિસૈનિક પોતે સીધા યુદ્ધમાં સામેલ નહીં થાય. બાકીની બધી વાત તેની અહિંસાની ભૂમિકા પર નિર્ભર રહેશે. શાંતિસૈનિક થનાર સહુ અહિંસાના ઉપાસક છે. તેમાં ભૂમિકા થોડી આગળ પાછળ હોઈ શકે, પણ સહુએ પૂર્ણ અહિંસા તરફ જવું છે. એટલે દરેકના વિવેક પર છોડયું છે. જડ નિયમ બનાવી મૂકવાથી સમૂહના સહજ વિકાસની પ્રક્રિયા રૂંધાવા સંભવ છે. એવી જ રીતે છેલ્લે સહીની સાથે સાક્ષી હોવી જોઈએ કે નહીં એ મુદ્દો પણ ઉપસ્થિત થયેલા. તે અંગે એમ હર્યું કે આ એક નૈતિક પ્રતિજ્ઞાપત્ર છે, કાનૂની નહીં અને એટલે તેમાં સાક્ષીની જરૂર નથી. (ભૂમિપુત્રમાંથી સાભાર ઉષ્કૃત) ચાહું ના હું (‘વિકાસ’માંથી ઉદ્ભુત ) પ્રિયે ! ચાહું ના હું જગતભરના સાગર મહા ઉછાળી, મોજાં જે જલ ગજવતાં જાય. નભમાં ખરું લાગે પ્યારૂં હૃદયસર નાનું તવ જયહાં મને અંકાયેલી નિરખું મધુરાં શાંત જલમાં. મીઠાશે. જે નાનાં સરવરતણાં નીર ધરતાં, મહા-તાયે ખારા—સમદરું કદીયે શું વરતાં? ગીતા પરીખ. માક્ષિક શ્રી મુંબઈ જૈન યુવક સલ; મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૧-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩. મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઇ,
SR No.525948
Book TitlePrabuddha Jivan 1963 Year 24 Ank 17 to 24 and Year 25 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1963
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy