________________
પ્રબુદ્ધ જીવન
*
તા. ૧-૫-૧
પ્રકીર્ણ નોંધ :
લક્ષ્ય કેન્દ્રિત કરવા સતત પ્રયત્ન કરી રહ્યા હતા. આ માંદગી દરમિયાન તેમનાં દૂર નજીકના લગભગ બધાં સગાવહાલાં અને સ્વજનો લીંબડી આવી ગયાં અને આવા સમભાવ-સમાધિ ભાવ-પ્રેરિત આત્માના છેલ્લાં છેલ્લાં દર્શન કરીને પ્રભાવિત બનતાં રહ્યાં. અનેક વ્યવસાયથી વ્યાકુલ હાઇને છેલ્લા ત્રણ ચાર મહિનાથી ' લીંબડી અને મુંબઈ વચ્ચે જેમનુ જવા આવવાનું ચાલ્યા જ કરતું હતું તેવા શ્રી ચીમનભાઈ પણ છેલ્લા મહિને સવા મહિને પિતાના અવસાન ઘડી સુધી તેમના સાનિધ્યમાં અખંડપણે રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત કરી શકયા અને તેમના પિતાને પણ તેથી ખૂબ સમાધાન રહ્યું, આમ છેવટની ઘડી સુધી જાગૃતિ, સ્વસ્થતા, પ્રસન્નતા, કૃતાર્થતા અનુભવતાં, તેલ ખૂટે અને દીવો ઓલવાય, વૃક્ષ સાથે અનુબંધ ઢીલા પડે અને પાકું ફળ જમીન ઉપર ખરી પડે, તેવી રીતે તેમની પ્રાણશકિત ખલાસ થઈ, શ્વાસોચ્છવાસ પૂરો થ, નિર્મિત આયુષ્ય સમાપ્ત થયું અને શ્રી ચકુભાઇ શાહે આંખ ફેરવી નાંખી અને આ દુનિયાની અંતિમ વિદાય લીધી. આથી વધારે રૂડું મૃત્યુ બીજુ શું હોઈ શકે એમ વિચારી પાછળ રહેલા સ્વજનોએ શોકવ્યાકુળ ન બનતાં આ ઘટનાને એક સ્વાભાવિક ઘટના તરીકે સ્વીકારી લીધી. દુનિયાએ ‘તેઓ ભાગ્યશાળી થઈ ગયા” એમ કહીને તેમના મૃત્યુને અભિનન્જ, આવકાર્યું. '
બે ધન્ય મૃત્યુ
ગત એપ્રિલ માસ દરમિયાન જૈન સમાજની બે વવૃદ્ધ વ્યકિતનું પરલોકગમન થયું - . - (૧) એક શ્રી ચકુભાઇ ગુલાબચંદ શાહ તે આપણા સર્વના સુપરિચિત શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પિતા થાય. તેમણે ૮૭ વર્ષની ઉમ્મરે લીંબડી ખાતે એપ્રિલ માસની સાતમી તારીખે દેહ છોડે. તેઓ કેટલાંય વર્ષોથી નિવૃત્ત જીવન ગાળતા હતા. વૃદ્ધાવસ્થાના આક્રમણથી કોણ મુકત રહી શકે છે? એમ છતાં સ્વ. મુરબ્બી ચકુભાઈ શાહનું શરીર ખડતલ, સ્નાયુબદ્ધ અને કદાવર હતું અને જીવન સંયમી હતું, એટલે તેઓ આટલું લાંબુ આયુષ્ય અને લગભગ જિંદગીના અન્ત સુધી તદ્દન નિરોગી જીવન ભોગવી શક્યા હતા. ગત જાન્યુઆરી માસના પ્રારંભથી તેમની તબિયત લથડવા માંડી હતી અને તેમના ઉપર. જરાવસ્થાનું આક્રમણ વધવા માંડયું હતું. આમ, છતાં તેમના શરીરમાં વાર્ધક્ય પરિણામ નબળાઈ સિવાય બીજો કોઈ રોગ, નહે. અંદરના પ્રાણની તાકાત ઘટતી જાય અને શરીર ઉત્તરોત્તર કૃશ થતું ચાલે તેવી કૃશતા તેમના શરીરને ગાળી રહી હતી. જીવન મરણ વચ્ચેના સંઘર્ષમાં તેમણે જાન્યુઆરી તથા ફેબ્રુઆરી પસાર કર્યા હતા. આ માંદગી દરમિયાન તેમણે જીવનની સર્વ મૂછ છેડી દીધી હતી. માર્ચ માસથી તે તેમણે અનને પણ વેચ્છાએ ત્યાગ કર્યો હતો. કેવળ પાણી ઉપર તેમને દેહ ટકી રહ્યા હતા. - જૈન સાધુસંસ્થામાં સંથારો લેવાની એક પરંપરા છે.
જ્યારે વૃદ્ધાવસ્થાના કારણે દેહધારણું વધારે ને વધારે પરાવલંબી બનતું જાય અને જીવવામાં કોઈ રસ કે પ્રજનન રહે ત્યારે કદિ કદિ જૈન સાધુ માત્ર અને અથવા તો અન્નજળ ઉભયને ત્યાગ કરે છે અને એ રીતે પોતાને સંથારે એટલે કે જે આસન ઉપર તે બેસતા સુતા હોય તે ઉપર લગભગ સુતા રહીને બાકી રહેલું આયુષ્ય શાંતિપૂર્વક સમાધિપૂર્વક પૂરૂં કરે છે. આવી અન્તિમ સાધનાને સંથારો કર્યો અથવા આદર્યો એમ કહેવાય છે. આ પ્રથા આજે હજુ તેરાપંથ સંપ્રદાયમાં જીવન્ત છે અને અન્ય સંપ્રદાયમાં પણ આવી ઘટના બનતી હોવાનું કદી કદી સાંભળવામાં આવે છે. આવી રીતે મૃત્યુને પ્રસન્નતાપૂર્વક– સમભાવપૂર્વક–ભેટવું અને અમુક વિષમ પરિસ્થિતિના દબાણના કારણે પેદા થતા આવેગને વશ થઈને ઝેર વડે કે અન્ય ઉપાય વડે જીવનને અન્ત આણ (જેને આપણે “આપધાત” શબ્દથી ઓળખીએ છીએ) તે બેમાં ઘણો ફરક છે એ કહેવાની જરૂર છે જ નહિ.
શ્રી ચકુભાઈ શાહે તેમના અવસાન પહેલાના લગભગ સવા મહિના દરમિયાન આ પ્રકારની સથારાવૃત્તિ પૂરી સમજણપૂર્વક સ્વીકારી લીધી હતી. આમ જળપાનપૂર્વક તેમણે અવશેષ જીવન પૂરું કર્યું હતું. સ્વજને અનુરાગને વશ થઈને તેમને કદી પાણી દ્વારા પૈડું લૂકોઝ કે ફળને રસ આપવાને પ્રયત્ન કરતા તે તેને તેઓ સખ્ત વિરોધ કરતા હતા. વળી, તેમને જૈન ધર્મ ઉપર અપૂર્વ શ્રદ્ધા હતી. તેથી આ દિવસે દરમિયાન અનેક સાધુ સાધ્વીઓ તેમને ત્યાં આવતા જતા રહ્યા હતા અને ધમધ સંભળાવતા રહ્યા હતા. શ્રી ચીમનભાઈનાં માતુશ્રી પણ આ મહિનાઓ દરમિયાન ઊભા પગે તેમની સેવા કરવા સાથે આ દુનિયાની સર્વ ચિન્તા, વિચાર, ઉપાધિથી મુકત બનીને આત્મશ્રેય તરફ તેમનું
-
(૨) અમદાવાદ ખાતે તા. ૧૪-૪-૬૧ ના રોજ અમદાવાદના એક જાણીતા નાગરિક શ્રી મણિલાલ મગનલાલ દલાલ ૮૪ વર્ષની ઉમ્મરે બહોળુ કુટુંબ મૂકીને આ દુનિયામાંથી વિદાય થયા. આ મણિભાઈ પોતાના યૌવનકાળ દરમિયાન શેરને ધ કરતા હતા. સમયાન્તરે આજથી ૪૦ વર્ષ પહેલાં તેમણે આ ધંધામાંથી નિવૃત્તિ લીધી હતી. પછીનું જીવન મોટા ભાગે જનસેવામાં તેમણે પસાર કર્યું હતું. વર્ષોથી તેઓ શુદ્ધ ખાદી પહેરતા હતા. હમેશાં સવારના નિત્યકર્મથી પરવારીને તેઓ ઘર બહાર નીકળે, હાથમાં પિતાને પ્રિય એવાં કેટલાંક પુસ્તકોની ઝોળી હોય, જ્યાં જાય ત્યાં, જેવું પાત્ર તે પ્રમાણે, પિતાની પાસેનાં પુસ્તકોની તેઓ લહાણું કરતા ફરે–આ તેમના જીવનના અન્ત સુધી ચાલુ વ્યવસાય હતો. વળી, ગરીબોને કપડાં, દવાઓ તેમ જ ઓઢવાનાં ધાબાઓ :૫ણુ તેઓ ચાલુ વહેંચતા રહેતા હતા. આ રીતે તેમનું કેવળ પરગજુ સાધુસદશ જીવન હતું. શરીરની તન્દુરસ્તી એટલી સારી હતી કે છેલ્લા ચાર પાંચ મહિના બાદ કરતાં આજની ઘડી સુધી તેઓ પરોપકારના કામે કે ચોપડીઓ આપવાના નિમિત્તે અહીંથી તહીં ફરી શકતા હતા. વૃદ્ધ હોવા છતાં તેઓ વિચારમાં અધતન હતા અને નવું નવું જાણવા સમજવાની ઊંડી જિજ્ઞાસા ધરાવતા હતા. ગરીબ લોકે માટે તેમ જ વાચનપ્રિય ભાઈબહેને માટે તેઓ એક જંગમ પરબ સમાન હતા. સાદાઈ અને નમ્રતા તેમના પ્રાકૃતિક ગુણ હતા.
ગયા જાન્યુઆરી માસની શરૂઆતમાં તેઓ પક્ષઘાતના હળવા હુમલાના ભોગ બન્યા. એ દરમિયાન જાન્યુઆરીના અધવચમાં તેમનાં પત્ની ડાહીબહેને એકાએક આવેલા હૃદયરોગના હુમલાના પરિણામે ચેડા કલાકમાં દેહ છો. આમ આ દુનિયામાંથી બેમાંથી કેણુ પહેલું જાય એ પ્રકારની પતિ પત્ની વચ્ચે જાણે કે શરૂ થયેલી હરીફાઈમાં પત્ની આગળ ચાલી નીકળ્યાં. આ કારણે ભમહદય બનેલા પતિએ પણ લગભગ ત્રણ મહિનાના ગાળામાં તેમનું અનુસરણ કર્યું. આવી કરૂણતાપૂર્વક જેમના ધન્ય જીવનને પરિપકવ વધે અન્ન આવ્યું છે તેવી એક સ્વસ્થ, સુખી અને