________________
તા. ૧૫૯૧
પ્રબુદ્ધ જીવન
રહી છે એ જોતાં (ગ્રામપચાયતાને સોંપવામાં આવતી અપસ્વલ્પ સત્તાને બાદ કરતાં) સત્તાનું કેન્દ્રીકરણ તે થઇ જ રહ્યું છે, પણ સંપત્તિનું કેન્દ્રીકરણ તે ભયંકર પ્રમાણમાં થઇ રહ્યું છે; પરિણામે દેશમાં સંપત્તિના બદલે શ્રમની પ્રતિષ્ઠાની હવા જામવાને બદલે મૂડીવાદ જ પોષાઇ રહ્યા છે, અને ઉપર ઉપરથી ભલે આપણને લેાકશાહી ઢબે ચૂંટાયેલા-નિમાયેલા પ્રધાના રાજ્ય કરતા લાગે, પણ સાચી રીતે તે। મૂડીવાદ જ વધારે ને વધારે પરિપુષ્ટ થતા જાય છે, અને એ જ રાજ્યસંચાલનની સત્તાનાં સૂત્રાનુ નિયંત્રણ અને સંચાલન કરી રહેલ છે.
તાજેતરમાં જ કાપડની મિલેાના સરવૈયાંમાં મિલેએ કરેલા અસાધારણ નફાના આંકડા, આ જ વાતનું સમન કરે છે. કાપડના ભાવા ખાંધી કે ઓછી આવક ધરાવતી સામાન્ય જનતાને પાસાય એવા નથી, એ માટેની કાગારાળ તા કેટલાય વખતથી મચેલી છે; સામે મિલેા પણુ, એક યા બીજા કારણે, માલના ઉત્પાદનનુ અમુક ભાવે વેચાણ કરવુ પેાતાને પાસાય એમ નથી, એવી કંઇક ફરિયાદો કરી કરીને, સરકારની પાસેથી નવી નવી સવલતો કે છૂટછાટા માગ્યા કરે છે; અને મેળવ્યા કરે છે, એક રીતે એ સરકારને હંફાવે છે, એમ કહીએ તે પણ ખાટુ નથી. જો એ બધું પાસાણ થતુ ન હેાત તે આટલેા ધૂમ નફા થાત જ શી રીતે? ખાંધી કે ઓછી આવકવાળા કે આવક વગરની ગરીબ પ્રજાની આટઆટલી ફરિયાદો છતાં એને સસ્તું કાપડ ન મળી શકયું અને સરકારના દેખતાં દેખતાં કારખાનાઓએ આટલે જંગી નફા કર્યાં, એ જ ધ્મતાવે છે કે, સત્તાના સાચાં સૂત્રેા કોના હાથમાં છે, અને રાજ્યકર્તાપક્ષ-કોંગ્રેસનું મૂડી, મૂડીવાદ કે મૂડીદારોને નાથવાનું બળ કેટલું પોકળ બની ગયુ છે,
જો આ જ નીતિ અને આવી જ રીતરસમ ચાલુ રહી તે દેશની મોટી મોટી યેાજના પાર પડવા છતાં તેમ જ દેશમાં નવા નવા અને માટા મેટા ઉદ્યોગો સ્થપાવા છતાં, કલ્યાણુરાજ્યની રચના કે દેશના છેલ્લામાં છેલ્લા-નબળામાં નબળા— માનવીને પણ જીવનની સર્વ પ્રથમ જરૂરિયાતરૂપ અન્ન, વસ્ત્ર અને આવાસ સહજ રીતે સુલભ બને એવા સર્વોદયની સ્થાપના ચવી લગભગ અશકય જેવી જ સમજવી.
સામાન્ય જનતાને સુખી કરવા માટે યેજના થાય; પણ એ યેાજનાને પાર પાડવા માટેનાં નાણાં મેળવવાની યાજના એવી કમ્ભરતા થાય કે એની સામે પ્રજા ટકી જ ન શકે, તે માનવું રહ્યું કે આપણે “ જીમ જાય તે રંગ રાખવાનું’ કે ગમે તે ભાગે દેવાદાર પાસેથી પેાતાના એક રતલ માંસની માંગણી કરનાર “ શાયલોક ધી ન્યુ ” તુ માગીએ છીએ !
નાટક
ભજવવા
જીવનની જરૂરિયાતાની સામાન્ય ચીજોના ઊંચા ગયેલા ભાવાની ‘હુતાશનીમાં છેલ્લા બજેટે તે કેવળ થી હોમવાનું જ કામ કર્યું છે, એ દીવા જેવુ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે; અને છતાં આપણા પ્રધાના સામાન્ય કે ગરીખ જનતાને ઉપદેશ આપતા રહે છે, કે દેશસેવાને માટે ભેગ આપવા જોઇએ, અને વેપારી કે કારખાનેદાર તમારી પાસેથી ધારે પડતા ભાવ લેશે તેા એ માટે સરકાર કશુ કરવાનુ બાકી નહિ રાખે! પણ આ સરકારને કે એના માનનીય પ્રધાનને કોણ સમજાવે કે તમારી આ બધી વાર્તા કેવળ ‘પરેાપદેશે પાંડિત્ય'' જેવી કે ‘ પોથીમાંનાં રીંગણાં જેવી અથ વગરની છે?
ઘઉં, જુવાર કે બાજરાને બચાવ કરવા કેરીની ગોટલીને લેટ બનાવીને એની રોટલીથી પેટ ભરવાની ક્રૂર મશ્કરીરૂપ વાતને જખમ પ્રજાના દિલ ઉપરથી જ્યારે ભૂંસાય ત્યારે ખરા! થાડા વખત પહેલાં જ તેલના વધેલા ભાવેાથી અકળાઇને
આપણા માનનીય નાણાંપ્રધાનશ્રીએ પ્રજાને શાણી સલાહ આપી હતી કે તેલને વધારે ભાવ લેનારની સાન ઠેકાણે લાવવા માટે અમુક વખત તેલ ખાવુ જ બંધ કરે ! કેવી મજાની સન્નાહ! સારૂ' છે કે એમણે હવા ખાને અને પાણી પીતે જીવવાની અદ્ભુત સલાહ આપવી હજી બાકી રાખી છે! પણ પ્રધાનાને કયાં ગાંધીજીની માક પહેલાં સ્વય અમલ કરીને પછી લેાકાને સલાહ આપવાનું બંધન છે કે ગમે તે ખેલવામાં વિચાર કરવા પડે કે સ કોચ રાખવે પડે ? અને એમને સમાર ભેામાં, સમિતિ-કમિટીઓમાં કે સભા-ધારાસભામાં રાજેરાજ કેટલુ બધુ ખેલવુ પડે છે; તે ખેાલી ખેલીને છેવટે ખેલે પણ શું? તેાળીને, વિચારીને ખેલવા જાય તેા ભલા કેટલું ખેલી શકાય ?
પણ ઝાઝી વાતે ગાડાં ભરાય ! ટૂંકમાં કહેવાનુ એટલુ જ છે કે ઓછી કે ખાંધી આવકવાળાની હાલાકી અત્યારે વર્ણવી જાય એવી નથી. બજારમાં જઇને શાક—પાંદડાંના, તેલ -તેજાનાના કે અન્ન-વસ્ત્રના ભાવની કાઇક કરૂણાળુ પ્રધાન નૃતતપાસ કરે તે ખબર પડે કે આથી ગરીબ અને સામાન્ય જનતાનું જીવન કેટલું અશકય જેવું ખની ગયું છે! પણ આમાં ક ચીજનેા ભાવવધારા કાણુ ‘ રેકી શકે? પાસે પાસે દસ પ્યાલાં ઊભા રાખ્યા હોય અને એકને ધક્કો લાગે તેા ખીજાને પણ એની અસર થયા વગર ન રહે એવી આ બાત છે. શાકવાળા કહેશે કે અન્નના ભાવ વધ્યા, એથી મારે ભાવ વધારવા પડયા; અજવાળે કાપડવાળાના, કાપડવાળા કરણાવાળાને અને એ વળી ખીજાતા, એમ ભાવવધારા માટે એકબીજાના દોષ કાઢવાનું વિષચક્ર એવુ તા અભેધ બની ગયું છે કે એને ભેદનાર સ્વર્ગસ્થ સ્વનામધન્ય શ્રો કીડવાઇ જેવા બીજો કયા વીરલા પાકશે એ જ સમજાતુ નથી..
વળી, આ કંઇ અહીં" કે તહીં થીગડું મારવાંથી સુધરી જાય એવી સામાન્ય વાત હવે નથી રહી; આ તે કાયા આભને થીગડું મારવા જેવી અતિ મુશ્કેલ-લગભગ અશકય જેવી–વાત છે. અને પરિસ્થિતિ આટલી હદે વણસવાનુ કારણ છે. કોંગ્રેસ પક્ષની ભૂલ ભરેલી નીતિ-રીતિ ! એ નીતિ-રીતિમાં સુધારા થાય તા જ પરિસ્થિતિ વધારે વણસતી અટકે અને ગરીબ અને સામાન્ય પ્રજાને રાહતને શ્વાસ લેવાના અવસર મળે.
......પણ એ તે કયારે થશે અને કાણુ કરશે, એ કાણુ જાણે ? દરમ્યાનમાં અમે દેશના અત્યારના રાજ્યકર્તા પક્ષને એટલું કહેવું જરૂરી લેખીએ છીએ કે મધ્યમ વર્ગની સામાન્ય અને ગરીબ જનતાને હવે વધારે પરેશાન કરવાથી પરમેશ્વર રાજી નહીં રહે, માટે એને તત્કાળ રાહત મળે એવું કંઇક સત્વર કરા. આથી વધારે શું કહેવુ? ('જૈન'માંથી સાભાર ઉધ્રુવ)
રતિલાલ દીપચંદ દેસાઇ
વિષયસૂચિ
કાવિચાર વિરૂદ્ધ ઉપયુકતતાવાદ પ્રબુદ્ધ જીવનના ૨૩મા વર્ષમાં પ્રવેશ પુનર્જન્મની સમસ્યા નવા મ્યુ. કોર્પોરેટરોતુ, મુખ જૈન યુવક સંઘે કરેલું બહુમાન આંધી આવકવાળાને મા પ્રકીર્ણ નોંધ : એ ધન્યમૃત્યુ ગુજરાત રાજ્યમાં થયેલા ગૌવધ પ્રતિબંધને કાયદા, શુભ સંકલ્પ પૂર્ણાંકના નાના દાનનું મોટુ પરિણામ ભૂદાન આયેાજનની ક્લનિષ્પત્તિ
પૃષ્ઠ ૧
કાકા કાલેલકર પરમાનદ રજનિકાન્ત મોદી ૪
૩
રતિલાલ દીપચંદ દેસાઇ પરમાનંદ
' ૧૦
૧૨