SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫-૬૧ પ્રભુ જીવન સંશયા દૂર થઇ જાય છે. અમૃતત્વની ખરી સક્રિય માન્યતા તે એજ છે કે જે બુદ્ધિનુ હડભર્યું મતગ્ય નહીં પણુ આપણા શ્વાસેાવાસ જેટલી તદન નિશ્ચિત હકીકત બની ગઇ ઢાય અને જેને માટે બીજી કશી જ સાબિતી કે દલીલની જરૂર જ ન હોય વળી, એક એવા વખત પણ આવે છે, કે જ્યારે અંતરાત્મા પોતાની અનંત અને વિકારમય ક્રિયામાં પણ પેાતાને રહેલા જોઇ શકે છે. આમ થાય છે ત્યારે એને ગત યુગેાનું ભાન થાય છે અને અવિચ્છિન્ન ભૂતકાળમાં વર્તમાન કેમ ધડાયુ તે એ જુએ છે. હાલનાં અંગાને ધડનારી ગત જીવ–દશા, વાતાવરણો અને પ્રવૃત્તિઆના વિવિધ પ્રકારો એને સાંભરે છે અને અવિચ્છિન્ન ભાવિમાં વિકાસ વડે પોતે ક્યાં જઇ રહયા છે તે પણ એ જાણતા થાય છે. પુનર્જન્મની આ જ સક્રિય માન્યતા છે અને અહીં જ સશયાત્મક બુધ્ધિતા ખેલ પૂરા થાય છે; અંતરાત્માની દૃષ્ટિ અને અંતરાત્માની સ્મૃતિ જ સર્વેસર્વ છે. અલબત્ત, પુનર્જન્મના નિયમેાના અને વિકાસની પદ્ધતિને પ્રશ્ન તે ખાકી રહે છે અને તેમાં બુદ્ધિ તેમ જ એની તપાસ અને તારવણીને કંઇક સ્થાન છે, અને અહીં. આપણે જેમ વધારે વિચારીએ અને અનુભવીએ છીએ તેમ પુનર્જન્મની સામાન્ય, સરળ અને સીધી સાદી સમજણુ વધારે ને વધારે શંકાસ્પદ ભાસે છે. અહીં જરૂર કોઇ ખૂબ અટપટી સવાદિતા વડે વિકસિત કરાયેલા નિયમ તે છે જ, પણ એ સવાલ તે લાંબી અને વિપુલ વિચારણા માગે છે, કારણ કે એના નિયમ બુહુ સૂક્ષ્મ છે; અનુહ્મેષઃ ધર્મ : । ક્રમશ : -રજનિકાન્ત માદી નવા મ્યુનિસિપલ કોર્પોરેટરોનુ મુંબઇ જૈન યુવક સધે કરેલું બહુમાન શ્રી મુંબઇ જૈન યુવક સધ તરફથી મુંબઇની મ્યુનિસિપલ કાર્પોરેશનની તાજેતરમાં કરવામાં આવેલી ચૂંટણીમાં સંક્ળ નીવડેલા નીચે જણાવેલ સભ્યાઃ— શ્રી જીવરાજ ભાથુજી શાહ, શ્રી લીલીબહેન પડયા, ડૉ. જે. એમ. લાખાણી, શ્રો મુકિતલાલ વીરવાડીઆ, શ્રી ટેકચદ સિંઘી,શ્રી કાન્તિલાલ એમ. પારેખ, શ્રી નાનાલાલ ડી. મહેતા, શ્રો ધીરજલાલ પારેખ; શ્રો જગુભાઇ વી. શાહ, શ્રી છેટુભાઇ એન. શાહ, • આ સભ્યાનું અભિનદન તેમ જ બહુમાન કરવાના હેતુથી તા. ૧૫-૪-૬૧ શનિવારના રોજ સાંજના ૬-૩૦ વાગ્યે ન્યૂ મરીનલાઇન્સ રોડ ઉપર આવેલા ‘મનહર'માં એક સ્નેહસ ંમેલન યાજવામાં આવ્યું હતું. આ સ ંમેલનમાં સધના લગભગ સૌ સભ્યાએ હાજરી આપી હતી. નિમંત્રિત સર્વ કાર્પારેટર પણ વખતસર ઉપસ્થિત થયા હતા. શ્રી ખીમજીભાઇ માડ ભૂજપુરીઆ પ્રમુખસ્થાને બિરાજ્યા . હતા. શરૂઆતમાં સંધના મંત્રી શ્રી પરમાનદ કુંવરજી કાપડિયાએ નિર્માત્રત કોર્પોરેટરોને વ્યકૃિતગત પરિચય કરાગ્યા હતા અને ત્યાર પછી મુખઇ જૈન યુવક સધની ભિન્નભિન્ન પ્રવૃત્તિઓના સંક્ષેપમાં ખ્યાલ આપીને ઉપસ્થિત થયેલા કાપેરેિટરોને આવકાર આપ્યા હતા. અને અન્ય પક્ષ સાથે અને તેટલા મેળ મેળવીને કામ કરવાનો અનુરોધ કર્યાં હતા. ત્યાર બાદ શ્રી લીલીબહેન પડયાએ પાતાના તરફથી તેમજ અન્ય સાથીઓ તરફથી તેમના માનમાં આવુ સ્નેહસ ંમેલન યેાજવા બદલ સધના કાર્યવાહકોને! આભાર માનીને મ્યુનિસિપાલિટી દ્વારા મુ ંબઇની પ્રજાની સેવા કરવાની પોતાની ભાવના યેાગ્ય શબ્દોમાં રજૂ કરી હતી તેમજ પાતે જૈન હોવા બદલ ઊંડું ગૌરવ અનુભવે છે એમ જણાવ્યુ હતુ. શ્રો જીવરાજ ભાણજી શાહે પ્રસંગેાચિત વિવેચન કર્યું હતું અને આવી કોર્પોરેશનના વહીવટ ચોક્કસ એક પક્ષની હુમતી દ્વાર જેટલા સંગીન અને કાર્યક્ષમ બનાવી શકાય છે તેવી કારાકયતા જુદા જુદા પક્ષેાના જોડાણમાં સભવિત નથી એવા વિઆ રતુ પાતાના અનુભવની કેટલીક વાતે કહીને સમથૅન કર્યા હતુ. શ્રી ખીમજીભાઇ જેમણે ૧૯૩૭ થી ૧૯૫૨ એમ સતત તેર વર્ષ · સુધી મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્યપદેથી મુંબઇની પ્રજાની એકધારી સેવા બજાવી હતી તેમણે નવા મિત્રને પેાતાના અનુભવમાંથી કેટલીક સલાહ આપી હતી અને માદર્શન કરાવ્યું હતું. ત્યાર બાદ પ્રત્યેક કોર્પોરેટરનુ પુષ્પહારથી સન્માન કરવામાં આવ્યું હતું. સંઘના અન્ય મંત્રી શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહે કોર્પોરેટરોને આભાર માન્યા હતા. ત્યાર બાદ અલ્પ ઉપાહારપૂર્વક પ્રસ્તુત સ્નેહસ ંમેલન વિસર્જિત થયુ હતું. આ રીતે આશરે દોઢ ક્લાક પરસ્પરના મિલનમાં અને મધુર વાર્તાવનેદમાં પસાર થયે! હતા. હકીકત–શુદ્ધિ શ્રી ત્રિભુવન વીરજીભાઇ હેમાણી એક લાંખે પત્ર લખીને પ્રબુદ્ધ જ્વનના આગળના અકામાં પ્રગટ થયેલાં લખાણામાં તેમની નજરે ચઢેલા એ હકીકતદેષ તરફ મારુ ધ્યાન ખેંચે છે. (૧) તા. ૧૬-૨-૬૦ના પ્રબુદ્ધુ જીવનમાં ભારત જૈન મહામડળના હીરક મહે।ત્સવ અંગે એક નોંધ લખતાં ' એમ જણાવવામાં આવ્યું છે કે મુંબઇ ખાતે ભારત જૈન મહામંડળનુ આ અધિવેશન સાથી પહેલું છે. ” શ્રી હેમાણી જણાવે છે કે આ વિધાન બરાબર નથી. આ પહેલાં પણ મુખ! ખાતે ભારત જૈન મહામડળનું એક અધિ વેશન ઇ. સ. ૧૯૧૫માં સ્વ. ખુશાલ તલકશી શાહના પ્રમુખપણા નીચે ભરવામાં. આખ્યુ હતુ. આ તેમનુ કહેવુ સાચું છે કારણ કે એ ૧૯૧૫ના અધિવેશનમાં હાજર રહેવાનું સદ્ભાગ્ય મને સાંપડયું હતું. આ ભૂલ તરફ ધ્યાન ખેંચવા માટે હું તેમને આભાર માનું છું. (૨) તા. ૧૬-૩-૬૧ ના પ્રબુદ્ધ જીવનમાં સ્વ. મણિલાલ મેાકમચંદ શાહના સંયુક્ત જૈન વિદ્યાથી ગૃહના સંસ્થાપક તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યા છે. અહીં શ્રી હેમાણી એમ સૂચવે છે કે સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહના શ્રી વાડીલાલ મેાતીલાલ શાહ અને શ્રી મણિલાલ મેાકમચંદ એમએ ‘સંસ્થાપા હાઇને ઉપર જણુ વેલ સ્થળે ‘સંસ્થાપક’ નહિ પણ ‘સંસ્થાપકામાંના એક’એમ ઉલ્લેખ કરવા જોઇતા હતા. આ સુધારા મને સ્વીકાર્ય નથી. 'સ્વ. મણિભાઈના જ્યારે જ્યારે સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહના સંસ્થાપક તરીકે ઉલ્લેખ કરવામાં આવે ત્યારે ત્યારે દરેક વખતે સસ્થાપકોમાંના એક તરીકે ઉલ્લેખ કરવાની મને જરૂર લાગતી નથી, કારણ કે આ ખાખત સર્વાંત્ર સુવિદિત છે. આમાં સ્વ. વા. મા. શાહની ઉપેક્ષા કરવાના કોઇ આશય છે નહિ કે હતા નહિ એ બાબતની ગયા અંકમાં પ્રગટ કરવામાં આવેલ સ્વ. મણિભાઇની પ્રતિમાના અનાવરણ સમારભની વિગતા વાંચતાં શ્રી હેમાણીને પ્રતીતિ થશે. એક બીજી હકીકતશુદ્ધિને પણ અહી જ ઉલ્લેખ કરા અસ્થાને નહિ ગણાય. તા. ૧–૩–'૬૧ ના પ્રમુદ્ જીવનમાં “ મારા કાઇ વાદ કે ઇઝમ ' નથી ? એ મથાળા નીચે ૧૯૩૫–’૩૬ આસપાસનું ગાંધીજીનું એક વકતવ્ય પ્રગટ કરવામાં આવ્યું હતું. આ વકતવ્ય સર્વ સેવાસધના પ્રથમ સંમેલનમાં કરવામાં આવ્યું હતું. એમ જણાવવામાં આવ્યું હતું તેમાં સર્વ સેવાસઘના ખલે ગાંધી સેવાસધ જો એ એ મુજબના સુધારા તા. ૧૬-૩-૬૧ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવ્યા છે, પણ ખીજી એક ભૂલ સુધારવી રહી ગઈ હતી અને તે સ્થળને લગતી. સાવલી ગામ મૂળ લેખમાં સંયુક્ત પ્રાંતમાં હાવાનુ જણાવ્યું છે તેના બન્ને મધ્ય પ્રદેશ–એ વખતના Cental Provinces–જોઇએ. આ ભૂલ તરફ ધ્યાન ખેંચવા બદલ સર્વ સેવાસંધના પ્રમુખ કાર્યકતા શ્રી વલ્લભસ્વાખીને હું આભાર માનું છું. તંત્રી : પ્રભુત્ત્વે જીવન આહીર, ઇંડા અ
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy