________________
તા. ૧૫-૧
પ્રબુદ્ધ જીવન
જેમ સ્વયલેખન ( automatic writing) અથવા પ્રેતે દ્વારા મળનારા સદેશાઓની બાબતમાં સંશય ઊભે કરવામાં આવે છે કે એ કઇ ભૂતપ્રેતનું કામ નથી. પણ માધ્યમ (M- dium) ની અથવા તે। એવી બેઠકમાં હાજર રહેલાએમાંના કોઇકની પ્રચ્છન્ન (Subliminal) ચેતનામાંથી જ એ કામ થાય છે, અથવા તો કોઇ દૂર રહેલી પણ જીવન્ત વ્યક્તિની જ દૂર-વિચારપ્રેષણ (Telepathy) ની પ્રક્રિયા દ્વારા જ એ ચાય છે, તેમ જેને પૂર્વ જન્મની સ્મૃતિ તરીકે દર્શાવવામાં આવે છે તેમાં પણ બનતુ હોવુ જોઇએ, જે બનાવેા બનેલા હાવાનું કહેવામાં આવે છે તે ખનાવે કઇ ખાટા નથી હાતા, પણ એ વ્યકિતના પૂર્વ જીવનમાં એ બન્યા હૈાવાને દાવે કરવામાં આવે છે તે માત્ર એક કલ્પના અથવા ભ્રાંતિ છે, કેમકે એ એના પોતાના પૂર્વ જીવનના નહીં પણ બીજી જ કોઇ વ્યક્તિના જીવનના મનાવે હોય છે અને તેમનુ પેાતાની ઉપર ખાટુ આરેાપણ કરી લેવામાં આવ્યુ હાય છે. આમ, આવી આવી હકીકત એકઠી કરવાથી ઘણું ઘણું પુરવાર થઇ શકે, પણ પુનર્જન્મ તે નહીં જ. અલબત, જો એ હકીકતા વિપુલ ચાક્કસ અને અનુભવસિદ્ધ હાય તે બહુ બહુ તે! એમ કહી શકાય કે પુનર્જન્મવાદને એક નેતિક નિશ્ચિતતા (moral cerlitude) તરીકે લેખી શકાય, પણ તેથી કઇ એ સાબિત થયેલા ન ગણાય.
પણ ખરું જોતાં તે આપણે જે વસ્તુને સાચી તરીકે સ્વીકારતા હાઇએ છીએ તેમાંની મેટા ભાગની તે। આવી નૈતિક નિશ્ચિતતા જ ઢાય છે અને ખાતરીપૂર્વકનું સત્ય નથી હતું. દાખલા તરીકે આપણને પૂરેપૂરી શ્રદ્ધા છે, કે પૃથ્વી પોતાની ધરીની આસપાસ ગાળ ફરે છે, પણ જેમ એક મહાન ફ્રેંચ ગણિતશાસ્ત્રીએ ધ્યાન ખેચ્યું છે તેમ એ વાત કદી પણ પુરવાર થઇ નથી. એ તે માત્ર એક ઉપપત્તિ (theory)જ છે, જેના આધારે અમુક દૃશ્ય હકીકતાને સારી રીતે સમજાવવામાં આવે છે. પણ ભવિષ્યમાં એનાથી વધારે સારી ઉપપત્તિ નહીં જ ઊભી થાય એમ કોણ કહી શકે ? ન્યૂટનની ગુરુત્વાકર્ષણની ઉપપત્તિ અમુક હકીકતાને સારી રીતે સમજાવતી હતી, પણ હવે સાયન્સના વિકાસ થતાં એ ઉપપત્તિને સત્ય તરીકે લેખવામાં આવતી નથી. માનવની તર્કબુદ્ધિના આ હંમેશ પજવતા અને ધરમૂળના રાગ છે કે, એ કશું જ ન જાણવાની સ્થિતિથી શરૂઆત કરે છે અને એને અન્તહીન શકયતાએ સાથે કામ લેવાનું છે અને અમુક હકીકત-જૂથની શકય સમજા પણ પાર વિનાની છે, અને તેથી આપણું નિશ્ચિત જ્ઞાન તે માત્ર આપણે જેટલુ નજરે જોતાં હાઇએ તેટલું જ રહે છે અને તેની ઉપર પણ સશયની છાયા તે ઝઝૂમતી રહે જ છે. જેમ કે લીલુ તે લીલું જ છે અને સફેદ તે સફેદ જ છે, જો કે કદાચ રંગ એ રંગ હોય જ નહીં પણ માત્ર રંગનેા આભાસ ઉત્પન્ન કરવાવાળુ બીજુ જ કઇ હાય એમ પણ બને. દૃશ્ય હકીકતાની બહાર તે આપણે સયુતિક વૈદ્ધિક સંતાય, પ્રબળ સંભવિતતા અને નૈતિક નિશ્ચિતતાથી જ સતે।ષ માનવે પડે છે.
પુનજ મવાદની તરફેણમાં નાસ્તિક સમક્ષ આપણે એવી કોઇ પ્રબળ સંભવિતતા કે નૈતિક નિશ્ચિંતતાનું પ્રતિપાદન કરી શકતા નથી. પાયથાગારસ જેવા એક મહાનમાં મહાન સંત આપણને કહે કે પોતે પૂર્વ જન્મમાં એન્ટેનારીડ હતા અને ટ્રાયના યુદ્ધમાં એટ્રિયુસના નાના પુત્રને હાથે હણાયેા હતેા તેા પણ આપણે કઇ એને માની શકીએ નહીં અને એણે જે ટ્રાયની ઢાલને પારખી કાઢી હતી તે તે, જેને પહેલેથી જ ખાતરી ન થઇ હોય તેવા કોઇને પણ ખાતરી કરાવી શકે નહીં. આપણી ભૌતિક અને ઇન્દ્રિયાત્મક બુદ્ધિ માત્ર બાહ્ય સાબિતીને જ નિર્ણાયક ગણે છે અને એવી સાબુિતીને અભાવે પુનર્જન્મવાદીએ એમ દલીલ કરે છે કે બધી ચૈત્ય હકીકતાને પુનર્જન્મસૂચક ઉપપત્તિ ખીજી કાઇ પણ ઉપપત્તિ કરતાં વધારે સારી રીતે સમજાવી
શકે છે. તેમને આ પુનર્જન્મ વિષે કાઇ પણ
પ
W
દાવા ન્યાયી છે, પણ તેથી ક ંઇ પ્રકારની નિશ્ચિતતા ઊભી થતી નથી. વળી જો એમ દલીલ કરવામાં આવે કે પુનર્જન્મવાદ આપણને બધી વસ્તુઓની સરળ, સુશ્લિષ્ટ અને સુંદર સમજણ આપે છે, તે એના જવાબમાં એમ કહી શકાય કે કોઇ પણ ઉપપત્તિની સરળતા, સુશ્લિષ્ટતા કે સુંદરતા કઇ હંમેશ એના સત્યના પુરાવા નથી. એનાથી ઉલટુ, ઘણી વખત કાઇ ખૂબ જ વધારે અટપટી ઉપપત્તિ વિશ્વની જટિલ સમસ્યાઓને સમજાવવા વધારે સમથ બને છે. આથી પુનર્જન્મવાદની સરળતા, સુશ્લિષ્ટતા, સુંદરતા અને સતષકારકતા કણ એની નિશ્ચિતતાની - ખાતરી આપતી નથી.
પુનર્જન્મ પ્રતિભા, સહજશક્તિ અને એવી ખીજી માનસશાસ્ત્રીય અનેક ગૂઢ વાર્તાને સમજાવે છે, પરંતુ સાયન્સ પોતાની અર્ધું ય સમજાવતી આનુવંશિકતાની ( heredity) ઉપપત્તિ સાથે આગળ આવે છે, જો કે એ બધુ' સમજાવનારી તે પુનર્જન્મની જેમ એને માનનારાઓ માટે જ છે. બાકી આનુવ શિકતાના દાવાઓમાં રહેલી અતિશયોક્તિ ઉપહાસપાત્ર છે. આપણા સ્થૂલ શરીર, આપણા સ્વભાવ અને આપણા જીવનની ઘણી વિચિત્રતાઓને સમજાવવામાં એ સફળ થઇ છે એ ખરું છે, પણ પ્રતિભા અને સહજશકિત જેવી માનસશાસ્ત્રોય વાતેને સમજાવવાના એને પ્રયાસ છેક જ નિષ્ફળ થયેા છે અને એમ પણ નથી માની શકાતુ કે સાયન્સ જ્યારે વધારે જ્ઞાનસંપન્ન થશે ત્યારે પણ આનુવંશિકતા વધુ આ વાત સમજાવી શકશે. આથી આ બાબતમાં તે પુનર્જન્મવાદીની દલીલ નિર્ણાયક ન હોવા છતાં ધણી સારી અને માના છે.
પુનર્જન્મ વિષે નીતિશાસ્ત્રીય દલીલ
પણ બીજી એક દલીલ મોટા જોરશેારથી આગળ કરવામાં આવે છે અને અપવ માનસને આકર્ષવા માટે જે સ્વરૂપમાં એ રજૂ કરાય છે તે સ્વરૂપમાં તે એ સ્મૃતિના અભાવ પરથી ઊભી કરાયેલી વિધી દલીલની-સમાન કક્ષાએ આવે છે. એ છે નીતિશાસ્ત્રીય દલીલ. ઇશ્વરના જગત સાથેના વ્યવહાર અથવા જગતને પોતાની સાથેના વ્યવહાર યોગ્ય ધરાવવામાં એ દલીલને ઉપયોગ થાય છે. એમ માનવામાં આવે છે કે દુનિયામાં કાષ્ટ નૈતિક શાસન હોવું જોઇએ અથવા તે ઓછામાં ઓછું', સૃષ્ટિમાં પુણ્યને માટે સારા બલાનુ અને પાપને માટે સજાનું પીઠબળ હોવુ જોઇએ. પણ આપણી આ વિચિત્ર પૃથ્વી પર એવુ કાઇ પીઠખળ રહેલુ' દેખાતુ નથી. આપણે જોઇએ છીએ કે સજ્જન દુ:ખની ચક્કીમાં પીલાય છે અને દુર્જન લહેર કરે છે અને છેવટે પણ એના બૂરા હાલ થતા નથી. આ તે એક અસ અને ક્રુરપણે અસંગત ઘટના છે અને ઇશ્વરના ડહાપણ અને ન્યાયીપણાની ઉપર એક લકરૂપ છે; કદાચ પર ન હોવાની જ લગભગ સાબિતી છે. આને કંઇ ઉપાય તે કરવા જ પડશે અથવા જે ઇશ્વર ન હોય તે આપણે સદાચરણને માટે ખીજુ કાઇ પીઠબળ શોધી કાઢવું પડશે.
જો સજ્જનની સજ્જનતાનું માપ એના સુખવૈભવ અને સદ્ભાગ્ય પરથી નક્કી કરી શકાતુ હાત તે કેવું સારૂં થાત! ભગવાન તેા એક સખત અને પ્રામાણિક હિસાબ રાખનારા હાવા જોઈએ અને દુર્જનને આપણે કહી શકતા હોત કે “હે દુષ્ટ ! નેતુ પાપી ન હેાત તા ઇશ્વર વડે કે ધર્મ વડે શાસિત થયેલા આ જગતમાં શું તુ આવેા ચીથરેહાલ, ભૂખ્યા, કમનસીબ, દુ:ખથી ઘેરાયેલા અને હડધૂત થયેલા હોત કે? ચોક્કસ તું દુષ્ટ જ છે એમ તારું ચીથરેહાલપણું જ પુર્વાર્ કરી આપે છે. ઇશ્વરને ન્યાય તે બરાબર જ છે.” દુર્જનને એમ કહી શકતા હોત તેા કેટલું સારૂ થાત? પણ માણુસની ખાલિશતા કરતાં પ્રભુની પ્રજ્ઞા વધારે શાણી અને વધારે ઉન્નત છે અને તેથી આમ થવુ અશકય છે. પણ કદાચ એમ પણ બને કે જો સજ્જન દુઃખી હેાય તે એનું' કારણુ તા એ કે એ હરામખાર છે—આ જન્મને નહી પણ